________________
જુન ૨૦૧૦
પ્રબુદ્ધ જીવન
(૮)
રા
.
ભૃણ (અશુદ્ધ) – ભૂણ (શુદ્ધ) અશુદ્ધ ઉચ્ચાર કરવાથી અશુદ્ધ લખીએ છીએ. દ્રષ્ટિ (અશુદ્ધ), દૃષ્ટિ (શુદ્ધ) વાસ્તવમાં ‘દૃષ્ટિ' શબ્દમાં ઋ રહેલો છે, પરંતુ ઉચ્ચારમાં તેનો લોપ કરી દઈએ છીએ (ખરેખર ન કરવો જોઈએ) અને તેથી દ ને બદલે દ્ર બોલીએ છીએ. પછી લખીએ પણ એવું જ ને? જોડાક્ષરોમાં આજુબાજુના અક્ષરના સ્થાન ઊલટસૂલટ થઈ જતાં અશુદ્ધ જોડણી થાય છે. જાન્હવી (અશુદ્ધ) – જાનવી (શુદ્ધ) અગત્સ્ય (અશુદ્ધ) – અગમ્ય (શુદ્ધ) જિલ્લા (અશુદ્ધ) - જિહ્વા (શુદ્ધ) ક્યારેક એક અક્ષર બેવડાવવાને બદલે બીજો બેવડાવીએ
છીએ:
ઉદ્દાત (અશુદ્ધ) – ઉદાત્ત (શુદ્ધ) એક અક્ષર પરનો અનુસ્વાર બીજા પર લગાવી દઈએ છીએ. એકની ટોપી બીજાના માથે ! અત્યજ (અશુદ્ધ) – અંત્યજ (શુદ્ધ)
કંદબ (અશુદ્ધ) –કદંબ (શુદ્ધ) (૧૦) ક્રિયાપદને ‘તા' લાગે તો અનુસ્વાર ક્યારે કરવો અને ક્યારે
નહિ, તેની મૂંઝવણ અનેક મિત્રોને થાય છે. ચાલો, આજે જ એનો ફેંસલો.
આવું ક્રિયારૂપ નામના વિશેષણ તરીકે આવે તો અનુસ્વાર ન કરવો. ક્રિયાના અર્થમાં વધારો કરતું હોય તો અનુસ્વાર કરવો. ઉદા. બોલતા સભ્યોને શાંત કરો. આટલું બોલતાં મીનાને હાંફ ચડી. પહેલા વાક્યમાં “બોલતા' નિરનુસ્વાર છે, કારણ કે એ સભ્યો'નું વિશેષણ છે. કેવા સભ્યો? બોલતા સભ્યો. બીજા વાક્યમાં “બોલતાં' એટલે કે સાનુસ્વાર છે, કારણ કે મીનાને કયારે હાંફ ચડી, એ અર્થમાં (ક્રિયાના અર્થમાં) વધારો કરે છે. હસતા ચહેરા બધાને આકર્ષે..(વિશેષણ) એણે મોટેથી હસતાં મારી સાથે હાથ મિલાવ્યા...(ક્રિયાના અર્થમાં વૃદ્ધિ) અપવાદ : નપું. સંજ્ઞા-બહુવચનમાં આવું ક્રિયારૂપ વિશેષણ તરીકે આવવા છતાં ‘તા” ઉપર અનુસ્વાર આવે. (જુઓ પૂર્વ લેખ-મુદ્દો ૫)
ઉદાહરણ-તૂટતાં ગામડાં દેશનો મોટો પ્રશ્ન છે. (૧૧) સંસ્કૃત-અંગ્રેજી અવતરણો ટાંકતાં ક્યારેક ભૂલો થાય છે,
માતૃવો / પિતૃદેવો / નીવાર્યવો / તિથિવો / મવ: અહીં વિસર્ગવાળું ભવ: અશુદ્ધ છે, મવ જોઈએ. (મૂળ ધાતુ મૂ)
અમારા શહેરમાં એક ટુરિસ્ટ બસના માલિકે પોતાના આકર્ષક વાહન પર શબ્દો ચિતરાવ્યા છેઃ યાત્રીકેવો ભવ: અહીં પણ મવ: નહિ, ભવ જોઈએ. (ક્યારેક બસના માલિકને કહેવાની ઈચ્છા થાય છે કે ભાઈ, તમારા માટે યાત્રી દેવ છે અને યાત્રી માટે તમારો ડ્રાઈવર.) વળી લિપિ બાબત પણ કાળજી રાખવી જોઈએ. ભાષા સંસ્કૃત અને લિપિ ગુજરાતી, એ કજોડું કહેવાય. લિપિ દેવનાગરી રાખીએ તો દેવભાષા સંસ્કૃતને પૂરો ન્યાય આપ્યો કહેવાય. શ્રીકૃM: શરણમ્ મમ્ તેમાં મમ્ નહિ, મમ જોઈએ. અર્થ છે “મારું'. તમૈ શ્રી ગુરવે નમ: આને લગતી એક રમુજ યાદ આવે છે. એક ભાઈએ ગુરવે એમ સાચી જોડણી કરી હતી. મિત્રે ટકોર કરી કે તમે ભૂલથી ૪ ને બદલે ૪ કર્યો છે. પેલા ભાઈએ ઠાવકાઈથી કહ્યું કે સંસ્કૃતમાં ગુરુની ચોથી વિભક્તિ એકવચન ગુરવે થાય છે. * વાળા અંગ્રેજી શબ્દોને ગુજરાતીમાં લખતી વખતે થતી ભૂલો: અશુદ્ધ શુદ્ધ | અશુદ્ધ શુદ્ધ ઝેરોક્ષ ઝેરોક્સ | એક્ષટેન્શન એક્સટેન્શન કૉપ્લેક્ષ કૉપ્લેક્સ | પ્રોક્ષિ પ્રોક્સિ
એટલે કે ષ નહિ, પણ સ કરવો જોઈએ, કારણ કે અંગ્રેજી x = કુ + સ, નહિ કે ક્ + ષ એક અખબારમાં જાહેર ખબર: હાઈવે રોડ ટચ હોટેલ વેચવાની છે. અહીં “રોડ’ શબ્દને લીધે પુનરુક્તિનો દોષ થાય છે; કારણ કે આગળના શબ્દમાં એ અર્થ આવી જ જાય છે. હાઈવે એટલે ધોરી માર્ગ. એક ગુજરાતી પુસ્તકના પ્રારંભમાં સંસ્કૃતમાં વાક્ય છેઃ ગુરુકૃપા હી વર્તમ્ અહીં હી નહિ, હિ જોઈએ, જેનો અર્થ છે, નિઃસંદેહ, નિશ્ચિતપણે, સાચે જ.
માર્ગદર્શન ચાર મુદ્દા સૂચન રૂપે મહત્ત્વના છેઃ (૧) શબ્દકોશનો ઉપયોગ-લખતી વખતે આપણી પેન નિરંકુશ
દોડવા લાગે છે. પછી અકસ્માત થાય જ ને? શબ્દની જોડણી સાચી કરી છે કે નહિ, એ જાતે જ ચકાસવા શબ્દકોશની મદદ લેવી જોઈએ. કેટલાક મોટા શબ્દોમાં બે થી વધારે હ્રસ્વ-દીર્ઘ હોય છે. જેમ કે, જિજીવિષા, બિભીષિકા, વગેરે. ઉપરાંત “સેવાશુશ્રુષા' જેવા સામાસિક શબ્દોમાં શષ-સ નું મિશ્રણ હોય છે. આવા જટિલ શબ્દોની જોડણી લખતી વખતે ચોકસાઈ ખાતર લગભગ બધાએ જોડણીકોશની મદદ લેવી પડે છે. કહેવાય છે કે ટીવીએ આખું વિશ્વ આપણા દિવાનખાનામાં લાવી દીધું છે, પણ મિત્રો, કબાટમાં મૂકેલો