________________
૨૬
પ્રબુદ્ધ વન
હેમચંદ્રાચાર્ય ચંદ્રક અર્પણ સમારોહ
ઇ ડૉ. નિરંજન રાજ્યગુરુ
ડિસેમ્બર ૨૦૧૦
ડૉ. નિરંજન રાજ્યગુરુ ગુજરાતી સંત-ભક્તિ સાહિત્યના સંશોધક અને એ વિષયક ગ્રંથોના સર્જક છે. હેંડલ પાસેના ધોધાવદર ગામમાં સાહિત્ય અને લોકસેવાની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત આનંદ આશ્રમના સ્થાપક છે અને એઓશ્રીનો આશ્ચમમાં પરિવાર સહિત આજીવન સમર્પિત સ્થિર વાસ છે.
અમદાવાદમાં યોજાઈ ગયો ગુજરાતી ભાષા-સાહિત્યના ત્રણ મૂર્ધન્ય સાહિત્યકારો-સંશોધકોને હેમચન્દ્રાચાર્ય ચન્દ્રક અર્પણ કરવાનો સમારોહ અભ્યાસીઓમાં જેમનું નામ અત્યંત આદરથી લેવામાં આવે છે એવા શ્રી શિરીષભાઈ પંચાલ તથા ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર, ‘શબ્દસૃષ્ટિ'ના સંપાદક અને કવિ-વિવેચકશ્રી હર્ષદ ત્રિવેદી દ્વારા દીપ પ્રાગટ્ય થયું, એ પછી પૂજ્ય આચાર્ય શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજસાહેબ દ્વારા મંગલાચરણ બાદ સંગીતજ્ઞ આદરણીયા ઈન્દુબેન પંડિત તથા શ્રી શિરીષભાઈ પંડિત દ્વારા મંગલ ગાન પ્રસ્તુત થયું જેમાં સરસ્વતી વંદના અને હેમચન્દ્રસ્તુતિ હતાં. એ પછી સ્વાગત પ્રવચન કરતાં ટ્રસ્ટના પ્રતિનિધિ શ્રી પંકજભાઈ શેઠે કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણનિધિ' ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓનો ખ્યાલ આપીને જણાવ્યું કે એકવીસ વર્ષ પૂર્વે ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજયસૂર્યોદયસૂરિ મ.સા.ની પ્રેરણાથી ટ્રસ્ટની સ્થાપના થઈ, અને અનેક પરિસંવાદો, સેમિનાર, સંગોષ્ઠિઓ, ગ્રંથ પ્રકાશનો તથા કેમચન્દ્રાચાર્ય ચન્દ્રકના અર્પણ સમારંભો થતા રહ્યા છે જેને દેશ-પરદેશના વિદ્વાનો દ્વારા સહકાર મળતો રહ્યો છે. આજે ગુજરાતી ભાષાના ત્રણ મૂર્ધન્ય સંશોધકોનું બહુમાન કરવાનો મંગલ પ્રસંગ યોજાયો છે એમાં ઉપસ્થિત સૌનું હાર્દિક સ્વાગત છે.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય જેવી વિશ્વવંદનીય વિભૂતિના નામ અને કામ સાથે સંબંધ ધરાવતા અને પૂજયપાદ આચાર્યશ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલા ટ્રસ્ટ ‘કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણનિધિ'ના ઉપક્રમે, પૂજ્ય આચાર્યશ્રીના માર્ગદર્શનાનુસાર ચાલી રહેલી વિવિધ જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓમાંની એક પ્રવૃત્તિ તે આપણા સાહિત્ય અને સંસ્કૃતિની અમૂલ્ય સેવા કરનાર વિશિષ્ટ પ્રતિભાસંપન્ન વિદ્વાનોને ‘શ્રી હેમચન્દ્રાચાર્ય ચંદ્રક' અર્પણ કરીને તેમનું બહુમાન કરવાની પ્રવૃત્તિ છે.
ભૂતકાળમાં આપણા મૂર્ધન્ય વિદ્વાનો પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા, ડૉ. શ્રી હરિવલ્લભ ભાયાણી, શ્રી શાંતિભાઈ શાહ, શ્રી ઉમાકાન્ત શાહ, શ્રી નગીનભાઈ શાહ, શ્રી કે. આર. ચન્દ્રા, શ્રી સત્યરંજન બેનરજી, શ્રી જયંત કોઠારી, શ્રી મધુસુદન ઢાંકી, શ્રી લક્ષ્મણભાઈ ભોજક વગેરે દસ જેટલા ભારતીય કક્ષાના વિદ્વાનોને આ ચન્દ્રક અર્પણ થયો છે, તે શૃંખલામાં આગળ વધતા તા. આ ૯-૧૦-૨૦૧૦ આસો સુદી બીજ વિ. સં. ૨૦૬૬ના રોજ શેઠ હઠીસિંહ વાડી, શાહીબાગના ઉપાશ્રયમાં, પૂ. આચાર્યશ્રીના સાંનિધ્યમાં ગુજરાતી ભાષા-સાહિત્યના ત્રણ તેજસ્વી વિદ્વાનો સર્વશ્રી કનુભાઈ જાની, લાભશંકર પુરોહિત અને ડૉ. હસુભાઈ યાજ્ઞિકને હેમચન્દ્રાચાર્ય ચન્દ્ર' અર્પણ કરવા યોજાયેલો ચન્દ્રકપ્રદાન સમારોહ એ સાચા અર્થમાં ‘જ્ઞાનભક્તિ-મહોત્સવ' બની રહ્યો, અને તે સૌને માટે સંતૃપ્તિ આપનારો નીવડ્યો. એ પ્રસંગે અતિથિ વિશેષપદે અમદાવાદના જગવિખ્યાત સ્થાપત્યવિદ્, પુરાતત્ત્વવિદ્, પદ્મભૂષણ ડૉ. મધુસુદન ઢાંકી તથા અમરેલીના સંસ્કૃત ભાષા-સાહિત્યના પંડિત શ્રી વસંતભાઈ પરીખ ઉપસ્થિત હતા. અન્ય મૂર્ધન્ય સાહિત્યકાર વિદ્વાનો અને પ્રાધ્યાપકોની ઉપસ્થિતિને લીધે વિદ્વાનોના મેળા જેવું વાતાવરણ રચાયેલું, તો ભાવિક શ્રોતાવર્ગ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલો. જૈન સંઘના શ્રેષ્ઠિવર્ષ વડીલ શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શ્રી સંવેગભાઈ લાલભાઈ એ બન્ને અગ્રણીઓની અતિથિવિશેષ રૂપે હાજરી સોનું અને સુગંધના સુભગ સમન્વય સમી હતી.
આ મંગલ પ્રસંગે ગુજરાતના તેજસ્વી અધ્યાપકો અને વિવેચક
સ્વાગત પ્રવચન બાદ આ કાર્યક્રમની ભૂમિકા બાંધતાં ડૉ. નિરંજન રાજ્યગુરુએ જણાવ્યું કે ‘આપણે ત્યાં ગુજરાતમાં સાહિત્ય, શિક્ષણ, સંસ્કાર, સેવા, સ્વાધ્યાય અને સંશોધનમાં કાર્યરત અનેક સંસ્થાઓ પોતપોતાની રીતે કામ કરે છે. દરેકના ઉદ્દેશો, કાર્યપ્રણાલી, અભિગમાં વિભિન્ન હોય એ સ્વાભાવિક છે, પરંતુ ભાષા-સાહિત્યના અણિશુદ્ઘ ઉત્કર્ષ માટે મથનારી સંસ્થાઓ અને સંપૂર્ણ સાત્ત્વિક વ્યવહારો ધરાવનારી વ્યક્તિઓ ઓછી થતી જાય છે એ હકીકત છે. ત્યારે એક અદ્ભુત યોગાનુયોગ છે કે ગુજરાતી ભાષાનો પિંડ જે બે સત્પુરુષ્ટ દ્વારા બંધાયો છે તે કલિકાલસર્વજ્ઞશ્રી હેમચન્દ્રાચાર્ય અને ભક્તકવિ નરસિંહ મહેતા એ બંનેના નામથી ટ્રસ્ટો ચાલે છે, અને સાહિત્યના ક્ષેત્રમાં અપૂર્વ યોગદાન કર્યું હોય એવા સર્જકો-સંશોધકોને આ ટ્રસ્ટો દ્વારા નવાજવામાં આવે છે. બેઉ ટ્રસ્ટ સાધુજનોના શુભ સંકલ્પોનું પરિણામ છે. ‘હેમચન્દ્રાચાર્ય ચન્દ્રક' આજે ત્રણ ગુર્જર સરસ્વતી આરાધકોને અર્પણ થવા જઈ રહ્યો છે.
આજે જેમનું બહુમાન થશે એ ત્રણે ય વિજ્ઞાન મહાનુભાવો