SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ સ્ત્રી પણ મોટી ઉંમરની હોય અને ઉંમર પ્રમાણેની માંદગીની ફરિયાદ ફરી સાંભળવી ? પ્રબુદ્ધ જીવન ૭. પુનર્લગ્ન શક્ય ન હોય તો વિજાતીય પાત્ર સાથે મૈત્રી સંબંધ રાખવા-બીજા શબ્દોમા Live-in-relationship રાખવાના વિચાર સાથે અમે સૌ મિત્રો સહમત છીએ. ♦મૈત્રી સંબંધ ક૨ા૨ અથવા પુનર્વિવાહ વખતે એક દસ્તાવેજ કરવો જેમાં સ્ત્રી અને પુરુષ બંને પોતપોતાની મિલકત-સ્ત્રી તેના બાળકો માટે રાખે અને પુરુષ તેના બાળકો માટે જેથી વિખવાદ ટળે. -કિરણ શેઠ, માટુંગા-મુબઈ મો. ૯૮૨૧૧૦૭૭૫૦ મે, ૨૦૧૩ થોડા સલાહ-સૂચન કરું છું. યોગ્ય લાગે વાંચશો-વિચારશો. આ અંતરમાંથી સ્ફૂરણા થઈ છે અને આ અવસ્થામાંથી પસાર થઈ રહ્યો છું. પ્રશ્નો આવે છે અને પરિસ્થિતિ પણ આવે છે એટલે લખાઈ ગયું છે તો વાંચીને યોગ્ય કરશો. -લક્ષ્મીકાંત જે. શાહ, કાંદિવલી-મુંબઈ (૩) જણાવવાનું કે, ફેબ્રુઆરી ૨૦૧૩ નો ‘પ્રબુદ્ધ જીવન' અંક વાંચ્યો. જેમાં આપે ‘રે પંખીડાં' માનદતંત્રી તરીકેનો લેખ લખ્યો છે, વાંચ્યો. મને તેમાંથી વૃદ્ધજનો માટે એક વિચાર સ્ફૂર્યો હતો જે માટે થોડું લખાણ હતું તે આપને મોકલાવું છું. શીર્ષક છે-વૃદ્વજનો વિચારે'. વૃદ્ધોની ઉપેક્ષા થતી આજે આપણે જોઈ રહ્યા છીએ, તો તે માટે વૃદ્ધજનો વિચારે... મા-બાપને ભૂલશો નહિ. તે આપણા અનંત ઉપકારી છે. જેમણે જીવન આપેલ છે. એ અંગે ક્યારે લખવું પડે જ્યારે તેમના પ્રત્યે કંઈક ઉપેક્ષા થતી હોય ત્યારે જ ને ! આવી ઉપેક્ષા (અપ્રીતિ) લગભગ ઘણાં જ કુટુંબમાં થોડા ઘણા અંશે થતી હોય છે. અને આ માટે મારા જેવા, મારી ઉંમરના વૃદ્ધજનોને સારી રીતે શેષ જીવન ગાળવા માટે સલાહ છે કે ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય તે સમયે તો નિરાશ, ગળગળા થઈ જતા હશો, અને અસહ્ય વાતાવરણમાં રહેતા હશો. એટલા માટે (૨) મતતાં મોજાં ઉપયોગી થઈ પડશે અને જીવન જીવવામાં તમને સરળતા રહેશે. (૧) કોઈપણ જાતની અપેક્ષા રાખવી નહિ. (કુટુંબમાં તેમજ અન્ય a). ‘રે પંખીડાં'નો તમારો સૂર્યકાંતભાઈના ગીતા વગરના એકલવાયા...મારી નીચે મુજબની ઉપયોગી સલાહ છે જે ધ્યાનમાં લેશો તો ઘણી જીવનનો લેખ વાંચ્યો. આ પ્રશ્ન બહુ ચર્ચાસ્પદ છે. મન બહુ વિચિત્ર છે. દરિયાના મોજાં જેમ સ્થિર નથી હોતા તેમ મનનાં મોજાં પણ ઉછળકૂદ કર્યા કરે છે. સંયુક્ત કુટુંબની પ્રથા હવે નામશેષ થઈ છે, એટલે વિભક્ત કુટુંબમાં એકલવાયું જીવન ગાળવું મુશ્કેલ તો છે જ. મન ઉપરનો કંટ્રોલ રાખવો બહુ અધરો છે. મોટી ઉંમરે મન હળવું કરવા સાથ સંગાથ તો જોઈએ. નિર્દોષ જીવન જીવી શકતા હોય તો પોતાના વિચાર સાથે સંમત હોય એવી વ્યક્તિ મળી જાય તો ભાશાળી ગણાય. હજી આપણો સમાજ આ વસ્તુ પચાવી શકે તેમ નથી અને શંકાની નજરે જોયા ક૨શે; એટલે આ પ્રશ્ન વ્યક્તિ વ્યક્તિએ અને સંજોગે સંજોગે જોવો પડે. ઘણીવાર સામસામે બે વ્યક્તિને વિચાર આવે પણ બોલી ન શકે કોઈ. આ માટે હિંમત પણ જોઈએ. નહીં તો શેષ જીવન વાંચન, શ્રવણ અને ધર્મધ્યાનમાં આત્માના નિજ ગુણો પ્રગટ કરવાની તીવ્રતર ભાવના રાખીને આત્મધ્યાનમાં લાગી જવું ઉત્તમ છે. કોઈપણ પ્રકારની કીર્તિની કામના કે ભૌતિક સુખની ભાવના ન હોવી જોઈએ. સર્વ જીવો સાથે ખમત ખામણા કરીને મોક્ષી ભાવના રાખીને જીવવું ઉત્તમ છે. જીવનની સંધ્યા આવી ઉત્તમ રીતે વિતાવી શકીએ તો એવું જીવન ધન્યભાગી ગણાય. જેમ એક સિક્કાની બે બાજુ હોય છે તેમ દરેક પ્રશ્નની બે બાજુ હોય. આપી કઈ બાજુ જીવનને વાળવું તે આપણે પોતે જ વિચારવાનું હોય. બાકી તો આખરે નિયતિ કરે એ જ સાચું. આપણું કંઈ તેમાં ચાલે નહીં. (૨) મુનિજનોની માફક મૌનવૃત્તિ ધા૨ણ ક૨વી. (૩)સલાહ તો આપવી જ નિહ અને આપવી પડે તો નમ્રપણે જણાવવી. (૪) તમારા જીવન સંચાલન માટેની મુડી તમારા સમયમાં ગોઠવી રાખવી જેથી હાથ લાંબો કરવો ન પડે. (૫) ભૂલેચૂકે ઘરમાંથી ચાલ્યા જવું નહિ. તેમજ આપઘાતનો વિચાર કરવો નહિ. તો તમારા કુટુંબમાં એક સમયે મોભારૂપ વડીલ હતા. પણ હવે સમય બદલાઈ ગયો છે. સંસ્કાર અને સંસ્કૃતિ ટકી રહી નથી. ઘણાં જ ફે૨ફા૨ો થઈ ગયા છે. પોત્રો પણ તમને માનતા નથી. હસ્તપ્રત શાસ્ત્ર અભ્યાસક્રમ ગુજરાત વિદ્યા સભાની એક શાખા ભા. જ. સ્વાધ્યાય કેન્દ્ર અને ઈન્સ્ટીટ્યૂટ ઑફ જૈનોલોજીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટી માન્ય છ માસનો અભ્યાસ ક્રમ આ વર્ષના જૂન માસથી શરૂ થઈ રહ્યો છે. ઈન્સ્ટીટ્યૂટ ઑફ જૈનોલોજી, અમદાવાદે આ પહેલાં ત્રણ દિવસ અને પછી ૧૫ દિવસ માટે આ અભ્યાસ ક્રમ શરૂ કર્યો હતો એને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ભંડારકર ઈન્સ્ટીટ્યૂટ, પુના તેમ જ અન્ય વિદ્યા સંસ્થા અને સામાજિક સંસ્થાનો આ કાર્ય માટે સહયોગ મળી રહ્યો છે. જૈનોના ભંડારમાં લગભગ ૨૦ લાખ હસ્તપ્રતો છે. આ બધી પ્રશ્નોને ઉકેલવા નિષ્ણાતો જોઈશે, જે આવા અભ્યાસ ક્રમ દ્વારા પ્રાપ્ત થશે. શ્રુતસેવા માટે આ બન્ને સંસ્થાને અભિનંદન.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy