________________
૪૪
********
પ્રબુદ્ધ જીવન: ગાધરવાદ વિશેષાંક
******************************************
*
સાતમા ગણધર શ્રી મૌર્યપુત્ર
Tપ્રા. ડૉ. કોકિલા હેમચંદ શાહ
જૈન દર્શન અતિ સૂક્ષ્મ અને ગહન છે. સર્વજ્ઞ શ્રમણ ભગવાન * મહાવીરે ગણધ૨વાદના માધ્યમથી અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનના
* અનેક પ્રશ્નોનું સમાધાન કર્યું છે. જૈન ધર્મના અંતિમ તીર્થંકર * સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પોતાના પ્રમુખ શિષ્યોને એમની તત્ત્વોની શંકાઓનું નિવારણ કરીને પ્રતિબુદ્ધ કરેલા તથા એમને ચારિત્ર દીક્ષા આપીને તત્ત્વદર્શન કરાવી ગણધર * બનાવેલા, તે ગણધર શિષ્યોની શંકા અને ભગવંતે આપેલ તેના સમાધાનનું શાસ્ત્ર રચાયું તે ગણધરવાદ.
*
વિદુષી લેખિકા જૈન ધર્મના અભ્યાસી, પીએચ.ડી. વિદ્યાર્થીઓના માર્ગદર્શક પ્રાધ્યાપિકા અને પ્રભાવક વક્તા છે.
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩
* શ્રી વિશેષાવશ્યકભાથમાં શ્રી જિનભદ્રાણી ક્ષમામા * મહારાજે વિસ્તારથી આ ગણધરવાદનું આલેખન કર્યું છે. અંતિમ * તીર્થંક૨ ભગવાન મહાવીરના અગિયાર ગણધર થઈ ગયા. જેનો
*
* ઉલ્લેખ સમવાયોગ સૂત્રમાં છે. ગણધ૨વાદમાં ૧૧ ગાધરના જીવ, કર્મ વગેરે અંગેના *સંશર્યાનું મહાવીર ભગવાને તર્ક-યુક્તિ-પ્રમાણથી કરેલ નિવારણનું આલેખન છે. પરસ્પર વિરુદ્ધ અર્થ પ્રતિપાદન કરનારા વેદપદો સાંભળવાથી પોતાના
#
*
* મનની પુષ્ટિ માટે શાસ્ત્રાર્થ કરવા ઇન્દ્રભૂતિ આદિ ૧૧ ગદાધર ભગવંત પાસે આવ્યા હતા જે પોતાના સંશયનું સંતોષજનક નિવારણ થયા બાદ તેમના શિષ્ય બની ગયા.
*
*
* સાતમા ગાધર મોર્યપુત્ર નામના પંડિતને સર્વદર્શી ભગવંત * નામ અને ગોત્રથી બોલાવી તેનો સંશય કહે છે જ્યારે તેઓ * પણ ભગવંત પાસે આવે છે. તેમનો સંશય હતો-દેવો છે ? * નહીં?’ અર્થાત્ દેવલોક છે કે નહીં? દેવ હોવા ન હોવા સંબંધી :: શંકા-સર્વજ્ઞ શ્રી મહાવીર ભગવંત પર્ધાનો ખરો અર્થ સમજાવીને * મૌર્યપુત્રનો સંશય અોગ્ય છે તે પૂરવાર કરે છે. “દેવ છે' એની * સાબિતીની દલીલો સંક્ષેપમાં નીચે મુજબ છે. ભગવંત મહાવીર કર્યું. છે
*
*
કરવા લાયક છે. આ કારણથી તેઓ ‘શાસ્ત્રાનુસારે વિદ્યમાન છે' એમ માનવું જોઈએ. પરંતુ દેવો તો સ્વચ્છંદાચારી અને * દિવ્યપ્રભાવયુક્ત હોવા છતાં પણ કદાપિ પ્રત્યક્ષ જણાતા નથી અને શ્રુતિ-સ્મૃતિ આદિ ગ્રંથોમાં ‘તેઓ છે’ એમ સંભળાય છે. આથી તને તેઓના વિષયમાં સંશય છે, પણ મૌર્ય ! એવો સંશય . * ન કર.' એમ કહી એના સમર્થનમાં કહે છે. જો અહીં અર્થાત્ સમવસરણમાં જ મનુષ્યાદિથી ભિન્ન જાતિવાળા અને દિવ્ય “ આભરણાદિયુક્ત વૈમાનિક આદિ ચારે નિકાયના દેવો મને અહીં વંદન કરવા આવેલા છે, તેઓને તું પ્રત્યક્ષ જો. (૧૮૬૯). माकुरु संसयमे सुदूरमणयाइ भिन्नजाईन ।
पेच्छसु पच्चक्खं चउव्विहे देव संघाए ।।
આમ, સમવસરણમાં દેવ પ્રત્યક્ષ દેખાય છે એ દેવજ્ઞનાનું શ્રી વિશેષવશ્યકભાષ્યમાં શ્રી જિનભગણી પ્રમાશ છે. ક્ષમાશ્રમણ મહારાજે વિસ્તારથી આ ગણધરવાદનું આલેખાં કર્યું છે. અંતિમ તીર્થંકર ભગવાાં મહાવીરના અગિયાર ગણધર થઈ ગયા. જેનો ઉલ્લેખ સમવાયાંગ
વી ભગવંત એમ પણ કહે છે-‘અહીં સમવસરણમાં દેવોને
સૂત્રમાં છે.
*
*
*
જોયા પહેલાં પા ને દેવોનો સંશય યોગ્ય નથી. કારણા કે ચંદ્ર સૂર્ય વગેરે આ જ્યોતિષી
દેવો સર્વને પ્રત્યક્ષ જણાય જ છે એટલે સર્વ દેવો-ચારે પ્રકારનાસંબંધી તેમની વિદ્યમાનતામાં સંશય કરો અોગ્ય છે, અને
* *
લોકને દેવકૃત અનુગ્રહ અને ઉપઘાત પણ પ્રત્યક્ષ જણાય છે. કેટલાક દેવો કોઈને વૈભવ આદિ આપીને અનુગ્રહ કરે છે. જ્યારે કેટલાક ઉપઘાત કરે છે. આથી એ નિશ્ચય થાય છે કે દેવો વિદ્યમાન છે. અમુક પ્રકારના વૈમાનિક દૈવી વિલક્ષણ પ્રકારના હોવાથી પ્રત્યક્ષ જણાતા નથી, પણ નિવાસસ્થાનોથી તેઓ વિદ્યમાન છે એમ સિદ્ધ થાય છે. અર્થાત્ ચંદ્રાદિના વિમાનો પણ માત્ર નિવાસસ્થાન નથી પણ તે વિમાનરૂપ નિવાસ્થાનમાં તે ચંદ્રાદિ હૈં દેવો નિવાસ કરનારા હોય છે જ. ચંદ્રાદિ વિમાનો વિષે પણ શંકા કરવી યોગ્ય નથી. તે વિદ્યાધરોના વિમાનોની જેમ * નિ:સંશય વિમાનો જ છે. તે રત્નમય અને આકાશગામી છે. વળી ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવનારા નાકીઓ છે. તેમ જ ઉત્કૃષ્ટ પુણ્યનું ફળ ભોગવનારા દેવો છે. એમ અંગીકાર કરવું
*
*
*
* ‘હે મૌર્ય! તું એમ માને છે કે નારકીઓ અત્યંત દુઃખી અને *પરાધિન હોવાથી અહીં આવી શકતા નથી એટલા માટે પ્રત્યક્ષ
* થવાનો ઉપાય ન હોવાથી તેઓનું વર્ણન સાંભળીને જ શ્રદ્ધા
*
****************************************
*
*