SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ માર્ચ ૨૦૦૯ ધારણ કરનાર શરીરનું પણ છે. મૃત્યુ તો જીવનનું ચિરંતન સત્ય છે. જેનો સ્વીકાર આપશે ક્યારેક તો કરવાનો જ છે તો પછી એનો ડર શું? વિલિયમ હેક્ટરે મૃત્યુ પહેલાં જ અતિ મૃદુ સ્વરમાં કહ્યું હતું, ‘જો મારામાં લખવાની શક્તિ હોય તો હું વિસ્તારપૂર્વક લખતે કે મૃત્યુ કેટલું સહજ અને સુખદ હોય છે. પ્રબુદ્ધ જીવન અંતિમ સમયે મનુષ્યને કેવો અનુભવ થતો હશે ? મૃત્યુ પશ્ચાત એ કેવું જીવન પ્રાપ્ત કરશે? આ સર્વે પ્રશ્નોના ઉત્તર એ વ્યક્તિની અંતિમ સમયની માનસિક પરિસ્થિતિ તથા ભાવના પર અવલંબીત છે. (૧) જો વ્યક્તિ અંત સમયે ક્રોધ, માન, માયા, લોભ આદિ કાર્યોથી ઘેરાયેલ હોય તો તે સમયે તેને અનંત શારીરિક વ્યાધિઓની અનૂભુતિ થાય અને તેનું બીજું જીવન પણ આવા જ પ્રકારનું થાય. (૨) જો તેનું મૃત્યુ નિષ્કામ ભાવ સહિત રાગદ્વેષ વગરનું શાંત વાતાવરણમાં થાય તો તેને પીડાની જરાય અનુભૂતિ ન થાય; તેનું આગલું જીવન પણ આદર્શ જીવન બનવાની પૂરી સંભાવના છે. જૈન શાસ્ત્રોમાં પહેલા પ્રકારના મૃત્યુને 'બાલમરણ” અને બીજા પ્રકારના મૃત્યુને ‘સમાધિમરણ’ અથવા ‘પંડિતમરણ’ કહેવામાં આવ્યું છે. જેનું ‘પંડિતમરા' કે ‘સમાધિમરણ' થાય તે વ્યક્તિ પુણ્યવાન અને સૌભાગ્યવાન ગણાય છે. બાલમરણમાં વ્યક્તિનું મૃત્યુ સ્વભાવતઃ નથી ગણાતું. આત્મહત્યાના કિસ્સાઓ બાલમરણમાં આવે. આજકાલ આવા કિસ્સાઓનો ઉલ્લેખ આપણને લગભગ રોજ વર્તમાનપત્રોમાં થતો જણાય છે. વિશ્વભરમાં લગભગ ૩૨ લાખ વ્યક્તિઓ દર વર્ષે આત્મહત્યાની કોશિષ કરતા હોય છે. આની પાછળ ધર્મરક્ષા કે સંષમશીલતાનો ભાવ નથી દેખાતો આવા કિસ્સાઓમાંથી અધિકાંશ વ્યક્તિઓ મહારોગથી પીડાતા, પરિવારમાં અશાંતિના કારણે દુઃખી, ગરીબી, ભૂખમરો, બેકારી પ્રેમમાં નિરાશા, અથવા જીવનમાં ધારેલી સફળતા ન મળવાના કારણો હોય છે. આ સર્વે મહેનત અને સંઘર્ષથી દૂર રહેનારા તથા કષાયોના વશીકરણને લીધે પોતાના જીવનને નષ્ટ કરવા ચાહતા હોય છે. મૃત્યુ સમયે આવી વ્યક્તિઓના પરિણામ શુદ્ધ નથી હોતા. ભાવાવેશમાં કર્તવ્યાકર્તવ્યનું ભાન રહેતું નથી. પોતાના પાપોની સંલ્લેખના નથી કરી શકતા અને આ બધા કારણોને લીધે સારી ગતિ તો નથી જ મળતી પરંતુ સમાજમાં પણ નિંદનીય બનવાનો વારો આવે છે. ૧૧ કરતા હોય છે. આવી વ્યક્તિઓ આ તથા પરલોકમાં સમસ્ત કામનાઓનો પરિત્યાગ કરી પ્રશાન્ત ચિત્તે, આત્મિક ચિંતન કરતાં કરતાં સમભાવપૂર્વક પ્રાર્ણોત્સર્ગ કરતા હોય છે. આ પ્રકારના મરણ મેળવનાર અંતિમ સમયે પોતાના ભૂતપૂર્વ સમસ્ત કર્મોની આલોચના કરતા હોય છે. આ પણ એક પ્રકારનું મરણાન્ત-અનશન જ છે. આમાં શ્રાવક કે શ્રમણ આહારાદિનો ત્યાગ કરી સમાધિપૂર્વક મૃત્યુને પ્રાપ્ત કરે છે. આવા સમાધિમરણ અથવા પંડિત મરણને સંથારો પણ કહી શકાય. આગળ કહ્યું તેમ જેણે જન્મ લીધો તેનું મૃત્યુ તો નિશ્ચિત જ છે તો પછી મૃત્યુનો ભય શા માટે ? કાય અને કષાયોને નષ્ટ કરતાં સલ્લેખનાપૂર્વક મૃત્યુને ભેટવું એજ જન્મની સાર્થકતા છે. - કાયરતાપૂર્વક પશુપક્ષી કે પતંગિયાની માફક મરવું તે તો જન્મ મરણના બંધનને ઉછેરવા બરાબર છે. ભગવાન મહાવીરનું કથન છે ‘હે માનવ, તું મરવાની કળા પ્રાપ્ત કર. જ્યારે મૃત્યુ સત્ય છે તો તેને શિવ અને સુંદર બનાવ. તેના વિકરાળ સ્વરૂપની કલ્પના કરી તું મૃત્યુના નામે ધ્રુજી ઉઠે છે પરંતુ તેને શિવ-સુંદર સ્વરૂપે કેમ નથી નિહાળતો ?' જેઓ મૃત્યુને મિત્ર સમાન માની તેને આવકારવા હંમેશાં ઉત્સુક રહેતા હોય તેવા જ્ઞાની જીવોને જ ‘પંડિત મરણ' પ્રાપ્ત થાય છે. મૃત્યુ તેઓને માટે વિષાદનું કારણ નથી બનતું. તેઓ પોતાનું આયુષ્ય પૂરું થવાની અનૂભુતિ કરતાં પોતાના જીવનમાં કરેલા સત્કર્મો, પુણ્યકર્મો તથા ધર્મનું ફ્ળ પ્રાપ્ત કરવા મૃત્યુનું આહ્વાન મૃત્યુ તો જીવનનો અનિવાર્ય અંતિમ મહેમાન ગણાય, મહાપુરુષોએ આ અનિવાર્યતાને સમજી જાણીને એનો ભય ટાળી સય અને સુખદ બનાવ્યું છે. તેમનું કહેવું છે, જેમ થાક ઉતારવા આપણે આરામ અથવા નિદ્રાનો આશરો લઈએ છીએ તો મૃત્યુને તો અધિક લાંબી નિદ્રા ગણી તેનો ડર રાખવો જરાય યોગ્ય નથી.' જ્યોર્જ વૉશિંગ્ટન જ્યારે મૃત્યુ શય્યા પર હતા ત્યારના એમના શબ્દો છે, ‘મૃત્યુનું આગમન થયું, ચાલો, સારૂં થયું. પૂરો આરામ મળી ગયો.' બૅનરી થોરે પણ મૃત્યુથી ન ડરતાં શાંત અને ગંભીર મુદ્રા સહિત મૃત્યુનું સ્વાગત કરતાં કહ્યું, “મને સંસાર ત્યાગનો કોઈ પશ્ચાતાપ નથી.’ હેનરીએ તો અંતિમ સમયે પણ પોતાની અલંકારી ભાષામાં કહ્યું, 'દીવાઓ ચાલુ કરો- અંધકારમાં નહીં જાઉં.’ સ્વામી દયાનંદ સરસ્વતીએ પ્રસન્નતાપૂર્વક મૃત્યુનું સ્વાગત કરતાં કહ્યું, ‘ઈશ્વર, તારી ઈચ્છા પૂર્ણ થઈ.’ સંક્ષેપમાં કહેવાય કે જે જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ તથા મૃત્યુ બાદનું જીવન સુંદરતમ અને સુખદ કેમ બનાવવું એની અગત્યતા જીવનમાં વધુ છે. જીવનને ઉજ્જવળ તથા પવિત્ર બનાવવા માટે સમાધિમરણ જરૂરી છે. જ્ઞાનીજનોનું તથા સાધુ પુરુષોનું કહેવું છે કે જે જીવ સમાધિપૂર્વક દેહત્યાગ કરે છે તે સાત આઠ ભાથી વધુ ભ્રમણ સંસારમાં કરતા નથી. (‘શ્રી સતીષ જૈન અભિનંદન ગ્રંથમાંથી’) ૬/બી, કેવને હૉઉસ, ૧લે માળે, વી. એ. પટેલ માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૦૪.
SR No.526008
Book TitlePrabuddha Jivan 2009 03
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size385 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy