________________
૨૮
પ્રબુદ્ધ જીવન
જ એનો મૂળ સ્વભાવ છે. સાચી તૃપ્તિ ઈન્દ્રિયોને વિષયભોગથી રોકવામાં જ છે. શુભાશુભ કલ્પના માત્ર જ છે. જ્યારે મન રાગી હોય ત્યારે વિષય પ્રિય લાગે છે, અને જ્યારે મન દ્વેષી હોય ત્યારે અપ્રિય લાગે છે. ઈન્દ્રિયજન્ય સુખ સ્યાથી નથી, અનિત્ય અને ક્ષણિક છે.
ઈષ્ટ લાગતા વિષયોમાં ઈન્દ્રિયો પ્રવર્ત થાય છે, અને અનિષ્ટ લાગતા વિષયોમાં ઈન્દ્રિયો નિવર્ત થાય છે. આ ઈન્દ્રિયોની પ્રવૃત્તિ અને નિવૃત્તિ પાછળ અગ્ર દોરી સંચાર મનની કલ્પનાઓનો હોય છે.
શ્રુતધર મહર્ષિએ આ ગહન વાતોનો માત્ર મનુષ્યને જ એની બૌદ્ધિક યોગ્યતા જોઈને તત્ત્વોપદેશ આપી શકાય. જેની બુદ્ધિ નિર્મળ, શુદ્ધ, સૂક્ષ્મધારદાર બની વિવેકથી સુશોભિતે એવા જીવોને
જ ઉપદેશ આપી શકાય. આના માટે હવે આત્મ નિરીક્ષણની આવશ્યકતા છે. મનની પરીણતા અને પરીણામોને ઓળખતા કોઈ વિષય ખરાબ નથી, પ્રિય કે અપ્રિય નથી. બધા રાગ-દ્વેષના બેલ છે. વિશ્વમાં ઈષ્ટ કે અનિષ્ટ, પ્રિય કે અપ્રિયની કલ્પનાઓ વાત્માઓના રાગ-દ્વેષમાંથી જન્મે છે.
ઈન્દ્રિયોના જે વિષયમાં રાગ-દ્વેષયુક્ત જીવ શુભ કે અશુભ ચિત્ત પરિણામ સ્થાપિત કરે છે, તે ચિત પરિણામ કર્મબંધનું કારણ બને છે. સમગ્ર સંસારમાં રહેલા અનંતોઅનંત જીવાત્માઓના સુખ અને દુઃખનો આધાર આ કર્મબંધ છે. કર્મોને બાંધનાર અને ભોગવનાર જીવ જ છે. જે સુખ અને દુઃખને અનુભવી રહ્યા છીએ એનું કારણ પૂર્વ ઉપાર્જીત કર્મોના પ્રભાવથી ઉત્પન્ન પુછ્યોદય અને પાર્વોદયનો હૃદય છે. ચિત પરિણામ કર્મબંધનો અસાધારણ કારણે છે. મનના વિચારો જ કર્મબંધના મુખ્ય હેતુ બને છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના અસંખ્ય વિષયોમાંથી ગમે તે વિષયમાં તમે રાગી બનો–આ વસ્તુ સારી છે, ગમે છે, આ વસ્તુ સારી નથી એ પ્રમાણે રાગી-દ્વેષી બન્યા એટલે કર્મોએ આવર્ત કર્યા સમજો. વિચાર કરવાની
સાથે જ કર્મો હાજર. રાગી કે દ્વેષી જીવોના ઈષ્ટ કે અનિષ્ટ વિષય કર્મબંધના અસાધારણ કારણ બને છે. રાગ અને દ્વેષથી સ્નિગ્ધ કર્મો આત્માને ચોંટે છે. ચૌદ રાજલોકમાં જ્યાં-જ્યાં જીવો છે ત્યાં સર્વત્ર કાર્યણ્ય વર્ગણાના પુદ્ગલો રહેલાં જ છે. જે વિષયિક વિચારો કરે, વ્યક્ત કે અવ્યક્ત, તુરંત જ કર્મો આત્માને ચોંટે છે. આત્માના અસંખ્ય પ્રદેશો રાગ-દ્વેષની ચીકાસથી ખરડાયેલા છે. એ કાર્મણ્ય વર્ગણાના પુદ્ગલો આત્માને ચોંટે તે પછી એ પુદ્ગલો, આઠ કર્મોરૂપે પરિણમી જાય છે.
ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦
નથી હોતું. એ તો ત્યારે માથા પછાડે છે જ્યારે કર્મો ઉદયમાં આવીને ઘોર ત્રાસ આપે છે. ભયંકર, શારીરિક અને માનસિક વેદનાઓ મળે છે. આવા રાગ અને દ્વેષ, મોહનીય-મિથ્યાત્વ અને અવિરતી, પ્રમાદસહિત યોગી (મન-વચન-કાયા)ને અનુસરીને કર્મ ગ્રહણ કરે છે. રાગ-દ્વેષથી કર્મબંધ થાય છે, પરંતુ સહયોગી એ પ્રમાદગ્રસ્ત મન, વચન, કાયાના યોગો હોય છે, માટે કર્મબંધ થાય છે. એવી જ રીતે કાર્યો, મિથ્યાત્વ અને અવિરતીથી કર્મબંધ થાય છે. પરંતુ પ્રમત્ત યોગના સહયોગ હોય તો જ, સ્વતંત્ર રીતે નહીં. કર્મનો વિકાર સંસાર છે. સંસારના કારણે દુઃખ છે. માટે રાગ-દ્વેષ વગેરે જ ભવપરંપરાનું મૂળ છે. કર્મોએ જ આત્માની સ્વભાવદશાને આવર્ત કરેલ છે. સંસારમાં ક્યાંય શુદ્ધ અને શાશ્વત સુખ છે જ નહીં.
પ્રતિક્ષણ, પ્રતિસમય આત્મા સાથે કર્મ પુદ્ગલો ચોંટે છે. અનંત અનંત પુદ્ગલીના ઢગલા આત્મપ્રદેશમાં ખડકાઈ જાય છે, પરંતુ રાગ-દ્વેષથી મૂઢ બનેલા જીવાત્માને આ સૂક્ષ્મ પ્રક્રિયાનું જ જ્ઞાન
રાગ-દ્વેષના તાણાવાણાથી ગૂંથાયેલી આ જાળ કેવી રીતે ગૂંથાય છે અને કેવી રીતે તૂટે છે એ જાણવું ખૂબ આવશ્યક છે. આત્મામાં આ જાળને છેદવાનો ઉત્સાહ જન્મે છે અને મુક્ત થઈ અનંતજ્ઞાન આકાશમાં મુક્ત મને ઉડવાને હૃદયમાં તલસાટ જાગે છે. એવા જીવાત્માઓનું સમગ્ર વ્યક્તિત્વ ગ્રંથકારે અહીં બતાવ્યું છે. મોહજાળનો વિચ્છેદ કરનાર આત્મા પ્રમાદ કે ભયથી બેસી ના ઓ. એવા માણસોની વાતો આ જીવાત્મા કાન પર ધરતા નથી.
જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, તપ, સ્વાધ્યાય અને ધ્યાનથી યુક્ત ભગવાન મહાવીરે ત્રણ પ્રકારના તત્ત્વો બતાવ્યા છે-હેય, ગેય અને
ઉપાદેય. જ્ઞાન વિના ધ્યાન નહીં અને ધ્યાન વિના કેવળજ્ઞાન નહીં. અત્યંત વિશુદ્ધ આત્મા શુકલ ધ્યાનમાં પ્રવેશે છે.
રાગજન્ય આનંદ કરતા વૈરાગ્ય આનંદ દીર્ઘજીવી, પરિશુદ્ધ અને પુણ્યબંધક હોય છે. સિદ્ધાંતોમાં ભાવના જ્ઞાનની ગુણવત્તાને જનારા હોય છે.
જ્ઞાન ત્રણ પ્રકારના છે. (૧) શ્રુતજ્ઞાન (૨) ચિંતાજ્ઞાન (૩) ભાવેશાન. ચુતજ્ઞાન-આગમસૂર્ગોના અર્થ ચઢયા કરી એમની સ્મૃતિના ભંડારામાં ભરવું. ચિંતાજ્ઞાન-સ્મૃતિના ભંડારોમાં ભરેલા સિદ્ધાંતોના જ્ઞાનને લય અને પ્રમાણથી કસીને બુદ્ધિગમ્ય કરવાં. ભાવજ્ઞાન-બુદ્ધિગમ્ય કરેલ સિદ્ધાંતોને આત્મસાત્ કરી અને પરમાર્થના પ્રકાશ પામવા. ભાવના જ્ઞાનથી વિનય પ્રગટે છે. સંસારસુખના રાગથી સંસારનો દ્વેષ જન્મે છે. પાંચ ઈન્દ્રિયોના વિષય સુખના ભોગ-ઉપભોગનું પરિણામ ત્રાસ અને વિડંબનાઓ મળે છે. સ્વહિતાર્થે મોક્ષસુખમાં મનથી રમણ કરનારાને મોક્ષમાર્ગનું જ્ઞાન જોઈએ. પ્રબળ આકર્ષણ જોઈએ તથા ત્યાં જવાની પૂર્ણ તૈયા૨ી જોઈએ. આત્મસાધક અતિદુર્લભ મળેલા મનુષ્યભવમાં ક્ષણનો પણ વિલંબ કર્યા વગર આત્મસાધના કરી લે છે.
વિષ તો એક જ ભવ ખતમ કરે જ્યારે વિષયો ભવોભવ ભટકાવે,