________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57
વર્ષ : (૫૦) + ૧૯
અંક : ૧૧ ૭ નવેમ્બર,૨૦૦૯ ૭ વિક્રમ સંવત ૨૦૬૬ વીર સંવત ૨૫૩૭૭ કારતક વદિ-તિથિ-૩૦ ♦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ♦
પ્રભુદ્ધ જીવન
૦ છૂટક નકલ રૂા. ૧૦/
પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂા.૧૨૫/માનદ્ તંત્રી : ધનવંત તિ. શાહ
થોડું પ્રકીર્ણ : ધર્મ-રાજકારણ-નાટક
(૧)
મહારાષ્ટ્ર રાજ્યનો ચૂંટણી જંગ થોડો જામ્યો અને પૂરો પણ થયો, પણ આ જંગમાં રાજકારણીઓએ પોતાનો ગંજીફો ચીપતા ચીપતા આપણા ભોળા સાધુ ભગવંતોને પણ એક ‘પત્તુ’ ગણી એમાં ઉતાર્યા! સંસારની પળોજણો અને માયાથી મુક્તિ મેળવવા તરફ ગતિ કરનાર સાધુ ભગવંતોને પણ આવા પ્રસંગે પાછાં આવી વ્યથા અને આક્ષેપ-પ્રતિ આક્ષેપ અને નિવેદનોના જંગ જંજાળના વમળમાં આ રાજકારણીઓએ ચોપાટના સોગઠાની જેમ ગોઠવી દીધા. સ્વાધ્યાય અને સ્વરૂપ દર્શનની આત્મ પ્રવૃત્તિની સમાધિમાં પ્રવૃત્ત આ મુનિ આત્માને ફરી આવા રાજકીય ‘અધ્યાય’ અને ‘અન્ય દર્શન'ની ઉપાધિમાં ઝબોળ્યાં અને પરિણામે આ ચર્ચાઓ છાપાંના છાપરે ચઢી ગઈ.
જીતેલા-હારેલા રાજકારણીઓ સ્વલાભે પાછાં મિત્ર બની ગયાં અને એ મહાનુભાવોએ સુષુ-સુષ્ઠુ નિવેદન કરી નાંખ્યું, તેમજ ‘મિચ્છામિ દુક્કડમ્’ જેવાં ભવ્ય ભાવ શબ્દનોય ઉપયોગ કરી નાંખ્યો, પરંતુ સાપ ગયા અને લીસોટા રહ્યાં એ વાસ્તવિકતાએ જૈન સમાજમાં આ ચર્ચાની લીટીઓ આગળ વધતી ગઈ.
ઉપરાંત વિલેપારલેની આશાદીપ પર્યુષણ વ્યાખ્યાનમાળાના વર્ષોથી એઓ પ્રમુખ પણ.
આ અંકના સૌજન્યદાતા : શ્રી કાન્તિલાલ રમણલાલ પરીખ - દિલ્હીવાળા સ્મૃતિ : સ્વ. શ્રીમતી કંચનબેન કાન્તિલાલ પરીખ
આ છાપાં ચર્ચાઓ દરમિયાન મારા પ્રાધ્યાપક મિત્ર બકુલ રાવળે ફોન કરી મને પૂછ્યું: “વૈરાગી અને નિસ્પૃહી એવા આપણા જૈન મુનિ ભગવંતો શા માટે આવી ચર્ચામાં સંડોવાતા હશે ?'' બકુલભાઈ જન્મે, કર્મે અને ધર્મે તો વિપ્ર છે, એટલે વિપ્રકોધ એમને સહજ સાધ્ય હોય જ, પણ એમણે પોતાના કથનમાં ‘આપણા’ શબ્દ વાપર્યો એ મને ગમ્યું. બકુલભાઈના મિત્ર વર્તુળમાં જૈન મિત્રો ઘણાં,
થોડાં વરસો પહેલાં અમદાવાદમાં એક ક્રિકેટ ટીમ પરદેશ સ્પર્ધામાં જઈ રહી હતી ત્યારે ત્યાંના વિશાળ સ્ટેડિયમમાં એક જૈનમુનિ ભગવંતે ત્યાં ખાસ પધારીને એ ટીમને ‘વિજયી’ થવા માટે આશીર્વાદ આપ્યા હતા. પોતાને ગમતા પક્ષને વિજય થવા માટે આશીર્વાદ આપવા એટલે અન્યની હાર ઈચ્છવી. અહિંસાના ઉપાસક તો કોઈની પણ હાર ન ઈચ્છે. એમને વળી કોઈ એક પક્ષ માટે મમત શા માટે? મુનિ આત્માએ તો સર્વથા ‘ધર્મ' અને ‘સત્ય’નો જ ‘વિજય' નહિ, માત્ર ‘જય’ ઈચ્છવો જોઈએ. કોઈ પણ પક્ષની હિંસા કે હાર થકી સ્વપક્ષનો જો વિજય થતો હોય તો એવી અનુમોદના પણ એક સૂક્ષ્મ હિંસા જ છે. સત્ય પ્રકાશમાન થાવ અને ધર્મનો જ જય થાવ આ ભાવના જ ઉન્નત અને ઉર્ધ્વગામી ભાવ છે.
આ જમાનો બ્રાન્ડ એમ્બેસેડરનો છે. દરેક ઉચ્ચ શ્રેષ્ઠી સમાજ, સમાજ સેવક અને રાજકારણીને કોઈ પણ એક સંત મહાત્મા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોઈએ છે. આ એમનો સ્ટેટસ સિમ્બોલ છે, અને આ સંત મહાત્માઓ પણ આ વર્ગના આવા બ્રાન્ડ એમ્બેસેડર સહજ રીતે થઈ જતા હોય છે, કારણ કે એમને પણ આ શ્રેષ્ઠિઓ, સમાજસેવકો અને રાજકારણીઓ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોઈતા હોય છે. જેથી એમના કાર્યોનો બહોળો પ્રચાર થાય અને એ સર્વે સર્વ સ્થળે ઉપયોગી થાય. આ અન્યો અન્ય ભાવ છે. પછી એમાંથી ‘સેવા’ અને ‘ધર્મ’નું ક્યારે બાષ્પિભવન થઈ જાય છે એની ખબર પણ