SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રબુદ્ધ જીવન પત્ર ચર્ચા વર્તમાન યુગમાં જૈન સાધુ સમાજે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ? [ ૨. ના જુલાઈ અંકના તંત્રી લેખ 'વિહાર: માર્ગ અકસ્માત અને આધુનિકતા'દ્વારા અમે ઉપરના વિષયની ચર્ચા માટે સમગ્ર સમાજને આમંત્રણ આવ્યું હતું. એ વિશે પ્રાપ્ત થયેલ પત્રો તેમ. ના આગળના અંકોમાં અને પ્રકાશિત કર્યા હતા, આ અંકમાં વધુ પત્રો અહીં પ્રસ્તુત કરીને છીન, અમોને જેમ જેમ પત્રો પ્રાપ્ત થતા જશે એ પ્રમાણે પ્ર.જી.ના અંકમાં પ્રસિદ્ધ કરતા રહીશું. સર્વેનો આભાર. પ્રતંત્રી] (૪) જૈનાચાર પ્રતિ જૈન સાધુ સમાજ અને આધુનિક ઉપકરણોનો ઉપયોગ એ એક અતિગંભીર વિચારણા માગી લેતી બાબત છે, જેના દુરગામી પરિણામો પડી શકે છે. એક બાજુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુલક્ષીને ધર્મમાં જરૂરી પરિવર્તન આવશે. એવી પૂ. મહાવીર પ્રભુની વાણી જ્યારે બીજી બાજુ ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને વળગી રહેવાની અડગ નિશ્ચયતા તથા જૈન સાધુ સમાજ પાસેથી ચારિત્ર તથા શિસ્તના કડક પાલનની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. વર્તમાનમાં વિજ્ઞાને હરણફાળ ભરી છે તથા દિન પ્રતિદિન અવનવા આધુનિક ઉપકરણોનો આવિષ્કાર થતો જાય છે ત્યારે એ ઉપકરણોનો ઉપયોગ કરવા જૈન સાધુ સમાજ લલચાય એ સ્વાભાવિક જ છે. અત્રે ભયસ્થાન એ છે કે એક વખત જો આવા ઉપકરણોનો ઉપયોગ કરવાનું શરૂ થાય પછી એ પ્રત્યેનો આસક્તિ ભાવ વધતો જાય અને આખરે તો સાધુ-સમાજ પણ છદ્મસ્થ જ છે. અને છદ્મસ્થ માત્ર ભૂલને પાત્ર! ઉતરતો આરો છે અને પંચમ કાળ છે. નીચે લપસવા માટે ભરપૂર નિમિત્તો મળતા જ જાય છે. અને પતનની ઊંડી ખીણમાં ધકેલાઈ જવામાં વાર લાગતી નથી. નવેમ્બર, ૨૦૦૯ ઈન્ટરનેટના ઉપયોગ દ્વારા સમસ્ત પૃથ્વી ઉપર ઉપલબ્ધ માહિતી સહેલાઈથી એકત્રિત કરી શકાય છે અને આંખના પલકારામાં જ કંઈ કેટલાય લોકોનો સંપર્ક તથા માહિતીનું આદાનપ્રદાન થઈ. શકે છે ત્યારે એ જ ઈન્ટરનેટના દુરૂપયોગ દ્વારા વિષયવાસના અને વ્યભિચારને પણ મોકળું મેદાન મળી શકે છે. સૂર્યોદય થયા પછી જ જયણાપૂર્વક કરાતા પગપાળા વિહારોને બદલે હવે ઈરિયા સમિતિની અવહેલના કરીને વહેલી સવારે અંધારામાં થતા વિકારોને કારણે જ માર્ગ અકસ્માતોના બનાવો વધતા ચાલ્યા છે. જો કે હવે ધર્મ પ્રચારના નામે સાધુ સમાજોમાં વાહનોના પ્રવાસો પણ થતા દેખવામાં આવે છે. ધર્મ પ્રચારને નામે માઈક અને લાઉડ સ્પીકરોનો ઉપયોગ હવે એક દ્રષ્ટિબિંદુ તો એરકંડીશન્ડ ભવ્ય હૉલોમાં વીરપ્રભુની વાણી પીરસવા માટે થાય છે ત્યારે સ્વાભાવિકપણે પ્રશ્ન થાય કે સાધુ જીવનની માતા સમાન આઠ પ્રવચન માતાઓમાંની એક એવી વચન ગુપ્તિની જયણા પળાય છે ખરી? સાધુ સાધ્વીજીની દીક્ષાનો મૂળભૂત હેતુ પોતાના આત્માનું કલ્યાણ જ છે. એમનું જીવન એ તો નદીની વહેતી નિર્મળ ધારા સમાન હોય છે અને એ ધારામાં આપણા જેવા મુમુક્ષુ આત્માઓ માટે હાથ ભીંજવવાથી અધ્યાત્મનો સ્પર્શ થયા વિના રહેતો નથી. આત્મકલ્યાણ એ જ હેતુ હોય છે. પંચ મહાવ્રતધારી જૈન સાધુસાધ્વીજીનું શુદ્ધ આચરણ એ જ ધર્મ પ્રચાર છે. ધર્મના પ્રચાર-પ્રસારના ઓઠા હેઠળ આધુનિક ઉપકરણોનો વધતો જતો ઉપયોગ સાધુ સમાજ માટે પતનનું કારણ બની રહ્યું છે. નંદી સૂત્રમાં શ્રાવકોને અમ્મા-પિયાની ઉપમા આપવામાં આવી છે. શ્રાવકો સાધુ સમાજના માતા-પિતાનું સ્થાન ધરાવે છે. ધ્યાનમાં રહે કે મહદ્ અંશે સાધુ સમાજના પતનનું નિમિત્ત શ્રાવકો જ થતા જણાય છે. શ્રાવકોની જવાબદારી વિશેષ છે. ચારિત્ર તથા શિસ્તનું કડક પાલન એ અણગાર ધર્મનો પાયો છે. એમાં કોઈ જ ઢીલ ચલાવી શકાય નહીં. આધુનિક ઉપકરણો સારા છે કે ખરાબ એની ચર્ચા કરવા કરતાં, આ ઉપકરણોનો ઉપયોગ કયા ભાવથી કરવામાં આવ્યો છે તે વિચારવું મહત્ત્વનું છે. જો કે ગબડવાનો ખતરો તો ઊભો જ છે! મોબાઈલ દ્વારા વિશિષ્ટ ડૉક્ટરનો સંપર્ક કરી કોઈક દર્દીની જાવ બચાવવાનું નિમિત્ત ઊભું થઈ શકે છે ત્યારે એ જ મોબાઈલ કેટલીક વાર જાનહાની તથા વ્યભિચારના આચરણ માટે પણ નિમિત્ત બનીજ જો આધુનિક ઉપકરણોના ઉપયોગ દ્વારા હિંસાનો પ્રાદુર્ભાવ શકે છે. થતો હોય તો વર્તમાન આરાના અંત સુધી આપણે કેમ ટકીશું ? આધુનિક ઉપકરણોના ઉપયોગ દ્વારા જૈન સાધુ સમાજ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય તથા ત્રસ જીવોના કચ્ચરઘાણ માટેનો નિમિત્ત તો નથી બનતો ને? આ એક અત્યંત વિચારણીય બાબત છે. અહિંસા પ્રધાન જૈન ધર્મના પાયામાં આત્માના કાકા અર્થે સંસારનો ત્યાગ કરીને સંયમ માર્ગે વિચરનારા જૈન સાધુ સમાજે મોબાઈલ, કૉમ્પ્યુટર, ઈન્ટરનેટ, માઈક, લાઉડ સ્પીકર તથા વાહન વ્યવહાર જેવા આધુનિક ઉપકરણોના ઉપયોગથી દૂર જ રહેવામાં તેમનું તથા સમાજનું હિત સમાયેલું છે. મારા વિચારો દ્વારા જો કોઈના હ્રદયને લેશ માત્ર પણ ઠેસ પહોંચી હોય તો હું હૃદયપૂર્વક ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ પ્રાથૅ છું. હું જાદવજી કાનજી વોરા, ૨૦૪, બી. પી. એસ. પ્લાઝા, દેવી દયાલ રોડ, મુલુંડ વેસ્ટ, મુંબઈ-૪૦૦ ૦૮૦. ટે.નં. ૨૫૬૦૫૬૪૦
SR No.525994
Book TitlePrabuddha Jivan 2009 Year 19 Ank 01 to 12 - Ank 03 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages320
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy