SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ નવેમ્બર, ૨૦૧૧ સાથે સંકળાયેલ છે. જ્યારે કષાય-ભાવ જેવા કે ક્રોધ, માન, માયા, લોભનો સંબંધ ગ્રંથીઓના સાવ (hormonal secretion) કે જે ગ્રંથિતંત્ર (endocrine system) સાથે છે. જો આપણે આ તંત્રને સંતુલીત કરી શકીએ તો સ્વભાવમાં સંતુલન આવી શકે. તેથી જ આ. મહાપ્રજ્ઞજીએ આ તંત્રને આધારીત ચૈતન્ય કેન્દ્ર પ્રેક્ષાનો પ્રયોગ આપ્યો છે. આ પ્રયોગથી ગ્રંથિઓ ઉપર પ્રેક્ષા કરી તેને સંતુલીત કરી શકાય છે. આજના મેડીકલ સાયન્સમાં આ ગ્રંથિતંત્રનું મહત્ત્વ બે ઉદાહરણથી દર્શાવાય છે જેમકે વૃક્ષનું મૂળ અથવા તો બિલ્ડીંગનું ફાઉન્ડેશન, વ્યક્તિત્વની ઊંચાઈ, વિકાસ અને સંતુલીતતાનો આધાર ગ્રંથિતંત્ર છે. આપણા શરીરમાં જુદી જુદી સાત ગ્રંથિઓ જુદા જુદા સ્થાને, જુદા જુદા આકારમાં અને જુદા જુદા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. અને એક આંરકેસ્ટ્રાની જેમ એકબીજા સાથે તાલસૂર મેળવી કામ કરે છે. દા. ત. જ્યારે ક્રોધની પરિસ્થિતિ સામે આવે તો તેનો stress આપણા હાયપોથેલેમસ ઉપર આવે છે, જે પીચ્યુટરી ગ્રંથિને સક્રિય કરે છે, જે ACTH નામનું હોર્મોન છોડે છે જે એડ્રીનલમાંથી adrinalin સીક્રીટ કરે છે જે તરત જ ક્રોધની પ્રવૃત્તિ શરૂ કરે છે. આ બધું fraction of secondsમાં થાય છે. તેથી આપણે જાગૃત થઈએ તે પહેલા જ ક્રોધ ના કરવો હોય તો પણ આવી જાય છે. આ જ રીતે કામેચ્છા માટે gonotrophin, આનંદ માટે એન્ડોર્ફીન-સેરેટોનીન છે. ભય માટે એડ્રીનાલીન છે. ચૈતન્ય કેન્દ્ર પ્રેક્ષાના પ્રયોગમાં મુખ્યત્વે ૧૩ કેન્દ્રો છે. જ્યાં ૬ કેન્દ્રો સાથે ૭ ગ્રંથિઓ સંકળાયેલ છે. અને બાકીના ૭ કેન્દ્રો તેવીpowerlul electro magnetic field છે, જ્યાં ચેતનાનો સધન પ્રવાહ વહે છે. અને તેની પ્રેક્ષા કરતા સાર્વા સંતુલીત થાય છે, જેને લીધે આવેગ-આવેશ impulses-ઓછા થાય છે. પહેલાં કષાયોની તીવ્રતા ઓછી થાય છે. પછી frequency ઓછી થાય છે. આ રીતે આ પ્રયોગથી પાપવિજય સરળતાથી થઈ શકે છે. આ ઉપરાંત ઉત્પાપાનનો પ્રયોગ પણ કબાય વિજ્ય માટે આપ્યો છે. જૈનધર્મના લેફ્સાના સિદ્ધાંત ઉપર તે આધારીત છે. આ પ્રયોગમાં ભાવ હજુ તરંગો રૂપે લેમ્પા (aura)માં હોય ત્યાં જ તેને શુભ રંગોના તરંગો દ્વારા રૂપાંતરીત કરી અશુભ ભાવને શુભ કે શુદ્ધ કરી શકાય છે. આ પ્રયોગોની સાથે સાથે આપણે આગળ જે કષાયોનું ઉપશમન તેના પ્રતિપક્ષી ગુણોથી કરવાનું જોયું તે સિદ્ધાંત પર આધારીત ‘અનુપ્રેક્ષા'નો પ્રયોગ પણ કષાયને જીતવા માટે આપ્યો છે. આ રીતે આ. મહાપ્રજ્ઞજીએ પ્રેક્ષાધ્યાન દ્વારા કષાયવિજયના સર્વાંગીણ પ્રયોગો આપ્યા છે. જેના દ્વારા આપણે સૌ ક્રોધ, માન, માયા, લોભને સ્થાને મા, મૃદુતા, સરળતા અને સંતોષને સ્થાપીએ જે જીવનનું અમૃત છે. જીવનનું અવલંબન છે. જેના દ્વારા આપણા વ્યવહારિક જીવનમાં સુખ, શાંતિ અને આનંદ પ્રાપ્ત કરીએ અને પારમાર્થિક જ્યોતને પણ શુદ્ધ કરી આપણે સૌ સાચા અર્થમાં વિતરાગપંથના સહપવિક બનીએ તેવી મંગળ ભાવના સાથે- અમ્ ।। ૩૭૭, સ્મિત કિરણ, એસ. વી. રોડ, વિલેપાર્લે (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૬. ટે.નં. ૨૬૧૩૩૯૯૩. મો.૯૯૨૦૦૫૧૫૪૯ પ્રબુદ્ધ જીવન ૧૨ એકાગ્રતા તે તો સામાન્ય રીતે બધાને જ ખબર છે, પરંતુ જે પ્રેક્ષા શબ્દ છે તે ઘણો જ અર્થસૂચક છે. જેનો અર્થ છે રાગ દ્વેષ વિના જોવું. પ્રિય-અપ્રિય ભાવ વિના જોવું. જૈન ધર્મમાં સમભાવ કે વિતરાગભાવનું ઘણું મહત્ત્વ છે. તો ગીતામાં અનાસક્તભાવ કે સ્થિતપ્રજ્ઞભાવનું મહત્ત્વ છે. પરંતુ સવાલ એ છે કે તે કઈ રીતે જીવનમાં લાવવા, તેની ટેકનિક શું? અને આ જ સવાલોનો ઉત્તર પ્રેક્ષાધ્યાનમાં જુદા જુદા પ્રયોગો કરી ચિત્તને સમભાવથી જોવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમ જેમ આ ટ્રેનિંગ સધન બનતી જાય છે તેમ તેમ સાધક-જીવનના દરેક ક્ષેત્રમાં સમભાવથી તટસ્થ ભાવથી કે સાક્ષીભાવથી જોઈ શકે છે. અને પરિણામે કષાયના આવેગ-આવેશ ઘટતા જાય છે. દરેક પરિસ્થિતિમાં તે વિવેકબુદ્ધિથી સંતુલીતતા જાળવી શકે છે. આ રીતે આ પદ્ધતિનો હેતુ મુખ્યત્વે કષાય વિજયનો જ છે. જૈન ધર્મમાં ભાવનું ઘણું જ મહત્ત્વ છે. એથી જ બધા જ જૈનોને આ દોહો ખૂબ જ પ્રિય છે. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવ૨ આરાધીયે, ભાવે કેવલજ્ઞાન. આ ભાવ, કષાય, લાગણી, Feelings, Emotions વગેરે વગેરે સમાનાર્થી શબ્દો છે. આ. મહાપ્રજ્ઞજીએ પ્રેક્ષાધ્યાનમાં ભાવનું ઘણું જ મહત્ત્વ દર્શાવ્યું છે. આ ભાવજગત અને તેના પ્રયોગો પ્રક્ષાધ્યાનની વિશેષતા છે. આચાર્યશ્રી કહે છે જેવો ભાવ તેવો સ્વભાવ. આપણા જેવા ભાવ તેવી વૃત્તિ, વૃત્તિ તેવી પ્રવૃત્તિ અને પ્રવૃત્તિઓની પુનરાવૃત્તિ એટલે આપણું વ્યક્તિત્વ કે સ્વભાવ એટલે કે જેવા Emotions તેવા thoughts અને તેવા action અને personality or nature. આજનો આપણો યુગ છે તે તનાવોનો યુગ છે. આજે stress ને કારણે આવેગ-આવેશો impulses વધતા જાય છે. અને ખાસ કરીને બાળકો-યુવાનોમાં હત્યા-આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય છે. જે ચિંતાજનક છે. આજે education થી 1. છે. ઘર્શાવધી જાય છે. પરંતુ emotional quotient અને spiritual quotient ઘટતો જાય છે. આ. મહાપ્રજ્ઞજીનું માનવું છે કે આજનું જે સ્પર્ધાત્મક વાતાવરણ છે તેમાં S, Q. વિના ટકવું ઘણું મુશ્કેલ છે. આજના યુગની માગ છે આધ્યાત્મિક વૈજ્ઞાનિક વ્યક્તિત્વની. આજના યુવાનોબાળકોની જ પરિસ્થિતિ આવી નથી. આપણે સૌ વધતા જતા stress-tensionને કારણે આવેગ-આવેશ સામે આપો પણ લાચારી અનુભવીએ છીએ. મેડીકલ સાયન્સ કહે છે કે ૯૦% રોગો આને કારણે છે. આપણે ગમે તેટલો સંકલ્પ કરીએ છીએ પણ જ્યાં પરિસ્થિતિ સામે આવે છે ત્યાં આવેગ-આવેશને આધીન થઈ જઈએ છીએ. આપણે તો સામાન્ય માનવી છીએ પણ ક્યારેક જ્ઞાની ધાર્મિક વ્યક્તિઓમાં પણ આવેગ-આવેશ-અહમ્ દેખાય છે. ત્યારે પ્રશ્ન થાય છે કે શું કારણ છે? આ પ્રશ્નનો જવાબ આજના મેડીકલ સાયન્સને આધારે આચાર્યશ્રીએ પ્રણાધાનમાં આપવા પ્રયત્ન કર્યો છે. આજનું શરી૨ વિજ્ઞાન કહે છે કે જ્ઞાન-સત્સંગ-સંકલ્પ વગેરેનો સંબંધ મગજ (Brain) સાથે છે જે નાડીતંત્ર (nervous system)
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy