SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધી જીવું all ક્રäJelte H]? છpps [3] કાઢણુ llame tyle loops all dj late tJe pill finay tale Je loops Italic f y lee Hye [996 [3]lc આ ફેબ્રુઆરી ૨૦૧૫ ૧લી જૂન, ૧૯૪૭. ગાંધીજી રોજ કરતાં વહેલા ઊઠી ગયા. પથારીમાં પડ્યા પડ્યા ધીમે સાદે વિચારવા લાગ્યા, “આજે હું એકલો જ રહી ગયો છું. સરદાર અને જવાહરલાલ સુદ્ધાં માને છે કે, પરિસ્થિતિની મારી સમજ ખોટી છે અને ભાગલાની બાબતમાં સંમતિ થાય તો સુલેહશાંતિ ખસૂસ ફરીથી સ્થપાશે...ભાગલા પડવાના જ હોય તો તે બ્રિટિશ દરમ્યાનગીરીથી અથવા બ્રિટિશ અમલ નીચે ન પડવા જોઈએ, એમ હું વાઈસરૉયને કહ્યું એ તેમને પસંદ નથી...તેમનેં થાય છે કે ઘડપણને લઈને મારી બુદ્ધિ બહેર તો નથી મા૨ી ગઈ...એમ છતાં, મારી સલાહની કદર થાય કે ન થાય તોયે, મને લાગે તે જ મારે કહેવું રહ્યું...આ ડોસાએ શી શી મનોવેદના ભોગવી હતી એ ભવિષ્યની પ્રજા જાણી લે. એમ ન કહેવાઓ કે, ગાંધી હિંદના દેહછેદનના પક્ષકાર હતો. પ્રબુદ્ધ જીવન ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૭ પૃષ્ઠ ૬૫ અંતિમ ૩જી જૂને પોતાના નાહવાના ટબમાં સૂતાં સૂતાં ગાંધીજીએ કહ્યું હતું કે, “આજે દિવસ દરમ્યાન ભાગલાની યોજના પર ઘણું કરીને સહી-સાટાં થઈ જશે. હું ફરીથી કહું છું કે, હિંદના ભાગલા દેશના ભાવિને નુકસાન કર્યા વિના નહીં રહે, જો કે, એવો વિચાર ધરાવનાર કદાચ હું એકલો જ હોઈશ.’ એ દિવસે સાંજે રાજકુમારી અમૃતકોરે સમાચાર આપ્યા કે કોંગ્રેસ, મુસ્લિમ લીગ તથા શીખો એ ત્રણે પક્ષોએ માઉન્ટબેટન યોજના પર સહી કરી છે. ગાંધીજી કશી ટીકા ટીપ્પણ કર્યા વગ૨ સાંભળી રહ્યા. પછી ઊંડી નિઃશ્વાસ નાખીને બોલ્યા, 'ભગવાન તેમની રક્ષા કરી અને સંપૂર્ણ શાણપણ બો.' ત્યાર પછીના દિવસોમાં ડાહ્યા લોકો ગાંધીજીને પૂછવા માંડ્યા કે કૉંગ્રેસે સંમતિ આપી તેનો વિરોધ ગાંધીજીએ કેમ ન કર્યો, તેની સામે ઉપવાસ કેમ ન કર્યાં ? તેની સામે બળવો કેમ ન કર્યો ? વગેરે. એના જવાબમાં ગાંધીજીએ કહ્યું, “હિંદના થોડા જ વખતમાં પડનારા ભાગલા સંબંધમાં મને થાય છે એટલું દુઃખ ભાગ્યે જ બીજા કોઈને થતું હશે, પરંતુ જે સિદ્ધ હકીકત બનનાર છે એની સામે લડત ઉપાડવાની મારી ઈચ્છા નથી. એવા ભાગલાને હું બૂરી વસ્તુ લેખતો આવ્યો છું અને તેથી હું કદી પણ તેનો પક્ષકાર થઈ શકું નહીં. પરંતુ કૉંગ્રેસ જ્યારે કમને પણ એવા ભાગલા સ્વીકારે ત્યારે સંસ્થાની સામે હું કોઈ પણ પ્રકારનું આંદોલન ઉપાડું નહીં.' *** ગાંધી જીવનનો અંતિમ અધ્યાચ વિશેષ ઈંગ્લેન્ડની ઉમરાવ સભામાં હિંદ સ્વાતંત્ર્ય ખરડાના બીજા વાચન વખતે થયેલી ચર્ચા દરમ્યાન લૉર્ડ હર્બર્ટ સેમ્યુઅલે જણાવ્યું હતું, 'હિંદની પ્રજા છેત્તી અર્ધી સદી કરતાં પણ વધુ સમયથી ખુલ્લો બળવો ક૨વાનું જ બાકી રાખીને, તેની ઈચ્છા દર્શાવવા માટે, લોકમતનો હરેક પ્રકારે ઉપયોગ કરતી આવી છે, એની પાછળનો |ષાંક વિચાર કરતાં મને એ કહેવાનું ઉચિત લાગે છે કે, આ ઝઘડાના હરેક તબક્કા દરમિયાન હિંદમાં ખુલ્લો બળવો ન થવા પામ્યો એ હકીકત ઘણે મોટે અંશે મિ. ગાંધીના પ્રભાવને તથા તેમના અહિંસાના સિદ્ધાંતને આભારી છે.' *** જ એક અંગ્રેજ મિત્રે લખ્યું, 'હું અતિશય શરમ, ખેદ અને દુઃખ અનુભવું છું... મારા પોતાના અંતરાત્માના ફિટકારમાંથી હું ઊગરી શકતો નથી. હિંદને આ આધ્યાત્મિક દુર્ઘટનાની સ્થિતિમાં લાવી મૂકવા માટે અમ બ્રિટિશરોએ અમારાથી થઈ શકે તે કરવાનું કશું બાકી રાખ્યું નથી. આજની પરિસ્થિતિમાં એ યોજના જ શ્રેષ્ઠ હોઈ શકે એમ બને; હિંદે આજની પરિસ્થિતિમાં કદી પણ મુકાવું જોઈતું નહોતું એમ પણ ભલે હોય; પરંતુ આખરે અને અચૂકપણે દોષનો ટોપલો તો ખરેખર અમારા પર જ ઢોળાવો જોઈએ-ભૂતકાળની નીતિઓ માટે, કોમી મતાધિકાર માટે, તડો પડાવનારી સઘળી અસરો માટે, વસ્તુસ્થિતિને અમે જે રીતે કથળવા દીધી તે માટે તથા માનવીઓ પોતે જ નૈતિક અને આધ્યાત્મિક હ્રાસની સ્થિતિમાં આવી પડવા જેટલી પરિસ્થિતિ પાકી ગઈ, ત્યાંસુધી હિંદને ચીટકી રહેવા માટે હજુ અત્યારે પણ અમે સીધી રમત રમીએ છીએ એવો સંતોષ મને નથી. બહુ બહુ તો અમે રાજકીય શેતરંજની ભૂમિકા પર છીએ...અહીં અમારે ત્યાં તો પ્રાયશ્ચિતની ભાવના જરા સરખી પણ દેખાતી નથી. અહીં સર્વસામાન્ય લાગણી પ્રવર્તે છે કે, બ્રિટન હિંદમાં એક અતિભવ્ય કાર્ય કર્યું છે, અને પોતાના કામ ઉપર તેણે ભવ્ય કળશ ચડાવ્યો છે..છેવટની ઘડી સુધી અશાંતિ અને તોફાનો અને નિષ્ફળતાઓ ચાલુ રહે તેના કરતાં ભાગલા સ્વીકારી લેવા સારા એ ગોઝારી પસંદગી કરવામાં આવી ત્યાં સુધી, હિંદને અમારા પંજામાં અમે પકડી રાખ્યું, સ્થાપવામાં આવેલી સરકારને (અમે પોતે જ તે સ્થાપી હતી) સત્તા સોંપીને તથા નિર્ણયો ક૨વાને હિંદને ખરેખર સ્વતંત્ર સ્થિતિમાં મૂકીને, અમે શાને ચાલ્યા ન ગયા ?' મિત્રો, શું હજુય આપણે કહીશું, 'ગાંધી, ચલે જાવ?'* * * C\0. કુન્તલ દવે, નાનુભાઈ દેસાઈ એન્ડ કાં., ૫૧૭ સર વિઠ્ઠલદાસ ચેમ્બર્સ,૧૬, મુંબઈ સમાચાર માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૦૧. મોબાઈલ : ૦૯૮૩૩૬૨૬૬૩૮. આધાર ગ્રંથ : ૧. ગાંધીની નિવારી-શ્રી ચંદુલાલ ભગુભાઈ દલાલ ૨. મારું જીવન એ જ મારી વાળી (ચોથો ખંડ) : શ્રી નારાયણ દેસાઈ : ૩. મહાત્મા ગાંધી-પૂર્ણાહુતિ (પુસ્તક ત્રીજું) : શ્રી પ્યારેલાલ ૪. દિલ્હીમાં ગાંધીજી (ભાગ બીજો) : મનુબહેન ગાંધી મનુષ્યને સ્વની ઓળખ કરાવી આપે તે જ સાચી વિદ્યા. વતનો અંતિમ અધ્યાય વિશેષાંક મૈં ગાંધી જીવતતો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવતતો અંતિમ અધ્યાયવિશેષાંક ગાંધી જીવતતો અંતિમ અધ્યાયવિશેષાંક ગાંધી જીવતતો અંતિમ અધ્યાય વિશેષાંક - ગાંધી ૐ
SR No.526000
Book TitlePrabuddha Jivan 2015 Year 63 Ank 01 to 03
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy