SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ફેબ્રુઆરી, ૨૦૧૧ સૌરાષ્ટ્ર, ગુજરાત અને માળવાના કેટલાક ભાગને વ્યાપતા વલભી રાજ્યના સુવર્ણકાળે વલભી વિદ્યાપીઠે શોભા આપી હતી અને સાંસ્કૃતિક બળ પૂરું પાડ્યું હતું. વલભી વિદ્યાપીઠનું નવજાગરણ એ જ ભૂમિકા આજે પણ સુપેરે ભજવી શકે તેમ છે. જરૂર છે ગુજરાતમાં, દેશમાં અને વિવિધ દેશોમાં વસતા હિતેચ્છુ ગુજરાતીઓની જાગતિક ચેતનાની, તેમના સહયોગ અને સામેલગીરીની. અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈથી માંડીને અનેક સ્થળે વસતા શ્રેષ્ઠીઓએ આ શુભ કાર્યમાં સક્રિય થવા જેવું છે. પ્રબુદ્ધ જીવન વલભી ગુજરાતની સંસ્કારનગરી હતી તેમ એ જ વિસ્તારમાં વિકસેલા ભાવનગરે સદીઓ પછી ગુજરાતના સંસ્કારધામ તરીકે પ્રતિષ્ઠા મેળવી છે. એટલે અહીં જો વિદ્યાકીય પુરુષાર્થો માટે કમર કરવામાં આવે તો સંસ્કારભૂમિ તરીકેની ફળદ્રુપતા કામયાબ નીવડી શકે તેમ છે. તે માટેના અનેક વિકાસબિંદુઓ નિર્દેશી શકાય તેમ છે. વલભીના ઈતિહાસ આસપાસ બૌદ્ધ ધર્મનું તેજ વર્તુળ ઝળકી રહ્યું છે. એટલે દૂરપૂર્વના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા જપાન, થાઈલેન્ડ, લાઓસ, કંબોડિયા વગેરે દેશોને અહીં બૌદ્ધ ધર્મતત્ત્વના વિદ્યાભ્યાસ સહિતની આધુનિક વિદ્યાઓ શિખવનારી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી ઊભી કરવા આમંત્રી શકાય તેમ છે. તેવા પ્રયાસો વાસ્તવમાં ચાલી પણ રહ્યા છે. એવા દેશો દ્વારા નાલંદા માટે ૮૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કરી શકાયું હતું. તેવો સંભવ વલભી માટે પણ દેખાઈ રહ્યો છે. આપણે ત્યાંથી જે ભંડોળ થાય તેનાથી બમણું કે વધારે વિદેશમાંથી આવી શકે તેમ છે. જપાનની એક યુનિવર્સિટીને આવા વિદ્યાકીય પુરુષાર્થમાં સાથીદાર બનાવી શકાય તેમ છે. વલભીમાં જૈન ધર્મ સંબંધિત પુરુષાર્થો પણ ઇતિહાસમાં નોંધાયેલા છે. તેને અનુસરીને જૈન ધર્મતત્ત્વના અભ્યાસ સાથેની વિદ્યાકીય દિશાઓ પુનઃ ખોલી શકાય તેમ છે. તે માટે જૈન મુનિઓના આશીર્વાદ મળે, શ્રેષ્ઠીઓ રસ લેતા થાય અને અભ્યાસીઓ દિશાસૂચન કરે તે અપેક્ષિત છે. વલભીપુર વિસ્તાર આજે આર્થિક રીતે સંપન્ન ન દેખાય પરંતુ તેના મૂળ વતનીઓ અનેક સ્થળે વ્યવસાય વગેરેમાં કાર્યરત છે. તેમણે પણ વલભીના વિદ્યાકીય નવવિધાનમાં ધ્યાન આપવું જરૂરી બને છે, તેમની તે જવાબદારી છે. જે સ્થળે આજે કૉલેજ પણ નથી ત્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીનું નિર્માણ થાય તેવી વાસ્તવિક સંભાવનાઓ ઊભી થઈ રહી છે. વિસ્તારના અગ્રણીઓનો ક્રમે ક્રમે સંપર્ક સધાઈ રહ્યો છે. ગુજરાત રાજ્ય વિધાનસભાના સદસ્ય રહી ચૂકેલા વલભીપુરના પૂર્વ રાજવી ઠાકોર સાહેબ પ્રવીણચંદ્રસિંહજી ગોહિલની સલાહ માંગવામાં આવી છે. ૯ બોટાદના જૈન ગૃહસ્થ કાંતિલાલ શાહ કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેમના પ્રતિસ્પર્ધી હતા. પણ વલભીપુરમાં જમવાનું તેમણે દાદાબાપુના દરબારગઢના રસોડે જ. દાદાબાપુ હાજર ન હોય તો રાણી સાહેબ તેમને બોલાવી લઈને જમવા બેસાડે. ચૂંટણીનું પરિણામ આવ્યે દાદાબાપુનું વિજય સરઘસ કેટલાક સમય અટકાવી રખાયેલું. હારેલા ઉમેદવાર કાન્તિલાલ શાહ તેમાં જોડાયા ત્યારે જ તે ચાલતું થયેલું. રણજી ટ્રોફીના ક્રિકેટ ખેલાડી અને વોલીબોલના રાષ્ટ્ર કક્ષાના રમતવીર દાદાબાપુનો સંબંધ સૂર્યવંશી ગોહિલ રાજવંશ ભાવનગરના રાજ્યકુટુંબ સાથે સંકળાયેલો છે. ઉદયપુર-મેવાડના સૂર્યવંશી રાજવંશની ૨૪ શાખાઓમાં સિસોદિયા શાખાનો ક્રમ બીજો આવે છે અને ગેહલોત ગોહિલોની શાખા પહેલા ક્રમે લેખાય છે. પ્રસંગવશાત દાદાબાપુ ઉદયપુર ગયેલા ત્યારે અજાણ્યાને મુલાકાત ન આપનાર ઉદયપુરના મહારાણા પોતાના રાજમહેલના બાવન પગથિયાં ઉતરીને જાતે સત્કાર કરવા ગયેલા! કેમકે ઉદયપુરના સિસોદિયા મહારાણાઓ ગોહિલ રાજવંશીને પોતાના મોટાભાઈ તરીકે માન આપે છે. ગુજરાત રાજ્યના માજી પર્યાવરણમંત્રી અને હાલ જે. ડી. યુ. ગુજરાતના પ્રમુખ પ્રવીણસિંહજી જાડેજાએ જાતે રસ લઈ વિગતો મેળવી કે બિહારની સરકારે નાલંદા યુનિવર્સિટીની સ્થાપના માટે કેવા પ્રયત્નો કર્યા હતા. તે સાથે તેમણે વિદેશ સાથેના સંબંધો સ્થાપિત કરી જપાનના દાતાઓ અને યુનવર્સિટીઓને વલભીમાં યુનિવર્સિટી ઊભી કરવા રસ લેતા કર્યા. ભાવનગરની શામળદાસ કૉલેજના પૂર્વ આચાર્ય અને ગુજરાત સ્ટેટ સ્કૂલ ટેકસ્ટ બુક બોર્ડના માજી ચેરમેન ડૉ. ગંભીરસિંહ ગોહિલે અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી વગેરે ભાષાઓના સંદર્ભો અને સંશોધનોમાંથી વલભી વિદ્યાપીઠની વિગતો એકત્ર કરી અંગ્રેજીમાં અભ્યાસનોંધ તૈયાર કરી જે જપાન મોકલી શકાઈ હતી. વલભીના ઇતિહાસ અને પુરાતત્ત્વ માટે જે સંશોધન થયું છે તેને આગળ લઈ જવાનું જરૂરી છે. સ્થળ ઉપરના ખોદકામ સહિતનું વિશેષ સંશોધન ઉપયોગી અને પ્રોત્સાહક નીવડે તેમ છે. નવા ભવનોનું નિર્માણ થાય અને વચ્ચે વચ્ચે રહેલાં પુરાતન ચેતના સ્થાનોનું તેની સાથે સંયોજન રચાય તે સ્થિતિ પ્રેરક નીવડી શકે. વલભીપુર તાલુકા વિસ્તારના વતની મુંબઈ સ્થિત અગ્રણી હીરા ઉદ્યોગપતિ ગગજીભાઈ સુતરિયા બહારના દાતાઓનો સંપર્ક સાધશે. વલભીપુરમાં સક્રિય શિક્ષણકાર અજીતસિંહ સોલંકીએ સ્થાનિક સંપર્કોની વ્યવસ્થા ઉપાડી લીધી છે. વલભીનો ભૂતકાળ ઉજ્જવળ હતો. ભવિષ્ય એથી પણ વધુ ઉજ્જવળ બનાવવાની જવાબદારી, ગુજરાત સરકારે, કેન્દ્ર સરકારે અને આપણે ઉપાડવાની છે. પુણ્ય કાર્યોના પરિણામો વહેલાં કે મોડાં આવે, પણ તે ક્યારેય નિષ્ફળ જતાં નથી. એક વાર આરંભ કર્યા પછી (દાદાબાપુ તરીકે ઓળખાતા ઠાકોર સાહેબ જ્યારે વલભીપુરવળા મતવિસ્તારના ધારાસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા તેને વળગી રહેવું તે વધુ મોટું પુણ્ય બની રહેતું હોય છે. ### ૩-૧૪૦, કાળવીબીડ, ભાવનગર-૩૬૪૦૦૨. ત્યારની રાજરખાવટની અનેક વાર્તા લોકો યાદ કરે છે. પાળિયાદ-ફોન નં. (૦૨૭૮)૨૫૬૯૮૯૮ ormal: gambhirsinhji yahoo.com
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy