________________
નવેમ્બર ૨૦૦૧
પ્રબુદ્ધ જીવન
સ્વરૂપધર્મ-સર્વવિરતિ
SES
જ્ઞ સ્વ. શ્રી પનાલાલ જગજીવનદાસ ગાંધી
ધર્મ જીવની માંગમાંથી ઉત્પન્ન થાય છે. માટે જ જીવની માંગ સમજાય તો ધર્મ સમજાય. હવે પ્રશ્ન એ છે કે જીવની માંગ શું છે? પ્રત્યેક જીવ જે માંગે છે અર્થાત્ જે ણે છે તે સુખ જ ઇચ્છે છે. વળી તે તે સુખ કાયમ રહે અને આવ્યા પછી ટળી ન જાય, તેવું જ સુખ ઇચ્છે છે. એટલું જ નહિ પણ જે સુખ ઇચ્છે છે, તે સુખ નિતાંત સુખ જ હોય અને એમાં લેશમાત્ર પદ્મા દુઃખનો છોટી ન હોય, એવું નિર્ભેળ સંપૂર્ણ સુખ જ ઇચ્છે છે. ઉપરાંત જીવ જે સુખ ઇચ્છે છે તે આગવું Exclusive અને પરાકાષ્ઠાનું Extreme સુખ છે, જે સુખથી અન્ય કોઈ પાસે અધિક સુખ ન હોય. આમ જીવ જે સુખ ઇચ્છે છે તે સાચું, શુદ્ધ શાશ્વત, સંપૂર્ણ, સર્વોચ્ચ, સ્વાધીન સુખ ઇચ્છે છે. શું આપણા સહુની ઇચ્છા આવાં જ સુખની નથી ? સર્વ જીવ આવું જ સુખ ઇચ્છે છે, તે જ જીવના સ્વરૂપની ઓળખ છે. અર્થાત જીવના વ હોવાનું અને એ જીવ પરમાત્મ સ્વરૂપ છે એટલે કે જીવમાં અંતર્ગત ગર્ભિત પ્રચ્છન્ન પરમાત્મત્વ હોવાનું લક્ષણ છે.
તે
આપી ત્યાં કહેવત છે કે...કુવામાં હોય તે વાડામાં આવે છે *વિરે સો ખાંડે :' 'બીજમાં હોય તે ફળમાં આવે; વા હોય તેવા ટેટા અને બાપ હોય તેવા બેટા, ' 'ભાંગ્યું ભાંગ્યું તોય ભરુચ,’‘ખંડિયર તો ય મહેલનું.' ખંડિયેર મહેલની ઓળખ આપે, બેટામાં બાપની ઝાંખી થાય, બીજ ફળના નામે ઓળખાય.
ઉપર જણાવ્યા મુજબ સહુ જીવ સુખ ઇચ્છે છે. શા માટે સુખ ઇચ્છે છે ? જીવ સુખ ઇચ્છે છે, કારણ કે જીવ એના શુદ્ધ સ્વરૂપમાં આનંદ સ્વરૂપી છે. વળી જે ઇચ્છે છે તે કાયમ ટકે એવું શાશ્વત-અવિનાશી ઇચ્છે છે, કારણ કે જીવ એના શુદ્ધ સ્વરૂપમાં સત્ સ્વરૂપી છે-અક્ષર અજરામર અવિનાશી છે. ઉપરાંત જીવ જે ઇચ્છે છે તે નિર્મળ, નિર્ભેળ, શુદ્ધ, પૂર્ણ ઇચ્છે છે, કાલા કે જીવ એના શુદ્ધ સ્વરૂપમાં પૂર્ણ છે. એટલું જ નહિ જીવ જે ઈચ્છે છે તે સર્વાધિક, સર્વોગ્ય સર્વોત્તમ ઇચ્છે છે. કારા કે જીવ એના શુદ્ધ સ્વરૂપમાં સમગ્ર સૃષ્ટિમાં-માંડમાં સર્વશ્રેષ્ઠ-સર્વોચ્ચ છે. જીવ એના મૂળ શુદ્ધ સ્વરૂપે સ+ચિદ્દ્ન આનંદ સય્યદાનંદ છે.
=
આવું જે જીવનું શુદ્ધ સ્વરૂપ છે, તેવું જ તે એના પોતાના રોજબરોજના જીવન તવહારમાં માંગી રહ્યો છે. બજારમાં માટલા જેવી વસ્તુ લેવા જાય તો તે પદ તે ભાંગ્યું નહ્યું કે ખોખરું નથી અને આખે આખું સુંદર સંપૂર્ણ છે. ટકાઉ છે તેની ખાત્રી કરીને ખરીદે છે, કેમકે જીવ સ્વયં એના મૂળ શુદ્ધ સ્વરૂપથી સચ્ચિદાનંદ સ્વરૂપી અત્યમુ-શિવમ્ સુંદરમ્ હોવાના કારણે બધે એ પોતાના ખોવાયેલા મૂળ શુદ્ધ સ્વરૂપને ખોળે છે. જેમ પાણી પોતાની મૂળ સપાટી Level ને શોધે છે. જીવ બધે જ આગવું, અખંડ-અભંગ, અવિનાશી અને આંખોને ગમે એવું માંગે છે, પછી, કિંમત આકરી આપવી પડતી હોય તો તેની ય તૈયારી રાખે છે. આજ સંદર્ભમાં જ્ઞાનીએ કહ્યું છે કે...
ખોજ (શોપ) નિત્યની હોય, ઉત્પત્તિ નચરની હોય
જીવ અજ્ઞાનતાને કારણે જાણતો નથી, છનીય અજાણતામાંઅજ્ઞાનતામાં ય જે ઈચ્છે છે તે તો તેના સ્વયંના મૂળ રૂપને-સ્વરૂપને અનુસરીને જ ઇચ્છે છે. માત્ર એ જાણતો નથી કે પોતે જે ઇચ્છે છે તે
૧૩
ક્યાંથી, શેમાંથી અને કેવી રીતે મળે. ખોવાયું છે ઉત્તરમાં, ને શોધે છે દક્ષિણમાં. ડોશીમાની સોય ખોવાઈ ગઈ છે અંધારામાં અને શોધે છે અજવાળામાં, પરંતુ જ્યાં સોય ખોવાઈ ગઈ છે. ત્યાં અજવાળું લઈ જઈ સોય શોધવાનું તે અજ્ઞાન અબૂઝ ડોશીમાને સૂઝતું નથી. અબૂઝ આત્માનેજીવને અંધકાર-અજ્ઞાન હટાવી, પ્રકાશ-જ્ઞાન મેળવી, સ્વ આત્મક્ષેત્રે સુખ શોધવાની મેળવવાની વૈદવાની સૂઝ પડતી નથી. અનાદિનીઅનંતકાળની આત્માની આ અવળી ચાલ હોવાથી કથાના પાત્રને ડોશીમા કહેલ છે.
જ્ઞાન, આનંદ, અવિનાના, પૂર્ણતા, વીતરાગતા, સ્થિરતા એ આત્માનું સ્વરૂપ છે, તેથી જીવ માત્રને જાણતાં અજાણાનો એની જ માંગ રહે છે. માનવની માંગ એ જ માનવનું મૂળ મોલિક સ્વરૂપ છે, પણ એ જ્યાંથી ગે, જેમાંથી મળે, જે રીતે મળે, ત્યાંથી તેમાંથી, તે રીતે જે મેળવવા માનવ પ્રયત્નશીલ નથી, એ જ એનો ખોટો અભિગમ છે. મોગ સાચી છે. પણ ચાલ અવી-ખોટી છે. ચાલ સાચી થાય તો દિશા અને દશા બદલાય અને માંગની પૂર્તિ થાય એટલે કે ઇચ્છિત સુખ-આનંદ મળે ઇચ્છિત માંગની પૂર્તિ અવળી ચાલના કારણે થતી નથી, તેથી જીવ દૂ:ખી છે. જીવ સ્વયં મૂળ શુદ્ધ સ્વરૂપમાં આનંદ સ્વરૂપી હોવાથી કોઈ રા જીવને દેશમાત્ર શંખ ગમતું નથી.
:- ઉપરોક્ત વિચારણાના આધારે એવો સિદ્ધાંત સ્થાપિત થઈ શકે, ‘ધર્મ તે છે, કે જે જીવને એના ઇચ્છિત સુખની પ્રાપ્તિના માર્ગે લઈ જાય કે જે સુખ જીવ ઇચ્છે છે તેવું શાશ્વત હોય, નિર્મળ-નિર્ભેળ-શુદ્ધ હોય, અક્ષય-અખંડ-અભંગ સંપૂર્ણ હોય. આગવું-સર્વશ્રેષ્ઠ-સર્વોચ્ચ હોય, અને સ્વાધીન હોય. એવું સુખ મોક્ષસુખ જ છે, તેથી ધર્મ તે છે જે મોક્ષ મેળવી આપે.'
આ કારણથી જ જ્ઞાની, ધ્યાની, પૂર્વ મહર્ષિઓએ ફરમાન કરી સાધનાનો માર્ગ એવી બતાડવો છે, કે એમાં સાધક એના પોતાના સાધ્યનું જેવું સાધનાએ કરી પ્રગટ કરાયેલ સિદ્ધ સ્વરૂપ છે, તેવું પોતાની સાધક અવસ્થામાં ઉતારે અને સ્વરૂપનું આસ્વાદન કરે.
સાપનાનો સિદ્ધાંત એવી છે કે સાધક, સાપ્ય, સાધન અને સાધનાથી યુક્ત હોય અને સાપ્ય ધ્યેય-૫-Goalનું જે સ્વરૂપ હોય, તે સપનામાં ઉતારે તો સાધ્ધથી અભેદ થઈ લક્ષ્યની પ્રાપ્તિ કરી શકે, એટલે કે શાબ સ્વરૂપ પ્રગટ કરી શકે-સિદ્ધ સ્વરૂપે પ્રગટ થઈ શકે.
જ
સિદ્ધ-સ્વરૂપી સિદ્ધપુરુષો-કાહાત્માઓ-સિદ્ધાત્માઓ-પરમાત્માઓ, નિષ્પાપ, નિર્મા, નિરંભી, નિપાધિ, નિશ્વલંબી, નિરપેક્ષ અર્થાત્ સ્વસ્થિત સ્વાધીન હોય છે. તેથી જ કેટલાક સાધુભગવંતો, સંતપુરુષો, ઓલિયાઓનું જીવન જો તપાસીશું તો જણાશે કે તેઓ આરંભ સમારંભ એટલે કે સાંસારિક પ્રવૃત્તિઓ અને અર્થોપાર્જનથી અલિપ્ત રહી, કોઈની કશીય અપેક્ષા રાખ્યા વિનાનું, કંપન કામિનીના ત્યાગપૂર્વકનું ભિક્ષુક જીવન વહન કરે છે. એટલે કે તેઓ નિરારંભી, નિષ્પરિતી, નિષ્પાપ, નિર્દોષ રહે છે, જેથી કરીને તેઓ સ્વાધીન, સ્વાવલંબી, નિરપેક્ષ, નિર્ભય, નિર્દોષ જીવન જીવી શકે છે.
મુનિઓને અઢારે વરરામાંથી એકે ય વરદાની-એકે ૫ વસવાયાની આવશ્યકતા પડતી નથી. પગમાં પગરખાં પહેરતા નથી તેથી મોચીની