________________
૨૪
મહિમ્ન સ્તવનથી અતિ યોગ્ય, સર્વદેહિઓનો આધાર, સંદર ઉપદેશ આપનાર, સર્વશક્તિ ધારણ કરનાર છો.’
પ્રબુદ્ધ જીવન
'જગદ્ગુરુ મહાજન્મા છો. તમારું શિક્ષાકાર્ય સિદ્ધિ આપે છે. તમારા જેવો મારો સ્વામી નથી. તમે જગદીશ, મહાગિ રૂપ છો.' ‘તમારા ગો અનંત છે. તારા સિવાય કોઈ તારક નથી. તે ધર્મનો ઉતારક, વિધાતા, સાકાર લોકનાયક છો.’
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી ગૌતમસ્તુતિમાં જે ભાવમય વર્ણન કરે છે તે અત્યંત સુંદર છે. ગૌતમસ્તુતિ માત્ર શબ્દ રચના નથી, તે હૃદયનો ભાવોદ્ગાર છે. શ્રી ગૌતમસ્વામીના હૃદયમાં પ્રભુ પ્રત્યે બિરાજિત ભક્તિભાવનું શ્રેષ્ઠ આલેખન છે. ઉપર મૂકેલા ચાર શ્લોકોનું સ્વરૂપ પુનઃ પુનઃ સમજવા કોશિશ કરીએ ત્યારે એ સમજાય છે કે શ્રી ગૌતમસ્વામી પ્રભુ વીરને કેવી ઉચ્ચ ભક્તિભાવનાથી ભજે છે. ભક્તને તારનાર ભક્તિ જ હોય છે. ‘શક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી’-એવું પૂર્વસૂરિઓનું વિધાન અત્યંત અસ્યમય છે. સાચો ભક્ત ભગવાનના ગુણગાન કરે છે ત્યારે એ શક્તિ નહીં ભક્તિ માંગે છે. અને ભક્તિની માંગણી કરતી વખતે ભક્તના ચિત્તમાં ભગવાનનું અખિલ સ્વરૂપ હોય છે. જે અહીં ગૌતમસ્વામીએ કરેલી સ્તુતિમાં ધબકી રહ્યું છે. ભગવાનમાં એકાકાર ભક્ત ભગવાન સિવાય ક્યારેય કંઈ જુએ નહીં. અને માત્ર ભગવાન દેખાય. જેમ અર્જુનને પંખીની આંખ દેખાય છે. આવું થાય તો ભગવાનના હૃદયમાં આપણો વાસ થાય અને તે ક્ષણે જે સ્થિતિનું નિર્માણ થાય તે કંઈક આવી હોયઃ
‘મીરા હૃદયમાં હરિ બિરાક, પાર હૃદયમાં મીરાં, એક બાળક પર જાણે બેઠા, મોરો મંજીરાં
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી ભગવાન મહાવીર વિશે જ્યારે પણ લખે છે ત્યારે તેમની કલમમાંથી ભક્તિ સહજ પર્ણ ગંગાવતરણની જેમ પ્રસ્તુત થાય છે. શ્રી ગૌતમસ્વામી ભગવાનની સ્તુતિ કરતાં કરતાં પ્રભુનો પ્રભાવ પણ પ્રત્યક્ષ કરે છે તે તરફ દુષ્ટિ કરવા જેવી છે. ‘શક્તિનો સ્વામી, જગતમાં વ્યાપ્ય અને વ્યાપક, વિભુ, યોગ્ય અને અયોગ્ય કર્મોમાં સત્યધર્મના બતાવનાર છે.”
‘કે બ્રહ્મન, વીર, સર્વલોકનાપતિ, સર્વજગતના મણિ, તમારા ઉપદેશથી લોકો ભવસાગર પાર કરે છે.
‘તું નિરંજન, નિરાકાર, નિત્ય, જગતનો આશ્રય એમ સર્વત્ર તારું નામ કાર્યસિદ્ધિ આપે છે.
‘જ્ઞાન, ભક્તિ કે કર્મયોગની ઉપાસના કરનારમાં રત એવા લોકોના ચિત્રમાં આત્મા, પરમાત્માની એકતા થાય છે અને જન્મનું દુઃખ થતું નથી.”
એપ્રિલ, ૨૦૧૦
અનંત લબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામીની અનન્ય શ્રદ્ધા પરમાત્મા મહાવીર ઉપર જે છે તે નીચેના શબ્દોમાં વ્યક્ત થાય છે :
'કાળ અને સ્વભાવ, નિયતિ વગેરે પાંચ હેતુઓ છે. તારી સેવા
અને ભક્તિમાં લીન થયેલાને વિવિધ તર્કથી શો ફાયદો છે ?’
(‘શ્રી જૈન મહાવીર ગીતા' ગાથા ૫, ૬, ૭, ૮, ૯),
'તારા નામથી પાપનો નાશ થાય છે. મન ઈચ્છિત ફળ મેળવે છે. તે રચેલ બધા વૈદો તારા વચનમાં રહે છે.
(શ્રી જૈન મહાવીર ગીતા ગાથા:૧૫) આંતરિક “હા માત્ર શબ્દમાં નહીં પણ વર્તનમાં વિકાસ પામી એ ઘટનાનું મૂલ્ય ઘણું મોટું છે. શ્રી ગૌતમસ્વામીમાં જે શ્રદ્ધા બિરાજમાન છે તે તેમના જીવનમાં પ્રત્યેક પ્રસંગે પ્રગટ થતી જોવા મળે છે. એમ લાગે છે કે વિદ્યમાન જૈન સંઘમાં શ્રી અરિહંત પરમાત્મા પ્રત્યેના પ્રગાઢ શ્રદ્ધાભાવના સંસ્કાર જોવા મળે છે તે શ્રી ગૌતમસ્વામી મહારાજનું પ્રદાન છે. આજથી પચ્ચીસસો વર્ષ પહેલાનો વિષમ સમયકાળ ઐતિહાસિક દ્રષ્ટિથી જોઈએ તો સુખ ભરપૂર પણ નથી. એવા સમયમાં શ્રી ગૌતમસ્વામીની અનન્ય શ્રદ્ધા આ વિશ્વની મહાન ઘટના ગણાવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી પ્રભુભક્ત છે. પ્રભુના તત્ત્વના ઉપદેશક છે. પ્રભુના ધર્મના પ્રસારક પણ છે. એમણે હજારો લોકોને ધર્મોપદેશ આપીને દુનિયાને ભગવાન મહાવીરનું તત્ત્વ તો સમજાવ્યું જ, સાથોસાથ પ્રભુ પર સ્થિર શ્રદ્ધા રાખવાથી આત્મકલ્યાણ અવશ્ય થાય છે એ પણ અસરકારક શબ્દોમાં કહ્યું. વાંચોઃ
‘ત્રણે જગતમાં તારો મહિમા સર્વથી અધિક છે. તારી આજ્ઞા પ્રમાણે રહેનાર ભક્તોની મુક્તિ ચોક્કસ થાય છે.'
(શ્રી જૈન મહાવીર ગીતા ગાથા: ૧૯) શ્રમણ ભગવાન મહાવીર માત્ર જૈનોના નહીં, સકળ વિશ્વના છે. ભગવાન મહાવીરના પ્રથમ અગિયાર ગણધર બ્રાહ્મા છે. અને ક ક્ષત્રિય રાજાઓ પ્રભુ પાસે દીક્ષિત થયા છે. અન્ય પણ અનેક મુમુક્ષુઓ નાત-જાતના ભેદ વિના દીક્ષિત થયા છે. આવું જ સ્ત્રીઓનું પણ છે. નાત-જાતના ભેદ વિના અને શ્રીમંત-ગરીબના ભેદ વિના અસંખ્ય સ્ત્રીઓ ભગવાનના સંધમાં દીક્ષિત થઈને જોડાઈ.
ભગવાન મહાવીર તે સમયની લોકભાષા અર્ધમાગધીમાં પ્રવચન કરતા હતા. એ જેમ જાણીતું છે તેમ એ પણ જાણી લેવું જોઈએ કે એમના શિષ્ય શ્રી ગૌતમસ્વામીએ રચેલા સૂત્રો એ જ લોકભાષામાં
છે. તે સમયના વિજ્ઞાનો અને વિચારકો કોઈ પણ ચિંતન કરે તે
પૂર્વે ભગવાન મહાવીરની દેશનામાં એ સત્ય વહેતું થાય છે અને જગત આશ્ચર્યમાં ડૂબે છે. આ અપૂર્વ ઘટનામાં સાંકળરૂપે શ્રી ગૌતમસ્વામી સર્વત્ર અને અખંડપણે નિહાળવા મળે છે. તે સમયમાં જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે શ્રી ગૌતમસ્વામી પ્રત્યે આપણું મસ્તક અહોભાવથી નમી જાય છે. પરંતુ તેઓ તો માત્ર વિનમ્ર
શિષ્યની જ ભૂમિકામાં સર્વત્ર જોવા મળે છે.
થોડાંક શ્લોકાર્થ જોઈએઃ
‘હંમેશાં તારા નામથી લોકો ઈચ્છિત વસ્તુઓ મેળવે છે. તારા સિવાય આ પૃથ્વી ઉપર બીજું કશું ઈચ્છિત નથી.’