SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ માર્ચ ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન ૧૩ માધુર્યથી સભર છે. એમણે રચેલ ૫૦૦ જેટલાં સ્તવન, સઝાય અને પદ માટે કહેવાયું છે કે, સમયસુંદરનાં ગીતડાં, કુંભારાણાનાં ભીતડાં, ભીંતો પરનાં ચીતડાં.' ‘વિમલાચલ મંડન આદિ જિન સ્તવન'માં કેવી ભક્તિ પ્રગટ કરી છે! ક્ય ન ભયે હમ મોર વિમલંગિરિ ક્યો ન ભયે હમ મોર; ક્યો ન ભયે હમ શીતલ પાની, સીચત તરુવર છોર. અહનિશ જિનજી કે અંગ પખાલત, તોડત કર્મ કઠોર; ક્યોં ન ભયે હમ બાવનચંદન, ઓર કેસર કી છોર; ક્યો ન ભયે હમ મોગરા માલતી, રહતે જિનજી કે મોર. ક્યો ન ભયે હમ મૃદંગ ઝાલરિયા કરત મધુર ધ્વનિ ઘોર, જિનજી કે આગલ નૃત્ય સુહાવત, પાવત શિવપુર ઠોર. અકળ મન વિશે કવિ લખે છેઃ મના તને કઈ રીતે સમજાવું? સોનું હોવે તો સોગી રે મેલાવું, તાવણી તાપ તપાવું; લઈ ફંકણી ને ફેંકવા બેસું, પાણી જેમ પિગલાવું. રૂપક શૈલીનું જાણીતું પદ આજે પણ ગવાય છેઃ ધોબીડા તું ધોજે રે મન કેરું ધોતિયું, મત રાખે મેલ લગાર; ઈણ મઈલે જગ મેલો કરયઉ રે વિણ ધોયું તું મત રાખે લગાર. જિન શાસન સરોવર સોહામણો રે, સમકિત તણી રૂડી પાલ; દાનાદિક ચારૂં હી બારણા માંહે નવતત્ત્વ કમલ વિશાલ. આલોયણ સાબુડો સુધો કરે રે, રખે આવે માયા શેવાળ રે. નિશે પવિત્રપણું રાખજે રે, પછે આપણા નિયમ સંભાળ રે. રખે મૂકતો મન મોકળું રે, ૫ડ મેલીને સંકેલ રે, સમય સુંદરની શીખડી રે, સુખડી અમૃતવેલ રે. આવા પદો અત્યાર સુધી થયેલા સક્ઝાય સંપાદનોમાં વધુ સંગ્રહાયા નથી. ઉદયરત્ન, યશોવિજયજી, ઋષભદાસ, આનંદઘનજી, માનવિજય, જ્ઞાન વિમળ વગેરે સાધુ કવિઓની રચનાઓ વિશેષ જોવા મળે છે. “અનાથી મુનિની સઝાય'માં સમયસુંદર અલંકાર વાપરતાં, આમ લખે છેઃ ગોરડી ગુણમણિ ઓરડી, મોરડી અબળા નાર, કોરડી પીડા મેં સહી, ન કોણે કીધી રે મોરડી સાર. સમયસુંદરજીએ પોતાની વાછટાથી સિંધના મુખ્ય અધિકારી મખન્મ મહંમદ શેખ કાજીને આંજી દઈને એમણે સમગ્ર સિંધ પ્રાંતમાં ગૌહત્યા પર અને પંચ નદીઓના જળચર જીવોની હત્યા પર પ્રતિબંધ મુકાવ્યો હતો. તેઓ અન્ય ગચ્છવાસીઓની ટીકાથી દૂર રહ્યા હતા. સર્વ ગચ્છ પ્રત્યે એમના મનમાં સમભાવ હતો. | ‘ક્ષમા બત્રીસી'માં ઉપશમથી કોણ કોણ તર્યા તેના દૃષ્ટાંત આપી ક્રોધથી અળગા રહેવાની વાત સરળ ભાષામાં કરી છે. આદર જીવ ક્ષમાં ગુણ આદર, મ કરીશ રાગ ને દ્વેષજી; સમતાએ શિવસુ ખ પામીજે, ક્રોધે કુગતિ વિશેષજી. વિષ હળાહળ કહીયે વિરુઓ, તે મારે એક વારજી; પણ કષાય અનંતી વેળા, આપે મરણ અપારજી. ક્રોધ કરતા તપ જપ કીધાં, ન પડે કાંઈ ઠામજી; આપ તપે પરને સંતાપે, ક્રોધ શું કેહો કામજી ? ક્ષમા કરંતા ખરચ ન લાગે, ભાંગે ક્રોડ કલેશજી; અરિહંત દેવ આરાધક થાય, વ્યાપે સુજશ પ્રદેશજી. આદર. ‘શ્રી સીમંધર જિન સ્તવન'માં વિનંતી છે, સરળતા છે, ઘરગથ્થુ ઉદાહરણ છે. ધન્ય ધન્ય ક્ષેત્ર મહાવિદેહજી, ધન્ય પુંડરિગિણી ગામ, ધન્ય તિહાંના માનવીજી, નિત્ય ઊઠી કરે રે પ્રણામ. જયવંતા જિનવર! કહીયે રે હું તમને વાંદીશ, સીમંધર. ચાંદલીઆ સંદેશડોજી, કહેજો સીમંધર સ્વામ; ભરત ક્ષેત્રના માનવીજી, નિત્ય ઊઠી કરે રે પ્રણામ. રાયને વહાલા ઘોડલાજી, વેપારીને વહાલા છે દામ; અમને વહાલા સીમંધરસ્વામી, જેમ સીતાને શ્રીરામ. ‘નિંદા વારકની સઝાય'માં બોલચાલની ભાષાની તાજગી અને સહજતા છે, સાથોસાથ વાસ્તવિકતાનો સ્વીકાર છે. નિંદા છોડી પરના ગુણની અનુમોદના કરવાનું કવિ કહે છેઃ નિંદા ન કરશો કોઈની પારકી રે, નિંદામાં બહોળાં મહાપાપ. દૂર બળતી કાં દેખો તુમે રે, પગમાં બળતી દેખો સહુ કોય રે.
SR No.526008
Book TitlePrabuddha Jivan 2009 03
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size385 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy