SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૧૨ કાળ, ભાવ વગેરે બાજુઓ લક્ષમાં રાખીને પણ વિચાર કરવામાં આવેલો છે. સ્કંદકના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને તેને કહ્યું છે કે, લોક સાંત પણ છે, લોક અનંત પણ છે. કાળ અને ભાવથી લોક અનંત છે. અને દ્રવ્ય અને ક્ષેત્રથી લોક સાંત છે. જીવ પણ દ્રવ્ય અને ક્ષેત્રથી સાંત છે અને ભાવ અને કાળથી અનંત છે. પરમાણુને લગતો વિચાર કરતાં દ્રવ્ય દૃષ્ટિનો અને પ્રદેશ દષ્ટિનો ઉપયોગ કરેલો છે. આચારની બાબતમાં સમન્વયની દૃષ્ટિ કેશી અને ગૌતમના સંવાદમાં પ્રસિદ્ધ છે. આચારાંગ સૂત્ર – ડો. પૂર્ણિમા એસ. મહેતા પ્રસ્તાવના આચાર એટલે આચરણ...વ્યવહાર. સમગ્ર વ્યવહા૨ જીવનનો પાયો આચરણ છે. ભારતીય ધર્મ અને દર્શન-ચિંતનમાં આચાર ઉપર ઊંડું ચિંતન કરવામાં આવ્યું છે. મનુસ્મૃતિ ગ્રંથમાં આવા પ્રથમ : કહીને તમામ ધર્મોમાં પણ આચારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કારણ કે સમાજ, જીવન અને રાષ્ટ્રના નિર્માણમાં આચરણનો ફાળો અતિ મહત્ત્વપૂર્ણ છે. ડો. પૂર્ણિમાજોન એસ. મહેતા ગુજરાત વિધાી-અમદાવાદ-ની આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્રના અધ્યક્ષા છે. જૈન ધર્મ ઉપરના પુસ્તકોના કર્તા છે તેમજ પીએચ.ડી.ના વિદ્યાર્થી માટે માર્ગદર્શક છે. અન્ય ધર્મો અને પરંપરાઓ કે દર્શન-તત્ત્વજ્ઞાનની જેમ જૈન પરંપરાએ પણ આચારને ચિંતનનું કેન્દ્ર બનાવ્યું છે. સમગ્ર જૈન ચિંતનના સંગ્રહરુપ જે દ્વાદશાંગી છે ગણિપિટક છે, આગમ શાસ્ત્રો છે એમાં સર્વપ્રથમ સ્થાન આચારને છે. સમસ્ત આગમાંના વિર્યોને અછડતી નજરે જોઈએ તો પણ આચરણ એજ પ્રધાન વિષય અને પ્રસ્તુતિ તરીકે તરી આવે છે. જૈન પરંપરામાં શાસ્ત્રોને આગમ શબ્દની સંજ્ઞા આપવામાં આવી છે. મન ઉપસર્ગ સાથે આાવિાષીય નુ ની ધાતુથી અન્ય પ્રત્યય કરવાથી આગમ શબ્દની ઉત્પત્તિ થાય છે. જૈન પરંપરામાં આગમની વ્યાખ્યા અનેક રીતે કરવામાં આવી છે. આપ્તપુરુષ પોતે જ આગમસ્વરૂપ છે. જેનાથી અર્થનો અવબોધ થાય, જ્ઞાન થાય એ આગમ છે. આપ્તજ્ઞાની પુરુષના વચન એ આગમ છે. આપ્ત પુરુષોની વાણી દ્વારા જે જ્ઞાન ઉત્પન્ન થાય છે એ આગમ ધ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ ઉપસંહાર સંક્ષિપ્તમાં આ ભગવતી સૂત્ર વિષે એટલું લખવાનું મન થાય છે કે આ સૂત્રમાં ચર્ચેલી જીવનશુદ્ધિ, વિશ્વવિચાર, રુઢિચ્છેદ વગેરે મીમાંસા વિષે શું કહેવામાં આવ્યું છે તે આજથી અઢીહજાર વર્ષ પહેલાના સત્યના અને જીવનશુદ્ધિના ઉપાસકોની અગાધ બુદ્ધિ અને શુદ્ધિનું ઊંડાણ બતાવવાને પૂરતું છે. *** સંદર્ભ : (૧) ઓરીજીનલ શ્રીમદ્ ભગવતી સૂત્ર : પં. ભગવાનદાસ દોશી (૨) વ્યાખ્યાનો ઃ લબ્ધિસૂરિજી. (૩) વ્યાખ્યાનો : ધર્મસૂરિજી ૯૪, લાવણ્ય સોસાયટી, વાસણા, અમદાવાદ-૩૮૦૦૦૭. ફોનઃ (૦૭૯)૨૬૬૦૪૫૯૦/૨૬૬૧૨૮૬૦ આપ્ત પુરુષોની વ્યાખ્યા કરતા સ્યાદ્વાદમંજરી નામના ગ્રંથમાં આચાર્ય મધ્ધિષણ કહે છે કે જેમના રાગ-દ્વેષ અને મોહનો એકાંતે અને સર્વથા ક્ષય થયો હોય તે આપ્યું છે, કે આવા આપ્તજનોની વાણી એજ આગમ છે. જોકે આપ્તજનોની શ્રેણિમાં તીર્થંકર, ગણધર, ચતુર્દશપૂર્વધર અને પ્રત્યેક બુદ્ધનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગમ એજ શ્રુત છે, સમયજ્ઞાન છે. આચાર્ય ઉમાસ્વાતિએ પણ આગમ શબ્દને ધૃતના પર્યાયવાચી તરીકે સ્વીકાર્યો છે. ૧૦ જૈન પરંપરામાં આગોની સંખ્યા અંગે વિવિધ માન્યતાઓ પ્રવર્તિ રહી છે. સામાન્યતયા જૈન આગમ ૪૬ ગ્રંથોમાં પ્રસરેલું હતું, જે અંગ અને ઉપાંગ સાહિત્ય તરીકે પ્રસિદ્ધ છે. બીજા અર્થમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય રૂપે સુપ્રતિષ્ઠિત છે. વર્તમાનમાં ૪૫ આગો પ્રચલિત છે.૬ ૧૨ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પ્રકીર્ણક, ૬ છંદસૂત્ર અને ૬ મૂળ સૂત્ર, આમાં ૧૨ અંગોમાંનો ૧૨મો દૃષ્ટિવાદ નામનો અંગ લુપ્ત છે, નષ્ટ છે માટે ૧૧ અંગોની ગણના પ્રસિદ્ધ થઈ છે. ૧૧ અંગોના નામ આ પ્રમાણે છે. ૧. આચારાંગ, ૨. સૂયગડાંગ, ૩. ઠાણાંગ, ૪. સમવાયાંગ, ૫. વ્યાખ્યાપ્રશપ્તિ, ૬. જ્ઞાતાધર્મકથા, ૭. ઉપાસક દશા, ૮. અંતકૃત દશા, ૯. અનુત્તરોપપાતિક દશા, ૧૦. પ્રશ્નવ્યાકરણ, ૧૧. વિપાક સૂત્ર એક રસપ્રદ વાત એ છે કે આ બાર અંગો જેને દ્વાદશાંગીના નામે જાણવામાં આવે છે એના આધારે શ્રુતપુરુષ-આગમ પુરુષની કલ્પના પણ કરવામાં આવી છે. શ્રુતપુરુષના ૧૨ અંગો આ ૧૩ પ્રમાણે છે. ૧ મસ્તક (માથુ), ૧ ગ્રીવા (ગરદન), ૨ બાહુ, ૧ પેટ, ૨ સાથળ, ૨ જાંઘ, ૧ પીઠ અને ૨ પગ.
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy