________________
૪
પ્રબુદ્ધ જીવન
પર્વોમાં મહાન પર્વ
૩૫. પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપ
પર્વ એટલે પવિત્ર દિવસ. પર્યાપણ એટલે આત્માનું શરશે. આત્મસંનિધિના મંગળનું પર્વ એટલે પર્યુષણ,
પવિત્ર સાધનાનાં મંડાણ પવિત્ર સમયમાં જ થઈ શકે, સાનુકૂળ વાતાવરણના નિર્માણ વિના થતો નવી ક્રિયાનો પ્રારંભ બહુ લાભકારક ન નીવડે અને આત્માનું સાનિધ્ય પામવાની ઊંડી અને કલ્યાણમયી ક્રિયા કરવાની છે તેમાં તો કેટલી બધી સાનુકૂળતા
અપેક્ષિત બની રહે છે ?
આત્મસાધનાની શુભ શરૂઆત પર્વના સમયમાં કરવાની હોય છે. પર્યુષણમાં થનારી સાધના આત્મલક્ષી છે. સમગ્ર જૈનદર્શનનો પાયો આત્મા છે. આત્મતત્ત્વ શાશ્વત દ્રવ્ય છે. અ-મૃત અને અખંડ આત્મા, કર્મવર્ગણા છેદીને શાશ્વત સુખની સંપ્રાપ્તિ કરે એ આ સાધનાનો મંગળભાવ છે. જીવ, શાશ્વતસુખની ચરમસીમાએ પહોંચે, આધિ, વ્યાધિ કે ઉપાધિનો અને સ્પર્શ સુદ્ધાં ન થાય તે માટે પૂર્વાચાર્યોએ પર્વોની સાધનાનો માર્ગ કહ્યો છે.
કિંતુ બલિહારી એ છે કે આત્મા જેટલી અણપ્રીછ વસ્તુ માનવીને આ જગતમાં એકેય નથી! માનવીની વધુમાં વધુ નજીક આત્મા બિરાજે છે, અને એને જ એ જાણતો નથી! જીવનની સમગ્ર વેદનાનું વૃક્ષ આમાંથી સર્જાય છે.
અને આજનો માનવી એ નથી જાણતો એનાં કારણો સમજવા જેવાં છે. માણસ હંમેશાં આનંદનો અભિલાષી હોય છે. તે માટે યત્ન પણ કરે છે. પરંતુ એ યત્નમાં એક મનોવૃત્તિ સતત ઝબકતી રહે છે, “હું સુખી થઈ જાઉં!” અને પોતીકા સુખને ખાતર થતા પ્રયત્નોમાં સારા-ખરાબનો વિવેક એ ચૂકી જાય છે. ભગવાન મહાવીરે અધોગતિ-પતનના કહેલા ચાર માર્ગો, ક્રોધ, માન, માયા અને લોભના સેવાઈ જાય છે. રોજિંદી ગડમથલમાં જિંદગીનો સાચો આનંદ અને સાચું સુખ મેળવવાનો અમૂલ્ય સમય વેડફાઈ જાય છે. નવી પ્રાપ્તિ થતી નથી. જે છે તે મણાતું નથી.!
આમાં, જેની ઓળખ અનિવાર્ય છે એ આમનુ સાંભરે ક્યાંથી? જ્ઞાની પૂર્વસૂરિઓ આ જાણે છે. કર્મના મર્મને ભેદ્યા વિના આત્માનું સાંનિધ્ય સંભવ નથી એમ નિર્દેશીને તેઓ પર્યુષણની પર્વ-સાધના કરવાનું કહે છે. પૂર્વસૂરિઓએ પર્યુષણનો મહિમા આમ ગાયો છે :
પર્યુષણ પર્વ
पर्वाणि सन्ति प्रोक्तानि, बहविं श्री जिनागमे । पर्युषणा समं नान्येत् कर्मणां मर्मभेदकृत् ।। १ ।।
[શ્રી જિનેશ્વર ભગવંતોની વાણીના આક૨સમા આગમગ્રંથોમાં પર્વો તો અનેક છે, પણ કર્મોના મર્મોને ભેદનારું પર્યુષણ પર્વ સમું એકેય પર્વ નથી.]
તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮
કર્મોના અનુબંધ પંગુ બને તો આત્મતત્ત્વની સાધના સક્ષ બની જાય. પણ એ માટે કરવું શું ? પૂર્વાચાર્યોએ તદર્થે પાંચ ધર્મતત્ત્વો કહ્યાં છેઃ
-અમારી ઘોષણા -સાધર્મિની ભક્તિ
-મનું તપ
-તમામ ચૈત્યોમાં જિનવેદન
-ક્ષમાપના.
આ પાંચેય ધર્મતત્ત્વો વિચારણીય છે.
અમારી ઘોષણાનો અર્થ છે અહિંસાની ઘોષણા, આજના સમયમાં અહિંસાનું ચિંતન કરી લેવું અનિવાર્ય છે. હિંસા આજે ક્યાં નથી ? પ્રત્યેક પગલે હિંસા શક્ય બની ગઈ છે. દરેક પદાર્થોમાં હિંસા આવી વસી છે. મન, વચન અને કાયાથી હરક્ષા હિંસા તીવ્ર બની રહી છે.
અને આ સઘળુંય જે થાય છે, તે સકારણ હોય જ છે, તેવું નથી. નિષ્કારણ પણ હોય છે. એક પાપના પોષણને માટે અનેકની પરંપરા ચાલતી રહે છે, એમાં ઉમેરાય છે અભિમાન અને અતૃપ્તિ. ત્યારે એ કર્મ નિકાચિત બની જાય છે!
આજનો માનવી આવશ્યક હોય છે તેના કરતાં વધુ ઝંખતો થયો છે. બીજાનું સુખ એને માટે ઈર્ષ્યાની અદેખાઈની આગ બની રહે છે! બીજા કરતાં વધુ મેળવવા એ દોડે છે. ભાગ્યવશાત્ નથી મળતું એ સુખ, તો આક્રંદ કરે છે!
આનું મૂળ મનના ખેલ છે.
માનવી ક્યારેક વચન અને કાયાથી બચી જાય છે, એને અંકુશમાં રાખી લે છે, પણ મનને એ ટાળી શકતો નથી વિદ્રોહ દઈ શકો નથી. મનની ક્ષુદ્ર લાલસા એને રમાડતી રહે છે.
અહિંસા અને અપરિગ્રહ નજીકનાં ધર્મતત્ત્વો છે. સ્પૃહાના કારણે બીજાનું સ્હેજ પણ અશુભ ઈચ્છવું, તે પણ હિંસા જ છે! જો સ્પૃહાથી બચાય તો અપરિગ્રહ આવે અને માનસિક હિંસાથી બચી જવાય.
ભગવાન મહાવીરે કહ્યું છે કે જીવનના પ્રત્યેક વ્યવહારોમાં ઉપયોગ જોઈએ-જયણા જોઈએ. ઉપયોગમાં ધર્મ કહ્યો છે. આ જયણા પણ મન, વચન અને કાયા ત્રણેને સ્પર્શે છે. મનનો ઉપયોગ. વચનનો ઉપયોગ. કાયાનો ઉપયોગ. નિબંધ વનને, મુક્ત જીવનને જે ઈચ્છે છે તેને માટે આ લાલબત્તી છે. આ જીવનની કિંમત મોટી છે, એને નિરર્થક, નિરુપયોગી વિલાસમાં વેડફી દેવું, એમાં શાણપણના અંશ બહુ ઓછા છે. જીવન તો એક ગતિ છે,