________________
૧૬
પ્રબુદ્ધ જીવન
જુન ૨૦૧૦
(૪).
રુએ છે ધાતુનાં પ્રેરક રૂપોમાં ‘વો’ અને ‘વે' કરવું. જેમ કે, (૧) તમે એની પાસે વધુ કપડાં ન ધોવડાવો.
એ રોજ રામુ પાસે કાચનાં બારી બારણાં ધોવડાવે છે. (૨) તમે જોશ જોવડાવો ત્યાં સુધી હું બે રોટલી કરી લઉં. વિદેશ જવાની ઘેલછામાં એ અવારનવાર જો શ
જોવડાવે છે. બહેન, વહાલું, મહોરું વગેરે જોડાક્ષરી શબ્દોઅશુદ્ધ છે. વાસ્તવમાં પહેલો વ્યંજન અકારાન્ત (સ્વરયુક્ત) હોવો જોઈએ. એટલે શુદ્ધ શબ્દો આમ બનશે: બહેન, વહાલું, મહોરું. અમુક શબ્દોમાં ‘હની હાજરી બિનજરૂરી હોય છે, ત્યાં તેને પ્રેમથી “આવજો' કહી દેવું જોઈએ. હારું, હારું, હાનું (અશુદ્ધ) મારું, તારું, નાનું (શુદ્ધ). ક્રિયાપદમાં ‘ય’ અને ‘ઈ’ની કરામત જાણવી રસપ્રદ થઈ પડશે. (ક) સમય બદલાય તેમ વ્યક્તિએ પરિવર્તન અપનાવવું રહ્યું. (ખ) સમય બદલાઈ ગયો છે, ભાઈ મારા. ઉપર (ક)માં “બદલાય' મુખ્ય ક્રિયાપદ છે. (ખ)માં પૂરક ક્રિયાપદ “ગયો’ ઉમેરાયું હોવાથી “બદલાઈ” કરવું પડે છે. કર્મણિ પ્રયોગમાં કાળ અનુસારે ઈ-નો ભેદ: (ક) એમના વડે હંમેશાં વિદેશી વસ્તુઓ વપરાય છે. (વર્તમાનકાળ) (ખ) ગયા વર્ષે એમના વડે કેટલી વિદેશી વસ્તુઓ વપરાઈ? (ભૂતકાળ) ઉપર (ક)માં “વપરાય’, જ્યારે (ખ)માં “વપરાઈ' ક્રિયાપદ છે. જો કે પુલિંગ-નપુસંકલિંગ સંજ્ઞા હોય તો (ખ) લાગુ પડતું નથી, જેમ કે એમના વડે વિદેશી માલ વપરાયો. (પુ.) એમના વડે વિદેશી વિમાન વપરાયું. (નપુ.) પૂર્વ લેખમાં સંધિની વાત કરી હતી. તેમાં વધુ ઊંડે ડૂબકી મારીએ. (મોતી મળે તો ઠીક !) પુનરોક્તિ, અત્યાધિક, રવિન્દ્ર, લોકેષણા, નિરોગ, સિંધોર્મિ-આ તમામ સંધિશબ્દો ખોટા છે. સાચા આમ બનશે: પુનઃ + ઉક્તિ = પુનર્ + ઉક્તિ = પુનરુક્તિ અતિ +અધિક=અત્+ ઈ + અધિક =અત્+ યૂ+ અધિક = અત્યધિક (ઈ)નો યુ થાય છે. રવિ+ઈન્દ્ર =રવીન્દ્ર (ઈ4ઈ=ઈ) લોક+એષણા=લો કેષણા (અ+એ=એ)
નિઃ+રોગ=નિરોગ-નીરોગ (નિયમ છે કે વિસર્ગનો ૨ થયા પછી બાજુનો શબ્દ ૨ થી શરૂ થતો હોય તો પહેલો રુ દૂર થાય છે અને તેનો પૂર્વ હૃસ્વ સ્વર દીર્ઘ થઈ જાય છે.) સિંધુ+ઊર્મિકસિંધૂર્મિ (ઉ+ઊ=ઊ)
તમે કહેશો, સંધિની કડાકૂટમાં કોણ પડે? એ તો વ્યાકરણના અભ્યાસીનું કામ. મિત્રો, સંધિની જાણકારી શબ્દનો અર્થ સ્પષ્ટ કરવામાં મદદરૂપ થાય છે. પરિણામે શબ્દનું માધુર્ય માણી શકાય છે. છાંદોગ્ય ઉપનિષદનું સારરૂપ વાક્ય છેઃ તત્ત્વમસિ પહેલી નજરે આ એક જ શબ્દ લાગે છે, પણ તે ૩ પદોની સંધિથી બનેલું વાક્ય છેઃ તત્ત્વમસિઅર્થાત્ ‘તે (બ્રહ્મ) તું જ છે.” આવો સુંદર અર્થ સ્કુટ થતાં આપણને
કેટલો આનંદ થાય છે! (૬) હલન્ત ચિહ્નનો મુદ્દો આગળ લંબાવીએ. નેવું ટકાથી પણ
વધારે લોકો વર, માન આવી ખોટી જોડણી કરે છે. સાચી જોડણી છે–વરદ, માનદ, સમાસને અંતે આવતા ‘દ'નો અર્થ છે “આપનારું.” વરદ=વરદાન આપનારું, માનદ=સન્માન આપનારું. બીજો અર્થ છે ‘નિર્વેતન” (ઓનરરિ), ધનજ=ધન આપનારું, અન્નદ અન્ન આપનારું. અનલદ=અનલ (અગ્નિ) આપનારું, સુખદ=સુખ આપનારું. અમારા વિસ્તારમાં એક બંગલાનું નામ ‘વરદ' (સાચી જોડણી) જ્યારે જ્યારે જોઉં છું, ત્યારે ત્યારે હું હરખાઉં છું. નતુ મસ્તકે, આપનો અનિલ. આપને શત્ શત્ પ્રણામ. અહીં ત્રણે – અશુદ્ધ છે, એટલે કે ‘ત’ આખો જોઈએહલત્ત ચિહ્ન વગરનો. અંતે તુ હોય તેવા તત્સમ શબ્દો સ્વતંત્ર રીતે આવે ત્યારે યથાવત્ રહે છે, પણ એમના પછી “જ' આવે તો હલન્ત ચિહ્ન દૂર કરવું. દા. ત. – (ક) હું કવચિત્ મયૂરને ઘેર જઉં છું. હું કવચિત જ મયૂરને ઘેર જઉં છું. (ખ) મનુએ પૂછ્યું, શું આમ બનશે એવું તને લાગે છે?” કનુએ કહ્યું, ‘અર્થાત જ.” (નિઃસંદેહ આમ બનશે.) રુરૂ થી બનતા યુક્તાક્ષર અને ઋ થી બનતા યુક્તાક્ષર વચ્ચેનો ભેદ સમજી લેવો જરૂરી છે.
+=કૃ (ઉદા. કૃપા) કુરુ કુ (ઉદા. ક્રુધિત અથવા કુદ્ધ) કરૂ=# (ઉદા. ક્ર) ઉપરોક્ત ભેદ ધ્યાનમાં નહિ રાખવાથી આપણે કેટલીક ભૂલો કરીએ છીએ:શૃંગાર (અશુદ્ધ) – શૃંગાર (શુદ્ધ) શું ખલા-શૃંખલા (બંને અશુદ્ધ) -શૃંખલા (શુદ્ધ)
(૫).