SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રબુદ્ધ જીવન સમયસુંદરની શીખડી રે સુખડી અમૃતવેલ રે Dગુલાબ દેઢિયા કવિ સમયસુંદરનો જન્મ સંવત ૧૬૧૦ (ઈ.સ.૧૫૫૩)ની આસપાસ મારવાડના સાચોર ગામમાં પ્રાગ્ધાટ (પોરવાડ) વિણક જ્ઞાતિમાં થયો હતો. એમની માતાનું નામ લીલાદેવી અને પિતાનું નામ રૂપસિંહ હતું. એમણે સંવત ૧૬૩૦ ની આસપાસ દીક્ષા લીધી હતી. ખરતર ગચ્છના યુગપ્રધાન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિએ પોતાને હાથે કવિને દીક્ષા આપી હતી અને પોતાના પ્રથમ શિષ્ય સકલચંદ્રગણિના શિષ્ય તરીકે જાહે૨ કરી એમનું ‘સમયસુંદર’ નામ રાખ્યું હતું. સમયસુંદરજીના જન્મનામનો ક્યાંય ઉલ્લેખ મળતો નથી. સંવત ૧૬૪૦માં ગણિ પદ, સંવત ૧૬૪૯માં વાચનાચાર્યનું પદ અને સંવત ૧૬૭૧માં ઉપાધ્યાયપદ મળ્યું હતું. સંવત ૧૬૪૮માં લાહોરમાં અકબર બાદશાહને આચાર્યશ્રી જિનચંદ્રસૂરિ, બાદશાહના નિમંત્રણને માન આપી મળ્યા ત્યારે ૩૧ સાધુઓમાં સમયસુંદર પણ સાથે હતા. એમણે આઠ અક્ષરના એક વાક્યના આઠ લાખ અર્થ કરી બતાવ્યા હતા. સંવત ૧૭૦૨ (ઈ. સ. ૧૬૪૫) માં સમયસુંદરજી અમદાવાદમાં કાળધર્મ પામ્યા હતા. નેવું વર્ષ જેટલું આયુષ્ય પ્રાપ્ત કર્યું હતું. સમયસુંદરની સાહિત્યસેવા વિપુલ અને બહુમૂલ્ય છે. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અને રાજસ્થાની ભાષામાં એમણે રચનાઓ કરી છે. સંસ્કૃતમાં વીસ અને ગુજરાતીમાં ત્રીસ જેટલી મોટી કૃતિઓ લખી છે. એમણે પ્રબંધ, રાસ, ચોપાઈ, સંવાદ, બાલાવબોધ, ચોવીસી–છત્રીસી, સ્તવન, સજ્ઝાય, ગીત વગેરે પ્રકારોમાં એમણે સર્જન કર્યું છે. સમયસુંદરના સમકાલીન કવિ ઋષભદાસે સમયસુંદરની પ્રશંસા કરતાં લખ્યું છેઃ સુ સાધુ હંસો સમયો સુરચંદ, શીતલ વચન જિમ શારદ ચંદ, એ કવિ મોટા, બુદ્ધિ વિશાલ, તે આગલિ હું મુરખ બાલ. ‘મૃગાવતી ચરિત્ર’ ચોપાઈમાં કવિ શીલનો મહિમા દર્શાવતાં કહે છે : દાન સીલ તપ ભાવના ચ્યારે ધરમ પ્રધાન; સીલ સરીખઉ કો નહી, ઈમ બોલઈ ધમાન. કનક કોડિ દાન થઈ, કનક તણો જિન ગેહ; સીલ અધિક એ બિહું થકી, ઈહાં કો નહિ સંદેહ. શતાનીક રાજાનો અંતકાળ નજીક આવે છે ત્યારે રાણી મૃગાવતી ધર્મોપદેશ આપતાં કહે છેઃ અશ્વ તણી ચિંતા મત કરઈ, તું સમરિ શ્રી વીતરાગ; સંસારની માયા તજી, તું વાલિ મન વયરાગોજી, જગમાંહિ કો કેહનઉ નહીં, કારિમઉ સગપણ એહ; તા. ૧૬ માર્ચ ૨૦૦૯ (વરસાદનું પાણી) દોહિલઉ આહિજ ખેત્ર એ, દોહિલઉ માણસ જમ્મુ, સંજોગ ગુરુનઉ દોહિલઉ વલિ જિણ ધમ્મોજી, મહાકવિ પ્રેમાનંદના પૂર્વસૂરિ સમયસુંદરજી દવદંતી (‘દમયંતી’ માટે જૈન નામ)નું સૌન્દર્ય વર્ણવતાં લખે છે કે સ્વયં બ્રહ્મા પણ એને ઘડ્યા પછી એવું બીજું રૂપ ઘડવાની કલા ભૂલી ગયા. એક રૂપ ઉત્તમ ઘડ્યઉ રે, વલિ બીજઉ ન ઘડાય; વિગન્યાયન માહરઉ વીસર્યઉ રે, વિહિ ચિંતાતુર થાય. ગુણ ગણિવા ભણી સરસતી રે, હાથિ ગ્રહિ જયમાલ, પાર અજી પામઈ નહિ રે, કેતઉ હી ગયઉ કાલ. કવિ સમયસુંદર સાધુકવિ છે. એમની કૃતિઓમાં ધર્મબોધની પ્રધાનતા હોય તે સ્વાભાવિક છે. સંસારના સુખોની અનિત્યતા દર્શાવી વૈરાગ્યભાવને દઢ કરી શકાય એવા કથાનકો એમણે પસંદ કર્યા છે. જૈન સાધુ કવિઓની સર્જનાત્મક કૃતિઓમાં અન્ય રસ હોય પણ શિરમોર તો શાંત રસ હોય. કવિ લખે છેઃ અસ્થિર ચંચલ એ આઉખું, જાત ન લાગઈ વાર જી; જનમ મરણના ભય થકી, કો નહિ રાખણહાર જી. સહુ કો વિહડઈ (વિયોગ) જગિ સહી, વિહડઈ નહિ જિન ધર્મ; આરાધઉં મ એક મનાં, ભૂલઉ મા ભવ મર્મ. સંયમની કઠોરતા દર્શાવતાં કવિ લખે છેઃ દરિયઉ તરિયઉ બાંહિ કરી, અગનિ ઉલ્ટામણિ પાય; ગંગાજલ સામઉ જાયવઉ, તિમ સંયમ કહિવાય. શ્રાવકના એકવીસ ગુણમાં સૌથી પહેલો પાયાનો ગુણ તે વ્યવહારશુદ્ધિ છે. તે વિશે કવિ કહે છેઃ સખર વસ્તુ ન કહઈ નિખર, નિખર સખર ન કહેય; જિણ વેલા દેવઉં કહ્યાં, તિણ વેલાં તે દેય. જૂઠું કદ બોલઈ નહીં, સાચું કહે નિતમેવ; પહિલું વ્યવહાર શુદ્ધ ગુણ, ઈમ કહ્યો અરિહંત દેવ. ગુરુના ગુણોનો મહિમા કરતાં કવિએ શબ્દાલંકારની ચમત્કૃતિવાળી સુંદર પંક્તિઓ લખી છેઃ લલિત વયણ ગુરુ લલિત નયણ ગુરુ; લલિત રયાં ગુરુ લલિત મતિ રી; લલિત કરણ ગુરુ લલિત વરા ગુરુ, લલિત ચરણ ગુરુ લલિત ગતિ રી. ગુરુ દીવઉ, ગુરુ ચંદ્રમા રે, ગુરુ દેખાડઈ વાટ; ગુરુ ઉપગારી, ગુરુ બડા રે, ગુરુ ઉતારઈ ઘાટ. સમયસુંદર વિવધ રાગરાગિણીઓના સારા જાણકાર હતા. વિહડંતા વેલા ખિણ (ક્ષણ) નહીં, તડકઈ પડઈ જિમ ત્રેહોજી. મધ્યકાલ તો ગેય કવિતાનો હતો. એમની ગેય રચનાઓ સંગીતના
SR No.526008
Book TitlePrabuddha Jivan 2009 03
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size385 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy