SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન મે ૨૦૧૦ જૈન પારિભાષિક શબ્દકોશ, a ડૉ. જિતેન્દ્ર બી. શાહ (એપ્રિલ ૨૦૧૦ના અંકથી આગળ) ૬૨૨. નારાજ છ પ્રકારના સંઘયણમાં નારાજ ત્રીજું સંઘયણ. छ प्रकार के संहनन में नाराच तीसरा संहनन। Out of the six types of Samhanana Naraca is third type of Samhanana. ૬૨૩. નાશ નષ્ટ થવું. નષ્ટ હોના Destruction. ૬૨૪. નિઃશલ્ય જે શલ્યરહિત હોય તે નિઃશલ્ય. जो शल्यरहित है वो निःशल्य। Spiritual enjoyment. ૬૨૫. નિઃશીલત્વ જે શીલથી રહિત છે તે નિઃશીલતવ. जो शील से रहित होना है वो नि:शीलत्व। To be devoid of sila. ૬૨૬. નિઃશ્રેયસ આધ્યાત્મિક સુખનું સાધન. आध्यात्मिक सुख का साधन । Spiritual enjoyment. ૬૨૭. નિઃશ્વાસ બહાર કાઢવામાં આવતો શ્વાસ. बहार निकाला जानेवाला वायु। Out-breath. ૬૨૮. નિ:શ્વાસવાયુ પ્રાણ. आत्मा द्वारा उदर से बाहर निकाला जानेवाला वायु (प्राण)। Prana-that is, out-breath which is soul expels outwards from the abdomen ૬૨૯. નિઃસૃતાવગ્રહ : સંપૂર્ણ રીતે આવિર્ભત પુદ્ગલોનું ગ્રહણ. सम्पूर्णतया आविर्भूत पुद्गलों का ग्रहण 'नि:सृतावग्रह' है। That grasping a thing as mixed with alien properties is nisrita-grasping avagraha. ૬૩૦. નિકાય અમુક સમુહ એટલે જાતિ. समूह विशेष या जाति को निकाय कहते है। Group of species. ૬૩૧. નિક્ષેપ ન્યાય વિભાગ न्याय विभाग। Manner of positing. ૬૩૨. નિગોદશરીર સૂક્ષ્મ શરીર सूक्ष्म शरीर। One common body inhabited by ananta jivas. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. મો. નં. ૦૯૮૨૫૮૦૦૧૨૬ (વધુ આવતા અંકે) હોંગકોંગના બંદરે રવીન્દ્રનાથને સખત મજૂરી કરતા ચીની કામદારો જોવા મળ્યા. જરાય ચરબી વગરનાં કસાયેલાં એમનાં શરીર તડકામાં ચમકતાં હતાં. તેમના સુદૃઢ-સ્નાયુબદ્ધ શરીરમાંથી અનેરું સૌદર્ય પ્રગટતું હતું. રવીન્દ્રનાથને લાગ્યું કે વ્યવસ્થિત રૂપે થતો પરિશ્રમ માનવદેહને અનોખી આભા આપે છે. ચીની શ્રમિકોની લયબદ્ધ કામગીરી જોઈ રવીન્દ્રનાથે લખ્યું, ‘વાજિંત્રમાંથી નર્તન કરતો સૂર વહે તેમ શ્રમિકોના શરીરમાંથી થનગન કરતો પરિશ્રમ સહજ રીતે વહી રહ્યો હતો. સ્ત્રીઓનું સૌદર્ય પણ આ પુરુષોના સૌદર્યની બરાબરી ન કરી શકે, કારણ કે પુરુષોના શરીરમાં બળ અને લાવણ્યની પૂર્ણ સમતુલા હોય છે. આ ગુણોની આવી સમતુલા સ્ત્રીઓને મળી નથી.’ ચીની પ્રજાનાં શરીરબળ અને કાર્યકોશલ તથા તેમનામાં જોવા મળતો કામ કરવાનો આનંદ નિહાળી રવીન્દ્રનાથ ખાસ્સા પ્રભાવિત થયા. તેમણે ભવિષ્યવાણી ભાખી: ‘પ્રજાના આ ગુણોમાં જ્યારે આધુનિક વિજ્ઞાનના આશીર્વાદ ભળશે ત્યારે આ પ્રજાના સામર્થ્યને કોઈ પડકારી નહીં શકે. ”
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy