SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રબુદ્ધ જીવન મે, ૨૦૦૯ સેવા અને સમર્પણની જંગમ વિધાપીઠ: રવિશંકર મહારાજ શાંતિલાલ ગઢિયા (પૂ. રવિશંકર મહારાજની ૧૨૫મી જન્મ જ્યંતી પ્રસંગે માની આ ભાવાંજલિ પૂજ્ય રવિશંકર મહારાજ જેવા સેવાભાવી સંતો ભારતની ધરતી ઉપર જન્મ ધારણ કરતા રહે તો ભારતનું ભાવિ ઉજળું જ ઉજળું છે.) મુશ્કેલીથી કિનારા તરફ આવતા હતા. રવિશંકર ખૂબ થાકી ગયા હતા. પાણીનો પ્રવાહ જોરમાં હતો. મિત્ર મદદે આવ્યો. બંનેએ મળીને સાધુને બહાર કાઢ્યો. અંગ્રેજીમાં ઉક્તિ છેઃ Example is better than precept. અર્થાત્ ઉપદેશ આપવા કરતાં જાતે આચરણનો દાખલો બેસાડવો ઉત્તમ છે. રવિશંકરમાં આ સૂત્ર પૂર્ણપણે વણાયેલું જોવા મળે છે. એક દિવસ તેઓ અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા ઊભા હતા. તેમને બોરીઆવી જવું હતું. ટ્રેન આવવાની તૈયારી હતી અને એનાઉન્સમેન્ટ થઈ કે અમુક પ્લેટફોર્મને બદલે અમુક પ્લેટફોર્મ પર ટ્રેન આવશે. એક સ્ત્રી નાના બાળકને તેડીને હાંફળીફાંફળી દોડતી હતી. માથા પર સામાન હતો. દૂરથી એક માણસ મોટેથી બોલ્યો, ‘અરે, આને કોઈ મદદ કરો!' રવિશંકર તરત જ સ્ત્રી પાસે ગયા, સામાન ઊંચકી લીધો અને નિયત પ્લેટફોર્મ પર લઈ જઈ ટ્રેનમાં બેસાડી. પછી રવિશંકરે પેલા માણસને પૂછ્યું, ‘તમે બીજાને સૂચના આપી, પણ જાતે મદદ કરવા કેમ તૈયાર ન થયા ત્યારે પેલાનો જવાબ સાંભળી રવિશંકર દંગ થઈ ગયા. ?’ મારો ધર્મસંપ્રદાય કોઈ બાઈમાણસને અડવાની ના પાડે છે! 'જો ઈશ્વર અદલાબદલી કરવા દે અને તમે ઉદાર થઈ જાવ તો જરૂર તમારી સાથે અદલાબદલી કરું.' આ શબ્દો છે ગાંધીજીએ રવિશંકર મહારાજને ઉદ્દેશીને લખેલા પત્રના. સ્વામી આનંદ (૧૮૮૭-૧૯૭૬) મનની વાત અહોભાવથી કહેતાં એક જગાએ લખે છેઃ ‘હું તો રોજ સવાર-સાંજ માળા પ્રાર્થના વખતે પુણ્યશ્તોજો નતો રાના પુણ્યશ્તોજો યુધિષ્ઠિર: સાથે જ પૂજ્ય રવિશંકર મહારાજનું નામ પણ આધુનિક પુણ્યશ્લોકોમાં આજે વરસોથી લઉં છું. શ્લોક શબ્દ જોડે છૂટ લઈને કહું તો પુણ્યશ્લોક એટલે પુણ્યનો પહાડ.’ કેવો હશે એ મૂઠી ઊંચેરો માનવ કે જેની ખુદ ગાંધીજી મીઠી ઈર્ષ્યા કરે અને સ્વામી આનંદ ઈશ-પ્રાર્થનામાં જેની વિભુતાનો ગુણાનુવાદ કરે! ગુજરાતના ખેડા જિલ્લામાં માતર તાલુકો છે. ત્યાંનું રહે ગામ રવિશંકરનું જન્મસ્થળ, મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ એમનું વતન. તા. ૨૪-૨-૧૮૮૪, સં. ૧૯૪૦ મહાશિવરાત્રીના દિવસે માતા નાથીબાની કૂખે રવિશંકર શિવરામ વ્યાસનો જન્મ થયો. આગળ જતાં તેઓ રવિશંકર મહારાજ કહેવાયા. નાથીબા અભણ હતાં, પણ એમના ધર્મસંસ્કાર ઊંડા હતા. રવિશંકરને આ સંસ્કાર વારસામાં મળ્યા હતા. પિતાજી શિવરામ શિક્ષક હતા. તેઓ સારી ટેવોની કેળવણી પર ભાર મૂકતા. રવિશંકરનું જીવન ઉત્તમ બને તેની તેઓ કાળજી રાખતા. શિવરામ શિસ્તના આગ્રહી છતાં વિદ્યાર્થીવત્સલ હતા. તેમને સાધુસંન્યાસીનો સત્સંગ ગમતો. કોઈ પણ અઘરું કામ કષ્ટદાયક ન લાગે એ રીતે કરવાની તાલીમ રવિશંકરને પિતાજી પાસેથી મળી હતી. રવિશંકર ૧૯ વર્ષના હતા અને પિતાજી પ્લેગના રોગથી અવસાન પામ્યા. ચારેક વર્ષ પછી માતુશ્રીને પણ એ જ રોગ ગ્રસી ગયો. રવિશંકરનો અભ્યાસ ફક્ત પ્રાથમિક ૬ ધોરણ સુધીનો. ‘હું તો ભઈલા, અભણ ગામડિયો છું', એમ તેઓ નમ્રતાથી કહેતા. જો કે એમની જીવનદૃષ્ટિ અને અનુભવજ્ઞાન ગહન હતા. રવિશંકરમાં ત્રણ મુખ્ય ગુણો હતાઃ સાહસ, નિર્ભયતા અને પીડિતો પ્રત્યે અનુકંપા. રમતો રમવી, વૃક્ષો પર કૂદાકૂદ કરવી, દૂર દૂર ખેતરોમાં રખડવું અને નદીમાં તરવું, એમની ગમતી પ્રવૃત્તિઓ હતી. રવિશંકર તરણવિદ્યાનો ઉપયોગ અન્યની પ્રાણરક્ષા માટે પણ કરતા. એક દિવસ સરસવણી ગામમાં રવિશંક૨ મિત્ર સાથે નદીએથી પાછા ફરતા હતા. એવામાં લોકોની બૂમ સાંભળી કે કોઈ માણસ પાણીમાં તણાયો છે. અમદાવાદથી આવેલો કોઈ સાધુ હતો. રવિશંકરે એ તરફ દોટ મૂકી. એક સ્ત્રીએ સોગંદ ખાઈને રવિશંકરને પાણીમાં ન પડવાની વિનંતી કરી. રખે ને રવિશંકર ડૂબી જાય! પણ રવિશંકર એમ કાંઈ માર્ગે ? એમણે તો ઝંપલાવ્યું, સાધુને બોચીએથી પકડ્યો. રવિશંકરના લગ્ન ૨૧ વર્ષની ઉંમરે બોરસદ તાલુકાના નાપા ગામની કન્યા સૂરજબા સાથે થયા. સૂરજબાનું ભણતર નહિવત્. પ્રાથમિક બેએક ધોરણ સુધીનું. સ્વભાવે પરગજુ. રવિશંકરનો પરિવાર એટલું સ્પષ્ટપણું બતાવે છે કે વ્યક્તિની મહાનતાનો માપદંડ ઔપચારિક શિક્ષણ (Formal Education) નહિ, પણ જીવનલી કેળવણી છે. દંપતીને ચાર સંતાન માગત, મહાલક્ષ્મી, વિષ્ણુ અને લલિતા. રવિશંકર સરસવાણીની શાળામાં અભ્યાસ કરતા હતા તે ગાળામાં નાગરદાસ સાહેબની અસર તેમના પર ઘણી હતી. નાગરદાસ નિષ્ઠાવાન ને સૌજન્યશીલ શિક્ષક હતા. શાળા છોડ્યા બાદ રવિશંકરને છોટાલાલ કવિનો પરિચય થયો. કવિ આર્યસમાજી હતા. વીસ વર્ષના યુવાન રવિશંકર છોટાલાલના ધર્મજ્ઞાનથી આકર્ષાયા. મહર્ષિ દયાનંદ સરસ્વતી વિષે જાણ્યું, આર્યસમાજના ધર્મગ્રંથ ‘સત્યાર્થ પ્રકાશ'થી પણ પ્રભાવિત થયા. રવિશંકર યજમાનવૃત્તિ કરતા. ખેતી પણ કરતા. હવે આ કાર્યોમાંથી એમનો રસ ઓછો થવા લાગ્યો. બીજી બાજુ દેશમાં ચાલતી રાષ્ટ્રીય લડત તરફ તેમનું ધ્યાન ગયું અને અંતરમાં દેશપ્રેમની જ્યોત પ્રગટી. છોટાલાલ કવિ સાથે વડોદરા આવવાનું બન્યું ત્યારે કવિએ મોહનલાલ કામેશ્વર પંડ્યાનો પરિચય કરાવ્યો. પંડ્યાજીના સંપર્ક પછી રવિશંકરને ગાંધીજીના દર્શન કરવાની તાલાવેલી લાગી. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા બાદ અમદાવાદમાં
SR No.525994
Book TitlePrabuddha Jivan 2009 Year 19 Ank 01 to 12 - Ank 03 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages320
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy