________________
૨૨
બંને ઝડપથી ચાલતા હતા, ત્યાં રીંછ સાથેની ‘યુદ્ધભૂમિ’ આવી. ચંદ્રના પ્રકાશમાં આશ્રય આપનારા વૃક્ષની ઊંચી ડાળે કંઈક માખીઓ જેવું ઊડતું હતું, એ તરફ જગતે સહેજ ઊભા રહીને ધ્યાનપૂર્વક જોયું. ભીખો અકળાયો. અને થયું કે હવે જલ્દી ઘરે પહોંચવાનું છે, ત્યાં વળી આ નવી પંચાત શાની? એણે વૃક્ષની ઊંચી ડાળને એક ધ્યાને જોતા જગતને જરા ઢંઢોળ્યો, એટલે જગત બોલી ઊઠ્યો,
પ્રબુદ્ધ જીવન
‘હા, મારા મનમાં પણ સવાલ હતો. એ વાત ઘોળાતી હતી કે ન જાણ, ન પિછાન! આ રીંછ સાથે આપણે કોઈ સંબંધ નહોતો, છતાં આપણે જે ઝાડ પર ચઢીને બેઠા હતા, એ જ ઝાડને એણે કેમ પસંદ કર્યું?'
ભીખા, આ રીંછ આ ઝાડ પર કેમ ચઢ્યું એનું કારણ તું જાણે ઊંઘ આવી ગઈ. છે ? આખરે એનો ભેદ ખૂલી ગયો.’
બસ, હવે એનો તાળો મળી ગયો. ઝાડની ઊંચી ડાળી પર જરા ધ્યાનથી જોઈશ એટલે ખ્યાલ આવી જશે. એના પર મધપૂડો છે અને આ રીંછભાઈ મધના ભારે શોખીન હોય છે. એ રોજ અહીં આ મધનો
ચટાકો કરવા આવતા હશે.’
ભીખાએ કહ્યું, ‘પણ મધમાખીઓ એને હેરાન પરેશાન ન કરે. એના ડંખ તો બહુ કાતિલ હોય છે અને જો બધી મધમાખી એકસામટી તૂટી પડે, તો ભલભલા આદમીને પણ ફોલીને ખાઈ જાય. ભીખાએ મધમાખી વિશેનું ઊંડું જ્ઞાન પ્રગટ કર્યું અને એ જગતને બતાવવા ચાહતો હતો કે એને પણ પશુ-પંખીની ઘણી બાબતોની જાણકારી
છે.
જગત બોલ્યો, ‘તારી વાત સાવ સાચી; પરંતુ મધમાખીનો ડર આપણને લાગે, રીંછને નહીં. રીંછના શરીર પર જથ્થાબંધ ઘાટા કાળા રંગના જાડા વાળ હોય છે એટલે માખી એને ડંખ મારી ન શકે, આપણા ગામનો ગબલો પણ વાળનો કામળો ઓઢીને આખા ને આખા મધપૂડા ઉપાડી લાવે છે, એ તે નથી જોયું ? રીંછને તો ભગવાને જ કામળાની ગરજ સારે એવા વાળ આપ્યા છે.’
ભીખાએ કહ્યું, ‘દોસ્ત! હવે આ રીંછપુરાણ બંધ કરીશ ? એ તો એ ક્યારનુંય મરી ગયું; પરંતુ હજી તારા મનમાંથી ગયું નથી. જો રાત વીતતી જાય છે અને ઘેર મોડા પડ્યા તો આપણું આવી બનશે એટલે ચર્ચા કરવાનું છોડીને ઝડપથી દોડીએ
૨૦૧૦
દોડતા જાય અને હાંફતા જાય. નવું ચેતન આવ્યું હોય એમ લાગ્યું. એનું એક કારણ એ કે રીંછના રામ રમાડી દીધા હતા અને બીજું કારણ એ કે અંતે ઘડિયાળ લઈને પાછા આવ્યા.
રાતના આકાશમાં હરણી
(મૃગશીર્ષ, આકાશમાં ઊગતું નક્ષત્ર) થોડે દૂર હતી. બંને મિત્રો
ભીખાના મનમાં તો કોઈ સામ્રાજ્ય પર વિજય મેળવ્યો હોય એવો
ભાવ રમતો હતો. બંને ઘેર પહોંચ્યા અને ચૂપચાપ પરસાળ(ઓસરી)માં પડેલા ખાટલા પર ઊંધી ગયા. થાક એવો લાગ્યો હતો કે ખૂબ ઘેરી
સવાર પડી, સૂર્યનારાયણ પણ ક્ષિતિજથી ઊંચે આવી ગયા, ત્યારે ગોઠિયા નારણે આવીને બંનેને ઢંઢોળ્યા. એમને જગાડવાનું કારણ એ કે નારણ પોતે એક રોમહર્ષક સમાચાર લઈને આવ્યો હતો. એને સનસનાટીપૂર્ણ સમાચારો દોડી દોડીને સોને પહોંચાડવાનો શોખ હતો. બંનેને ભર ઊંઘમાંથી ઢંઢોળ્યા અને હજી એ આંખો ચોળીને પુરા જાગ્રત થાય, તે પહેલાં ના૨ણે એમને સમાચાર આપ્યા.
‘અલ્યા ઊંઘણશીઓ ! ક્યાં સુધી ઊંઘશો? અમે પેલા ગોઝારા (હત્યારા) કુવે જઈએ છીએ. શેરસિંહ ફોજદારે ભારે બહાદુરીથી એક રીંછને માર્યું છે. ચાલો જોવું હોય તો અમારી સાથે. બહાદુરી શી ચીજ છે એનો ખ્યાલ આવશે.'
શેરસિંહ ફોજદારને વળી રીંછ ક્યાંથી મળ્યું ? કેવી રીતે એમને એનો ભેંટ થયો? આ અંગે તો નારણે ગામમાં ફેલાયેલી વાત કરી એટલે જગત અને ભીખાને ખાતરી થઈ ગઈ કે આ આપણે મારેલું રીંછ જ શેરસિંહ ફોજદારે ફરી માર્યું. વાહ, બાપુની તે કેવી મર્દાનગી! જીવતાને મારનારા બહાદુર કહેવાય; પરંતુ મરેલાને મારનારા તો આપણા એકલા શેરિસંહ ફોજદાર જ. જગતથી પુછાઈ ગયું, 'અરે નારણ! આ ફોજદાર સાહેબે મરેલા રીંછને માર્યું છે કે જીવતાને.’
‘મરેલાને મારવામાં શી મર્દાઈ? તમે બંને સાવ ગાંડા થઈ ગયા છો. આખું ગામ આ જોવા જાય છે. હું પણ ચાલ્યો અને તમારે આવવું હોય તો ચાલો.'
વિશ્વના દેશોને જોડનારા કેન્દ્ર તરીકે શાંતિનિકેતનને ઉપસાવવું એવી રોમાંચક કલ્પના, અમેરિકા હતા ત્યારે, રવીન્દ્રનાથને આવી હતી ૧૯૧૬ના આક્ટોબરનો એ સમય, રીન્દ્રનાથ દક્ષિણ કેલિફોર્નિયામાં હતા. એક સવારે ફરવાનો મુડ થઈ આવ્યો. લોસ એન્જેલસ નજીકના
|
દરિયાકિનારે ટહેલવા નીકળી પડ્યા. પાછા ફરતાં રસ્તામાં ફળોની મનોહર વાળ પર નજર પડી રવીન્દ્રનાથ ઊભા રહી ગયા. અંતરાનાં વૃક્ષોની સુગંધી ાતાવરણ તરબતર હતું, સ્ત્રીન્દ્રનાથને ધ્યાન ધરવાનું મન થઈ આવ્યું. વૃક્ષોની ઝાડી વચ્ચે હરિયાળીમાં રવીન્દ્રનાથ ધ્યાનમાં બેસી ગયા. તે વખતે યંતિનિકેતનને વિશ્વવિધાલય બનાવવાનો વિચાર કર્જા,
શાંતિનિકેતન કલકત્તાની ઉત્તર-પશ્ચિમ ૧૬૦ ૩.મી જેટલું દૂર છે. નકનું સ્ટેશન બોલપુર છે. બોલપુરથી શાંતિનિકેતન ત્રણેક કિ.મી. છે.
આટલું કહીને નારણ પોતાના બીજા મિત્રો સાથે શેરસિંહ બાપુની બહાદુરી નજરોનજર જોવા ગયું. શેરસિંહ બાપુ ગામ વચ્ચે ચોરે બેસી મૂછોની વળ ચઢાવી કહેતા હતા,
‘અરે! સવારે પાસેના ગામથી
પાછો આવતો હતો અને સામે આ રીંછ મળ્યું. જોતજોતામાં એના રામ રમાડી દીધા. ભાઈ, આવા જબરા રીંછને મારવું એ કંઈ છોકરાના ખેલ
નથી.'