SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધી જીવું ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૢ ગાંધી જીવતતો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી અ પૃષ્ઠ ૫૪૦ પ્રબુદ્ધ જીવન • ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૭ ફેબ્રુઆરી ૨૦૧૫ અંતિમ સાથે મજાક ઉડાવતા અને હસતા તેઓ પ્રાર્થનાભૂમિ તરફ ચાલ્યા. પ્રાર્થના થતી હતી તે ચોતરા તરફ લઈ જતાં પગથિયાં પસાર કરતાં તેમણે કહ્યું: હું દશ મિનિટ મોડો છું. મોડા થવાનું મને બિલકુલ પસંદ નથી. બરાબર પાંચને ટકોરે પ્રાર્થનામાં હું હોઉં એ મને ગમે.' ત્યાં વાતચીત એકદમ અટકી ગઈ. ગાંધીજી અને તેમની ‘લાકડીઓ” વચ્ચે એવી ગુપ્ત કરાર હતો કે, પ્રાર્થનાભૂમિમાં દાખલ થતાંની સાથે સઘળી મજાક અને વાતચીત બંધ થઈ જવી જોઈએ – મનમાં કેવળ પ્રાર્થનાના જ વિચારો ઊભરાવા જોઈએ. વ્યાસપીઠ પર પહોંચવા માટે મેદનીએ ગાંધીજીને માર્ગ કરી આપ્યો. જનમેદનીના અભિવાદનનો જવાબ વાળવાને ગાંધીજીએ બે બાળાઓના ખભા પરથી પોતાના હાથ ઉઠાવ્યા ત્યાં જમી બાજુએથી લોકોને હડસેલીને માર્ગ કરતું કોઈક આવ્યું. તેનો હાથ પકડીને મનુએ તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેણે જોરથી તેને હડસેલી મૂકી અને પ્રણામ કરતો હોય તેમ, પોતાના હાથ જોડીને વાંકા વળી સાત બારની ઑટોમેટિક પિસ્તોલમાંથી છેક નાકમાંથી એક પછી એક ત્રણ બાર કર્યો. તેણે એટલા બધા નકથીરીને કબજામાં લેવામાં આવ્યો. ગોળી છોડી હતી કે એક ગોળીનું કોચલું તો પાછળથી ગાંધીજીના કપડાંની ગડીમાંથી મળી આવ્યું હતું. પહેલી ગોળી પેટમાં જમણી બાજુએ ડૂંટીથી અઢી ઈંચ ઉપર વાગી હતી. બીજી ગોળી મધ્યરેખાથી એક ઈંચ જમણી બાજુએ સાતમી પાંસળીની નીચેની જગ્યાએ વાગી હતી અને ત્રીજી ગોળી છાતીની જમણી બાજુએ ઉરુ-સ્થળથી એક ઈંચ ઉપર અને મધ્ય રેખાથી ચાર ઈંચને અંતરે વાગી હતી પહેલી અને બીજી ગોળી શરીરની આરપાર નીકળી ગઈ હતી. ત્રીજી ફેફસામાં પુરાઈ રહી હતી. પહેલી ગોળી ગાંધીજાને વાગી ત્યારે તેમનો જે પગ ગતિમાં હતો તે વાંકો વળી ગયું. બીજી અને ત્રીજી ગોળી છૂટી ત્યારે પણ તેઓ પોતાના પગ પર ઊભા હતા. પછી તેઓ ઢળી પડ્યા. તેમના બોલેલા છેલ્લા શબ્દો હતાઃ ‘રામ! રામ!' તેમનો ચહેરો ધોળો પૂણી જેવો થઈ ગયો. સફેદ કપડાં પર ફેલાતો જતો હાલ ડાઘ દેખાયો. જનમેદનીને નમસ્કાર કરવાને ઊંચા કરેલા હાથ ધીમેથી નીચે આવ્યા. એક હાથ આભાના ખભા પ૨તેની સ્વાભાવિક જગ્યાએ પડ્યો. શિથિલ થઈ ગયેલો દેહ ધીમેથી ઢગલો થઈને પડ્યો. આભી બની ગયેલી છોકરીઓએ ત્યારે જ જાણ્યું કે શું બનવા પામ્યું છે. શહેરમાંથી પાછા ફરતાં, માર્ગમાં અમારે ઘે૨થી મારા ભાઈની પાંચ વરસની દીકરીને મેં સાથે લીધી હતી. તે ગાંધીજીની લાડકી હતી અને તેણે એ સાંજે મારી સાથે બિરલા ભવન આવવાની હઠ પડી હતી. અમે બિરલા ભવન પહોંચ્યા ત્યારે કોઈક સરદાર પટેલની મોટર લઈ આવવાને કહેતું હતું. એનો અર્થ એ હતો કે, ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષ ઊષાંક પ્રાર્થનાસભામાં જવા માટે ગાંધીજી પોતાના આસન પરથી ઊઠ્યા હશે અને અમારે ઉતાવળ કરવી જોઈએ. હું સીધો જ પ્રાર્થનાભૂમિ તરફ જવા લાગ્યો અને મારી જોડેની બાળાને પોતાના બૂટ કાઢીને મારી પાછળ આવવાને મેં સૂચવ્યું. જેમાં થઈને પ્રાર્થનાસ્થળે જવાતું હતું તે પથ્થરના સ્તંભોની હારમાળા સુધી હું પહોંચ્યો ન પહોંચ્યો ત્યાં ગાંધીજીના એક મદદનીશ બી પી. ચંદવાણી સામી દિશામાંથી દોડતા આવ્યા. તેમણે બૂમ પાડીને કહ્યું, 'તત્કાળ દાક્તરને બોલાવવાને ફોન કરો. બાપુને ગોળીથી ઠાર કરવામાં આવ્યા છે ! હું તો સડક થઈને ઊભો. યંત્રવત્ મેં કોઈકને ફોન કરીને દાક્તરને બોલાવવાને કહ્યું. સૌ કોઈ આભાં બની ગયાં હતાં. ગાંધીજીની પાછળ આવનાર મારી બહેનની મિત્ર લેડી હાર્દિજ મેડિકલ કોલેજની એક સ્ત્રી દાક્તરે હળવેથી તેમનું માથું ઊંચકીને પોતાના ખોળામાં મૂક્યું-તેમનો દેહ તેની સામે ઊબડો પડ્યો હતો અને કંપતો હતો અને આંખો બંધ હતી, ખૂની નથુરામ ગોડસેને બિરલા ભવનના માળી રઘુએ પકડ્યો અને થોડી ખેંચતાણ પછી બીજાઓની મદદથી તેને મજબૂત નિશ્ચેષ્ટ અને શિથિલ દેહને મિત્રો અંદર ઊંચકી લઈ ગયા. જ્યાં તેઓ બેસતા અને કામ કરતા હતા તે સાદડી પર તેમણે હળવેથી તે મૂક્યો, પણ કશું પણ કરી શકાય તે પહેલાં પ્રાણપંખેરું ઊડી ગયું હતું. તેમને અંદર લાવ્યા પછી એક નાની ચમચી ભરીને મધ તથા ગરમ પાણી તેમના મોંમાં મૂકવામાં આવ્યું. પણ તે અણગળ્યું જ રહ્યું. મરણ લગભગ તત્કાળ થયું હોવું જોઈએ. બીજે દિવસે મળેલો મરણોત્તર હેવાલ આ પ્રમાણે હતોઃ ‘પિસ્તોલમાંથી ફોડવામાં આવેલી ગોળીઓથી થયેલી ઈજાને કારણે શરીરની અંદર લોહી વહેવાથી તથા આઘાતથી મોત થવા પામ્યું હતું.' ગાંધીજીના સાથીઓ પૈકી સૌથી પહેલા આવના૨ સ૨દા૨ પટેલ હતા. સરદાર તેમની નજીક બેસી ગયા, તેમની નાડી જોઈ અને માન્યું કે હજી તે મંદ મંદ ચાલે છે. ડૉ. ભાર્ગવે નાડ તપાસી અને પછી આંખની પ્રતિક્રિયા તપાસી અને પછી ધીમેથી બોયા, 'દશ મિનિટથી અવસાન પામ્યા છે.' ડૉ. જીવરાજ મહેતા ડૉ. ભાર્ગવના ચહેરા પર નજર માંડીને સામે ઊભા હતા. તેમણે અફસોસપૂર્વક પોતાનું ડોકું ધુણાવ્યું. આભા અને મનુ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. પરંતુ થોડી જ વારમાં તે બંને સ્વસ્થ થઈ ગઈ અને રામધૂન ગાવા લાગી. મહાત્માના નિષ્પ્રાણ દેહની પાસે સરદાર વજ્ર સમાન કઠણ પણ નંખાઈ ગયેલે ચહેરે બેઠા હતા. પછી પંડિત નેહરુ આવ્યા. ગાંધીજીનાં કપડાંમાં પોતાનું મોં ઢાંકી દઈને બાળકની જેમ તે રડી પડથા, સરદાર પટેલે પ્રેમથી તેમની પીઠ પંપાળીને તેમને આકાસન આપ્યું. એ પછી મહાત્માના સૌથી નાના દીકરા દેવદાસ આવ્યા. ગાતરીબાજ માનવીને આત્મદર્શન થતું નથી. વનનો અંતિમ અધ્યાય વિશેષાંક હું જીવતતો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવતતો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાયવિશેષાંક ગાંધી જીવતનો અંતિમ અધ્યાય
SR No.526000
Book TitlePrabuddha Jivan 2015 Year 63 Ank 01 to 03
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy