SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ १० પ્રબુદ્ધ જીવન મન સંબંધી સર્વદર્શનોની સર્વદર્શનોની વિચારણા ડૉ. પ્રવીણભાઈ સી. શાહ વક્તા અને જૈન ધર્મ વિષયક ગ્રંથોના કર્તા છે. વરસો સુધી અમેરિકામાં થઈ વિશ્વભરમાં જૈન જ્ઞાન સાહિત્યનો માર કરી રહ્યા છે. [વિદ્વાન લેખક જૈન ધર્મના ઊંડા અભ્યાસ, વસવાટ કરી વર્તમાનમાં અમદાવાદમાં સ્થા મન કોને કહેવાય, મન શું કરે છે, મન કેવું હોય, શરીરમાં ક્યાં હોય વગેરે પ્રશ્નોથી જિજ્ઞાસુ વર્ગ ઘણી વખત મૂંઝાય છે. વ્યક્તિ મગજથી વિચારે છે કે હૃદયથી વિચારે છે કે મનથી વિચારે કે આત્માથી વિચારે છે. આવા પ્રશ્નોના સમાધાન પ્રસ્તુત લેખથી જાણવા મળશે. આંખથી જોવાય છે, કાનથી સંભળાય છે. નાકથી સૂંધાય છે, જીભથી બોલાય છે, સ્વાદ જણાય છે, ચામડીથી સ્પર્શ થાય છે વગેરે ઈન્દ્રિયોના જ્ઞાન સંબંધી કોઈને મૂંઝવણ કે શંકા નથી, કારણ કે તે તે ઈન્દ્રિયો શરીર ઉપર દેખાય છે, દરેકનું સ્થાન નિશ્ચિત છે. પણ મનથી વિચારીએ છીએ એવો અર્થ પણ તારવીએ તો મન શરીરમાં ક્યાં આવેલું છે એની સ્પષ્ટતા નથી. મગજના જ્ઞાનતંતુઓથી મગજ વિચારે છે કે હૃદયથી લાગણી વ્યક્ત કરી હ્રદય વિચારે છે કે શરીરના તમામ ભાગોમાં વહેંચાયેલું મન વિચારે છે વગેરે પ્રશ્નોનું નિરાકરણ સ્પષ્ટ કરવા આ લેખમાં જુદા જુદા દર્શનકારો, જુદા જુદા ધર્મોએ કે ધર્મશાસ્ત્રોએ શું મંતવ્યો રજૂ કર્યા છે તેનો અભ્યાસ રસપ્રદ નીવડશે. સામાન્ય અનુભવ એવો છે કે વ્યક્તિના સંકલ્પો, ઈચ્છાઓ, રાગ-દ્વેષની લાગણીઓ, ચિત્તની વૃત્તિઓ વગેરેનો વિષય વ્યક્તિના મનનો છે. મન દ્વારા અનુભવાય છે, વ્યક્ત થાય છે. પહેલો પ્રશ્ન એ છે કે મન ભૌતિક પદાર્થ છે કે ચૈતન્ય પદાર્થ છે. બૌદ્ધ દર્શન મનને ચેતન તત્ત્વ માને છે. ગીતા સાંખ્ય દર્શન – વેદાંત દર્શન વગેરે મનને જડ સમજે છે અને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલ મન ત્રિગુણાત્મક માને છે. જૈનદર્શન મનને ભૌતિક અને ચૈતન્ય બંને માને છે. યોગ-વશિષ્ટમાં મનને જડ કહેલ છે. જડ પથ્થરની જૈમ મનની ગતિ પરાવલંબિત-બીજાના આધારે થતી માને છે. ફેબ્રુઆરી ૨૦૧૧ જૈન દર્શન ભૌતિક રુપે દ્રવ્યમન અને ચૈતન્યરુપે ભાવમન એમ બે પ્રકારે માને છે. ચૌદે રાજલોકમાં જુદા જુદા પ્રકારની જુદી જુદી સંખ્યાના આધારે નામ ધરાવતી સ્થૂળ-સૂક્ષ્મ વર્ગણાનો સમૂહ ૮ જીવને ગ્રહણ કરવા યોગ્ય અને ૮ જીવને અગ્રહણ યોગ્ય એવી ૧૬ વર્ગણાઓથી ભરેલો માને છે. આમાં મનોવર્ગણાઓને જીવ ગ્રહણ કરી દ્રવ્યમન બનાવે છે જે જડ પરમાણુઓનું બનેલ હોવાથી ભૌતિકરુપે દ્રવ્યમન કહેવાય છે. આમ આગંતુક પરમાણુઓથી બનેલ મન શરીરની સંવેદના અનુભવતા તમામ ભાગોમાં ફેલાયેલું હોય છે જેના દ્વારા આત્મા જ્ઞાન, સંકલ્પ, વેદના, સંવેદના અનુભવે છે, જે અનુભવ ચૈતન્યમય ભાવમન કહેવાય છે. જડ ભાગ હાર્ડ-ગામ-માંસથી બનેલો છે તે દ્રવ્ય ઈન્દ્રિયો કહેવાય છે અને તેનાથી અનુભવાતી સંવેદના દૃશ્ય-શ્રાવ્ય-પ્રાણ-સ્વર વગેરે ભાવ ઈન્દ્રિયી કહેવાય છે. તેમ શરીરની આસપાસની મનોવર્ગણા-જડ પરમાણુઓનો સમૂહ આત્મા ગ્રહણ કરી વિચારણા કે સંવેદનાના અનુભવ માટે મન નામની જડ ઈન્દ્રિય બનાવે છે જે દ્રવ્યમન કહેવાય છે અને સંવેદનાનો અનુભવ ભાવમન કહેવાય છે અને તેથી શરીરના આત્મ પ્રદેશના-જે જે ભાગમાં સંવેદનાનો અનુભવ થાય છે ત્યાં મનની હાજરી મનાય છે. જુદા જુદા દર્શનકારો મનનું સ્થાન અલગ અલગ દ્રષ્ટિકોણથી વર્ણવે છે. જેન દિગમ્બર પરંપરામાં ગોમ્મટસારમાં જીવકાંડમાં દ્રવ્યમનનું સ્થાન હૃદયમાં માને છે જ્યારે શ્વેતામ્બર પરંપરામાં મનનું સ્થાન કોઈ નિશ્ચિત જગ્યાએ માનતું નથી. પં. સુખલાલજીનું માનવું છે કે શ્વેતામ્બર પરંપરામાં સમગ્ર શરીર દ્રવ્યમનનું સ્થાન યોગ્ય લાગે છે, અને ભાવમન આત્મામાં રહેલું છે કારણ કે આત્માના તમામ પ્રદેશો સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે, અને તેથી ભાવમનનું સ્થાન પણ સમગ્ર શરીરમાં માનવું યોગ્ય છે. બૌદ્ધ દર્શન મનનું સ્થાન હૃદયસ્પર્શી માને છે, જે દિગમ્બર માન્યતા મુજબ છે. જ્યારે સાંખ્ય દર્શનનો મત જૈન શ્વેતામ્બરના મત જેવી છે, કારણ કે સાંખ્ય દર્શન માને છે કે મન સૂક્ષ્મ અથવા લિંગ શરીરમાં જે ૧૮ તત્ત્વોનો સમૂહ છે, સમાવેશ છે તેમાં છે અને સૂક્ષ્મ શરીર સમસ્ત શરીરમાં વ્યાપ્ત હોવાથી સાંખ્ય દર્શનનો મત સર્વ સ્થૂળ શરીરમાં મનની સંભાવના સ્વીકારે છે. આવી મુશ્કેલી વેદાંતના અદ્વૈતવાદ કે બૌદ્ધ દર્શનના વિજ્ઞાનવાદ કે શૂન્યવાદ કે બીજા નિરપેક્ષ દર્શનોમાં જોવા મળતી નથી. સાંખ્ય દર્શન આત્માને ફૂટસ્થ નિત્ય માને છે એટલે તેમાં પણ પુરુષ અને પ્રકૃતિના સંબંધમાં આવી મુશ્કેલી નથી જોવા મળતી. એટલે આ બધા દર્શનો એકાંત દષ્ટિથી મનને કાં તો જડ અથવા કાં તો ચેતન માનીને ચલાવી લે છે; પણ જૈન દર્શનમાં જડ કર્મ અને ચેતન આત્માના બંધનનો સ્વીકાર હોવાથી જૈન દર્શનમાં મનને બંને રુપે માનવાની આવશ્યકતા છે જેનાથી દ્રશ્યમન અને ભાવમનની ફર્મ્યુલા જોવા મળે છે. અને તેથી મન એ કર્મ અને આત્માના જોડાણની સાંકળ બને છે. અર્થાત્ મનની શક્તિ આત્મામાં છે અને તેનું પરિણામ ભૌતિક કે આધ્યાત્મિક છે. જડકર્મનું આત્મા સાથેનું બંધન છે. અને આ જેમ શરીરમાં આંખ, કાન, નાક, જીભ વગેરે શરીરની રચનાનો ૨ીતે મન બંને ઉપ૨ જડ કર્મ અને ચેતન આત્મા ઉપર પોતાનો
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy