SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પંથે પંથે પાથેય (અનુસંધાન ૩૫ પાનાથી ચાલુ) સુધ્ધાએ-મને એ નામથી જ સંબોધી છે. હા, મારે વાંચવા માટે એક ખાસ સીટ બાપુજીને મુકરર કરી હતી. બીજા કોઈએ ત્યાં નહીં બેસવાનું. કોઈ બહારનું અજાણતાં ત્યાં બેસે તો બાપુજી કહી દે, એ નીન્નીઆંટીની જગ્યા છે, તમે આ બાજુ બૉ. વાંચકનો પ્રતિભાવ વાંચનારમાં ઉત્સાહપ્રેરક બને. હંમેશાં હુંકાર ભણાવે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ વિષે વાંચતાં ન ધરાય. ઘણીવાર એક કોઈ ખાસ પ્રસંગ કે વ્યક્તિના અનુભવ-એ વાંચનલક્ષી હોય તેવો ટાંકે. ઘણીવાર કોઈ સિચ્યુએશનને અનુરૂપ શ્લોક. સૌરાષ્ટ્રના નાના ગામોના નામ આવે તો કહે, ‘અરે, અહીં તો હું ગયેલો. અહીં મેં જોબ કર્યો કે અહીં અમુક માણસોને મળવા ગયેલો. અમુક લીડરને મળવા ખાસ પેલા ગામે મને મોકલવામાં આવેલો. કેવી મુસાફરી હતી, કેવા અનુભવો હતા તેની ઝીણામાં ઝીણી વિગતો માંડી ને કહે. એમ કહો કે એ માહોલમાં ગરકી જાય. કવિ કલાપી ને ગામ લાઠી ગયેલા અને કવિ કલાપીની પ્રિયતમા પ્રબુદ્ધ જીવન શોભના ને પણ મળેલા. પાલનપુરમાં મેધાણીની રચનાઓ ખુદ તેમના મોઢેથી સાંભળેલી, તેન રોમાંચ હજુ અકબંધ. યાદ કરવા બેસું તો પાર ન આવે. ૧૦૩ વર્ષે અદેખાઈ આવે એવું સ્વાસ્થ્ય. શતાબ્દી સુધી રોજ ત્રણ માઈલ સવારે ચાલે. સવારે પાંચ વાગે નીકળી ૬ એ પાછા. હું છ વાગે જઉં તો મને પાછા ફરતાં મળે. મને શરમ આવે. માથે સારો એવો વાળનો જથ્થો ને નેવું ટકા તો કાળા. સો વર્ષ પછી ફરવા જવાનું એકલા બંધ કર્યું. થોડી શિથિલતા લાગતી હતી. ખાવાના શોખીન. બધું ખાય પણ અત્યંત નિયમિત અને સંયમિત. કેરીનો રસ મૂક્યો હોય તો એક રોટલી ઓછી કરી નાંખે. ખાય પણ લિજ્જતથી. એમને મિઠાઈ ભાવે, ફરસાણ પણ ભાવે, ચાઈનીઝ પ્રિય ને પીત્ઝાની રંગત પણ માણે. પાંઉભાજી, પાણીપૂરી, ઈટાલીયન, મેક્સિકન બધું ખાય પા પ્રમાણમાં. નવી ડીશ પ્રેમથી અજમાવે અને માર્ક પણ આપે. ભાવતી વસ્તુ યાદ કરાવીને બનાવડાવે. વિચારો એકદમ પોઝીટીવ. કોઈનું ઘસાતું બોલો તો તેમને ન ગમે. શિસ્ત, સંયમ ને સાદાઈએ એમનું જીવન ઘડ્યું હતું. નખમાંય ૧૯૭૧ થી સંઘના આજીવન સભ્ય પદની પ્રથા શરૂ થઈ. એ સમયે આજીવન સભ્યપદની રકમ રૂા. ૨૫૧/- હતી, અને એ આજીવન સભ્યો તેમજ પેટ્રનોને ‘પ્રબુદ્ધ જીવન' આજીવન નિયમિત રીતે મળે એવું વચન અપાયું અને એ વચન પ્રમાણે સર્વે પેટ્રન અને આજીવન સભ્યોને નિયમિત 'પ્રબુદ્ધ જીવન' અર્પા કરાય છે અને અર્પણ કરાતું રહેશે. આવન સમ્ફની રકમમાં સમય સંજોગો પ્રમાણે વધારો થતો રહ્યો. વર્તમાનમાં આજીવન સભ્ય પદની રકમ રૂા. ૫,૦૦૦/- છે. પ્રારંભમાં પેટ્રન સભ્યો માટેની ૨કમ રૂા ૨,૫૦૦/-, ત્યારપછી રૂા. ૩,૦૦૦⟩– અને વર્તમાનમાં રૂા. ૨૫,૦૦૦′′ છે. આપ સંઘના આજીવન સભ્ય છો આપને નિયમિત “પ્રબુદ્ધ જીવન' મળે છે અને મળતું રહેશે. આપ કઈ રકમથી, રૂા. ૨૫૧, ૩૫૧, ૫૦૧, ૭૫૧, ૧૦૦૧, ૧૫૦૧, ૨૫૦૧, કે રૂ. ૫,૦૦૦/- ની રકમથી આજીવન સભ્ય થયા છો ? શ્રી મુંબઈ જૈત યુવક સંઘતા આજીવત સભ્યોને વિનંતિ અમારી આપને વિનંતિ. આપને વિનંતિ કે આપના સભ્ય પદની એ રકમ રૂા. ૫,૦૦૦/માંથી બાદ કરી બાકીની રકમ સંઘને મોકલો, જેથી ‘પ્રબુદ્ધ જીવન’ અને સંસ્થા આર્થિક રીતે સલામત બની શકે. તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ આપનાથી એ શક્ય ન હોય તો ઓછામાં ઓછા રૂા. ૨,૫૦૧/|‘પ્રબુદ્ધ જીવન’ના આજીવન સભ્ય તરીકે પણ અમને મોકલો એવી રોગનહિ. એમની એક વાત મને બહુ યાદ રહી છે. તેઓ કહેતા કે ખાવા માટે દુવિધા થાય 'ખાવું કે ન ખાવું' તો ન ખાવું પણ જવા માટે મનમાં પ્રશ્ન જાગે કે ફલાણી જગાએ જવું કે ન જવું તો હંમેશાં જવું જ. માર્ચની બાવીસમી (૨૦૦૮)એ સમાધિપૂર્ણ નિધન થયું. આ અનુભવે આત્મસંતૃપ્તિ તો આપી જ, સાથે એક નવી દિશા પણ. ભૂખ ફક્ત અન્નની નથી હોતી. મનનો ખાલીપો ભરાય તે ખૂબ જરૂરી છે. મન પ્રકુલ્લિત થાય તેવી પ્રવૃત્તિ, પછી એ વાંચન હોય, સંગીત હોય કે માનવ સહચર્યની ઝંખના. જો આપણા સમયમાંથી એક નાનો ટૂકડો કોઈ માટે કાઢી શકીએ, કોઈ પણ રચનાત્મક, પ્રસન્નતાપ્રે૨ક કાર્યક્રમ ઘડી શકીએ તો એક કરમાતું મન પણ નવપલ્લવિત થઈ મઘમઘવા માંડશે અને તંદુરસ્તી પર એક સુરખી જરૂર પાયો. બાપુજી માટે જે થોડો સમય ફાળવી શકી તે મારા માટે ઉત્તમ સત્સંગથી જરાય ઓછું નથી જ. ૫૫, વિનસ અપાર્ટમેન્ટ, વરતી, મુંબઈ-૪૦૦ ૦૧૮. ‘પ્રબુદ્ધ જીવન’માં જાxખ પ્રગટ થતી નથી (એટલે જાહેરખબરની આવક નથી). આ એક સૈદ્ધાંતિક અફર નિર્ણય છે, કારણ કે ‘પ્ર.જી.’નો આદર્શ એક વાચનયજ્ઞ છે જે વાચકના જીવનને પ્રબુદ્ધ ભાવ તરફ પ્રયાણ કરાવે. સભ્યો, પેટ્ટનો ઉપરાંત જૈનોના પૂજ્યશ્રી સાધુ-સાનીથી, ગુજરાતના સંતો, વિદ્વાનો અને બૌદ્ધિકોને પણ આ સામયિક વિના મૂલ્યે નિયમિન અર્પણ કરાય છે. વધતી જતી મોંધવારીને કારણે આ સામયિકને સ્થિર અને દીર્ધજીવી કરવાની મુશ્કેલી વધતી જાય છે. આ સ્થિરતા માટે અમે “પ્રબુદ્ધે જીવન નિધિ'ની સ્થાપના કરી અને વાચકો તેમજ શ્રેષ્ઠિઓએ અમારા તરફ દાનનો પ્રવાહ વહાવ્યો અને ‘પ્ર.જી.’ના જુલાઈ-૨૦૦૮ના અંકમાં આપ જોશો કે બે વરસમાં આરકમ ૧૧ લાખ સુધી પહોંચી ગઈ છે, પરંતુ અમારો લક્ષ્યાંક રૂપિયા પચ્ચીસ લાખનો છે. આટલી ૨કમ સ્થાપી ફંડમાં મૂકાય તો જ ‘પ્ર.જી.’ આવતીકાલ માટે સલામત રહે; એટલે જ આજીવન સભ્યોને અમે વધારાની રકમ મોકલવા વિનંતિ કરીએ છીએ. આપ વાચકશ્રીને પણ વિનંતિ કે ‘પ્ર. જી. નિધિ'ના વાચનયજ્ઞમાં આપ આપનું ધનરૂપી યોગદાન આપી જ્ઞાનકર્મના પુણ્યનું ઉપાર્જન કરો. ધન્યવાદ પ્રમુખ
SR No.526001
Book TitlePrabuddha Jivan 2008 08
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size785 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy