________________
૧૪
આવશ્યકતા રહેતી નથી. દિગંબર રહે છે અથવા કપડાં સિલાઈ વિનાના અલ્પ જ પહેરે છે, જે પણ ભિક્ષાવૃત્તિથી મેળવી ગ્રહણ કરે છે, માટે દર-મેઈની જરૂરત રહેતી નથી. મુડ પાક રહે છે અને વાળ-કૅશ ઊગે છે તો જાતે જ કેશલોચન કરવાનું રાખતા હોવાથી નાઈ-જામનો ખપ પડતો નથી. કેટલાક સાધુ-સંતો અલગારી બાવા ફકીર દાઢી જટા રાખે છે એટલે વાળ કપાવવાની જરૂરત ઊભી થતી નથી. કરપાત્રી હોય છે કે ક્યાં તો તુંબડી કે નારિયેળ આદિના કોચલાના કાષ્ઠપાત્ર, તે પણ અલ્પ પ્રમાણમાં ભિક્ષાવૃત્તિથી ગ્રહણ કરી ઉપયોગમાં લેતાં હોય છે, જેથી કરીને કુંભાર કે કંસારા જેવાં વસવાયાની પણ અપેક્ષા રહેતી નથી. પાદચારી હોવાથી વાહન વાપરતા નથી, તેથી વાહનચાલક કે ટિકિટ ખરીદવાની પળોજણ રહેતી નથી. પાલખીનો ઉપયોગ કરતા નથી તેથી પાલખી ઊંચકનારા ભોઈ લોકોનોય ખપ પડતો નથી. ઉઘાનવાસી, વનવાસી, ગુફાવાસી, ચૈત્યવાસી એ છે કે પછી ગૃહસ્થોએ પોતાના માટે નિર્માકા કરેલ સાધના, ઉપાસનાના ધર્મસ્થાનકોમાં, ઉપાશ્રયોમાં અથવા તો ગૃહસ્થના અલાયદા અવાવરુ મહેમાનો આદિના ઉતારા માટેના ઉપગૃહાદિમાં, માલિક ગૃહસ્થની મંજૂરી મેળવીને રહે છે, તેથી તેમને મકાન-ખોરડા બંધાવવાની જરૂરત ઊભી થતી નથી એટલે કડિયા સુથાર વરણાની પણ અપેક્ષા રહેતી નથી. આમ પરિવારની પળોજા વિનાનું, અઢારે વરણાની આવશ્યકતા રહિત જીવન હોવાથી, એમને સંસારના કોઈ વ્યવહારનો વેપાર નથી, માટે કશી ઉપાધિ નથી, એટલે કે તેઓનું જીવન નિરપેક્ષ, નિરુપાશિક, નિરી, નિરાલી, નિષ્પરિઅહીં, નિષ્પાપ, નિર્દોષ હોય છે. ભિક્ષુક બની રહી ભિક્ષાવૃત્તિથી નિરાભિમાની જીવન જીવે છે માટે જ ‘દિયા ઉસકા ભી ભલા, નહિ દીયા ઉસકા ભી ભલા; કહી, ‘મળે તો સંયમ વૃદ્ધિ અને નહિ મળે તો તપોવૃદ્ધિ”ની મનોવૃત્તિથી ત્યાગી વેરાગી ખાખી બંગાલી જીવન જીવતાં હોઈ અને સહુનું કલ્યાણ ઇચ્છતા સર્વમિત્ર બની ધર્મભાવના કલ્યાણમસ્તુના આશીર્વચન ઉચ્ચારી શકે છે.
- આવું નિરારંભી., નિરુપાપિક, નિર્દોષ, નિર્મોહી, વૈરાગી સ્વાધીન સાધુ જીવન એઓને નિષ્કર્મા, નિરંજન, નિયકાર સ્વરૂપની શા પ્રાપ્તિ કરાવી આપે છે કેમકે તેઓનું સાધક જીવન સિદ્ધ-સ્વરૂપની ઝલક રૂપ છે.
વળી તેઓ એકાંત, મોન અને અસંગ રહે છે. ક્યાં તો વનમાં, ગુફામાં, ગિરનાર હિમાલયાદિ પર્તવશૃંખલાની કોતરોમાં, કંદરામાં રહે છે કે પછી ઉપાશ્રયાદિ ધર્મસ્થાનક કે મઠમાં સંસારીઓથી અલગ એકાંતમાં રહી સાધના કરે છે.
પ્રબુદ્ધ જીવન
તેઓ જરૂર વગર બોલતા જ નથી અને મૌન પાળે છે. બોલવું પડે એમ હોય, તો તોલી તોલીને જોખી જોખીને સત્ય, પ્રિય, હિતકારી અલ્પ બોલ બોલે છે. ભાષા સંયમી અને મધુરી હોય છે. એકાંતમાં અસંગ રહેનાર હોવાથી લોકોનો સંગ નથી. અગર તો વસતિ વચ્ચેલોકોની વચ્ચે રહેતા હોઈ અને લોકોનો સંગ કરવો પડે તો તે લોકહિત અંગે જ કરે છે, પરંતુ તેઓ એકની એક વસતિમાં એકના એક લોકો વચ્ચે ન રહેતાં સ્થળે ચ ક એ છે-વિહાર કર્તા રહે છે-વિચરતા રહે છે. લોક સંબંધથી, લોકહેરીથી દૂર રહે છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ,
જ
ભાવની પ્રષ્ટિએ અપ્રતિબદ્ધ વર્તન કરે છે.
નવેમ્બર ૨૦૦૧
હોવાથી અશબ્દ એટલે કે મોન છે. વ્યવહારનું માધ્યમ મન, વચન, કાય યોગ નથી તેમજ અવસ્થા અવિનાશીતા અને સ્વરૂપ સ્થિરત્વને પામેલા હોવાથી એકાંત અસંગ છે.
આ એકાંત, અસંગ અને મૌન એ શુદ્ધાત્મા-સિદ્ધાત્મા-પરમાત્માનું જ સ્વરૂપ છે, જે શુદ્ધ આત્યંતિક સ્વરૂપ છે. પોતે, પોતામાં જ રતપોતામાં જ મસ્ત-પોતામાં જ રમમાણ અદેહી, અકર્મા, નિરંજન, નિરાકાર
આમ સાધક સાપુરી, સંતો, વિઓ પરમા સ્વરૂપ-સિદ્ધ સ્વરૂપને અનુરૂપ પોતાના સાધક વનની રહેણીકરણી, આચાર વિચાર વિહારને ગોઠવે છે, તેથી જ તે સાધુ ભગવંતોને છામો લોએ સવ્વ સાō પદથી નમસ્કાર મહામંત્રમાં સ્થાન આપી, પ્રાતઃસ્મરણીય અને પ્રાતઃવંદનીય બનાવી સર્વને આદરણીય તેમ અનુકરણીય લેખાવેલ છે.
આમ પરમાત્મસ્વરૂપ લક્ષી સાધક જીવન એટલે કે સ્વરૂપ ગુણોનું જીવનમાં અવતરણ અને આચરણ. એ જ જીવન ધર્મ-સ્વરૂપ ધર્મ છે, જે સહુ સાધકને-અહું ધર્મને સ્વીકાર્ય ઘર્મ છે, તેથી સર્વનો ધર્મ હોઈ સર્વધર્મ-વિશ્વધર્મ છે.
આવું સાધનામય-ધર્મમય જીવન જીવનાર આજેય પૃથ્વી પટ પર સાંપડે છે. મુખ્યતાએ આવા સાપક આર્યાવર્તમાં છે અને એમાંય વિશેષ પ્રધાનાએ તો જૈનમુનિ ભગવંતોનું જીવન આવું છે, જે ખડકાયરક્ષક, પંચ મહાવ્રતથી પ્રતિબદ્ધ, પંચાચારની પાલના સહિતનું, રત્નત્રયીની આરાધનામય, સમિતિથી સીમિત અને ગુપ્તિથી ગુપ્ત એવું જૈન સાધુ જીવન છે.
જૈન સાધુનું જીવન આવે; સાધ્યને અનુરૂપ એવું સાધક જીવન હોવાથી, તે શા સાધકને સામથી તદ્દરૂપ બનાવે છે.
જૈન સાધુનું જીવન આવું ઉંચું સાધક જીવન છે, કારી કે તે શાસનપતિ મહાવીર પ્રભુનો સાધુ છે. એ સાધક શાસનપતિ, ચોવીશમા તીર્થપતિ મહાવીર પ્રભુના સંમવસરણ પ્રતીકસમ નાા માંડી, નાણ સમક્ષ પ્રભુ સન્મુખ થઈ, સર્વસંગ પરિત્યાગ કરી, પ્રવજ્યા ગ્રહણ કરી પ્રતિજ્ઞાબદ્ધ દીક્ષિત બને છે.
શાસન વિધવિધ પ્રકારના છે. પ્રજાજનને, નગરજનને નગર કાનુનનું પાલન કરનાર સારો નાગરિક બનાવનાર શાસન એ રાજશાસન-પ્રજાતંત્રપ્રજાશાસન છે. સંત, મહંત, સાધુ, સંન્યાસીઓ દ્વારા નીતિનિયમો સમજાવી, ધર્મમાર્ગ ધર્મથી શારિત કરનારે જે શાસન છે, તે ધર્મશાસન છે. એ ધર્મશાસનમાં મોક્ષના લક્ષ્ય, પરમપદ-સિદ્ધપદનું ધ્યેય બંધાવી, સ્વરૂપશાસન અર્થાત્ આત્માના અનુશાસન પ્રતિ દોરી જનારું વિધિ-નિષેધ, નિશ્ચયવ્યવહાર, ઉત્સર્ગ-અપવાદ, દ્રવ્ય-ભાવ. જ્ઞાન-ક્રિયા ઇત્યાદિની સ્યાદ્વાદ શૈલીએ સૂક્ષ્મ વિચારણા કરનારું, જે સુંદર શાસન છે, તે જૈન શાસન છે, કે જેમાં ઊંચા સાધક જીવનને જીવવાની, પુરુષ અને સ્ત્રી ઉભયને માટેની જગતની અજોડ એવી ચતુર્વિધ સંઘની વ્યવસ્થા છે. એટલે સુધી કે ગૃહવાસમાં રહીને પરા ગૃહસ્થધર્મી એવા ડરથી સાધકને માટેના પણ સુંદર પરિણામાક્ષી સક જીવનની વ્યવસ્થા અને વિચારણા છે. આ જૈનશાસનથી શાસિત સાધક આત્મા જ આગળ વધી, પોતે પોતાથી જ અનુશાસિત એટલે કે સ્વ રૂપને, સ્વ ભાવને સમજી, સ્વરૂપથ બનાવનારું સ્વરૂપશાસન છે. એમાં પ્રવેશ પામે છે અને ભવસાગરથી પાર ઊતરે છે. રાજવધારાન, સમાજશાસન, ધર્મશાસન આદિ લોકશાસનલોકિકશાસન છે. જૈન શાસન લોકશાસનથી નિરાળું લોકોત્તર શાસન છે અને સ્વરૂપરાસન, એ લોકોત્તમ શાસન છે, કે જે લોકમા શિખરે સાદિ અનંત પરમાત્મપદે પરમ સ્થિરાવસ્થામાં, પરમાનંદાવસ્થામાં સ્થિત કરે છે.
જૈન શાસનનું આટલું અદકેરું મહાત્મ્ય બતાવવાનું કારણ એ શાસનનો