________________
ડિસેમ્બર ૨૦૧૦
પ્રબુદ્ધ વન
પૂ. રાજબાઈમાની સંલેખના યાત્રા
nડૉ. માણેક સંગોઈ
(ડૉ. માર્ક્ટક સંગોઈ ક્યુપેશનલ થેરપિસ્ટ અને મેડિકલ રીહેબીલીટેશન એક્સપર્ટ છે. આ ક્ષેત્રમાં દિલ્હીની હૉસ્પિટલમાં એઓશ્રીએ દીર્ઘ સેવા આપી છે, અને ‘હૂટ દ્વારા ફેલોશિપ પ્રાપ્ત કરી જગતના લગભગ વળા દેશોની હૉસ્પિટલોમાં ત્યાંના દર્દીઓને પોતાની સેવા અર્પી છે. દંપતી જગત પ્રવાસી અને ચિંતક છે.
અહીં તેમણે જે ચિત્ર તાદરા કર્યું છે એ તપસ્વી યુ. રાજબાઈમા શ્રી માર્કોકભાઈના ધર્મપત્ની શ્રીમતી સ્વૈરબેનના માતુશ્રી હતા. જ વર્ણન આપણને આપણા અનિત્ય જીવનનું હ્રદયમંથન કરાવે છે.
ધમા તો ધમણી રહીને બુજ ગયા અંગાર રે ! એરા ઠમકો રહી ગયો પછી ઉઠ ચાલ્યો લુહાર રે !
સંલેખના અને પંડિતમરણ સુધીની મંદગતિથી યાત્રા કરતાં ૯૨ વર્ષના પૂ. માતૃશ્રી રાજબાઈને અમે સાક્ષીપૂર્વક સાવ નજીકથી જોયા. આ અભૂતપૂર્વ અનુભવ અમને ત્રણ વર્ષ પહેલાં થયો. શરૂઆતમાં શંકા આવી કે આ પ્રકારના સ્વૈચ્છા મૃત્યુને આપઘાત
કહી શકાય ?
સંલેખનાની સાધનામાં કામ, ક્રોધ, માન, લોભ, માયા વિ. જેવા કાર્યો ક્ષીણ થાય તો જ સંથારાની-મૃત્યુ ઈચ્છાની સાર્થકતા સંસારના દુઃખો, શારીરિક વ્યાધિઓ અને જીવનની વિપરીત પરિસ્થિતિઓથી ગભરાઈને મરવાની ઈચ્છા કરવી એ કાયરતા છે. એ રીતે મૃત્યુ પામવું એ આપઘાત છે. સંલેખના એ પંડિત મરણની તૈયારી છે. શહીદ થવું કે આપઘાત કરવો એ તો અનેક કષાયોનો સામાન મૃત્યુ પછી બીજા ભવમાં સાથે લઈ જવાની વાત થઈ. રાજબાઈની સંસારિક જીવનયાત્રા
નાની વયે એમનાથી વીસ વર્ષ મોટી વ્યક્તિને પરણ્યા. ત્રણ સંતાનો થયા. મોટો દીકરો જન્મ વખતે મગજમાં ઈજા થવાથી માનસિક રીતે અવિકસીત થર્યા પણ પાંચમી સુધી એને ભણાવી, પ્રમાણિકતા અને મહેનત કરવાના ગુણોને લીધે એને કામે લગાડી એના જેવી સ્ત્રી સાથે લગ્ન પણ કરાવી આપ્યા. દીકરીને મેટ્રીક ભણાવી પરણાવી. નાનો દીકરો ઈંજિનિયર થયો ને પછી નાની ફેક્ટરીનો માલિક. એને પરણાવ્યો. બન્ને દીકરાને દીકરા આવ્યા. મોટા પૌત્રને નોકરીએ લગાડી પરણાવ્યો. પરદાદી બન્યા. નાનો પૌત્ર માર્કેટીંગ ઈંજિનિયર થઈ એમ.બી.એ. થયો.
કુટુંબનો મુખ્ય આધાર નાના દીકરાનું ભરયુવાનીમાં ૩૯ વર્ષની આયુમાં કેન્સરથી મૃત્યુ થયું. ત્યાર બાદ પતિને ખોયા. મોટા દીકરાને-પુત્રવધૂને અને એમના અતિ પ્રિય એવા નાના ભાઈને આ સંસારમાંથી વિદાય લેતાં ભારે હૃદયે જોયા. જાણે એ એકલા થઈ ગયા! એમના જીવનના છેલ્લા પાંચ વર્ષનો મોટા ભાગનો સમય એમની દીકરીના કુટુંબ સાથે ગાળ્યો.
આધ્યાત્મિક યાત્રા
રાજબાઈમા આઠ કોટિ પક્ષના જૈન સ્થાનકવાસી. ચુસ્ત, એમની પ્રખર યાદશક્તિ. ૯૨ વર્ષની ઉંમરે પણ સ્વાધ્યાય વાંચન કરે. મોઢે પ્રતિક્રમણ-સામાયિકનો રોજ નિયમ.
સંઘર્ષ કરતાં સંસારના સર્વ સુખદુઃખ એમણે અનુભવ્યા હતા. સંસારની અસારતાની અનેક સજ્જાર્યા એમને મૌખિક યાદ, ૮ વર્ષની ઉંમરે એમણે ૪૦૦ એકાસણા કર્યા. નબળાઈ લાગતાં કુટુંબીજનોએ એ બંધ કરાવ્યા. ત્યારબાદ પેટની તકલીફને લીધે આંતરડાનું ઑપરેશન કરાવવું પડ્યું, બે વાર પડી જવાથી ખભાના અને કુલાના હાડકાના ફ્રેક્ચર થયા. છેલ્લી ઉંમરમાં શારીરિક કષ્ટ સહ્યા પણ એમની રીકવરી શક્તિ ગજબની. સહન શક્તિ અને હિંમત પા હિમાલય જેવી ૯૨ વર્ષની ઉંમરમાં પણ એ જાણે દોડતાં જાય. જાડા ચશ્મા પહેરી બટન પણ ટાંકે અને કામની વાતો બરાબર સાંભળી લે.
એક દિવસ એમણે દૃઢતાથી જણાવ્યું. ‘મારે ડોશીને હવે શું કામ છે ? સંસારની બધી બાજી જોઈ લીધી છે. સંથારો લેવો છે.' એમની સૂચના મુજબ સીત્તેર વર્ષના એમના વિજ્ઞાન ભાણેજ શ્રી બાલુભાઈને ઘરે સપત્ની બોલાવી સંથારા વિષે વિસ્તારથી ચર્ચા થઈ. એમની સલાહ હતી કે સંથારા માટે મુંબઈનું ધમાલીયું અને કૌટુંબિક વાતાવરણ યોગ્ય નથી. કચ્છ મુદ્રા તાલુકાના બારોઈ ગામમાં પૂજ્ય ગુરુદેવનું માર્ગદર્શન અને આશીર્વાદ મળશે. બારોઈ ગામમાં રહેવા માટે બધી વ્યવસ્થા સગવડવાળા આરોગ્યધામમાં થઈ જશે. નિર્ણય પાકો થયો. રાજબાઈમાએ ઉપવાસ શરૂ કર્યા. કચ્છ એક્સપ્રેસની ટિકિટો આવી ગઈ. આરોગ્યધામમાં બુકીંગ થઈ ગયું. સગવહાલાંઓને માહિતી મળતાં દૂરના અને નજીકના સૌ પૂ.માને મળવા-શાતા પૂછવા આવવા લાગ્યા. સંસારની કોઈ ચર્ચા નહીં. વાતાવરણને ધાર્મિક અને આધ્યાત્મિક રાખવામાં આવ્યું. તેમ છતાં નિકટના સ્વજનોમાં અમુકને ભાસ થયો કે પૂ. રાજબાઈમાના આ