________________
ગાંધી જી
lall anytale je pops []] કાઢણું Ile ty!e topli [3]l Rey tele ty!e popRs[][] dj title ty!e loopઢ [3]lc 5 dj late ઋણુ!e [oppi [3]lc
આ ફેબ્રુઆરી ૨૦૧૫
બહુ જ હળવેથી પોતાના પિતાના હાથ પોતાના હાથમાં લઈને તેમણે ભરપૂર આંસુ સાર્યાં, પછીથી મૌલાના આઝાદ, જયરામદાસ દોલતરામ, રાજકુમારી અમૃતકોર, આચાર્ય કૃપાલાની તથા કનૈયાલાલ મુનશી વગેરે આવ્યા. લૉર્ડ માઉન્ટબેટન તે જ દિવસે મદ્રાસથી ઍરોપ્લેનમાં પાછા ફર્યા હતા.તે બિરલા ભવન આગળ આવ્યા ત્યારે બહાર માનવમેદનીનો ધસારો એટલો બધો ભારે હતો કે, મહામુશ્કેલીથી તે અંદર આવી શક્યા. સૌ આભા બની ગયા હતા. સરદાર પટેલને તો જાણે ભાંગીને ભૂકો જ થઈ ગયા જેવું લાગતું હતું. પાછળથી તેમણે મને કહ્યું, બીજાઓ તો રડી શકે અને એ રીતે આંસુ સારીને પોતાનો શોક હળવો કરી શકે. હું એ કરી શકતો નથી. પણ એને લઈને મારા મગજનો લોચો થઈ જાય છે.'
પ્રબુદ્ધ જીવન
ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૭ પૃષ્ઠ ૫૫ અંતિમ
પાસેના ઝાંખા પ્રકાશવાળા ઓરડામાં પંડિત નેહરુ ખુરસી પર બેઠા હતા. બીજે દિવસે નીકળનારી સ્મશાનયાત્રાની તેમ જ અગ્નિસંસ્કારની વિધિની ગોઠવણ વિષે તેમના દિવમાં ઊંડી ગડમથલ ચાહી રહી હતી. પાછળથી તેમણે એ પ્રસંગ આ રીતે વર્ણવ્યો હતો
ગાંધી જીવતતો અંતિમ અધ્યાચ વિશેષ
‘એકાએક મને વિચાર આવ્યો, ચાલ જઈને એ વિષે બાપુની સલાહ લઉં...પછીથી મને પ્રતીતિ થઈ. અમારી બધી જ મુશ્કેલીઓ તેમની પાસે લઈ જવાને મન એટલું બધું ટેવાઈ ગયું હતું.’
એક ક્ષણ પણ ગુમાવ્યા વિના, પીઢ સૈનિક માઉન્ટબેટને, કુટુંબના વડીલ તરીકે, આખીયે પરિસ્થિતિનો બોજો પોતાના પર ઉપાડી લીધો. પોતાના મિત્રના દેહ પાસેથી સીધા પંડિત નેહરુ પાસે જઈને, પોતાની સાથે જોડાવાને તેમણે સરદાર પટેલને ઇશારો કર્યો અને કહ્યું : ‘તમને બંનેને સાથે લાવવાને તથા તમને મિત્રો રાખવાને મારાથી થઈ શકે તે બધું કરી છૂટવાની ગાંધીજીની છેલ્લી વિનંતી મને હતી.' બંનેના સહિયારા શોકમાં કશા પ્રોત્સાહનની જરૂર હતી. જ નહીં. તેમણે તેમના માથાં હલાવ્યાં અને કશું બોલ્યાચાલ્યા વિના તેઓ એકબીજાને ભેટ્યા. વળી, લૉર્ડ માઉન્ટબૅટનની વિનંતીથી રાત્રે તેમણે બંનેએ આકાશવાણી પરથી પ્રવચન કર્યું.
ગાંધીજીના દેહને રાસાયણિક પ્રક્રિયા કરીને જાળવી રાખવાની અને કંઈ નહીં તો અમુક સમય સુધી તેને દબદબાપૂર્વક રાખવાની સૂચના કરવામાં આવી. અવસાન બાદ ભૌતિક દેહનું બુત કરવા સામે ગાંધીજીનો તેથી કટ્ટર વિરોધ હતો. તેમના મૃતદેહને જાળવી રાખવાનો વિચાર પડતો મૂકવામાં આવ્યો.
બાકીની આખી રાત દરમ્યાન, ગાંધીજીની મંડળીના સભ્યોના ગીતાના તથા ત્યાં હાજર રહેલા શીખોના સુખમની સાહેબના (શીખોનો એક ધર્મગ્રંથ) મધુર પારાયણે ઓરડાની નિઃશબ્દતાને ભરી દીધી, જ્યારે બહારની બાજુએ માનવસાગરનું દર્શન માટે ભારે દબાણ થઈ રહ્યું હતું. મૃતદેહને સુવાડવામાં આવ્યો હતો તે આપવું હોય તો પોતાનો શ્રેષ્ઠ
|ષાંક
ઓરડાના સઘળાં બારી તથા બારણાં આગળ અશ્રુભીની અને શોકપૂર્ણ આંખોથી લોકો ઊભા હતા અને તેમના ફીકા પડી ગયેલા ગમગીન ચહેરા કાચ સામે દેખાતા હતા. થોડી મસલતો પછી દેહને ઉપર લઈ જઈને બધા લોકો દર્શન કરી શકે તે માટે ઝરૂખામાં મૂકવામાં આવ્યો. ફાનસનો ઝળહળતો પ્રકાશ નિશ્ચેષ્ટ ચહેરાને મૃદુ તેજસ્વિતા અર્થતો હતો.
રાત્રે આકાશવાણી પર પંડિત નેહરુનો અવાજ સંભળાયોઃ ‘મિત્રો...આપણા જીવનમાંથી પ્રકાશનો લોપ થયો છે અને સર્વત્ર અંધકાર છવાઈ ગયો છે. તમને મારે શું કહેવું અને કેવી રીતે કહેવું એની મને સૂઝ પડતી નથી. જેમને આપણે બાપુ કહીને સંબોધતા હતા તે આપણા રાષ્ટ્રપિતા, આપણા વહાલા નેતા આપણી વચ્ચેથી ચાલ્યા ગયા છે...આ બધાં વરસો દરમ્યાન આપણે તેમને જોતા આવ્યા હતા તેમ હવે પછી ફરીથી આપણે તેમને જોવા પામવાના નથી. હવે પછી, તેમની સલાહ લેવાને કે તેમની પાસેથી સાંત્વન મેળવવાને આપણે તેમની પાસે જઈ શકવાના નથી. અને એ એક જબરદસ્ત ફટકો છે...હું આગળ કહી ગયો કે પ્રકાશનો લોપ થયો છે. પણ એમ કહેવામાં મારી ભૂલ થતી હતી. કેમ કે, આ દેશમાં જે પ્રકાશ ઝળહળતો હતો તે કોઈ સામાન્ય પ્રકારનો પ્રકાશ નહોતો. આ બધાં વરસો દરમ્યાન જે પ્રકાશ આ દેશને અજવાળતો રહ્યો હતો તે અનેક વરસો સુધી આ દેશને અજવાળતો રહેશે અને હજાર વરસ પછી પણ એ પ્રકાશની પ્રભા આ દેશમાં દેખાતી રહેશે તથા દુનિયા પણ તે જોશે અને અગણિત માનવીનાં સંતપ્ત હૃદયોને તે સાંત્વન આપતી રહેશે. કેમ કે, એ પ્રકાશ જીવંત સત્યનો ઘોતક હતો અને સાંત્વન સત્ય વ્યક્ત કરતો શાશ્વત માનવી આપણી પડખે હતો. તેશે સાચા રાહનું આપણને સ્મરણ કરાવ્યું, સ્ખલનમાંથી આપાને પાછા વાગ્યા અને આ પ્રાચીન દેશને સ્વાધીનતાને મંદિરે પહોંચાડ્યો.'
મળસ્કે મૃતદેહને સ્નાન કરાવવામાં આવ્યું અને તેને ચંદનનું તિલક કરવામાં આવ્યું. પછી તેને પુષ્પાચ્છાદિત ઓરડામાં સુવાડવામાં આવ્યા. પછીથી એલચી મંડળના સભ્યો આવ્યા અને પગ આગળ ફૂલોનો હાર મૂકીને તેમણે મૂક અંજલિ આપી. મૃતદેહને ફરીથી ઉપલા માળ પર લઈ જઈને ઝરૂખામાં મુકવામાં આવ્યો. બપોરે સાડા અગિયાર વાગ્યે શબવાહિની બિરલા ભવનની બહાર લઈ જઈને ફૂલોથી શણગારેલી શસ્ત્રગાડીમાં મૂકવામાં આવી સ્મશાનયાત્રા શરૂ થવાની તૈયારી હતા ત્યાં એકાએક દરવાજા આગળ ખળભળાટ થયો. સાથે સાથે ટોળાએ વિભક્ત થઈને માર્ગ ક૨ી દીધો. સુશીલા લાહોરથી એ જ વખતે આવી પહોંચી હતી.
[‘પુર્ણાહુતિ’ ભાગ - ૪ માંથી ટૂંકાવીને ] અને સત્યપુર્ણ હિસ્સો આપો.
વતનો અંતિમ અધ્યાય વિશેષાંક
અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક
૬ :
[id] ellate ky! [G [al સૃઢણું talley!e [op [3]l f