________________
એપ્રિલ, ૨૦૧૦
પ્રબુદ્ધ જીવન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત
ભગવાન મહાવીર જન્મકલ્યાણક દિવસ નિમિત્તે
ડૉ. કુમારપાળ દેસાઈના મુખે મહાવીર કથા (બે ભાગ-બે દિવસ)
_અહેવાલઃ કેતન જાની
મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ભગવાન મહાવીર જન્મકલ્યાણક દિવસ નિમિત્તે ૨૭મી અને ૨૮મી માર્ચે જૈન દર્શનના આંતરરાષ્ટ્રીય ચિંતક અને તીર્થંકર મહાવીર વિશેના ગ્રંથોના પ્રસિદ્ધ લેખક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈના સ્વમુખે મહાવીર કથાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કથાતત્ત્વ, સંગીત અને અભિનવ દર્શનના ત્રિવેણી સંગમ સમાન આ કાર્યક્રમમાં જ્ઞાનપિપાસુ જિજ્ઞાસુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમના પ્રારંભમાં ‘સંઘ’ના મંત્રી અને જૈન ધર્મના અભ્યાસુ ડૉ. ધનવંતરાય શાહે મહાવીરકથાના આયોજનનીપાર્શ્વભૂમિ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે ડૉ. કુમારપાળ દેસાઈ સાથે આ કથા યોજવા માટે ત્રણ વર્ષથી ચર્ચા થતી હતી. મહાવીરની વાતો બીજા સ્વરૂપે પહોંચે તેના કરતાં કથા સ્વરૂપે સમાજ પાસે પહોંચવી જોઈએ. મહાવીર વિશેની જાણકારી આપવા માટે માત્ર વ્યાખ્યાન અને સ્તવન પૂરતા નથી. એક વ્યક્તિ એક વિષયની વાત કરે પણ બધા પાસાને સાંકળે એવું સ્વરૂપ હોય તો તેમાં મહાવીરનું સમગ્ર દર્શન થાય. ડૉ. કુમારપાળભાઈએ વિશ્વનો પ્રવાસ ખેડ્યો છે. વિશ્વની સમસ્યાઓનો ઉકેલ ભગવાન મહાવીરની વાણીમાં મળી રહે એમ છે. કોઈપણ વાતનો ઉપદેશ આપવો હોય તો પ્રિયતમ પોતાની પ્રિયતમાને જે રીતે મીઠાશથી વાત કરે એ રીતે કહેવામાં આવે નો તુરંત ગળે ઉતરી જાય તે પ્રકારે મહાવીરના જીવન અને ઉપદેશને કથાના રૂપમાં પીરસવામાં આવે તો તે તુરંત જ સમજાય અને મનમાં વસી જાય. ડૉ. કુમારપાળભાઈ ગૃહસ્થ શ્રાવક છે. જૈન ધર્મ વિરો તેમનું ગહન ચિંતન છે. મહાવીરને આપી જ્ઞાનપી જાણીએ અને પછી પામીએ. આ મહાવીર કથા હૃદય મંજન, હૃદય અંજન અને હૃદય રંજન છે. તેના વડે આપણે ચિત્તવિકાસ કરવાનો છે. આ કથા જનરંજનની નહીં પણ પ્રબુદ્ધ ભૂમિકાની છે. એમ ડૉ. ધનવંતરાય શાહે ઉમેર્યું હતું.
પ્રારંભમાં પ્રા. ડૉ. લિનિ મડગાવકરે વિચારના પ્રાકૃત શ્લોકોનું પઠન કર્યું હતું અને સમાંતરે યુવક સંઘના શુભેચ્છક શ્રી સી. કે. મહેતા, સંઘના પ્રમુખ રસિકભાઈ શાહ, ઉપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ શાહ, કોષાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્ર જવેરી અને સમિતિ સભ્ય નીતિન સોનાવાલાએ દીપ પ્રાગટ્ય કર્યું હતું.
ડૉ. કુમારપાળ દેસાઈએ જણાવ્યું હતું કે મહાવીર કથા એ લોકકથા નથી પરંતુ આત્મકથા છે. ભગવાન મહાવીરના જીવનનો તલસ્પર્શી અભ્યાસ ક૨વાથી આત્માનો ઉદ્ધાર થાય છે. આ કથાનું શ્રવણ કરતી વેળાએ હૃદયના સઢને ખુલ્લા રાખવા જોઈએ. પંથ, ગચ્છ, સંપ્રદાય, અને ગોલને મનમાંથી કાઢી નાંખવા જોઈએ. તેનું કારણ ભગવાન મહાવીરે જ કહ્યું છે કે તે મનુષ્ય જાતિ એક થાવ, આજથી ૨૬૦૦ વર્ષ પૂર્વે જ મહાવીરે પંથ, ગચ્છ, સંપ્રદાય અને ગોલમાંથી બહાર નીકળીને મનુ જાતિની એકતાનો વિચાર કરવાનો ઉપદેશ આપ્યો હતો. મોયધર્મ છે તેથી વિશેષ જીવન ધર્મ છે. આત્મ ધર્મ,
૧૩
મોક્ષ ધર્મ અને જીવનધર્મ છે. આત્મક્રાંતિ, વિશ્વક્રાંતિ અને મોક્ષક્રાંતિ-એ ત્રણ ક્રાંતિ થાય એ જ જૈનનું કર્તવ્ય છે. જે ધર્મ છે એ પળાતો નથી અને જે પળાતો નથી. એ ધર્મ છે. નાના પંથો, ઝઘડા, વિવાદ ઉત્સવ અને મહોત્સવમાં અટવાયા વિના ભીતરમાં ઉત્સવ અને મહોત્સવ થાય એ મહત્ત્વનું છે. જ્ઞાનને મુઠ્ઠીભર લોકોને બદલે સહુ માટે ખુલ્લુ મૂકવાની વાત તેમણે જ કરી હતી. જે વધુ પશુ મારે તે મોટો રાજા એ વાતનો વિરોધ કર્યા વિના તેમણે અલગ રીતે વાત રજૂ કરી. ભગવાન મહાવીરે કહ્યું કે હોમ કે યજ્ઞમાં પશુઓને હોમવાને બદલે વૃત્તિને તેમાં હોમી દેવીજોઈએ. પ્રાણીઓ આત્મવત્ છે. હાલ પર્યાવરણવાદીઓ કહે છે કે આપણે વર્ષો સુધી પ્રાણીઓનું નિકંદન કાઢ્યું છે હવે તેઓને નહીં બચાવો તો પર્યાવરણની સમતુલા ખોરવાઈ જશે અને માનવજાતિ માટે જોખમ સર્જાશે. ભગવાન મહાવીરે હજારો વર્ષો પહેલાં કહ્યું હતું કે જેવી આપણી માનવજાતિ છે એવી પ્રાણીઓની પણ જાતિ છે. આપણી જેમ તેઓને પણ જીવવાનો અધિકાર છે. વિામાં માણસને માાસ તરીકે ઓળખાવનાર અને માણસને માણસાઈનો પરિચય આપનાર ભગવાન મહાવીર પ્રથમ છે. માણસનો માણસ તરીકે વિચા૨ ક૨વાનો અને માણસો ગુણથી વિચાર કરવાનો ઉપદેશ મહાવીરે આપ્યો છે. ગુણવાન માણસ જ સાધુ છે. શ્રમણ, સાધક અને ભિક્ષુ એ શબ્દો મહાવીરે આપ્યા છે. મેં અગાઉ પણ કહ્યું છે કે જૈન ધર્મ એમહિલાઓને સહુથી વધુ અધિકા૨ આપ્યા છે. સ્ત્રીને સ્વતંત્ર વ્યક્તીત્વ છે. તીર્થંકરોના સમયમાં સાધ્વીઓ અને શ્રાવિકાઓની સંખ્યા વધુ હતી. કેટલાંક લોકો કહે છે કે ધર્મ બહેનોથી ટર્ક છે. હાલ માણસ યુદ્ધથી ગ્રસિત થયો છે. તેનો ઉપાય મહાવીરે હજારો વર્ષો પૂર્વે વિકલ્પ બતાવ્યો હતો. તેમણે જગતને બોધ આપ્યો કે બહાર નહીં પણ કે ભીતરમાં વિજય મેળવ. મનની અંદરના શત્રુને હણી નાંખ, જે પ્રકારે નાનકડી ગોટલીમાં આંબાનું વૃક્ષ સંતાયેલું છે. એ પ્રકારે મનુષ્યના આત્મામાં જ પરમાત્મા છે. જૈન ધર્મ એ ભીત૨ની પ્રક્રિયા છે. સમતાથી શ્રમણ, જ્ઞાનથી મુનિ, તપથી તપસ્વી અને બ્રહ્મચર્યથી બ્રાહ્મણ બનાય છે. આપણે બાહ્યને બદલે ભીતર તરફના ધર્મ ભણી જવાની જરૂર છે. આત્મધર્મ એ જૈન ધર્મની
મોટી વિશિષ્ટતા છે. અંતરઆત્માથી આગળ વધીને જ પરમાત્મા ભણી જઈ શકાય. આપણા આત્મામાં સંતાયેલા પ૨માત્માને જાગૃત કરવાની વાત છે. ભીતરમાં ક્રાંતિ ન હોય તો જૈનત્વ જાળવવાનું મુશ્કેલ બને છે. વ્યવહારમાં અહિંસા, વાણીમાં સ્યાદ્વાદ, વિચારમાં અનેકાંત, સમાજ માટે અપરિગ્રહ બનવું જોઈએ.
ધ્યાન વિશેનું ગહન ચિંતન જૈન ધર્મ જેટલું અન્યત્ર ક્યાંય નથી. ધ્યાન માત્ર પલાંઠી વાળીને નહીં પણ ઊભા રહીને તેમજ ખુલ્લી આંખે પણ ધરી શકાય છે. ખુલ્લી આંખે ધ્યાન ધરવું અઘરું છે. સાધનાનું નવું પરિમાણ મહાવીરે આપ્યું છે. તેમણે આશ્રમ નહીં પણ જંગલોમાં સાધના કરીને સિદ્ધ