________________
આંક્ટોબર ૨૦૧૦
પ્રબુદ્ધ જીવન
સાંપ્રતવિધાનો આગવો પરિસંવાદ અજાણી દિશામાં વિલ આગેક્ય
ઘડૉ. નલિની દેસાઈ
(ડૉ. નલિની દેસાઈ અમદાવાદની એપ કે. આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપિકા છે અને આત્મકથા અને હાજરી સાહહત્ય ઉપર એઓએ શોધનિબંધ લખ્યો છે. ઈન્સ્ટીટ્યૂટ ઑફ જૈનોલોજી (લંડન-અમદાવાદ) અને ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ (પુર્ણ)ના સંયુક્ત ઉપક્રમે ‘હસ્તપ્રતવિદ્યા' વિશે ત્રિદિવસીય રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ અમદાવાદના ગુજરાત વિશ્વકોશ ભવનના શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહમાં યોજાઈ ગયો. આ સેમિનાર એક જુદી જ ભાત ઉપસાવી ગર્યો. એમાં આશરે ૨૩૦ જેટલા અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો.
૧૯
ગોપાલક્રિષ્ણને સંસ્થાઓ વચ્ચે પરસ્પર આદાન-પ્રદાનની આ ઘટના અંગે આનંદ પ્રગટ કર્યો. ડૉ. મૈત્રેયી દેશપાંડેએ કહ્યું કે, મહાભારત ઉપરના ગ્રંથો પ્રકાશિત કરવાનું ઐતિહાસિક કાર્ય આ સંસ્થાએ કર્યું છે. એમણે ભાંડારકર ઇન્સ્ટીટ્યૂટમાં સ્નાતક અને અનુસ્નાતક વિભાગમાં શું-શું કાર્ય થાય છે તેની વિગતે માહિતી આપી. પી. વી. કાર્ટો દ્વારા લિખિત ‘હિસ્ટરી આંફ ધર્મશાસ્ત્ર' પણ તેમનું મહત્ત્વનું પ્રકાશન છે. ડૉ. મૈત્રેયી દેશપાંડેએ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટમાં રહેલી જેન હસ્તપ્રતો વિશે વિગતે છણાવટ કરી.
કાર્યક્રમનો પ્રારંભ સરસ્વતી-વંદનાથી થયો. ત્યાર પછી નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટોલોજી વિભાગના ડાયરેક્ટર પ્રો. દીપ્તિ ત્રિપાઠીએ દીપપ્રાગટ્ય કરીને પરિસંવાદનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન બેઠકમાં પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ ઈન્સ્ટીટ્યૂટ ઑફ જૈનોલોજી પ્રવૃત્તિનો વિગતે ખ્યાલ આપ્યો. ગુજરાત વિશ્વકોશના ટ્રસ્ટી ડૉ. ધીરુભાઈ ઠાકર, ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટના ડૉ. મૈત્રેયી દેશપાંડે, નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટોલોજીના પૂર્વ ડાયરેક્ટર ડાં, સુધા ગોપાલક્રિષ્ણન તેમજ શ્રી શ્રીયકભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભમાં પ્રો. દીપ્તિ ત્રિપાઠીએ હસ્તપ્રત વિશે વિગતે અને અહિંસાની વાત વિશ્લેષણ સાથે કરી તેમણે પ્રશ્નવ્યાકરણ'ના
વાત કરતાં કહ્યું.
હસ્તપ્રતનું શું મહત્ત્વ છે તે આપણને બહુ મોડું સમજાયું છે. આપણને એ નથી સમજાતું કે આ આપણી ધરોહર કેટલી બધી મૂલ્યવાન છે. આપણી પાસે હીરા પડ્યા છે, મોતી પડ્યા છે, પણ કિંમત આપણને ખબર નથી. કિંમત એટલા માટે નથી કે આપણું માનસ પુરાતનપંથી છે. રાષ્ટ્રીય હસ્તપ્રતસંસ્થાની સ્થાપનાનું કારણ જનજાગરણ હોઈ શકે. તેમણે એમ કહ્યું કે જનજાગરણ તો પછી, વિદ્યાગરણની આવશ્યકતા છે. હસ્તપ્રત વિશે કેટલીક ભ્રાંતિઓ પ્રવર્તે છે. હસ્તપ્રત માત્ર શાસ્ત્રના વિષયનું જ આલેખન નથી કરતી, પણ એ ઈતિહાસ સાથે પણ સંકળાયેલી છે. હસ્તપ્રત સંસ્કૃતિ સાથે પણ સંકળાયેલી છે. હસ્તપ્રત કોઈ એક ભાષામાં, કોઈ એક લિપિમાં, કોઈ એક સ્થાન ૫૨, કોઈ એક સમયમાં થયેલી નથી. હસ્તપ્રતનો અર્થ થાય છે આપણા દેશનો છેલ્લા પાંચ હજાર વર્ષનો ઈતિહાસ. હસ્તપ્રત કોઈ વસ્તુ ઉપર લખેલી હોય છે. કાગળ, તાડપત્ર, ભૂર્જપત્ર, કપડાં, રેશમ કાપડ, સુતરાઉ કાપડ આ બધાં ઉપર હસ્તપ્રત લખેલી જોવા મળે છે.
જૈન વિશ્વભારતી, લાડનૂ (રાજસ્થાન)માં સંશોધનકાર્ય કરતાં ડૉ. જગતરામ ભટ્ટાચાર્યે ‘પ્રશ્નવ્યાકરણ સંપાદનના કેટલાક પ્રશ્નો' એ વિશે વક્તવ્ય આપતાં કહ્યું, ‘પ્રશ્નવ્યાકરણ એ જૈન આગમ સાહિત્યનો વિષય છે. જૈન આગમોની સંખ્યા ઘણી મોટી છે. એમાં પણ ઘણા મતમતાંતર છે. પ્રશ્નવ્યાકરણ જે પુસ્તક રૂપે ઉપલબ્ધ થાય છે તેમાં બે બાબત છે. એક તો કર્મના આશ્રવની વાત છે. એમાં જ્યોતિષ અને મંત્ર-તંત્રના વિષ્ણુ છે. આગોમાં હિંસા
પ્રકરણો વિશે કહ્યું કે, એમાં પાંચ પ્રકારની અહિંસાની વાત કરી છે, તેને ભગવતી એવું નામ આપવામાં આવ્યું છે.
એલ. ડી. ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડોલોજીના નિયામક ડૉ. જિતેન્દ્ર શાહ જૈન આગમ ગ્રંથોના સંશોધન-સંપાદન વિશે વાત કરી. જૈન આગમ આખું જૈન સાહિત્ય, જૈન વિદ્યા અને જૈન શાસ્ત્રનો મૂળ સ્રોત છે. સાહિત્યની રચના ઘણાં વર્ષોથી થતી આવી છે. એટલા માટે જૈન આગમનું સંશોધન, સંપાદન ઘણું આવશ્યક છે. આ કાર્ય અત્યંત જટિલ અને દુષ્કર છે. આગમ ઉપર ટીકા લખનાર આચાર્ય અભયદેવસૂરિ નવાંગી ટીકા માટે પ્રસિદ્ધ છે. જેમણે નવ આગમોની બહુ વિસ્તૃત ટીકા લખવાની શરૂઆત કરી, ત્યારે તેમની સામે અનેક પ્રશ્નો ખડા થયા હતા. એનું બયાન આપતાં કહે છે કે અમારી પાસે કેટલી બધી વાચના છે, પુસ્તકો અશુદ્ધ છે, સૂત્ર અતિ ગંભીર છે અને ઘણાબધા મતભેદો છે. આગમના સંશોધનની આવશ્યકતા એટલા માટે છે કે તેમાં ઘણીબધી અશુદ્ધિઓ છે. મૂળ પાઠ મળી જાય તો સંશોધન માટે તે ઘણું આવશ્યક છે.
પુર્ણ યુનિવર્સિટીના અધ્યાપિકા ડૉ. નલિની જોશીએ હસ્તપ્રત
નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટના પૂર્વ ડાયરેક્ટર ડૉ. સુધા સંપાદનમાં પડતી મુશ્કેલીઓની વાત ઉદાહરણો સહિત સમજાવી.