SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રબુદ્ધ જીવન માનું છું. સાતમા શ્લોકમાં આગળ જતાં કહે છે કે જેઓ તમારા અમૃત સમાન ઉપદેશ યા સિદ્ધાંતોથી અસંગત છે તેઓને તો સાદાસીધા છે અનુભવમાં પણ અથડામણમાં આવવું પડે છે. તે ટીકાકારો એવી તે લાગણી અનુભવે છે કે જૈન ખરેખર નિષ્પક્ષી નથી. તેથી જ તેઓ છે પોતાની સમાાંચનામાં માનનાર વ્યક્તિ બની જાય છે. આમ તેમનું ડંશપણું તેમને (જ) બિલ બને બનાવે છે. જેથી તેઓએ (અનુભવ જ્ઞાનથી) જે અનુભવ્યું હોય તેનાથી વિરૂદ્ધ જ સાબિત થાય છે. આઠમા અને છેલ્લા શ્લોકમાં કહે છે કે હે પ્રભો! આ બધું હે બતાવ્યા પછી પણ ઉદ્દામ (માણસો) મતવાદીને ચીટકીને રહે છે. તેઓના વર્તનમાં પાપપુણ્ય વચ્ચેનો ભેદ નથી. અને બીજા જન્મની કોઈ શક્યતા નથી. આવા લોકો પોતાની જાતના અને બીજાના ખાસ દુશ્મનો છે. કોને પુષ્ટિ આપવી અને શેનું ખંડન કરવું તે એ લોકો જાણતા નથી એટલે કે તેમની દલીલોનું કોઈ જ મહત્ત્વ નથી. આમ તેઓ ‘જિન સ્તુતિ સ્તોત્ર' નામના તેમના બીજા ગ્રંથના છેલ્લા શ્લોકમાં કરે છે કે, હે ભગવાન! આપના મતમાં અને આપના વિષે મારી સુશ્રદ્ધા છે, અંધશ્રદ્ધા નથી મારી સ્મૃતિએ પણ આપને જ મારો વિષય બનાવ્યો છે. હું પૂજન પણ આપનું જ કરું છું, મારા હાથ પણ આપને જ પ્રણામાંજલિ કરવા નિમિત્ત છે. મારા કાન પણ આપનો જ ગુણગાન સાંભળવામાં લીન છે. મારી આંખો આપનું જ રૂપ દેખે છે. મને જે વ્યસન છે તે તમારી સ્તુતિ જ તે રચવામાં. મારું મસ્તક પણ આપને જ પ્રણામ કરવા તત્પર રહે. છે. આ પ્રકારની મારી સેવા છે. હું નિરંતર આ રીતે જ આપની સેવા કરું છું. તેથી હૈ તેજઃ પર્ત (કેવળજ્ઞાનના સ્વામી) હું તેજસ્વી છું. સુજન છું. સુકૃતી (પુણ્યવાન) છું.' હવે ૯મા શ્લોકથી ૭૯ શ્લોકમાં તેમણે તત્ત્વજ્ઞાનના સાત પ્રશ્નો સૂચવ્યા છે. જેવા કે : ૧. પદાર્થ કુદરતમાં અસ્તિત્વ ધરાવે છે કે અસ્તિત્વ નથી ધરાવતો ? ૨. એ પદાર્થ બીજા બધા પદાર્થો સાથે અસ્તિત્વ ધરાવે છે કે તે પદાર્થોથી અલગ અસ્તિત્વ ધરાવે છે ? ૩. આ પદાર્થનું અસ્તિત્વ કાયમ માટે છે કે થોડા વખત માટે છે ? ૪. જુદા જુદા મૂળ તત્ત્વોનો બનેલો પદાર્થ અને તેના જુદા જુદા અવયવ (અંગ કે ઘટક), (પદાર્થ અને અવયવ એ બંન્નેને સ્પષ્ટ જોઈ શકાય કે ન જોઈ શકાય તેવો સંબંધ છે? આમ આ ગુણધર્મોથી બનેલો પદાર્થ વિશ્વવ્યાપક છે? તથા વિશ્વમાં વિશિષ્ટતા ધરાવતો છે ? ૫. પદાર્થ અને તેના અવયવો વચ્ચેનો સંબંધ એકબીજાથી સ્વતંત્ર છે કે પછી એક બીજા પર આધાર રાખતો છે? ૬. તર્ક અને શાસ્ત્રો એ પ્રમાદભૂત જ્ઞાનનો સ્રોત છે? ૭. પ્રત્યક્ષશાન (ઈન્દ્રિય દ્વારા થતું) એ આત્મલક્ષી છે કે પછી બાહ્ય તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ પદાર્થોનો ઉલ્લેખ જ છે? આ સાતે સાત પ્રોને તેમણે સપ્તભંગી દ્વારા નીરિક્ષણ કરી, ન્યાય વૈશેષિક, બુદ્ધ અને જૈન મત શું દર્શાવે છે. તેની તલસ્પર્શી ચર્ચા આ ગ્રંથમાં કરી છે અને આમ તે તે મતના સત્યના અંશો લઈ જૈનમતના અનેકાન્તવાદને સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. તે જ્યારે ૮૦ થી ૧૧૩ શ્લોકમાં સામાન્ય મનુષ્યને પણ સમજાય તેવા ત્રણ પ્રશ્નોની ચર્ચા કરી છે. સાથે સાથે છેલ્લા તેર શ્લોકમાં આખા ગ્રંથનો નીચોડ આપ્યો છે. ૧. ૧લો પ્રશ્ન : ‘કોઈ એકની પ્રગતિનો આધાર નસીબ છે કે પુરુષાર્થ ? કેટલાક એમ માને છે કે એકની પ્રગતિનો આધાર ફક્ત નસીબ જ છે. આપણે એમ માનીએ કે વસ્તુઓ મેળવવાની ઈચ્છાનો આધાર નસીબ જ છે, તો પ્રશ્ન એ ઊભો થાય છે કે કેટલીક વખત પુરુષાર્થ જ નસીબ બનાવે છે. અને જો ખરેખર એમ જ માને કે નસીબ જ નસીબ બનાવે છે, તો પછી એ માણસ ક્યારેય મોક્ષ ન મેળવી શકે. તેના બધા જ પ્રયત્નો વ્યર્થ પૂરવાર થાય. કેટલાક તેમની પ્રગતિનો આધાર ફક્ત પુરુષાર્થ જ માને છે. તો પ્રશ્ન એ છે કે ક્યારેક નસીબ પુરુષાર્થને બનાવે છે. અને જો નિશ્ચયપૂર્વક એમ જ માનતા હોય કે પુરુષાર્થ જ પુરુષાર્થને બનાવે છે, તો પછી બધા જ ક્રામ મનુષ્યોના સફળ થવા જ જોઈએ. સ્યાદ્વાદ તર્કની નિંદા કરનારા તે બંને વસ્તુને નિશ્ચયપૂર્વક નથી કહી શકતા કે (નસીબ સર્વશક્તિમાન છે કે પુરુષાર્થ) બંનેની ઘટના એક અને સરખી જ છે. અને જો એમ નિશ્ચયપૂર્વક કહે કે ઘટના જે ઘટી છે તે અવર્ણનીય છે. તો પછી કહી શકીએ કે જે ઘટના ત્યાં ઘટી છે (તે અવર્ણનીય છે) તો તે ભાગ રૂપે અશક્ય જ છે કે (ત્યાં નસીબ સર્વશક્તિમાન નિવડ્યું કે પુરુષાર્થ!) આગળ જતાં સ્વામી સમન્તભદ્ર દલીલ કરે છે કે એકની સુખ કે દુઃખની પરિસ્થિતિ છે તે આગળથી જ ઘડાયેલી છે. તો પછી એ તેના નસીબમાં જ છે એમ કહી શકાય. અને પુરૂષાર્થથી જ તેણે સુખ અને દુઃખની પરિસ્થિતિ બનાવેલી છે. આમ જોવા જાવ તો સમભદ્રની ટીકા નીતિશાસ્ત્રમાં તકરાર ઊભી કરે તેવી છે. આ પ્રશ્નની ચર્ચા જાણીતી છે. અને સ્વામી આ સમન્તભદ્રની દલીલો સાચે જ સાદી અને સમજાય તેવી છે. પણ ભારતીય ધર્મશાસ્ત્ર-જૈનવાદ પણ એમાંનો એક માને છે કે આત્મા પર સારા કે ખોટાં લાગેલા કર્મો જ (એકની સુખ કે દુઃખની) પરિસ્થિતિ આધારિત છે. જે કર્મોનું ફ્ળ હજી નથી મળ્યું તે હજી તે પણ આત્મા પર લાગેલાં (ચોટેલા) જ છે અને એ જ સવાલ છે. ૨. બીજો પ્રશ્ન : આ પ્રશ્ન સ્વામી સમન્તભદ્રે પુણ્ય અને પાપના બંધનો ઊઠાવ્યો છે. પ્રશ્ન આ છે, પુણ્ય બીજાને આનંદ આપવાથી થાય છે, અને પાપ બીજાને દુઃખ આપવાથી થાય છે? તેમ જ ‘પુણ્ય પોતાને દુઃખ આપવાથી થાય છે અને પાપ પોતાને સુખ
SR No.526001
Book TitlePrabuddha Jivan 2008 08
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size785 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy