SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ બિન્દી એનું સૌભાગ્યચિહ્ન છે. શું એની ખેવના નહિ કરવી જોઈએ ? (૬) ઊજળા રસ્તા (ખ) ઊજળાં વસ્ત્રો (ક) વિશેષણાનો અંત્યાક્ષર નિરનુસ્વાર છે, કારણ કે ‘રસ્તા’ પુલિંગ છે. (ખ) વિશેષણનો અંત્યાક્ષર સાનુસ્વાર છે, કારણ કે ‘વસ્ત્રો’ નપુંસકલિંગ છે. જેમ વિશેષામાં અનુસ્વાર આવી શકે છે, તેમ નામમાં પણ આવી શકે. ઉ-કારાંત નપું. શબ્દોમાં આમ બને છે–એકચવન, બહુવચન બંનેમાં. મુખડું–મુખડાં ઝૂમખું-ઝૂમખાં પ્રબુદ્ધ વન નામની જાતિ અનુસાર વિભિક્તિના પ્રત્યયને પણ અનુસ્વાર લાગે છે. નપું. સુંદરનું કાવ્ય (એકવચન) સુંદરમ્નાં કાવ્યો (બહુવચન) બંને ઉદાહરણોમાં વિભક્તિનો પ્રત્યય સાનુસ્વાર છે. પુલિંગ-સુંદરમ્નો કાવ્યસંગ્રહ (એકવચન) સુંદરમ્ના કાવ્યસંગ્રહો (બહુવચન) તમે જોઈ શકો છો કે પુલિંગમાં ક્યાંય અનુસ્વારને અવકાશ નથી.. મિત્રો, ‘માતા’નો સમાનાર્થી શબ્દ ‘મા’ લો ત્યારે અનુસ્વાર ન કરશો-ઊંઘમાંથી કોઈ જગાડે તો ય નહિ. આ ભૂલ ઠેરઠેર જોવા મળે છે. કદાચ હિન્દીની અસર હશે. (જો ‘માં' લખશો તો અર્થ થશે ‘અંદર. ‘ભીતર’. સાતમી વિભક્તિનો પ્રત્યય ‘માં' છે. (૬) ક્યારેક ક્રિયાપદની જાતિમાં ભૂલ થાય છે. (ક) એટલી ભારે લૂંટ વહિવટી તંત્રનું કલંક હતું. 'હતી' જોઈએ, કારણ કે કર્તા “લૂંટ” નારી જાતિ છે. (ખ) રમાના દુઃખનું કારણ પતિનો સ્વર્ગવાસ હતો. ‘હતું' જોઈએ, કારણ કે કર્તા ‘કારણ’ નપુંસકલિંગ છે. (૭) ‘ગુરુત્તમ’ ખોટું, ‘ગુરુતમ’ સાચું. ‘લધુત્તમ’ ખોટું, ‘લઘુતમ' સાચું. તુલનાદર્શક પ્રત્યય ‘તર’ છે. શ્રેષ્ઠતાદર્શક પ્રત્યય ‘તમ’ છે. જેમ કે, અધિક અધિકત્તર અધિકતમ એપ્રિલ, ૨૦૧૦ ‘પ્રબુદ્ધ જીવન' રસપ્રદ હોઈ મયંક નિયમિત વાંચે છે. કેટલાક લોકો હોઈ" ને બદલે મીથ' લખે છે. તમે આમ નથી લખતા ને ? (૯) અંત્ય દીર્ઘ ઈવાળા પુલિંગ નામોનું સ્ત્રીલિંગ કરતી વખતે ટ્રૅસ્વ ઈ માં રૂપાંતર કરી ‘ની’ ઉમેરવામાં આવે છે. વિદ્યાર્થી-વિદ્યાર્થિની લઘુ-લઘુતર-લઘુતમ ગુરુ ગુરુત્તર ગુરુતમ તમે કહેશો, ‘ઉત્તમ'માં દોઢ ‘ત' શા માટે છે ? કારણ કે તેમાં ઉ – તમે બે શબ્દો જોડાયા છે. તેવી જ રીતે મહત્ + તમ = મહત્તમ. (૮) ‘હોવું’ ક્રિયાપદનું કારણદર્શક રૂપ હોવાથી’ અથવા ‘હોઈ’ છે. ઉદા. ‘પ્રબુદ્ધ જીવન' રસપ્રદ હોવાથી મયંક નિયમિત વાંચે છે. તપસ્વી તપસ્વિની (૧૦) ભાવવાચક નામમાં ‘તા’ ઉમેરી ડબલ ભાવવાચક બનાવવાની ભૂલ કરીએ છીએ. સાચું ખોટું સામ્ય સામ્યતા પ્રાધાન્ય સૌજન્ય પ્રાધાન્યતા સૌજન્યતા (૧૧) આમંત્રણપત્રિકાઓમાં ‘શ્રીમતિ' વાંચીએ છીએ. સાચ શબ્દ છે ‘શ્રીમતી’. ‘શ્રીમદ્’ સંજ્ઞાનું પુલિંગ શ્રીમાન અને સ્ત્રીલિંગ શ્રીમતી ‘મતિ’ અથવા ’બુદ્ધિ‘નો અર્થ અહીં સહેજ પણ અભિપ્રેત નથી. (૧૨) ‘૨’ કારનું ચિહ્ન (') અર્ધા અક્ષરને લાગું પડતું હોવા છતાં તેના પર નહિ કરતાં પછીના આખા અક્ષર પર કરવામાં આવે છે. અર્ધ્ય, ભર્ટ્સના સામાન્ય રીતે આવા શબ્દોમાં ‘૨’ કારને ગોઠવવામાં ભૂલ થતી નથી, કારણ કે અરર્ધા અક્ષર સ્વયં સ્પષ્ટ હોય છે, પરંતુ અસ્પષ્ટ હોય ત્યારે ભૂલ કરી બેસીએ છીએ. જેમ કે આર્ટ્સ, માર્ક્સ અહીં '૨' કારનું ચિહ્ન ટુ અને ૬ ઉપર ખોટી રીતે મૂક્યું છે, કારણ કે એ બંને અરધા અક્ષરો છે, જે હલંત ચિહ્નથી દર્શાવ્યું છે. સાચી જોડણી આમ બને– આર્ટ્સ, માર્ક્સ (૧૩) ક્રિયાપદના કર્મણિ અને પ્રે૨ક રૂપો કરતી વખતે દીર્ઘ ઈ-ઊ હ્રસ્વ થઈ જાય છે. ઉદા. (ક) રામુએ ગ્લાસ ટેબલ પર મૂક્યો. (ખ) રામુથી ગ્લાસ ભૂલથી ટેબલ પર મુકાઈ ગયો. (કર્મણિ) (ગ) શેઠાણીએ રામુ પાસે ગ્લાસ ટેબલ પર મુકાવ્યો. (પ્રેરક) (ક) માં દીર્ઘ ઊ ક્રિયાપદ છે. (ખ) અને (ગ) માં હસ્વ ઉં છે. મૂકાઈ ગયો, મૂકાવ્યો લખીએ તો ખોટું કહેવાય. (૧૪) કેટલીક વાર ‘ચોકખું’, ‘પત્થર’, ‘સુદ્ધાં’ એવી જોડણી કરીએ છીએ. અહીં અનુક્રમે કે, તે અને ૬ અલ્પપ્રાણ અને ખ, થ અને ધ મહાપ્રાણ કહેવાય છે. ત્રણ જોડણી ખોટી છે. ખરેખર તો મહાપ્રાણ બેવડાવવો જોઈએ. એટલે સાચી જોડણી આમ થશેઃ ચોખ્ખુ, પથ્થર, સુધ્ધાં. (અપવાદ–ચ અને છ જોડી શકાય, જેમ કે, સ્વચ્છ. ઉપરાંત તત્સમ શબ્દો, જેમ કે બુદ્ધિ, ઉત્થાન વગેરે). એ-૬, ગુરુકૃપા સોસાયટી, શ્રી મુક્તજીવન સ્વામી બાપા માર્ગ, વોદરા-૩૯૦ ૦૦૬,
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy