________________
૩૮
પ્રબુદ્ધ જીવન : ગાંધી સ્મૃતિ ચિંતન વિશેષાંક દેશનો સૌથી મોટો બદમાશ
ઇશ્રીપાદ જોશી
૧૯૩૯ની પહેલી ઑક્ટોબરે હું હિંદી-ઉર્દૂના ખાસ અધ્યયન માટે ગ્રાંડ ટ્રંક એક્સપ્રેસમાં વર્ધાથી દિલ્હી જતો હતો. એ જ ગાડીમાં ત્રીજા વર્ગમાં ગાંધીજી અને એમની મંડળીના લોકો હતા. મને વિદાય આપવા માટે શ્રી અમૃતલાલ નાણાવટી સ્ટેશને આવ્યા હતા. એમણે મને કહ્યું કે પાસેના ડબ્બામાં જ બાપુજી અને એમની મંડળી છે. તમને કોઈ વસ્તુ જોઈએ તો તમે એમને કહી શકશો. તમને ગમે તો એમના ડબ્બામાં જઈને બેસી પણ શકો છો. મેં એ બધાને તમારા વિષે જાણ કરી છે.
પણ ગાંધીજીના ડબ્બામાં જવાની કાંઈ જરૂર મને લાગી નહીં. એવી ઈચ્છા પણ ન થઈ. અત્યાર સુધીમાં મેં ગાંધીજીને અનેકવા૨ જરૂર જોયા હતા. પણ એમની નજીકનો તો હતો નહીં હું ! કોઈ ખાસ કામ વગર એમને મારો પરિચય આપવો એ મને ઠીક ન લાગ્યું. એટલે આવી તક મળી તો પણ હું એમના ડબ્બામાં ન ગયો.
એ દિવસોમાં ગાડીઓમાં બિલકુલ ભીડ નહોતી રહેતી. મારા ડબ્બામાં ખાસી જગા હતી. વર્ષાથી મેં મારો બિસ્તરો પાથર્યો હતો, તે દિલ્હી પહોંચ્યો ત્યારે ઉપાડ્યો. એના કરતાં ગાંધીજીના ડબ્બામાં માનો અને સામાન કંઈક વધારે હતો. એટલે ત્યાં ભીડ પણ કંઈક વધારે હતી. એટલા વાસ્તે પણ એમના ડબ્બમાં જવાની મને ઈચ્છા ન થઈ. જો હું ગયો હોત તો મારી સાથે વાત કરવાની એમને નવરાશય ક્યાં હતી? ગાંધી સહિત બધા પોતપોતાના કામમાં હતા.
ગાંધીજીએ દેશની પ્રજાના હૃદયને કેટલું જીતી લીધું હતું, એનો કંઈક અનુભવ મને એ ચોવીસ કલાકની મુસાફરીમાં થયો. દરેક સ્ટેશને હજારોની સંખ્યામા લોકો એમના દર્શન માટે આવતાં અને એમના જયજયકારથી સ્ટેશન ગૂંજી ઊઠતું. આટલા બધા ઘોંઘાટ વચ્ચે બાપુનું રક્ષણ કેવી રીતે કરવું એ એમની મંડળીની સામે સવાલ હતો. ગાંધીજી પોતાનો હાય હરિજન ફાળા માટે ફેલાવીને પૈસા માગતા. શ્રી કેન્ ગાંધી વગેરે પણ થાળીઓ અને વાડકીઓ લઈને પૈસા ઉધરાવતા. એકલા ગાંધી પાંચ-દસ મિનિટમાં કેટલા લોકો પાસેથી પૈસા લઈ શકે ! ગાડી ચાલે એટલે મળેલા પૈસા ગણીને મૂકી દેવાતા. દિવસે આ બધું ચાલે એ તો ઠીક, પણ રાતે થ ઊંઘ હરામ કરે એવો કોલાહલ ચાલતો જ રહેતો. પણ ગાંધીજીનો લોકો માટેનો પ્રેમ એટલો અદ્ભુત હતો કે એમણે લોકો માટે કોઈ ક્રોધ કે પોતાની નારાજ પ્રગટ કરી નથી
આજે મને લાગે છે કે દાન લેનારી એ મંડળીને હું મદદ કરી શક્યો હોત અને એમની સાથેનો મારો પરિચય પણ વર્ષો હોત. પણ એ વખતે મને આ વાત સૂઝી નહીં. એ વખતની ઉંમરને કારણે એ સ્વાભાવિક પણ હોય
જાન્યુઆરી, ૨૦૧૩
આ દિલ્લી યાત્રામાં એક ઉલ્લેખનીય ઘટના ઘટી. આમ તો એ યાદ રાખવા જેવી ન કહેવાય, પણ ગાંધીજી સાથે સંબંધ છે એટલે અહીં એનો ઉલ્લેખ કરું છું.
બપોરના લગભગ બાર વાગ્યે ગાડીનું ક્રોસિંગ થયું. દિલ્હીથી આવેલી ગાડીમાંથી એક યુવક ઊતરીને જલ્દી જલ્દી અમારા ડબ્બામાં ચઢી ગયો. એની પાસે કોઈ સામાન ન હતો. મારી સામેની પાટલી ખાલી હતી એટલે એના પર બેસી ગર્યા. મને આશ્ચર્ય થયું કે આ માણસ હમણાં દિલ્હીથી આવેલી ગાડીમાંથી ઊતર્યો છે અને ફરી દિલ્હી જવાની ગાડીમાં બેસી ગયો ! આ તે કાંઈ મુંબઈની ટ્રામ છે કે શોખને ખાતર અહીંથી ત્યાં કરાય !
મેં એને ધ્યાનથી જોયો. ગોરો રંગ, હૃષ્ટપુષ્ટ શરીર, સુંદર ચહેરો, મોટી મોટી પાણીદાર આંખો અને ખૂબ જ આકર્ષક વ્યક્તિત્વ! કંઈ ૨૦ વર્ષની ઉંમ૨ હશે ! મેં ઉત્સુકતાથી એને પૂછી જ લીધું.
‘કેમ સાહેબ, ક્યાંથી આવો છો ? અને ક્યાં જઈ રહ્યાં છો ? “આવ્યો
તો દિલ્હીથી છું અને પાછો દિલ્હી જઈ રહ્યો છું,' એણે જરા મજાકી ઢંગમાં કહ્યું, એની એ મજાકથી મને હસવું આવ્યું. એના ઉચ્ચારાથી જ હું જાણી ગયો કે તે બંગાળી છે. એનો ખુશમિજાજ સ્વભાવ મને ખૂબ ગમ્યો અને થોડી જ વારમાં અમે બંને ગાઢ દોસ્ત બની ગયા. હિંદી ફિલ્મમાં બને છે તેમ
એ યુવકનું નામ હતું રણજીતકુમાર સીલ. કલકત્તાની ફિલ્મી દુનિયામાં પ્રવેશ પામવાની અસફળ ચેષ્ટા કર્યા પછી પ્રવાહની સાથે દિલ્હી પહોંચી ગયો હતો. ત્યાં એને એક ગુરુ મળી ગયા. એમની સેવામાં એ લાગી ગયો. ગુરુજીનું નામ હતું શ્રી ગોવિંદદાસ કોન્સુલ, પછીથી એ સજ્જનને મેં દિલ્હીમાં એક-બે વાર જોયા પણ હતા, એમની કોઈ ખાસ માહિતી મને મળી નહોતી
આ ગોવિંદાએ ગાંધીજીના જીવનની થોડી ઘણી સામાન્ય માહિતી
આપતું એક નાનું સરખું પુસ્તક અંગ્રેજીમાં લખ્યું હતું. એનું શીર્ષક હતું. મહાત્મા ગાંધી : ધ ગ્રેટ રોંગ ઑફ ઈન્ડિયા. મતલબ કે મહાત્મા ગાંધી : ભારતના સૌથી મોટા બદમાશ! તો આવું પુસ્તક હતું અને એના લેખકની ઈચ્છા હતી કે પુસ્તક છપાય ત્યારે એની એક નકલ ગાંધીજીને એમના જન્મદિવસે ભેટ આપવી. અને આ વિચિત્ર પુસ્તક પર ગાંધીજીનો મત લેવામાં આવે અને સંમતિ પણ લેવી. આ કામ માટે રાજીનકુમાર સેવાગ્રામ જતા હતા. પણ ગાંધીજી આ ગાડીમાં દિલ્હી જઈ રહ્યા છે એવી એને ખબર પડી એટલે વર્ષા જનારી ગાડીમાંથી ઊતરીને દિલ્હી જતી અમારી ગાડીમાં આવી ગયા.
આ પુસ્તકનું નામ વિચિત્ર તો હતું જ. પણ એનાથીય વધારે અજબ