________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦
બાદ ગોવાળ તરીકે ઉછ્યું, આઠ વર્ષની ઉંમરે ઢોર ચરાવવા જંગલમાં જતો. એક તહેવારના દિવસે સંગમ ગામમાં ઘરે-ઘરે દૂધની ખીર બનતાં જોઈને ઘરે આવીને પોતાની માતાને ખીર બનાવી આપવા વિનવે છે. આવી બેહુદી માંગણીથી મા બહુ ચિંતિત બને છે કારણ તેની પાસે ખીર માટે દૂધ કે ખાંડ હતા નહિ, પાડોશીના સહકારથી દૂધ અને ખાંડ માંગી લાવીને દૂધની ખીર બનાવે છે. માતા બહાર જાય છે અને બાળક સંગમ ખીર ખાવાની તૈયારી કરે છે ત્યાં જ માસ-ભ્રમણના તપસ્વી એક મુનિ આવે છે. મહાત્માને દેખી સંગમનું હૃદય નાચી ઊઠે છે અને વિચારે છે અહો! મારું સદ્ભાગ્ય આજે તો મારે ત્યાં ચિત્ત, વિત્ત અને પાત્રનો ત્રિવેણી સંગમ થયો છે અને વાદળ વિનાની વૃષ્ટિ થઈ છે. આ પ્રમાણે આનંદિત થયેલા સંગમે નિષ્કામ ભાવે મુનિને બધી ખીર વહોરાવી દીધી મુનિ ધર્મ લાભ કહીને ચાલ્યા ગયા. મા ઘરે આવે છે અને વાત જાણે છે. મા ફરીથી ખીર બનાવી આપે છે. પ્રથમ વાર જ દૂધની ખીર જોઈને બાળક સંગમ બધી ખીર આરોગી જાય છે. પ્રથમવાર ખીર ખાવાથી તે પચી નહિ અને પેટમાં દર્દ ઉપડતા પોતાનું મૃત્યુ નજીક દેખાયું છતાં પણ ખીર-દાનની અનુોદના કરતા કરતા બાળક સંગમ મૃત્યુ પામ્યો.
પ્રબુદ્ધ જીવન
૨. આ જ મગધ દેશના પાટનગર રાજગૃહી નગરીમાં રાજા શ્રેણિકનું રાજ્ય હતું અને ચેણા રાજાની પટ્ટરાણી હતા. અભયકુમાર મહામંત્રી હતા. તે નગરમાં ગોભદ્ર નામના એક શેઠ હતા અને ભદ્રા નામની તેમની શેઠાણી હતા. ભદ્રા શેઠાણીની કુતિએ આ સંગમ અવતર્યો. આ બાળક ગર્ભમાં હતો ત્યારે ભદ્રા માતાએ શાલિ (ચોખા)ના ખેતરને સ્વપ્નમાં જોયું તેથી બાળકનું નામ શાલિભદ્ર પાડ્યું. પિતાએ યુવાન પુત્રને બત્રીસ શ્રેષ્ઠ પુત્રીઓ સાથે પરણાવ્યો. દિવસ કે રાતની ખબર પડે નહિ તેવા સુખમાં શાલિભદ્રનો સંસાર પસાર થવા લાગ્યો.
૩. એક શુભ દિવસે ગોભદ્ર શેઠ વૈરાગ્યની વિચારધારામાં ચઢી પુત્રને ગૃહભાર સોંપી સંયમ લેવા ઉત્સુક બને છે. તે જ સમયે પ્રભુ મહાવીર રાજગૃહી નગરીમાં પધારે છે. ગોભદ્ર શેઠને તો જોઈતું હતું તે સામેથી મળ્યું. વૈભારગિરિ ઉપર પરિવાર સાથે પ્રભુની દેશના સાંભળી વૈરાગ્યના રંગે રંગાયેલા પત્ની અને પુત્રની પરવાનગી મેળવી સંયમના સંગાથી બનવા ઉત્સુક બન્યા અને ચર્ચાના અંતે દીક્ષા ગ્રહણ કરી. સંયમ જીવનની સુંદર આરાધના કરી અનશનપૂર્વક કાળધર્મ પામ્યા. અને ગોભદ્ર શેઠને અવધિજ્ઞાનના ઉપયોગથી પૂર્વભવની જાણ થાય છે. અને પુત્ર ઉપર વાત્સલ્ય ભાવનો ધોધ વહેવા લાગે છે.
ગોભદ્ર શેઠ દરરોજ આભૂષો, વસ્ત્રો, કલ્પવૃક્ષોના ફૂલની માળાઓ તથા ચંદનાદિના વિલોપનો વગેરેની ૯૯ પેટીઓ
૫૫
શાલિભદ્રને ત્યાં દેવલોકમાંથી ઉતારવા લાગ્યો. શાલિભદ્ર પા દરરોજ નવા વસ્ત્રો પહેરી, અલંકારો પહેરી વિલોપનો લગાવી પોતાની બત્રીસ પત્નીઓ સાથે દિવ્ડ સુખ માણવા લાગ્યો.
૪. એક સમયે રાજગૃહી નગરીમાં રત્ન કંબલ વેચનારા કેટલાક વેપારીઓ આવ્યા અને રાજા શ્રેણિકના મહેલમાં જઈને તે કંબલ ખરીદવા કહેવા લાગ્યા. શ્રેણિક મહારાજાએ કંબલનું મૂલ્ય પૂછતા વેપારીએ કહ્યું આ કંબલનું મૂલ્ય એક લાખ સોનામહોર છે. શ્રેણિક મહારાજાએ આ મૂલ્યવાન કંબલો ખરીદવાની અશક્તિ બતાવી. તેથી વેપારીઓ શાલિભદ્રને બંગલે જાય છે. અને ભદ્રા માતાને આ રત્ન કંબો ખરીદવા કહ્યું. ભદ્રા શેઠાણીએ પોતાની બત્રીસ પુત્રવધૂઓ માટે બત્રીસ કંબલની માંગણી કરી પરંતુ આ વેપારીઓ પાસે માત્ર આઠ કંબલ જ હતી. ભદ્રાએ આ આઠે કંબલ ખરીદી લીધી અને દરેક કંબલના ચાર-ચાર ટૂકડા કરી દરેક ટૂકડો પગ લૂંછવાના રુમાલ તરીકે આપી દીધો. પ્રેશિક મહારાજાની મહારાણી ચેલ્લણાએ જ્યારે આ વાત સાંભળી ત્યારે રાજાને ગમે તેમ થાય તો પણ પોતાને એક કંબલ અપાવવા કહ્યું. તુરત જ શ્રેણિક રાજાએ વેપારીઓને બોલાવવા માણસ મોકલ્યો. વેપારીએ તો બધા કંબલ ભદ્રા શેઠાણીને વેચી દીધા હતા.
રાણીના મુખે શાલિભદ્રની પ્રશંસા સાંભળી રાજા શ્રેશિક આ શાલિભદ્રને પોતાના બંગલે મળવા બોલાવે છે. ભદ્રા શેઠાણી કી છે, ‘મારો પુત્ર બહાર નીળતો નથી. બગીચામાં પણ જતો નથી. જો આપ મળવા માંગતા હો તો મારે બંગલે પધારો.' રાજા શ્રેણિક શાલીભદ્રના બંગલે જાય છે. શેઠાણીએ ભવ્ય સ્વાગત કર્યું. અને ભદ્રા માતા શાલીભદ્રને બોલાવવા ઉપર ગઈ અને કહ્યું, 'બેટા, નીચે આવ, શ્રેણિક મળવા આવ્યા છે.' શાલિભદ્ર જવાબ આપે છેઃ ‘મારે નીચે આવી શું કામ છે યોગ્ય કિંમત આપી કરીયાણું ખરીદી લ્યો.' (શ્રેણિક નામનું કરીયાણું આવે છે), ભદ્રા શેઠાણી કહે છે, 'બેટા, આ કરીયાણું નથી. આ તો આપણા નગરના માલિક છે.'
માતાની આ વાત સાંભળી શાલીભદ્ર આશ્ચર્ય પામે છે અને વિચારે છે શું મારા ઉપર હજુ કોઈ માલિક છે? જો ત્રણ ભુવનના નાથ વિદ્યમાન હોય તો નાથ બનવાની કોઈને શી જરૂર?
માલિક શબ્દથી જ શાલીભદ્રના હૃદયમાં ચિનગારી ચંપાઈ ગઈ. રાજાને મળવા નીચે ઉતર્યો પણ મન માનતું નથી, અતિશય રૂપવાન અને સૌભાગ્યવાન શાલિભદ્રને જોઈને શ્રેણિક રાજાને સંતોષ થયો.
શાલિભદ્રનો વૈભવ વર્ણવતી બીજી એક ઘટના બને છે.
ભદ્રા શેઠાણીના આગ્રહથી શ્રેણિક મહારાજ મહેલમાં સ્નાન કરે છે તેવા સમયે તેમની આંગળીમાંથી અંગુઠી-વીંટી ઉડીને બાજુના ફૂવામાં જઈ પડે છે. રાજા નિરાશ થાય છે ત્યારે શેઠાણીએ કૂવાનું બધું પાણી બહાર ફેંકાવી કૂવો ખાલી કરાવ્યો. શ્રેણિક રાજા ખાલી