SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ મે, ૨૦૦૯ કોચરબ આશ્રમમાં સ્થાયી થયા હતા. અહીં રવિશંકરને પહેલી વખત ગાંધીજીના દર્શન થયાં. તેઓ મુગ્ધભાવે ગાંધીવાણીનું અમૃતપાન કરી ધન્ય બની ગયા. ગાંધીજીના વ્યક્તિત્વની એમના પર અદ્ભુત અસર થઈ. એ દિવસ હતો વિ. સં. ૧૯૭૨, કારતક સુદ ૧૫. પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રનો જન્મદિન. રવિશંકર છિપિયલ (તા. કપડવંજ)ના બે સાથીદારો સાથે અહીં આવ્યા હતા. એક રૂમમાં નાના બિછાના પર વિનોબા ભાવે (૧૮૯૫૧૯૮૨) બેઠા હતા. તેમને ગાંધીજી માની ત્રણે જણા પગે લાગ્યા. કોઈ કશું બોલ્યું નહિ, એવામાં કેટલીક વ્યક્તિઓ વાત કરતી ત્યાં આવી. એમના બોલવા પરથી યુવા મિત્રોને ખ્યાલ આવ્યો કે આમાંના એક ગાંધીજી છે. રવિશંકર અને સાથીઓ શરમના માર્યા મૌન રહ્યા. ગાંધીજીને મળવા માટે ત્રણેક કલાક પ્રતીક્ષા કરવી પડી. ખાવાપીવાની ચિંતા છોડી ત્યાં જ બેસી રહ્યા. પછી રવિશંકરે ગાંધીજીને આશ્રમપ્રવેશના નિયમો, સ્વરાજ્યનો અર્થ વગેરે વિષે સવાલો પૂછ્યા. ગાંધીજીએ સભામાં જવાનો સમય થઈ ગયો હોઈ ટૂંકમાં જવાબો આપ્યા. પ્રેમાભાઈ હૉલમાં યોજાયેલી ગાંધીજીની સભામાં રવિશંકર અને સાથીઓ પણ જોડાયા. સભાખંડમાં પુષ્કળ ઘોંઘાટ અને અવ્યવસ્થા હતા કવિ નાનાલાલ, કેશવ ધ્રુવ, પંડિત લાલન વગેરે વિદ્વાનો ત્યાં આવ્યા હતા. લોકો બૂમબરાડા પાડતા હતા. ભોળા રવિશંકરને આશ્ચર્ય થયું. એકદમ ગાંધીજી ટેબલ પર ઊભા થયા અને એમની ભાવવાહી વાણી વહેતી થઈઃ 'દિવ્યાત્મા શ્રીમદ્ જીનો જન્મદિન મનાવવા આપણે અહીં એકત્રિત થયા છીએ. પ્રસંગોચિત પ્રવચનના મારા બે બોલ સાંભળવા આપ સૌ ઈચ્છો છો, પરંતુ આવા શોરગુલમાં હું શું બોલું ? છતાં આપ શાંતિ નહિ જાળવો ત્યાંસુધી હું. મંચ છોડીશ નહિ. હું ભારે જિદ્દી છું.' ગાંધીજીના હૃદયમાંથી નીકળેલા શબ્દો કારગત નીવડ્યા. શ્રોતાવર્ગમાં શાંતિ પથરાઈ ગાંધીજીની મર્મભેદી વાણી અને લોકો પ્રત્યેના આત્મીય વ્યવહારથી રવિશંકર અત્યંત પ્રભાવિત થયા. ક્રમશઃ ગાંધીજીનો વિશેષ પરિચય થતાં રવિશંકરના અંતરનીરમાં વિસ્મય અને આનંદની લહેરો ઊઠતી. તેમના જ શબ્દો જોઈએ પ્રબુદ્ધ જીવન ૧૩ ૧૯૧૮માં રવિશંકર સ્વામી નિત્યાનંદના સંસર્ગમાં આવ્યા. પરસ્પર ભાવસેતું રચાય. શ્રદ્ધેય સ્વામીજી ઊર્ધ્વ પથના યાત્રીના હોઈ રવિશંકરે સૌ પ્રથમ સાબરમતી આશ્રમ જોયો. આમ તો તેઓ મિલના હેન્ડલુમના વસ્ત્રો પહેરતા. અહીં તેમને રેંટિયા ૫૨ હાથથી કંતાયેલા સૂતર પાછળની ઊંડી દૃષ્ટિ સમજાઈ. રવિશંકરે શુદ્ધ ખાદીનો તાકો ખરીદ્યો અને હંમેશ માટે ખાદી પહે૨વાનો નિર્ધા૨ કર્યો. કસ્તૂરબાને એમને રેંટિયો આપ્યો. આ રીતે રવિશંકરને જાતે કાંતવાની પ્રેરણા મળી. એકલા જ ચાલી નીકળ્યા. ડાકોરથી ટ્રેનમાં ગોધરા ગયા. સભામાં મોટામોટા નેતાઓને મળવાનું થયું. ગાંધીજીએ દેશસેવા માટે કાર્યકર્તાઓને જોડાવાની અપીલ કરતાં સરદાર વલ્લભભાઇએ સૌ પ્રથમ પોતાનું નામ નોંધાવ્યું. રવિશંકર રોમાંચિત થઈ ઊઠ્યા. ૧૯૧૯માં મુંબઈમાં માહિમ ખાતે રોલેટ એક્ટ વિરૂદ્ધ સભાનું આયોજન થયું હતું. લોકોએ રવિશંકરને બોલવા આગ્રહ કર્યો. આખરે રવિશંકરે સીધીસાદી શૈલીમાં ધ્યાનાર્હ પ્રવચન આપ્યું. બર્પોરે માધવભાગમાં ગાંધીજીની સભા હતી. પંડ્યા (મોહનલાલ કામેશ્વર પંડ્યા) પણ આવ્યા હતા. તેઓ રવિશંકરને પોતાની સાથે રાખતા, જેથી મહાનગરમાં રવિશંકરને અજાણ્યું ન લાગે. ગાંધીજીની ઈચ્છા હતી કે ખેડા જિલ્લામાં 'હિન્દ સ્વરાજ્ય' પુસ્તિકાનો પ્રચાર થાય. તેમણે રવિશંકરને આ કામ સોંપ્યું. અંગ્રેજ સરકાર પકડશે એવો ડર રાખ્યા વગર રવિશંકરે કામ સ્વીકાર્યું અને પાર પાડ્યું. ખેડા જિલ્લાના લોકો એમને 'સ્વરાજવાળો' કહીને બોલાવતા. આંતરિક પરિવર્તન સાથે રવિશંકરમાં પહેરવેશ, ખોરાક આદિ બાહ્યાચારોમાં પણ પરિવર્તન આવ્યું. રાતી પાઘડીનું સ્થાન સફેદ ટોપીએ લીધું. લાંબો કોટ અને ખભા પરનો ખેસ પણ ગયા. તેની જગાએ બંડી આવી. ૧૯૨૦માં અમદાવાદમાં એક મિત્રને ત્યાં બેઠા હતા. પાછા ફરતાં બહાર આવીને જોયું તો પગના જોડા ગાયબ. ‘ચાલો, એક બલા ટળી' વિચારી જોડા પહેરવાનું બંધ કર્યું. એવું જ હાથની લાકડીનું થયું. રસ્તા પર ચાલતાં પાછળથી ઘોડાગાડીના ચાલકે બાજુ પર ખસવાનું કહ્યું. રવિશંકરને સંભળાયું નહિ. પેલાને ગુસ્સો આવ્યો. સામે રવિશંકરના મગજનો પારોય ઊંચે ચડ્યો અને લાકડી ઉગામવા જતા હતા ત્યાં જ ગાંધીજીનું સ્મરણ થતાં મનને રોક્યું. ત્યારથી હાથમાં લાકડી નહિ રાખવાનો નિર્ણય કર્યો. દેશ માટે હું શું કરું? આવું ચિંતન નિત્ય એમના મનમાં ચાલ્યા કરતું ખૂબ મંથનના અંતે પરદેશી ખાંડ નહિ ખાવાની પ્રતિજ્ઞા લીધી. બેએક વાર અજાણતાથી પ્રતિજ્ઞા તૂટી ત્યારે દૃઢ નિશ્ચય કર્યો કે દેશી શું કે પરદેશી શું, ખાંડ જ નહિ ખાઉં, મધ અને કેસર પણ છોડ્યા. હું “મારા ધડતરમાં અનેક વ્યક્તિઓએ ફાળો આપ્યો છે, પણ પૂ ગાંધીજી તો મારા માટે પ્રેરણામૂર્તિ છે. એમણે મને જીવન જીવવાની દૃષ્ટિ આપી. મારા જીવનમાં વધારેમાં વધારે આનંદ આપનાર વ્યક્તિ ગાંધીજી છે. એ મહાપુરુષ ન હોત તો હું ક્યાં હોત ? એમના કાળમાં મારો જન્મ થયો છે એ માટે હું મારી જાતને હંમેશાં ધન્ય માનું છું.” ૧૯૧૭માં ગોધરાની રાજકીય પરિષદમાં જવાની રવિશંકરની ઈચ્છા હતી. સરસવણીથી ડાકોર ચાલતા જવાનું હતું. બહારવટિયાઓની બીકના કારણે મિત્રોએ સાથ ન આપ્યો. આથી સાંભળીને ઝવેંરચંદ મેઘાણીએ તેને શબ્દદેહ આપ્યો અને જેમની સન્મુખ થવાનું તો બાજુ પર, જેમના નામ માત્રથી લોકો ધ્રૂજી ઊઠતા એવા બહારવટિયાઓ પાસે રવિશંકર વિશ્વાસ અને પ્રેમપૂર્વક જઈ પહોંચતા અને એમ કરતાં કરતાં એમનું હૃદયપરિવર્તન કરાવતા. રવિશંકરના મુખેથી આ બધા પ્રસંગો માણસાઈના દીવા” પુસ્તક લખ્યું. એક સમયે ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં તેને પાઠ્યપુસ્તક તરીકેનું સ્થાન મળ્યું હતું. એક દૃષ્ટાંત અત્રે પ્રસ્તુત છેઃ રવિશંકર છિપિયલથી સરસવણી પગપાળા આવતા હતા.
SR No.525994
Book TitlePrabuddha Jivan 2009 Year 19 Ank 01 to 12 - Ank 03 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages320
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy