SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ગસ્ટ, ૨૦૦૯ વિષયમાં જુદા જુદા ઘણા કલ્પો રચાયા છે. ભૈરવપદ્માવતી કલ્પ, શંખાવર્ત કલ્પ વગેરે અનેક છે. સૂરિમંત્ર કલ્પ એ એક આમ્નાય કલ્પ છે તે પણ સાધુઓના ગચ્છો મુજબ જુદા જુદા રચાયેલા મળે છે. જ્યોતિષમાં ભદ્રબાહુ નામથી ભદ્રબાહુસંહિતા છે. હર્ષકીર્તિએ જ્યોતિષસારોદ્વાર નામનો ગ્રંથ રચ્યો છે જેમાં તારાઓ સંબંધી ઘણું ઊંડું જ્ઞાન છે. વળી, એમાં સ્વપ્ન, મંત્ર અને બીજી ગુપ્ત વિદ્યાઓનું વર્ણન છે. એ સિવાય આરંભસિદ્ધિ, અર્ધકાંડ, ચંદ્રરજ્જુ, ચક્રવિવરણ, જાતદીપિકા, જ્યોતિષસાર સંગ્રહ, ભુવનદીપક વગેરે અનેક ગ્રંથો છે. રટ્ટાચાર્ય નામના જૈન સાધુએ રાસૂત્ર નામનો ૧૩૦૦ ગાથાનો ગ્રંથ લખ્યો છે. જેમાં વરસાદ, ધરતીકંપ, વીજળી અને એવા અનેક વિષયોના પૂર્વલક્ષણો બતાવ્યા છે. વૈદકમાં અનેક ગ્રંથો છે જેવા કે આયુર્વેદ મહોદધિ ચિકિત્સોત્સવ, દ્રવ્યાવલિ (નિયંટુ), પ્રતાપ કલ્પગ્રંથ, માધવરાજ પદ્ધતિ, યોગરત્નાકર, રત્નસાગર, રસચિંતામણિ, વૈદક સારોદ્વા૨ વગેરે. ગણિતના અનેક ગ્રંથો પૈકી શ્રી મહાવીરાચાર્યે ઈ. સ. ના નવમા સૈકામાં રચેલ ‘ગણિતસાર' સંગ્રહનો તો અંગ્રેજી અનુવાદ પણ થઈ ચૂક્યો છે. નિમિત્તશાસ્ત્રમાં તો જૈનાચાર્યોએ પોતાના અનુભવોનો ખજાનો લોકહિત માટે ખુલ્લો મૂકી દીધો છે. અંગવિદ્યા નામનો એક પ્રાચીન ગ્રંથ એ વિષે ઉપયોગી માહિતી આપે છે. દુર્ગાદેવે ‘રિષ્ટસમુચ્ચય' નામનો ગ્રંથ બનાવ્યો છે. વિશ્વકોશની જેમ વિનયવિજયજી મહારાજે લોકપ્રકાશ નામનો ગ્રંથ બનાવ્યો છે. તેમાં સાતસો ગ્રંથની તો સાલ આપેલી છે ગ્રંથોને અંતે તે તે આચાર્યોએ પોતાની પ્રશસ્તિઓ આપેલી શિલ્પશાસ્ત્ર, સંગીત, ધનુર્વિદ્યા, અશ્વપરીક્ષા, ગજપરીક્ષા, પક્ષીવિજ્ઞાન, રત્નપરીક્ષા, રસાયણ, આયુર્વેદ, ખગોળ, જ્યોતિષ વગેરે પણ સારી સંખ્યામાં ગ્રંથો છે. એટલું જ નહીં પણ આજે વિશ્વકોશની રચના થાય છે, તેવી રચના પણ થયેલી છે. હોય છે, જેમાં તેમના ગુરુઓ અને તે સમયના રાજાઓ, મંત્રીઓ, ગૃહસ્થો અને તેમણે કરાવેલા શુભ કાર્યોની નોંધ પણ આપી હોય છે. તે પ્રશસ્તિઓ ઈતિહાસ માટે ઉપયોગી પુરવાર થાય છે. એવી જ રીતે એ પુસ્તકોની અંતે લેખનસમયની પણ પ્રશસ્તિઓ હોય છે તે પણ ઘણી માહિતીઓ આપે છે. આ પ્રશસ્તિઓ શિલાલેખ જેટલી જ પ્રામાણિક મનાય છે. શિલ્પશાસ્ત્રની નિપુણતા જૈનોના અનેક ભવ્ય પ્રાસાદો જોતાં જણાઈ આવે છે. એ વશે જૈન વિદ્વાન ઠક્કર ફેરુએ વાસ્તુસાર ગ્રંથ લખ્યો છે. વાસ્તુશાસ્ત્ર નામનો ગ્રંથ ભોજદેવે લખ્યો છે. સિવાય પ્રાણાદમંડન વગેરે ઘણા ગ્રંથો છે. શ્રી પાર્શ્વદેવ નામના જૈનાચાર્યે સંગીતમયસાર તથા બીજા એક આચાર્યે સંગીત રત્નાકર લખી એ વિષયમાં નામના મેળવી છે. એ સિવાય સંગીતદીપક, સંગીત રત્નાવલિ વગરે ગ્રંથો પણ રચાયા છે. રત્નપરીક્ષા નામનો એક ગ્રંથ ફ્રાન્સના એક ઝવેરીએ ફ્રેન્ચ ભાષામાં અનુવાદ કરી થોડાં વર્ષ પહેલાં બહાર પાડ્યો છે. હીરક પરીક્ષા, સમસ્ત રત્નપરીક્ષા વગેરે ગ્રંથો પણ એ વિષયમાં મોજૂદ છે. ધનુર્વેદ, ધનુર્વિદ્યા, અશ્વાદિગુણ, ગજપરીક્ષા, પક્ષીવિજ્ઞાન વગરે ગ્રંથો પણ જુદા જુદા ભંડારોમાંથી મળી આવ્યા છે. ઠક્કર ફેરુએ સિક્કાઓ વિશે અગત્યનો ગ્રંથ લખ્યો છે. મંત્રતંત્ર વિષે ઘણું લખાયું છે. મંત્રો વિષે અગત્યનો ગ્રંથ વિદ્યાનુશાસન નામે છે તે જૈનાચાર્યની જ રચના છે. વળી, મંત્ર ૨૪ પ્રબુદ્ધ જીવન કૌમુદીચિત્રાનંદ, નિર્ભયભીમવ્યાયોગ (કર્તા, શ્રી હેમચંદ્રાચાર્યના પ્રખ્યાત શિષ્ય શ્રી રામચંદ્ર), હમીરમદમર્દન (કર્તા જયસિંહ), રંભામંજરી (કર્તા નયચંદ્રસૂરિ), મોહપરાજય (કર્તા યશપાલ), કુમુદચંદ્ર, પ્રબુદ્ધ રોહિણેય, દ્રૌપદી સ્વયંવર, ધર્માભ્યુદય વગેરે. કથાઓ ને સંસ્કૃત, પ્રાકૃત ને ગુજરાતી ભાષા જૈન કથાઓથી ભરપૂર છે. એમાં શ્રી હેમચંદ્રાચાર્યનું ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર તથા પરિશિષ્ટ પર્વ, શ્રી પાદલિપ્તાચાર્યની તરંગલોલા, દાક્ષિણ્યચિહ્ન ઉદ્યોતનસૂરિની કુવલયમાલા, શ્રી ભદ્રેશ્વરસૂરિની કથાવલી, વસુદેવહિંડી, શ્રી હરિભદ્રસૂરિની સમરાઈચ્ચકહા, શ્રી સિદ્ધર્ષિગણીની ઉપમિતિભવપ્રપંચા કથા, શ્રી ધનપાલ કવિની તિલકમંજરી વગે૨ે મુખ્ય છે. આપણા આચાર્યોના હાથે પંચતંત્રના અનેક સંસ્કરણ થયાં છે. કથાકલ્લોલ, સિંહાસનબત્રીસી, વેતાલપચીસી, શુક્રસપ્તતિ વગેરે વગેરેનાં પણ ઘણાં સંસ્કરણો થયાં છે. એ ઉપરાંત રાસ અને જીવનચરિત્રો ઘણાં જ છે. એકલા ગુજરાતી ભાષામાં જ સાતસો ઉપરાંત રાસ છે અને પ્રબંધરચનામાં પણ જૈનો આગળ પડતા છે. શ્રી મેરુતુંગાચાર્યે પ્રબંધચિંતામણિની રચના કરી છે. શ્રી રાજશેખરસૂરિએ ચતુર્વિશતિ પ્રબંધ રચ્યો છે. શ્રી પ્રભાચંદ્રસૂરિએ પ્રભાવકચરિત લખ્યું છે. શ્રી ભદ્રેશ્વરાચાર્યે પુરાતન પ્રબંધસંગ્રહ, મહાકવિ રામચંદ્રે પ્રબંધો લખ્યા છે. આમ જૈનોના કથા અને પ્રબંધગ્રંથો પણ ઘણા જ છે. કલા અને વિજ્ઞાન ઉપરના ગ્રંથો આ લેખમાં થયેલી સમગ્ર ચર્ચા જૈન ધર્મની શ્વે. પૂ. પરંપરાને સંલગ્ન છે. સુધારો ગતાંકમાંછાપાનાભૂતની ભૂલને પરિણામે ત્રીજા પાના પર આ પ્રમાણે બૉક્સમાં મેટર છપાયું હતું: સૌજન્ય ભગવતીબેન પન્નાલાલ સોનાવાલા તેને બદલે નીચે મુજબ સુધારીને વાંચવું. થયેલ ક્ષતિ બદલ દિલગીર છીએ. આ અંકના સૌજન્યદાતા ભગવતીબેન પન્નાલાલ સોનાવાલા
SR No.525994
Book TitlePrabuddha Jivan 2009 Year 19 Ank 01 to 12 - Ank 03 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages320
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy