SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ३० પ્રબુદ્ધ જીવન ગસ્ટ, ૨૦૦૯ ‘સ્વભાવથી જ બ્રહ્મચર્ય સમ્યક્ ધર્મ ફેલાવનાર છે. તે તેજમાં તેજરૂપ અને બળમાં બળ રૂપ છે.’ (ગાથા, ૧૬, ૧૭, ૧૮, ૧૯) જેણે બ્રહ્મચર્ય ધારણ કર્યું છે તેણે બધું જ ધારણ કર્યું છે. પરમાત્માની પ્રાપ્તિ માટે બ્રહ્મચર્ય પાલન વિના બીજું કંઈ જ શ્રેષ્ઠ નથી, બ્રહ્મચર્ય વિના કદી પણ પોતાની ઉન્નતિ થતી નથી. આથી બધા જ પ્રયત્નો વડે વીર્યરક્ષાદિ સંયમ પાલન કરવું જોઇએ.' (ગાથા, ૨૩, ૨૪) ‘બ્રહ્મચર્યની સહાયથી ભક્તો સિદ્ધયોગી બને છે. બ્રહ્મચારીઓ ધર્મના પુનરુદ્ધાર માટે સમર્થ, શક્તિમાન બની શકે છે.’ (ગાથા, ૨૭) ‘બ્રહ્મચર્યાશ્રમ એ બધા આશ્રમોમાં શિરોમણી છે, શ્રેષ્ઠ છે. પુત્રો તથા પુત્રીઓના ગૃહસ્થાશ્રમ માટે તે શ્રેષ્ઠ છે.' (ગાથા, ૩૧) *વિસ્ફોટક, પ્રમેહ વગેરે રોગો વ્યભિચારીઓને (વધુ) થાય છે. વીર્યનાશથી મન, વાણી અને શરીરની દુર્બળતા વધે છે (માટે સાવધાન રહેવું જોઈએ.) વીર્યના નાશથી માણસોને આંખનું તેજ ઓછું થાય છે, તથા ખાંસી, ઉધરસ, દમ, આયુષ્યનો ક્ષય વગેરે રોગો થાય છે. વીર્યનો નાશ કરનારાઓની વંશ પરંપરા પરતંત્ર, દુર્બળ અને ધર્મનો નાશ કરનાર થાય છે. વીર્યના નાશથી (ઘણો) અનર્થ થાય છે. દેહની શક્તિનો નાશ થાય છે અને ટી.બી. (તથા અન્ય) રોગોનું (પા) કારણ બને છે. (બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. કેમકે–) બ્રહ્મચર્ય વડે શરીરનું આરોગ્ય, (ઉત્તમ રહે છે) આયુષ્યની વૃદ્ધિ થાય છે. દેહ કાંતિ વધે છે અને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે.' (બ્રહ્મચર્ય યોગ, શ્લોક ૩, ૪, ૫, ૬, ૭) નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત પાલનના ગુણગાન કરીએ તેટલા ઓછાં છે. જૈન સંઘમાં વિજય શેઠ અને વિજયા શેઠાણી જાણીતા છે. મંત્રી પંથડ શાર્ક તો માત્ર ૩૨ વર્ષની વયે આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકારીને એવું શ્રેષ્ઠ પાલન કરેલું કે તેમનું પહેરેલું ખભા પરનું વસ્ત્ર ‘ખેસ’ કોઈને ઓઢાડવામાં આવે તો તેના હઠીલાં રોગ મટી જતા! આ ઉત્તમ વ્રતના ધારકના મુખ પરની ચમક નિહાળીએ છીએ ત્યારે આપણે અભિભૂત થઈએ છીએ. બ્રહ્મચર્ય વ્રતના શક્તિ, સત્ત્વ, તેજ પ્રશંસનીય છે. બ્રહ્મચર્યવ્રતના પાલનથી આત્મવિશ્વાસ વધે છે. આત્મશક્તિનો વિકાસ થાય છે. થોડાંક શ્લોકાઈ જોઈએઃ ધર્મ અને દેશની ઉન્નતિનું મૂળ બ્રહ્મચર્ય છે. વિદ્યા અને સંઘની ઉન્નતિનું મૂળ બ્રહ્મચર્ય જ છે. તેનું પાલન હંમેશાં સુખપ્રદ છે.' (ગાયા, ૮) ‘પ્રવૃત્તિશીલ, ખાસ કરીને બ્રહ્મચારી, કર્મયોગમાં પ્રવૃત્ત રહી શકે છે. તે મનની શાંતિની રક્ષા માટે ભીષ્મ પિતામહ બની શકે છે.' (ગાથા, ૧૦) ‘સ્વાભાવિક રીતે જ વીર્ય એ પદાર્થ બ્રહ્મરૂપ છે, અને પદાર્થ બ્રહ્મ વિના ભાવ બ્રહ્મ પ્રાપ્ત થઈ શકે નહિ. બ્રહ્મચર્ય વર્ડ સમાધિ પ્રાપ્ત થઈ શકે છે. સર્વ વિદ્યાના પ્રકાશની પ્રાપ્તિ માટે વીર્યરક્ષા એ જ કારણ રૂપ છે તેમ સમજવું જોઈએ.’ (ગાથા, ૧૧, ૧૨) બ્રહ્મચર્યના પ્રતાપથી પ્રજાની પુષ્ટિ થાય છે, બ્રહ્મચર્યની શક્તિથી ધર્મકાર્યમાં પ્રગતિ થાય છે માટે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.' (ગાથા, ૧૫) ‘બ્રહ્મચર્ય સર્વશક્તિ પ્રકાશક મહાદેવ છે અને સર્વ દુષ્ટ તત્ત્વોનો સંહાર કરનાર મહાન શસ્ત્ર છે.’ ‘બ્રહ્મચારીઓના સમુહમાં નૈષ્ઠિક બ્રહ્મચારીઓ શ્રેષ્ઠ છે. તે બધા ઉર્ધ્વ રેતવાળા, મહા વીર્યવાન હોય છે. તેઓ ઈશ્વર રૂપ છે અને બધું જ કરવા માટે સમર્થ હોય છે.’ (ગાથા, ૩૨) ‘બ્રહ્મચારીઓ દરેક પ્રકારની વિદ્યા (સાધના) અને બ્રહ્મ વગેરેને પ્રાપ્ત કરવા માટે સમર્થ છે.' (ગાથા, ૩૩) ‘ઉર્ધ્વ રતવાળા મહાત્માને સંકલ્પ સિદ્ધિ થાય છે. આવી શક્તિ આપનાર એવી બ્રહ્મરક્ષા બધા ઉપાયો વડે કરવી જોઈએ.’ (ગાથા, ૩૫) ત્રીય જગતમાં (કાળમાં) જ્ઞાન વગેરે સર્વ શક્તિની પ્રાપ્તિ માટે અને મારા જ્યોતિર્મય સ્વરૂપના દર્શન માટે બ્રહ્મચર્ય જરૂરી છે તેમ જાણવું.’ (ગાથા, ૩૭) ધર્મના ઉત્થાન માટે, દેશની ઉન્નતિ માટે, દયાના કારણ માટે બ્રહ્મચારીઓ (નિમિત્ત) છે. આથી સર્વત્ર સર્વ શક્તિ (ના કારણ રૂપ) બ્રહ્મચર્યાશ્રમોની સ્થાપના કરવી જોઈએ.’ (ગાથા, ૩૯) ‘યુક્ત આહાર અને વિસ્તાર, પ્રાણાયામ ક્રિયા, અને યોગિક સાધના વડે ઉર્ધ્વ રતવાળા મહાજનો પ્રભાવશાળી બને છે. (ગાથા, ૪૦) ‘દેશ અને કાળ અનુસાર બ્રહ્મચર્યવ્રતની રક્ષા માટે જે જે પ્રયત્નો કરવા યોગ્ય હોય તે તે (હંમેશાં) કરવા જોઈએ.’ (ગાથા, ૪૧) ‘માતા અને પિતા જેવા સંસ્કારવાળા, બુદ્ધિવાળા હોય છે તેવા સંસ્કાર કર્મયોગથી તેમની પ્રજા સંતાનોમાં વ્યાપ્ત થાય છે. (ગાથા, ૪૪) જ ‘આથી સ્વાભાવિક રીતે જ સમાનધર્મીઓ (સમાન સંસ્કારીઓ) વચ્ચે જ લગ્નાદિ ગોઠવવા જોઈએ નહિતર બધા ધર્મોનો મોટો નાશ થાય છે.’ (ગાથા, ૪૫) ‘પૂર્ણ ભાવથી મારા નામનું સ્મરકા કરીને, બ્રહ્મચર્યાશ્રમમાં દાખલ થઈને, બાળકોએ સર્વ કામવાસનાને જીતવી જોઈએ.' (ગાથા, ૪૬) આ પ્રકરણમાં બ્રહ્મચર્યના પાલન, વ્યવહાર, નિભાવ માટે ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. જાહચર્ય એ વિશ્વની ઉન્નતિ કરનાર મહાતીર્થ રૂપ છે, તે વિશ્વ વ્યાપક શક્તિ આપનારૂં મહાન તેજ છે.' શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની લેખનશૈલી એકની એક વાત, ‘સર્વ રોગનો નાશ કરવા માટે, બ્રહ્મચર્ય મહા ઔષધિ રૂપ છે, તે વારંવાર કહીને ભાર મૂકીને નિરૂપણ કરવાની રહી છે. પૂર્વ પૂર્ણ જ્યોતિ પ્રકટાવનાર મહાન સૂર્ય સ્વરૂપ છે.' પ્રધાનમંત્રી શ્રી મોરારજી દેસાઈએ મારા પરના એક પત્રમાં, શ્રીમદ્
SR No.525994
Book TitlePrabuddha Jivan 2009 Year 19 Ank 01 to 12 - Ank 03 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages320
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy