________________
૨૦
પ્રબુદ્ધ જીવન
આનો હું ભોક્તા છું ભોક્તત્વ બુદ્ધિ.
આ ચાર પ્રકારના સંબંધો અને ચાર પ્રકારની બુઢિથી આત્મામાં એકત્વ સિદ્ધ થાય છે. એનાથી સંબંધ તોડવો તે વિભક્ત જીવ અજીવ, કર્તા, કર્મ અધિકારનો નિષેધ કરવાનો છે.
સ્થિતેત્વ વિઘ્ના ખલુ પુદ્ગલસ્ય સ્વભાવભૂતા પરિણામ શક્તિ,
ત્યસાં સ્થિરતાયાં સ કરોતિ ભાવં યનાત્મનઃ તસ્ય સ એવ કર્તા.
અર્થાત્ હૈ જીવ પલ્પમાં તારે કંઈ કરવાનું નથી, તેં કંઈ કર્યું નથી અને ભવિષ્યમાં તારે કંઈ કરવાનું નથી. દરેક પદાર્થ સ્વયં પરિણામનશીલ છે જે હર ઘડી બદલતો રહે છે. એને પરિણમન માટે પરદ્રવ્યની સહાયતાની જરૂર નથી. હું બીજાને મદદ કે બીજાનું કલ્યાણ કરું છું એ બુદ્ધિ બીજાનું સ્વતંત્ર જીવન હણનારી છે. દરેક પદાર્થમાં સ્વતંત્ર જીવન જીવવાની ક્ષમતા સામર્થ સ્વયંસિદ્ધ છે. પરાધીનતા દુઃખનું મૂળ કારણ છે. આપણે આપણા સામર્થ્યથી જીવીએ છીએ એ સમજ શાંતિ આપનારી છે. ગૂઢતત્ત્વ આ ગ્રંથનું વૈશિષ્ટય છે.
જ
સમયસારની ૨૭મી ગાથામાં કહ્યું છે જીવ અને શરીર વ્યવહાર નયથી એક જ છે પરંતુ નિશ્ચયનયથી એ એક નથી. તત્ત્વાર્થસૂત્રમાં પુણ્ય પાપને આશ્રવ બંધમાં સમાવી લીધા છે. જ્યારે સમયસારમાં પાપપુણ્યાપિકારને જુદું સ્થાન આપવામાં આવ્યું છે અને ભાવોથી ભિન્ન બતાવી ભેદવિજ્ઞાન કરાવ્યું છે. બંધાધિકારમાં બંધનું કારણ રાગભાવ, મિથ્યાત્વ, અજ્ઞાન, કષાય, અસંયમ અને બંધનો છંદ મોક્ષનું કારણ છે. પરમાં કંઈક કરી શકવાની બુદ્ધિ આકાશમાંથી ફૂલ ચૂંટવા જેવી છે. તું કોઈને મારી કે બચાવી શકતો નથી. પરંતુ મારવાના ભાવોનું પાપ તને લાગે છે.
જૈન દર્શનમાં આત્મા દેહથી જુદો, વેદાન્તમાં પણ આત્મા દેહથી જુદો પરંતુ વેદાન્તમાં સંપૂર્ણ જગત બ્રહ્મમય છે. ભિન્ન એવું કંઈ નથી. ગીતા ઉપનિષદ વૈદાન્ત ભેદરેખાને અજ્ઞાન માને છે. જૈનમાં આત્મા સ્વતંત્ર પદાર્થ છે જેને પરદ્રવ્યથી સંબંધ નથી. જ્યારે વેદાન્ત છે આત્મા અને ઈશ્વરને એક માને છે. જૈન દર્શનમાં કરવું, કરાવવું, અનુોદવું ત્રણેનું ફ્ળ સરખું જ છે. બીજા દર્શનમાં ફક્ત કરવાનું જ ફળ ભોગવવું પડે છે ભાવોનું નહીં.
કુંદકુંદાચાર્યે અંતિમ ગાથામાં સમયસારનો અધ્યયનનું ફળ બનાવ્યું છે :
નવેમ્બર ૨૦૧૦
સમયસારના પક્ષી આકાશમાં ઉડે છે જ્યારે વિપક્ષી જગની જંજાળમાં ફસે છે.
સમયસાર પક્ષી એટલે આત્માનો અનુભવી રાગ પર્યાય છોડી આત્માની પડખે આવ્યો અને ગગનમાં ઉડી મોક્ષે ચાવ્યો. તેને વચમાં પાણી, પર્વત, ઝાડ, વંટોળિયા, નદી કે દરિયો કોઈ આડે આવતા નથી સમયસારની પાંખે ઉડી અપાર જ્ઞાનગગનમાં ઉડીને ઊર્ધ્વમાં ચાલ્યો જાય છે. આમ સમયસાર વીતરાગતાથી નીતરતું તત્ત્વ છે. સમયસારમાં પરમતત્ત્વ આત્માનું પ્રતિપાદન હોવાથી તે પરમાગમ છે.
જયસેનાચાર્યનું માનવું છે કે સમયસાર મુખ્યતઃ વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત સાધુજનોના કલ્યાણાર્થે રચાયું છે.
પ્રાચીન પ્રાકૃતભાષી દ્વિતીય શ્રુતસ્કંધ ગાથામય, પદ્યમય ગ્રંથાધિરાજ આત્માની આસપાસ મોક્ષમાર્ગદર્શી, હેતુલક્ષી, હિતકારી આ ગ્રંથ મુમુક્ષુ દિગંબર પંથ જ નહીં પરંતુ દરેક સંપ્રદાયમાં આ પ્રિય ઈષ્ટ માન્ય અને જૈન સાહિત્યમાં ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. તેના અધ્યયનથી જીવન સુખમય સફળ થાય છે. જીવનનું લક્ષ્ય આંખ સામે આવે છે. મનુષ્ય પોતાને સંસારની માયાથી પૃથક્ સમજવા લાગે છે. એમાં આત્મબળ જાગ્રત થાય છે. ભેદજ્ઞાનના વિજ્ઞાનની જાણકારીથી વિષયવાસના ઓછી થાય છે, જડવાદ, આતંકવાદ, અનાત્મવાદના સમયમાં આ ગ્રંથ હિતકર છે. દરેક ધર્મના મૂળમાં અપરિગ્રહ, અહિંસા, અકષાય, અપરિગ્રહની જડો ઉતરેલી છે.
ભારતીય ધર્મોના રાહ જુદા, વાહન જુદા, પરંતુ લક્ષ્ય એક જ છે કે ભવ ચક્કરના ફેરામાંથી મુક્ત થઈ મુક્તિ પામવી. એ મુક્તિની રાહ ભૈવિજ્ઞાનથી ખૂબ જ સુંદર રીતે મનમાં ઉતરી જાય એ રીતે સમયસારમાં સમજાવી છે. સમય એટલે આત્માનો સાર, જીવનનો ધ્યેય અને પરમાં નિર્મોહી થવાનો માર્ગ સૂચવ્યો છે. આત્માની ભિન્નતા દર્શાવવાનું સમયસારનું મૂળ પ્રયોજન છે.
સમયસારની ચર્ચા અને પ્રચાર કાનજીસ્વામી દ્વારા પ્રચુર પ્રમાણમાં થયો છે.
ન ખધુ સમયસાર વૃત્તરે કિંચિદનિ.
અર્થાત્ સમયસારથી મહાન ગ્રંથ જગતમાં કોઈ નથી. કાનજીસ્વામીએ એક એક શબ્દનું ભાવવાહી હૃદ્યસ્પર્શી વિવેચન કરી ૧૯ પ્રવચન કર્યા તથા અંતર્મુખી ચિંતન મનન અનેકવાર કર્યું જેનું ‘પ્રવચન રત્નાકર’માં સંપાદન કર્યું.
જો સમય પાહુડ મિણું પઢિવૂર્ણ અથચ્ચ ઓણાઉ અન્થે ઠાહીદી ચેયા સો હો હી ઉત્તમ ઓકખં. (૪૧૫)
અર્થાત્ સમયપ્રાભૂતને વાંચી અર્થ અને તત્ત્વને જાણી વિષય ભૂત અર્થમાં સ્થાપિત કરે એ ઉત્તમ સુખ પામે.
બનારસદાસજી કહે છે સમયસાર મોક્ષમાં જવાની સીડી છે. જે કર્મરૂપ વિકારનું વમન કરાવના૨ છે.
સુખ એટલે સ્વર્ગ સત્કર્મોથી મળે છે. દુઃખ એટલે નર્ક યાતના એ દુષ્કર્મોથી મળે છે. સ્વર્ગ નરક બધું અહીં જ છે. અને કર્મોનું ફળ પણ આ જન્મે અહીં જ ભોગવવું પડે છે. એ ભેદવિજ્ઞાન દ્વારા સમયસારમાં સમજાવ્યું છે.
૨૫૦૧, મોન્ટ્રીયલ ટાવર, ૨૫મે માળે, શાસ્ત્રીનગર, લોખંડવાલા કોમ્પલેક્ષ, અધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬ ૩. Mobile : 9920116032