SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૮ પશુ આવ્યું નહીં. અંતે એને અમે અહીંયા જ બળી દીધી. એ દશ્ય યાદ કરતાં એમની આંખે કમકમાં આવી જતાં હતા, આવી કારમી ઘટનાઓની વાતો કરતાં હતા. એ દરમ્યાન એક સામાન્ય પણ મહત્ત્વની સમસ્યા ઊભી થઈ. અમારામાંના એક બહેનને કુદરતી હાજતે જવાની જરૂર પડી. બધે જોયું, પણ ક્યાંય એ માટે સરખી વ્યવસ્થા નહોતી. માત્ર એક મોટું ખોખું જેમ તેમ ઊભું હતું. એની એક બાજુનો પડદો તો ઊંધો કરતો હતો. એ બહેને આ પી પકડી રાખીને જેમ તેમ બધું પતાવ્યું, ત્યારે ખબર પડી કે અહીં એક પણ જાજરું કે બાથરૂમ નહોતાં. લોકો ખુલ્લામાં જ 'જઈ આવતાં” ને બહેનો બને ત્યાં સુધી અંધારામાં જ જતી હતી. આવો નજીવો પણ આરોગ્ય ને સ્વચ્છતાની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનો પ્રશ્ન પણ ઉકેલવાનો બાકી જ હતો. લોકો કહે છે કે ‘ભાંગ્યું તોય ભરુચ', એને બદલે આપણે કહીએ ‘માંગ્યું તોષ ભચાઉં. આવી ભાંગી તૂટી જીવન-વ્યવસ્થામાં એક રાત પણ રહેવું મુશ્કેલ હતું. એમાં પણ વરસાદ કે વાવાઝોડામાં આ રહેઠાણો કેટલી ટક્કર ઝીલી શકે ? આ જર્યા પછી દોઢ-બે મહિને જુન-ર૦૦૧માં અમારે પાછું ભાડું જવાનું થયું. હવે અહીં નાની નાની હાટડીઓ થઈ છે. રહેઠાણો થોડાં થોડાં સુધર્યા છે, અને એક મોટું પતરાનું સંકુલ-બાથરૂમ-જાજરુ તરીકે બંધાવ્યું છે. નાસા હાઉન્ડેશન' નામની સંસ્થા વતી સૂર્યકાન્ત પરીખ અને એમના સાથીઓએ આ શૌચ સ્નાન સુવિધા સંકુલ' તૈયાર કરાયું છે. એ મુખ્ય બસ-સ્ટેશન પાસે જ છે. માત્ર દોઢ મહિનામાં તૈયાર થયેલા આ સંકુલમાં બહેનો માટે ૯ જાજરુ ને એક બાથરૂમ કર્યા છે. બીજી બાજુ આ જ રીતે ભાઈઓ માટે બાંધેલાં છે. આમ...બધું થઈને ર જાજરુ, બાથરૂમ છે, એનો ઉપયોગ બધાં માટે મફત છે. પારીની છૂટ પટ્ટા સારી છે. પરિણામે આ બધું પણું સ્વચ્છ છે. અને એની સાફસુફી દિવસમાં ત્રણવાર કરનારા માટે બે ઓરડીઓ પણ કરી છે. એમાં અત્યારે બે યુગલો બાળક સાથે રહે છે. એમને ‘Care takers' કહેવાય છે. એમને રહેવા ઉપરાંત રસોઈની સાધનસામગ્રી પણ આપવામાં આવી છે. એ લોકો ત્યાં ને બધું આગવે છે. જન-આરોગ્ય માટે રહીને આવી ગોઠવણી જરૂરી નથી ? આમ ભાંગેલા ભચાઉં માટે આપડી અવગણાયેલી છતાં એવા જ મહત્ત્વની સગવડ ઊભી થઈ છે-‘શૌચ સ્નાન સંકુલ' દ્વારા ત્યારે અમે એ સંકુલના ઉદ્ઘાટન નિમિત્તે ભચાઉ ગયાં હતાં. ત્યાં ૬૦-૬૫ લોકો એકઠા થયેલાં. એમાં બહેનો અને બાળકો પણ હતાં. ઉદ્ઘાટનની કોઈ ખાસ વિધિ રાખી નહોતી, પરંતુ ત્યાંના ડેપ્યૂટી કલેક્ટર એ માટે આવવાના હતા. એ પહેલાં બધાં ધીમે અવાજે વાતો કરતાં હતાં ત્યારે મેં ફાલ્ગુનીને કહ્યું કે ‘આ બાળકોને ગીતો ગવડાવીએ તો કેવું ?’ અને ફાલ્ગુનીએ શરુ કર્યું. નાનાં અમથાં આજ અમે, પણ કાલે મોટાં થાણું, અમે ગીત ગગનનાં ગાશું, અમે ગીત ગુલાબી ગાશું.' અને અમારા આશ્ચર્ય વચ્ચે એ બાળકોએ એ સુંદર રીતે ઝીલ્યું. પછી બીજું ગીત શરુ કરતાં પહેલાં મેં કહ્યું, ‘અમે તો ગાયું, પણ તમારું કૈક ગાઓને' અને બાળકો તો તૈયાર ! નાનકડો ઈકબાલ ઊભો થયો. એણે એ (મુસ્લિમો)ના રિવાજ પ્રમાણે માથે કપડું બાંધ્યું. સાથે એની નાની બહેન રુખસાના પા ઊભી થઈ. રુખસાના કાદવમાં ઊગેલા કમળ જેવી સ્વચ્છ ને સુંદર હતી. બેઉએ એમની નમાજ પઢતી વખતની પ્રાર્થના શરૂ કરી. બીજો કિશોર કબીર પણ એમાં જોડાયો. એનો કંઠ ઘણો મીઠો ને ઘડાયેલો હતો. આ બધાં નામો બતાવે છે કે ત્યાંની વસ્તીમાં મુસ્લિમો પણ હતા. ત્યાં એ બે કોમની મિશ્ર વસતી હતી. બ હળી મળીને આ મંડપમાં ગોઠવાયા હતા. ત્યાં આવી પહોંચ્યા-ભચાઉના ડેપ્યુટી કલેક્ટર મ. ઝાલા એ ઉપરાંત ઉન્નતિ સંસ્થાના પ્રમુખ બિનૌય પરી અને ‘ગ્રામશિલ્પી’ના લીનભાઈ પણ આવ્યા હતા. એ બધાંનો આ કામમાં નાસા ફાઉન્ડેશનને સક્રિય સાથે તથા આર્થિક ટેકો પજા મળેલો. શરૂઆતમાં મિ. ઝક્કાએ કીવી પ્રગટાવેલી. મને તથા ફાલ્ગુનીને પણ એક એક વાટ સળગાવવાનું કહેવામાં આવ્યું, પછી અમે બધાંએ નાનકડી પ્રાર્થના ‘ૐ તત્સત્' કરી, અને આવેલાં મહાનુભાવોએ ટૂંકામાં સારી વાત કરી. આ નાની ઉદ્ઘાટન વિધિ પૂરી થતાં ‘નાસા' તરફથી બધાને ઠંડા પીછો આપવામાં આવ્યા. બાળકીને તો આ છેલ્લી ‘વિધિ’ સૌથી વધુ ગમી. (ગમ જ ને ?) આમ કોઈ મધુર આનંદ સાથે એ જ ને સમારંભ પુરી થયો. આવા પ્રસન્ન વાતાવરણમાં બાળકોએ ગયેલું ‘ગીત ગુલાબી' રણકતું હતું. આવું ગીત અને એ ગાનાર ગુલાબી બાળકોના ચહેરા પર કંઈક નવું પામ્યાનો ઉત્સાહ છવાયેલો હતો. આ સાત જ કવિશ્રી શેતાને નવજીવનની રમ્યતા તરફ લઈ જશે ! નવેમ્બર ૨૦૦૧ ‘મંથન'-હાજીપુર અપંગ કન્યા સેવા સંકુલ માટે વધુ આવેલ રકમની યાદી ૧૦૦૦૦૦ શ્રી પાટણ નિવાસી, હાલ-મુંબઈ ૫૦૦૦ સ્વ. આસીતભાઈ તથા સ્વ. રમીલાબહેન રમેશભાઈ ઝવેરીના સ્મરણાર્થે સ્વ. લીલાવતીબહેન હીરાલાલ ઝવેરી પરિવાર તરફથી ૧૫૦૦૦ શ્રી આશિતા અને કાંતિલાલ કેશવલાલ શેઠ ચેરિટેબલ ટ્રસ્ટ ૧૦૦૦૦ શ્રી જયંતીલાલ એસ. શાહ ૯૦૦૦ શ્રી કમળાબેન શશિકાંત પત્રાવાળા ૦૦૦ શ્રી.તીબહેન ગુલાબના સીરી ૫૦૦૦ શ્રી પુષ્પાબહેન વી. ધલ્લા શ્રી બેબી અવંતિકા શાહના જન્મ નિમિત્તે તેમના દાદીમા શિલ્પા શાહ તરફથી ૩૦૦૦ ૩૦૦૦ શ્રી મનહ૨લાલ જગમોહનદાસ શેઠ શ્રી અમરતલાલ ચુનીલાલ શાહ શ્રી ચંપાબહેન અમરતલાલ શાહ શ્રી રમાભાઈ પી. મહેતા ઉદવાડ ૩૦૦૦ શ્રી ઝલક રાકેશ શેઠ ૩૦૦૦ ૩૦૦૦ ૩૦૦૦ શ્રી અલ્કેશ ભદ્રકુમાર મેમોરિયલ ટ્રસ્ટ ૩૦૦૦ મે. અજન્ટા પેપર સેન્ટ૨ ૩૦૦૦ શ્રી નગીનદાસ ઉત્તમચંદ શાહ હસ્તે ડૉ. અમુલ શાહ ૩૦૦૦ મે. વી. એ. પરીખ એન્ડ કહ્યું. ૩૦૦૦ શ્રી મોદી ફાઉન્ડેશન ટ્રસ્ટ ૩૦૦૦ શ્રી સંદિપ કે. મહેતા ૩૦૦૦ મે, એમ. માર્ટ (મદુરાઈ) ૩૦૦૦ મે. પકીન બ્રધર્સ હસ્ત-માલાલ ડુંગરશીભાઈ શાસ ૧૦૦૦ મે. ગીવ એન્ડ ટેઈક (ઇન્ડિયા) ܀܀
SR No.525986
Book TitlePrabuddha Jivan 2001 Year 12 Ank 01 to 12 - Ank 05 08 10 and 11 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages110
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy