SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ ૧૧ પર વ્યાખ્યાન સંગ્રહો તૈયાર કર્યા છે. કહેવાનું એ છે કે ભગવાન મહાવીર અને બુદ્ધ એ બંન્નેએ પોતાનાં પંડિત ભગવાનદાસ હરખચંદ દોશી પણ ભગવતી સૂત્રના પ્રવચનોમાં જ્ઞાન અને ક્રિયાને એકસરખું સ્થાન આપેલું છે. અનુવાદક અને સંશોધક છે. ભગવાન, ગૌતમને કહે છે કે તે ગૌતમ! હાથી અને થવો એ ભગવતી સૂત્રના વચનામૃતના નમૂના આ પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના અર્થોનું જ્ઞાનામૃતપાન, આત્માની સ્વાભાવિક એવી જે અજરામર અવસ્થા, તેને પ્રાપ્ત કરાવનાર છે. મુક્તિગામી આત્માઓ જ આનું શ્રવણ ભાવપૂર્વક કરી શકે છે. પ્રબુદ્ધ જીવન મહા વિરાગી અને મહા ત્યાગી એવા પરમ ઉપકારી આચાર્ય ભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા સઘળાય ભગવાન શ્રી જિનેશ્વરદેવીની પ્રયત્નપૂર્વક સ્તવના કરતાં, એ તારકોને શુદ્ધ ભાવથી ઉલ્લાસપૂર્વક નમસ્કાર કરતાં, એ તારકોને માટે પંદર વિશેષણોનો ઉપયોગ કરે છે; અને એમ ભગવાનના ગુણોની સ્તવના કરવાની સાથે, આપણને પણ એ તારકોની ઓળખ કરાવે છે. એક સ્થળે ભગવાનને તેમના મુખ્ય શિષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમે પૂછ્યું કે, ગુણવંત શ્રમણ ના બ્રાહ્મણોની સેવાથી શું લાભ થાય છે? ભગવાને જણાવ્યું કે હે ગૌતમ ! તેમની સેવા કરવાથી આર્ય પુરુષોએ કહેલાં વચનો સાંભળવાનો લાભ થાય છે અને તેથી તેને સાંભળનારને પોતાની સ્થિતિનું ભાન થાય છે, ભાન થવાથી વિવેક પ્રાપ્ત થાય છે, વિવેકી થવાથી સ્વાર્થીપણું ઓછું થઈ ત્યાગભાવના કેળવાય છે અને તે દ્વારા સંયમ ખીલે છે અને સંયમની ખીલવણીથી દિવસે દિવસે શુદ્ધ તથા તપશ્ચર્યાપરાયણ થાય છે,તપશ્ચર્યાથી મોહમળ દૂર થાય છે અને મોહમળ દૂર થવાથી અજન્મા દશાને પામે છે. એક સ્થળે મંતિપુત્રના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે કે, અનાત્મભાવમાં વર્તતો આત્મા હંમેશાં કંપ્યા કરે છે, ફફડ્યા કરે છે, ક્ષોભ પામ્યા કરે છે અને તેમ કરતો તે હિંસા વગેરે અનેક જાતના આરંભમાં પડે છે. તેના તે આરંભ જીવ માત્રને ત્રાસ ઉપજાવનારા થાય છે. માટે હે મંડિતપુત્ર! આત્માએ આત્મભાવમાં સ્થિર રહેવું જોઈએ અને અનાત્મભાવ તરફ કદી પણ ન જવું જોઈએ. આ જ પ્રમાણે આઠમા શતકના દશમા ઉદ્દેશકમાં ભગવાન કહે છે કે કોઈ મનુષ્ય, માત્ર શ્રુતસંપન્ન હોય પણ શીલસંપન્ન ન હોય તે દેશથી અંશથી વિરાધક છે. જે માત્ર શીલસંપન્ન હોય પણ શ્રુતસંપન્ન ન હોય તે દેશથી આરાધક છે, જે શ્રુત અને શીલ બંનેથી સંપન્ન હોય તે સર્વથી આરાધક છે અને જે બંનેં વિનાનો છે તે સર્વથા વિરાધક છે. આ કથનમાં પ્રજ્ઞા અને આચાર બંને જીવનશુદ્ધિમાં એક સરખાં ઉપયોગી છે એમ ભગવાન બતાવે છે. પ્રજ્ઞા વિનાનો આચાર બંધનરૂપ થાય છે અને આચાર વિનાની પ્રા ઉંચ્યુંખલતા પોષે છે. આ જ કારણથી બુદ્ધ ભગવાને પણ બુદ્ધપદ પામતાં પહેલાં પ્રજ્ઞાપારમિતા, સત્યપારમિતા અને શીલપારમિતા કેળવી હતી. બંનેનો આત્મા એક સરખો છે. એમના એ કથનમાં નાના મોટા દરેક પ્રાણીઓ પ્રત્યે સરખો ભાવ રાખવાનો આપણને સંદેશો મળે છે. ભગવાન મહાવીરે ધ્યેયરૂપ જીવનશુદ્ધિને ધ્યાનમાં રાખીને જ આ સૂત્રમાં સૃષ્ટિવિજ્ઞાનની ચર્ચાઓ અનેક રીતે કરેલી છે. એ બધી ચર્ચાઓ પણ પરંપરાએ જીવનશુદ્ધિની પોષક છે એમાં શક નથી, જો સમજનાર ભગવાનના મર્મને સમજી શકે તો. એક સ્થળે પોતાના શિષ્ય ોહક અણગારને સમજાવતાં ભગવાન કહે છે કે જેમ કૂકડી અને ઈંડું એ બે વચ્ચે ક્યું કાર્ય અને ક્યું કારણ એવો ક્રમવાળો વિભાગ થઈ શકતો નથી પણ બન્નેને શાશ્વત માનવા પડે છે, તેમ લોક, અલક, જીવ, અજીવ વગેરે ભાવોને પણ શાશ્વત માનવાના છે. એ બે વચ્ચે કશો કાર્યકારણનો ક્રમ નથી. ભાષા-શબ્દ સ્વરુપની ચર્ચા કરતાં શબ્દોની ઉત્પત્તિ, શબ્દોનો આકાર, બોલાયેલ શબ્દ જ્યાં પર્યવસાન પામે છે તે અને શબ્દના પરમાણુઓ વગેરે વિષે વિસ્તારથી જણાવેલું છે. પન્નવાસૂત્રમાં ભાષાના સ્વરુપને લગતું ભાષાપદ નામનું એક ૧૧મું પ્રકરણ જ છે. વનસ્પતિ વિષે વિચાર કરતાં એક જગ્યાએ તે સૌથી ઓછો આહાર ક્યારે લે છે અને સૌથી વધારે આહાર ક્યારે લે છે? એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને જણાવેલું છે કે પ્રાવૃૠતુમાં એટલે શ્રાવણ અને ભાદરવા મહિનામાં, અને વર્ષાઋતુમાં એટલે આસો અને કારતક માસમાં વનસ્પતિ સૌથી વધારેમાં વધારે આહાર લે છે. અને પછી શરદ, હેમંત અને વસંતૠતુમાં ઓછો ઓછો આહાર લે છે. પણ સૌથી ઓછો આહાર ગ્રીષ્મૠતુમાં લે છે. છઠ્ઠા શતકના સાતમાં ઉદેશકમાં ભગવાનને ગૌતમ પૂછે છે કે હે ભગવાન! કોઠામાં અને ભરેલાં અને ઉપરથી છાણથી લીપેલાં, માટી વગેરેથી ચાંદેલા એવા શાલ, ચોખા, ધઉં તથા જવની ઉગવાની શક્તિ ક્યાં સુધી ટકી રહે ? ઉત્તર આપતાં ભગવાન કહે છે કે હે ગૌતમ! ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે ત્રણ વર્ષ સુધી એ બધાં અનાજની ઉગવાની શક્તિ કાયમ રહી શકે છે. એક સ્થળે પદાર્થોના પરસ્પરના બંધ વિષે કહેતાં ભગવાન મહાવીરે ગૌતમને કહ્યું કે બંધ બે પ્રકારના છે. જે બંધ જીવના પ્રયત્નથી થતો દેખાય છે તે પ્રયોગબંધ કહેવાય છે. જે બંધ જીવના પ્રયત્ન વગર એમને એમ થતો દેખાય ને વીસસાબંધ કહેવાય છે. અનેકાંતદૃષ્ટિ ભગવાને જ્યાં જ્યાં આચાર કે તત્ત્વનું પ્રતિપાદન કરેલું છે ત્યાં તેની બધી અપેક્ષાઓ સાથે વિચાર કરેલો છે એટલે કે કોઈ એક પદાર્થ તેના મૂળ દ્રવ્યની દૃષ્ટિએ અમુક જાતનો હોય છે, તેના પરિણામની દૃષ્ટિએ કોઈ જુદી જાતનો હોય છે. તે જ પ્રમાણે ક્ષેત્ર,
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy