________________
૧૪
પ્રબુદ્ધ વન
શ્રી સમવસરણ
નવેમ્બર ૨૦૧૦
-રૂપા મધુ શાહ
(વિદુષી લેખિકા બેંક ઓફ બરોડાના મુખ્ય પ્રબંધક હતા. જૈન ધર્મના તત્ત્વજ્ઞ પંડિત કિરણભાઈ પારેખનું શિષ્યત્વ એઓશ્રીને પ્રાપ્ત કર્યું છે. વર્તમાનમાં એઓ અધ્યયન, અધ્યાપન અને સાધનાના માર્ગે છે. તે ચઉત્તીર્સ અઈાય જુના અરૂ મહાપાઝિર કય સોહા । નિશ્ચયરા ગય મોહા ઝાએ અલ્લા પરેશ II શ્રી નવસ્મરણમાંના ૪થા સ્મરણ ‘તિજયપર્હુત્ત”ની આ ધ્યાન ગાથા છે. સ્તોત્રના રચયિતા શ્રી નન્નસૂરિ જણાવે છે કે ૩૪ અતિશય વર્ક યુક્ત, અષ્ટ મહાપ્રાતિહાર્યો વડે શોભાયમાન, ગયા છે મોહાદિ કર્મો જેમના એવા તીર્થંકરોનું પ્રયત્નપૂર્વક ધ્યાન કરવું. આ ગાથામાં તીર્થંકર ભગવંતના રૂપસ્ય ધ્યાનની સંપૂર્ણ પ્રક્રિયા છે. ધ્યાન માટે પરમ ઉપયોગી ૧. ૩૪ અતિશયો, ૨. ૮ મહાપ્રાતિહાર્યો અને ૩. ભગવંતની નિર્મોહ અવસ્થા છે. અનંત ઉપકારી, અનંતજ્ઞાની તીર્થંકર ભગવંતો પોતાના અંતિમ ભવમાં એક અદ્ભુત સાધના કરે છે. ઘાતી કર્મો જે આત્માના પરિણામોને આવરે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય તે કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી કૈવલ્ય પ્રાપ્તિની સાધના. આ સાધના તીર્થંકરો બે પ્રયોજનથી કરે છે. એક તો પોતાના આત્માને પરમાત્મા બનાવવા અને બીજું જગતના જીવોને મોક્ષમાર્ગની પ્રરૂપણા કરવા. આ ગુણને ‘માર્ગદેશક્તા' કહે છે. તીર્થંકરોના અનંતગુણો પૈકી આ ગુણ ચઢી જાય છે અને તેથી જ કદાચ અરિહંતનું લક્ષ્ય સિદ્ધ હોવા છતાં તેમને અધાતી કર્મો બાકી હોવા છતાં તેમનું સ્થાન નમસ્કાર મહામંત્રમાં સિદ્ધ ભગવંત કરતાં આગવું છે. કૈવલ્ય પ્રાપ્તિ બાદ તરત જ તીર્થંકરને ૧૨ ગુા પ્રગટ થાય તે જ ભગવંતને ઓળખવાના તે સાધનો છે. જે સમયે કેવલ્પ ઉત્પન્ન થાય તે જ સમયે આગલા ત્રીજા ભવમાં નિકાચિત કરેલું તીર્થંકર નામકર્મ ઉદવાવલિમાં આવે છે તે જ સમયે ૬૪ ઈન્દ્રોના આસનો કંપાયમાન થાય છે. આનંદીત મનવાળા ઈન્દ્રો પરિવાર સાથે કૈવલ્યના સ્થાને પધારે છે અને તે દેવતાઓ સમવસરણ નામની ધર્મસભાની રચના કરે છે. ભક્તામર સ્તોત્રમાં શ્રી માનતુંગ સૂરિ જણાવે છે કે
ઈત્યં યથા તવ વિભુતિરભુજજિનેન્દ્ર ધર્મોપદેશ ન વિધો ન તથા પરસ્થ યાદક પ્રભા દિનકૃત પ્રહતાન્ધકારા તાદક કુતો ગ્રહગણય ન વિકાસિનેપિ ।।
કે જિનેન્દ્ર! ધર્મ ઉપદેશ વખતે તમારા જેવી ધર્મસભા અન્ય કોઈ દેવોની નથી. જેમ અંધકારનો નાશ કરનાર સૂર્ય જેવી પ્રભા સામાન્ય ગ્રહગણની ક્યાંથી હોય?' તીર્થંકરને જે ૧૨ ગુણ પ્રગટ થાય છે તેમાં જ મહા અતિશયો-પૂજાતિશય, વચનાનાિશય, જ્ઞાનાતિશય અને અપાયાપગમાતિશય છે અને ૮ મહાપ્રાતિહાર્યોછે અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, આસન, ભામંડળ દેવદુભિ અને છત્ર છે. ૪ અતિશોમાં ૪૩૪ પેટાઅતિશયો સમાઈ જાય છે. ૩૪ અતિશયોમાં પ્રથમ ૪ અતિશયો ભગવંતને
જન્મથી હોય, ૧૧ અતિશયો કર્મક્ષયથી પ્રાપ્ત થાય અને ૧૯ દેવકૃત અનિર્યો દેવતાએ અત્યંત ભક્તિ વર્ડ કર્યા હોય. અતિશય એટલે આશ્ચર્યો - Wondermeats જેના કારણે અરિહંત દેવ જગતના જીવો કરતાં ચઢિયાતા હોય. દેવકૃત અતિશષ્ઠ પૂજાતિશયમાં સમાઈ જાય. વચનને લગતા અતિશયો વચનાતિશયમાં. ભગવંતની દેશના-વચનના સાનિધ્ય જે જીવોના સંશય સમવસરણમાં દૂર થાય તે જ્ઞાનાનાિશયમાં સમાય અને કર્મક્ષયથી ઉત્પન્ન થયેલા સર્વ અતિશયો અપાયાપગમાતિશયમાં સમાઈ જાય છે. દેવરાજ ઈન્દ્રે ભગવંતની સેવામાં નિયુક્ત કરેલ દેવોને પ્રતિહાર કહેવાય અને આ પ્રતિહારો ભગવંતની ભક્તિ નિમિત્તે જે અદ્ભુત રચનાઓ કરે તેને પ્રાતિહાર્યો કહેવાય. જે સ્વામી પાસે લઈ જાય તે સેવક. તે જગતના જીવોને આ પ્રાતિહાર્યો જોતાં જ પ્રતીતિ થાય કે અહીં ક્યાંક ત્રિભુવન રાજરાજેશ્વર અરિહંત દેવ ઉપસ્થિત છે. પ્રાતિહાર્યો પ્રકૃતિના ગુણો છે પરંતુ તેને તીર્થંકરના ગુણોમાં ખતવવામાં આવે છે. કારણ આ પ્રાતિહાર્યોની રચના ૧૪ સામાન્ય દેવ તીર્થંકરની હાજરીમાં કરી શકે પણ કોટિ દેવી મળે અને તીર્થંકર હાજર ન હોય તો કાંઈ જ ન કરી શકે, આ અતિશયોને પ્રાતિહાર્યો તીર્થંકર ભગવંતનું ઐશ્ચર્ય છે જે સમવસરણમાં નિહાળવા મળે છે. આ ઐશ્વર્યના દર્શન માત્રથી જીવ સમ્યક્ત્વ પામે, નિર્મળ બને. અન્ય ઈન્દ્રો, ઉપેન્દ્રો અને ચક્રવર્તીના ઐશ્વર્યથી આવું કંઈ જ ન બને. દેવો સમવસરણની રચના આ પ્રકારે કરે છે.
૧ યોજન પ્રમાણ ભૂમિમાંથી વાયુકુમાર દેવો સંવર્તક નામનો વાયુ વિકુર્તી કચરો દૂર કરી ભૂમિને શુદ્ધ કરે છે. મેઘકુમાર દેવો આ ભૂમિ ઉપર સુગંધી જલની મંદ મંદ વૃષ્ટિ કરે છે. ત્યારબાદ વ્યંતરદેવો ભૂમિથી લગભગ સવાકોષ ઊંચું સુવર્ણ રત્ન અને મિશનું પીઠ બનાવે છે. દેવતાઓ આ ભૂમિમાં ઢીંચણ સુધી દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરે છે. તે પછી ભુવનપતિ દેવતાઓ ભૂમિથી ૧૦ હજાર પગથિયા ઊંચો ચાંદીનો પ્રાકાર (ગઢ) બનાવે છે. ૧-૧ પગથિયું ૧ હાથ ઊંચું ને ૧ હાથ પહોળું હોય છે. આ ગઢની ભીંતો ઉપર સુવર્ણના કાંગરા હોય છે. ગઢને ૪ રત્નના દરવાજા હોય. દરેક ઉપર સુંદર પૂતળીઓ, ધ્વજવાળી પતાકા, સુંદર તોરણો ને શણગાર હોય. અષ્ટમંગલ ફૂલની માળા હોય અને ધૂપદાનીઓ હોય છે જ્યાંથી દિવ્ય સુગંધવાળો ધૂપ વિસ્તાર પામે છે. આ ગઢને પૂર્વ દ્વારે તુંબરુ નામનો દેવ પરમાત્માને આવકારવા ઊભો હોય છે. કારણ ભગવાન પૂર્વ દ્વારેથી ઉપર ચઢે છે. આ ગઢમાં સમવસરણમાં આવતા જતા દેવોને મનુષ્યોના વાહનો મૂકવામાં આવે છે. તેના ખૂર્ણ ખૂણે