SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. પ્રબુદ્ધ જીવન જોવા મળે છે. કૃષ્ણ બ્રહ્મના રૂપમાં વિવૃત થયા તેથી બ્રહ્મવૈવર્ત' એવું નામ આ પુરાયાને આપવામાં આવ્યું છે. આ બાબત કહેવામાં આવ્યું છે. કે विवृत्तं ब्रह्म कार्त्स्न्येन कृष्णेन यत्र शौनक । ब्रह्मवैवर्तकं तेन प्रवदन्ति पुराविदः । વૈદમાં ઈન્દ્રને રાધાના પતિ ગણવામાં આવેલ છે. ત્યાર પછીના સાહિત્યમાં કૃષ્ણને રાધાના પ્રિય માનવામાં આવ્યા. આ પુરાણોમાં રાધાનું વ્યક્તિત્વ બહુ જ ફૂટ રીતે વ્યક્ત થયું છે. સમગ્ર પુરાણમાં રાધા અને કૃષ્ણની ભક્તિ વર્ણવાઈ છે. ભક્તિભાવપૂર્વકની આ રજુઆતમાં શ્રી કૃષ્ણ દેવોના દેવ, ગોલોકના અર્થપતિ અને પરાઠા છે. રાધાકૃષ્ણાની પ્રકૃતિ છે. તે સૃષ્ટિની ઉત્પત્તિમાં સર્વ સત્તાધીશને સહાયક થયેલ છે. આ પુરાણમાં રાધા-અને કૃષ્ણનું માહાત્મ્ય વ્યક્ત થયું છે. હવે આપણે પુરાણોમાં તિલકરૂપ ગણાતાં ‘ભાગવત પુરાણ'માં જોવા મળતા વિષ્ણુગરિતનો ખ્યાલ મેળવીએ. જ ભાગવત'ના પ્રારંભમાં જણાવવામાં આવ્યું છે કે વિષ્ણુ ભગવાને અનેક અવતારો ધારણ કર્યા છે. કૃષ્ણ તો ભગવાન પોતે જ છે એમ કહીને પરમાત્મા, વિષ્ણુ કે કૃષ્ણ વચ્ચે કોઈ તફાવત નથી એમ જણાવવામાં આવ્યું છે. આ અવતારી કોઈ ને કોઈ પ્રયોજનને સિદ્ધ કરવા માટે જ લેવામાં આવેલા છે. આ પહેલાં આપણે શ્રી તિલક મહારાજના શબ્દોમાં આ પ્રયોજનનો ખ્યાલ મેળવ્યો છે. શ્રી કૃષ્ણનો અવતાર ભારાકાંત પૃથ્વીને અનિષ્ટ તત્ત્વોના ત્રાસમાંથી મુક્ત કરવા માટે થયો હતો. તે મુજબ તેમણે પુતનાનો વધું કરી દેત્ય, ગાંધર્વ, રાક્ષસ વગેરેને કારણે થતા અનિષ્ટમાંથી માનવજાતને ઉંગારી હતી. અથવા એમ પણ માની શકાય કે શ્રી કૃષ્ણે આસુરી તત્ત્વોનો નાશ કર્યો. હતો. કાલીયદમન પ્રસંગ દ્વારા એમ સૂરિત થતું લાગે છે કે શ્રી કૃષ્ણ નાગજાતિના નાયકને બરાબો હશે અને છેક આસામ સુધી દૂર જતાં રહેવાની તેને ફરજ પાડી હશે. ગોવર્ધન પ્રસંગ પરથી શ્રી કૃષ્ણ ગાધીન અભય આપ્યું હોય એમ લાગે છે અને માનવોને અહિંસાનો ઉપદેશ આપ્યો હોય એમ પણ માની શકાય. રાસલીલા દ્વારા વિશ્વાત્મા શ્રીકૃષ્ણ મનોવૃત્તિરૂપ ગોપીનીનું વરણ કરે છે એમ સુચિત થાય છે આ ભાગવત પુરાણમાં આબાલવૃદ્ધને આકર્ષે તેવાં શ્રી કૃષ્ણનાં ગોકુળ ખાતેના ચરિત્રો વર્ણવી મથુરાના પ્રસંગો વર્ણવવામાં આવ્યા છે. તેમાં નમ્ર એવા માળીને વરદાન આપવાનો પ્રસંગ છે. કુબ્જાને સુંદર શરીર યુક્ત કરવાનો પ્રસંગ છે. મને મહાત કરવાની બાબત છે અને છેવટે કંસવધનો પ્રસંગ પણ છે. આ પુરાણમાં શ્રીકૃષ્ણ જ આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, નક્ષત્રાદિ જ્યોતિતત્ત્વ, પ્રાણીઓ, દિશાનો, સમુદ્ધ, વૃક્ષો, નદીઓ તથા અન્ય સર્વ પદાર્થો છે એમ કહી સાક્ષાત ભગવાન સર્વત્ર પ્રકટ થયેલા છે એમ જણાવવામાં આવ્યું છે. (જુઓ : હું વાયુનિ સલિત મĚિ વ ન્યોતીર્ત્તિ સવાનિ 1 વિશો કુમાથીન્ સરિત્ સમુદ્ર એ કારમ્ આ હકીકતને શ્રી નરિસહ મહેતાએ 'અખિલ બ્રહ્માંડ'માં એક તું શ્રી હરિ; જુજવે રૂપે અનંત ભાસે એમં કહીને રજૂ કરી છે. . ૧૬ એપ્રિલ, ૨૦૦૪ થાય તો અચલ અને શાન એવું સ્થાન જીવ પામી શકે છે. ગજેન્દ્રમોશનો પ્રસંગ વ્યક્ત કરે છે કે ગાર્ગીસૃષ્ટિના હિંસક તત્ત્વો ઉપર ભગવદ્ કૃપાથી વિજય મેળવી શકાય છે. ક્રુષ્ણલીલાના પ્રસંગો તો ઉપર જણાવ્યું છે તેમ બહુ જ આકર્ષક બન્યા છે. આ બધા પરથી ફલિત થાય છે કે માનવ ભક્તિભાવે ભગવાનને યાદ કરે તો તેને વિશ્વ સાથે એકરૂપતા સાપવામાં દિવ્ય સહાય મળી રહે છે. વેદમાં જોવા મલતું વિષ્ણુ અંગેનું વર્ણન બહુ મોહક લાગતું નથી. ક્રમનીયતાની આ ખોટ પુરાણોએ પૂરી દીધી છે. વેદના વિષ્ણુ કરતાં વ્યાસજીએ આલેખેલા વિષ્ણુ શંખ, ચક્ર, ગદા વગેરેને કારણે માનવની ષ્ટિ-મર્યાદામાં સ્થાન પામી શકે એવા છે. નિર્ગુણ પરમાત્મા કરતાં સગુણ રૂપે રહેલ વિષ્ણુ વિશેષ આકર્ષક બન્યા છે. સુદામાના મિત્ર તરીકે અથવા તો ભક્ત નરસૈયાની દૃષ્ટિએ હૂંડી સ્વીકારતા શ્રી કૃષ્ણ માનવી માટે તીવ્રતાથી આરાધી શકાય એવા લાગે છે. ભક્ત હૃદય આવા ભગવાનને પ્રાપ્ત કરવા ઝંખે છે પણ પાણી વગર માછલું તરફડે એવી જેની ગતિ થાય તેને જ શ્રી કૃષ્ણ મળે. સુંદરમના શબ્દો યાદ કરીએ તો ‘કાળ કિનારે ભટકું હરદમ તવ દર્શન તલસાટે.’ એટલે કે શ્રી કૃષ્ણને મેળવવા માટે તલસાટ જરૂરી છે. આવો તલસાટ ગોકુળની ગોપીઓમાં જોવા મળે છે. પ્રેમ અને ભક્તિનું આલંબન એવા શ્રી કૃષ્ણ આપણા માટે ગતિ છે, સાક્ષી છે, નિવાસ છે, મિત્ર છે અને અવ્યય બીજ છે. એકંદરે જોઇએ તો વિષ્ણુના જ અપર સ્વરૂપ એવા શ્રી કૃષ્ણ અચૂક વર્ગના જ આરાધ્ય દેવ છે એમ કહી શકાય તેમ નથી. લેખનો પ્રારંભમાં આપેલ ગીતાં-વાર બોલનાર તે માત્ર કવિતીના કે ભનોના જ આરાધ્ય નથી. યુવકોને માટે કર્મયોગનો ઉપદેશ આપનાર છે. શંકરાચાર્ય જેવા વિદ્વાન આચાર્યો માટે પણ તે જ્ઞાનનો ખજાનો છે. બાળકોના પણ ખારા છે અને નારીવર્ગ માટે વહાલમ કે પુત્ર સમોવડા છે. શ્રી વા શરણં મમ એ મહામંત્ર અનુસાર તે આપણા સહુ માટેનું આશ્રયસ્થાન છે. ‘ભાગવત'માં અનેક પ્રકારના યજ્ઞોનો પણ ઉલ્લેખ થયેલો છે એ - પરથી લાગે છે કે પક્ષને જીવનસ સાથે એકરૂપતા છે. આ પુરાવામાં આવતાં ધ્રુવ, ગજેન્દ્રમોક્ષ, કૃષ્ણલીલા વગેરે પ્રસંગો પણ સહેતુક છે. ધ્રુવના આખ્યાન દ્વારા વ્યક્ત થાય છે કે ધ્રુવ પરમાત્માનું ધ્યાન કરતાં કરતાં નિસર્ગ સાથે એકરૂપ થઈ જાય છે. જીવું ઉપર વાસુદેવની પ છેક વેદકાળથી ભારતીય પ્રજા આ દેવંથી પરિચિત છે. ઐતિહાસિક રીતે જોઇએ તો તે ઘણાં પ્રાંચીન દેવ છે, આરોપી અણુ અને મહથી ય મહત્ એવા તે જેટલા દૂર છે તેટલા નજીક પણ છે. હવે તે ન ) તે મોરલીના સંગીતથી આર્ષરા જન્માવે છે, તો સુદર્શન ચક્ર દ્વારા દુર્રાનું દશન પણ કરી શકે છે. ગોવર્ધન પર્વત ઉપાડનાર આ દેવ મોરપિચ્છપી દેવા મોહક લાગે છે ! વડના પાંદડામાં બિરાજેલ આ દેવ પોનાના કરકમળથી ચરણકમળને મુખારવિન્દમાં વિનિવેશ કરાવતા પોતાના બાલ સ્વરૂપે મનાં સ્મરણ કરવા જેવા છે. JINA-VACHANA (ચોથી સંવર્ધિત આવૃત્તિ) અનુવાદક: ડૉ. રમણલાલ ચી. શાહ અર્મમાગણી, અંગ્રેજી, હિંદી અને ગુજરાતી એમ ચાર ભાષામાં ભગવાન મહાવીરનાં વચનોના આ પ્રકાશનની ૧૯૯૫માં ત્રણ આવૃત્તિની બધી જ નકલો થોડા મહિનામાં જ ખલાસ થઈ ગઈ હતી. એની ઘણી માંગ હોવાથી આ ચોથી સંવર્ધિત આવૃત્તિ સંઘ તરફથી પ્રકાશિત કરવામાં આવી છે. કિંમત રૂા. ૨૫૦/-, સભ્યો માટે કિંમત રૂા. ૧૨૫/પ્રાપ્તિસ્થાન ઃ સંઘનું કાર્યાલય ટેલિફોન નં. : ૨૩૮૨૦૨૯૬ D મંત્રીઓ Printed & Published by Nirubahen Subodhbhai Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works.312/A, Byculla Service Industrial Estate, Dadaji Kondday Cross Road, Byculla, Mumbai-400 027, And Published at 385, S.VP Road, Mumbai-400 004, Editor: Ramanfal C. Shah.
SR No.525989
Book TitlePrabuddha Jivan 2004 Year 15 Ank 01 to 11
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy