________________
તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮
પુસ્તકનું નામ : અક્ષરના યાત્રી તેખક-ડૉ. નલિની દેસાઈ
પ્રકાશક : કુસુમ પ્રકાશન ૨૨૨, સર્વોદય કોમયિલ સેન્ટર, જી.પી.ઓ. પાસે, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન નં. : ૨૫૫૦૧૮૩૨.
કિંમત રૂા. ૧૨૦/-, પાના ૧૬૦; આવૃત્તિ-૧. એપ્રિલ-૨૦૦૮.
ડૉ. કુમારપાળ દેસાઇના ગુજરાતી ભાષાના
સાહિત્ય સર્જનનો સર્વાંગી પરિચય એટલે ડૉ. નલિની દેસાઈ કૃત ‘અક્ષરના યાત્રી’.
આ ગ્રંથના ૧૬૦ પાનાના અક્ષરે અક્ષરે ડૉ. કુમારપાળ દેસાઇની બહુમુખી પ્રતિભા ઝળકે છે. સાહિત્યની સાથે સાથે સાંસ્કૃતિક, સામાજિક અને માનવ કલ્યાણ કરનારી સંસ્થાઓમાં પણ તેઓ સતત કાર્ય૨ત છે. તેનો પરિચય પણ અહીં થાય છે.
પંદ૨ પ્રકરણમાં વિભાજિત આ ગ્રંથના પ્રથમ પાંચ પ્રકરણમાં તેમના સાહિત્યિક સર્જનમાં ચરિત્ર સાહિત્ય, સંશોધનાત્મક સાહિત્ય, વિવેચન અને ચિંતન સાહિત્યનો સુંદર પરિચય લેખિકાએ
કરાવ્યો છે.
ત્યાર પછીના છ થી નવ પ્રકરણમાં કુમારપાળભાઈએ રચેલ બાળ સાહિત્ય, નવલિકા, અનુવાદ તથા સંપાદન વગેરેનો પરિચય મળે
છે, તે ઉપરાંત દસ અને અગિયારમાં પ્રકરણમાં
તેમના હિન્દી તથા અંગ્રેજી ભાષાના પુસ્તકોનો
પરિચય કરાવવામાં આવ્યો છે. પછીના ચાર
પ્રકરણોમાં તેમના પત્રકારત્વ, ક્રિકેટ વિષયક તથા પ્રકીર્ણ લેખો તથા અનેક સંસ્થાઓનો પરિચય
મળે છે.
અંતે આપેલ ડૉ. કુમારપાળ દેસાઈનું
પરિષદના પ્રમુખ તરીકેનું વ્યાખ્યાન તથા અન્ય વક્તવ્યનો પરિચય કરાવે છે. તેમને પ્રાપ્ત થયેલ
સાહિત્યિક તથા અન્ય પારિતોષિકો તથા સાહિત્ય સર્જનની યાદીનો ચિતાર પણ આપવામાં આવ્યો
..
ડૉ. નલિની દેસાઈની કલમે લખાયેલ આ
ગ્રંથ દ્વારા ડૉ. કુમારપાળ દેસાઈના સાહિત્યકાર તથા તેમના વ્યક્તિત્વના વિવિધ પાસાઓનું શબ્દ
ચિત્ર ઉપસે છે.
૧૬૦ પાનામાં સાહિત્યકાર ડૉ. કુમારપાળના ‘અક્ષરની યાત્રા’નો આસ્વાદ ગુજરાતી ભાષાના સંવેદનશીલ ભાવકોએ માણવા જેવો છે.
પ્રબુદ્ધ જીવન
સર્જન સ્વાગત
ઘડૉ. કલા શાહ
XXX
ગુજરાતી સાહિત્યકારોના વ્યક્તિત્વ અને પુસ્તકનું નામ : ભારતીય સંસ્કૃતિ
સાહિત્યનો પરિચય કરાવતા આ પ્રકારના ગ્રંથો અન્ય લેખકો માટે પ્રેરણાદાયી છે.
XXX
પુસ્તકનું નામ : સમા સુત્તે જૈન ધર્મસાર સરળ ગુજરાતી અનુવાદ અનુવાદ-મુનિશ્રી ભુવનચંદ્રજી
પ્રકાશક : યજ્ઞ પ્રકાશન
ભૂમિપુત્ર હુજરાતપાગા વડોદરા-૩૯૦૦૦૧. કિંમત રૂ. ૮૦/- પાના ૨૫૬, આવૃત્તિ-બીજી માર્ચ-૨૦૦૭.
ભગવાન મહાવીરની ૨૫૦૦મી જન્મ જયંતીનું આગમન, વિકસિત સમાજ ચેતના અને ધર્મ, નીતિ, પંથ આદિના ભેદોથી પર પ્રતિષ્ઠિત થયેલ વિનોબાજીની દીર્ઘકાલીન આકાંક્ષા આ ત્રીયના યોગે આ ગ્રંથના અવતરણની ભૂમિકા રચી આપી. બ્રહ્મચારી વર્ણીજી જેવા તપસ્વી વિદ્વાને અખૂટ ધીરજ અને અથાક પરિશ્રમ દ્વારા ગ્રંથનું પ્રારંભિક સંકલન કર્યું. જે ‘જૈન ધર્મસાર નામે પ્રકાશિત કરવામાં આવ્યું.
ભારતના અર્વાચીન ઋષિ શ્રી વિનોબાજીને ભગવાન મહાવીરની અનેકાંતદષ્ટિ ગમી ગઈ
હતી. વિવિધ ધર્મનો સાર રજૂ કરતાં ‘ખ્રિસ્તી
ધર્મસાર’, ‘કુરાનસાર’, વગેરે પુસ્તકો તેમની પ્રેરણાથી તૈયાર થયાં.
‘સમાસુત્ત’ નામનો પ્રસ્તુત ગ્રંથ પણ તેમની પ્રેરણાથી જ અસ્તિત્વમાં આવ્યો. આ ગ્રંથનું સંકલન કરવા જૈનોના બધા ફિરકાના મુનિઓ તથા વિદ્વાનો એકઠા થયા, અને તે વિનોબાજી જેવા ‘અ–જૈન’ સંતની પ્રેરણાથી, એ અનેકાંતવાદની સમન્વય શક્તિની પ્રતીતિ કરાવતી આ
સદીની નોંધપાત્ર ઐતિહાસિક ઘટના ગીશકાય.
જૈન તત્ત્વ દર્શન, જૈન ધર્મજીવન અને
ભગવાન મહાવીરના ધર્મબોધનો પ્રમાણભૂત અને સારભૂત પરિચય આપતો આ ગ્રંથ અનેક
રીતે વિશિષ્ટ છે.
૩૩
છે. શ્રમણ ભગવાન મહાવીરના પ્રબોધેલા ધર્મતત્ત્વનો શાસ્ત્રીય પરિચય મેળવવા ઇચ્છતા વિચારશીલ જનોને આ અનુવાદ સહાયક બનશે.
ઉપાધ્યાય ભુવનચંદ્રજીએ કરેલ આ અનુવાદ જૈન જૈનેત્તર કોઈ પણ વાચકને સુગમ લાગે અને રસ જળવાઈ રહે તેવો પ્રેરણાદાયી બન્યો
લેખક-વિનોબા પ્રકાશક : પારૂલ દાંડીકર
યજ્ઞ પ્રકાશન સમિતિ, હિંગલાજ માતાની વાડીમાં, હુજરાતપાગા, વડોદરા-૩૯૦૦૦૧. ફોન નં. : ૦૨૬૫) ૨૪૩૭૫૭, કિંમત રૂ. ૨૦/-, પાના ૬૪, આવૃત્તિ-૪. જૂન-૨૦૦૮.
હજારો વર્ષોથી આ ભારતભૂમિમાં એક માનવીય અને સાંસ્કૃતિક ચેતના ચાલી રહી છે. આ ભૂમિમાં એક આગવું પોતીકાપણું છે, ક આગવું મિશન છે. ભારતીય સંસ્કૃતિની આવી અસલ વિભાવના સંક્ષેપમાં રજૂ કરવાનો પ્રયાસ આ પુસ્તિકામાં થયો છે. વિનોબાનું વ્યક્તિત્વ ભારતીય સંસ્કૃતિના પરિશુદ્ધ પરિપાક સમાન હતું. વિનોબાની આ વિભાવનામાં આપણી સંસ્કૃતિ વિશેની સભાનતા અને ગૌરવ ભારોભાર છે. અને તે માટે તથ્યાત્મક આધાર પણ તેમણે પૂરા પાડ્યા છે. આ ભૂમિમાં આપણા પૂર્વજોએ માણસને પ્રકૃતિમાંથી સંસ્કૃતિ ભણી દોરી જવા કેટકેટલી અને કેટલી મથામણ કરી, તેનો
આબેહૂબ ચિતાર વિનોબાએ આપણી નજર સમક્ષ ખડો કર્યો છે.
‘સમન્વય' એ ભારતીય સંસ્કૃતિનું ધ્રુવપદ રહ્યું છે. એ જ આપણું એક મુખ્ય મિશન છે.
સર્વ ધર્મ-સમન્વય એ આજના જમાનામાં
દુનિયાને ભારતની એક સૌથી મોટી દેણ છે. આ સમન્વયમાંથી નવો માનવધર્મ પાંગરશે. નવી માનવ-સંસ્કૃતિ પાંગરશે. આ સંદર્ભમાં ભારતને માથે બહુ મોટી જવાબદારી છે. વિવિધતામાં એકતા સાધવાનો ભારતનો હજારો વરસોનો પ્રાચીન ઇતિહાસ છે. સમન્વય એ આપણું આગવું
મિશન છે.
ભારતીય સંસ્કૃતિનો આવો સમન્વય સંદેશ
સંભળાવતી આ પુસ્તિકા આજના આપણી સામેના મોટા પડકારોને ઝીલવામાં સહાયરૂપ
થાય તેવી છે.
બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલ-ધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૩