________________
.
પ્રબુદ્ધ જીવન
૨ (બેંક ૧૦–૧૧)
સડકની વાસ્તવિકતાએ અમને જબલપુર પાછા મોકલી દીયા હોત. જબલપુરથી આશરે પચાસેક કિલોમીટર સિગામપુર ગામ સુધીનો
પ્રતિમાજીના બંને કાન લાંબા અને ખભાને અડેલા છે. (શિયનો દાખલ એ જરૂરી પણ છે.) બંને કાનની પાસે વાળની લટ છે, જે જોઈ શકાય
આ
રાતો ધીરજની કસોટી કરે એવો હતો. પણ પછી સાધારા સારો રસ્તો છે. ભારતમાં પહાણમાંથી કરેલી પરત જૈન પ્રતિમાઓન
સૌથી મોટી છે.
આવી. ગાડીની ઝડપ વધારી શકાઈ. આ સાધારણ રસ્તો જો પહેલેથી મળ્યો હોત તો અર્થ એની કદર નહિ પણ નિંદા કરી હીત, પરંતુ આરંભનાં રસ્તાને પોતે શરમાવી શકે એટલો એ સારો હતો એથી એની અમે કદર કરી. એણે અમારા ઉત્સાહમાં ઉમેરો કર્યો. જો કે વચ્ચે વચ્ચે એ પણ મોઢું બગાડતો. પણ એમ કરતાં અમે દમોહ સુધી પહોંચી
જટા અથવા વાળની લટ તથા નીચે ગૌમુખ અને ચક્રેશ્વરી દેવીની આકૃતિ ઉપરથી આ ઋષભદેવ ભગવાનની પ્રતિમા છે એ સુનિશ્ચિત છે.
ગયા.
આ પ્રતિમાની બંને બાજુ ખડ્ગાસનમાં પાર્શ્વનાથ ભગવાનની, સર્પની ફણા સાથે સાડા અગિયાર ફૂટ ઊંચી એક એક દિગંબર પ્રતિમા છે. જે રીતે અહીં પર્વતના પથ્થરમાંથી પ્રતિમા કંડારેલી છે તે જોતાં ભૂતકાળમાં આ કોઈ ગુફામંદિર હશે એવો સંભવ છે.
ગર્ભગૃહની દિવાલોમાં ભિન્ન ભિન્ન નાની નાની પ્રતિમાઓ જે કંડારેલી છે, તે એની નીચેના લાંછન પરથી ઓળખી શકાય છે.
આ પ્રતિમા ઋષભદેવ ભગવાનની છે એ નિર્વિવાદ છે. પરંતુ મહાવીર સ્વામીની પ્રતિભા તરીકે પણ એ પૂજાતી આવી છે. જૂના વખતથી સામાન્ય માાસો મહાવીર સ્વામી તરીકે જ એને પૂજતા આવ્યા છે. અહીં નગરનું નામ કુંડલપુર છે અને મહાવીર સ્વામીનું જન્મસ્થાન કુંડલપુર હતું એટલે નામ સામ્યને કારણે કદાચ એમ બન્યું હશે ? મૂળ નાયકની બંને બાજુ પાર્શ્વનાથ ભગવાન છે, એટલે વચ્ચે મહાવીર સ્વામી જ હોવા જોઇએ એવો ખ્યાલ પણ હશે. એ જે હોય તે, પણ એટલું નિશ્ચિત છે કે છેલ્લાં ત્રણેક સૈકાથી લોકોમાં એ મહાવીર સ્વામી તરીકે પૂજાતા આવ્યા છે.
હવે દમોહથી કુંડલપુરની ૩૮ કિલોમિટરની સડક એક ગાડી જાય. એટલી નાની સાંકડી હતી. પણ તેની હાલત ઘણી સારી હતી. વળી વરસાદ રહી ગયો હતો અને તડકો નીકળ્યો હતો. બંને બાજુ આંબાનાં ઘટાદાર વૃક્ષો આવતાં હતાં. આસપાસનું પ્રાકૃતિક દૃશ્ય રમણીય હતું અને વાતાવરણમાં શીતળતા હતી. એકી અમારા થાકને ઉતારી નાખ્યો.
લગભગ સાડા બાર વાગે અમે કુંડલપુર પહોંચી ગયા. સામે પહાડ ઉપર મંદિરો અને નીચે તળેટીમાં પણ મંદિરો જોઈને કોઈ ભવ્ય તીર્થસ્થળે આવ્યા હોઈએ એવો અનુભવ આ સ્થળે પ્રવેશતાં જ થયો. કુંડલપુર અને કુંડલગિરિનું આગવું નૈસર્ગિક દૃશ્ય જ વિલક્ષણ અને ચિત્તપટ પર અંકિત થઈ જાય એવું છે. કુંડલિંગ્ટર પહાડ લગભગ ગોળાકાર જેવો છે. નીચે તળેટીમાં વિશાળ તળાવ છે. પહાડનો આકાર કુંડલ જેવો વર્તુળાકાર હોવાથી પ્રાચીન સમયમાં જ એનું નામ કુંડલગિરિ પડી ગયું હશે એમ મનાય છે.
અમે મંદિરના સંકુલમાં પ્રવેશ્યા. નીચે તળેટીમાં જ મંદિરો, ધર્મશાળા, કાર્યાલય સહિત આ વિશાળ સંકુલ છે. ગાડી પાર્ક કરીને અમે પહાડ ઉપર ચડવાનો વિચાર કરતા હતા, પણ કાર્યાલયમાં તપાસ કરતાં જાણાવા મળ્યું કે પહાડ ઉપર ગાડીમાં જવા માટે કાચો રસ્તો બનાવ્યો છે અને ઠેઠ બડે બાબાના મંદિર સુધી જવાય છે. એટલે શ્રમ અને સમય બંને બચાવવા અમે ગાડીમાં જ ઉપર પહોંચી ગયા.
કંડલગિરિના આ તીર્થક્ષેત્રમાં પહાડ ઉપર અને બેટીમાં મળીને ત્રેસઠ મંદિરો છે. એમાં મુખ્ય મંદિર તે આ બડે બાબાનું છે. અને ગર્ભગૃહ નાનું અને નીચાકામાં છે. મંદિરમાં પ્રવેશી, પગથિયાં ઊતરી અમે ગર્ભગૃહમાં દાખલ થયા. આપણી નજર ભરી દે એવા બડે બાબાનાં દર્શન કરી અમે ધન્યતા અનુભવી. અમારું સ્વપ્ન ફળીભૂત થયું. બડે બાબાની મૂર્તિ ફોટામાં જોઇએ અને પ્રત્યક્ષ જોઇએ એ બેમાં ઘણો ફર્ક છે. પ્રત્યક્ષ દર્શનથી જ વિશિષ્ટ અનુભૂતિ થાય છે. આ મૂર્તિની વિશાળતા, સમપ્રમાણાતા, સુરેખતા, ભવ્યતા, ચહેરા પરની શાન્ત પ્રસન્નતા ઇત્યાદિ ચિત્તાકર્ષક તત્ત્વોથી આત્યંત પ્રભાવિત થઈ જવાયું, અમારી નજર ત્યાંથી જલદી ખસતી નહતી
' ‘બડે બાબા' એવું નામ આ પ્રતિમાની વિશાળતાને કારણે જ પડી ગયું છે. આ પદ્માસનસ્થ પ્રતિમા આશરે સાડા બાર ફૂટ જેટલી ઊંચી છે અને નીચે ત્રણ ફૂટનું સિંહાસન છે. આ પ્રતિમાજીની વિશિષ્ટતા એ છે કે બહારથી લાવીને તે અહીં પધરાવેલી નથી, પરંતુ પપ્તાહના પથ્થરમાંથી ત્યાં જ કંડારેલી છે. પહાડના સાધારણ રતાશવાળા કાળા ભૂખરા રંગના નક્કર પાષાણમાંથી તે કંડારવામાં આવી છે. પ્રતિમાજી આગળ પાછળ સંપૂર્ણ કંડારેલી નથી. પીઠનો ભાગ, મસ્તક અને કમર સહિત પથ્થરની દિવાલ સાથે તે એકરૂપ છે. ક્લાકૃતિ તરીકે પણ તે એક ઉત્તમ નમૂનારૂપ છે. પથ્થરની દિવાલમાં જ પરિકરની રચના કરવામાં આવી છે એમાં મસ્તક ઉપર છત્ર છે અને બંને બાજુ દેવદેવી છે. આ
અમે મંદિરમાં બેસી ભાવપૂર્વક ચૈત્યવંદન કર્યું. ત્યાર પછી ફરી એક વાર મૂળ નાયક અને અન્ય પ્રતિમાઓનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું. દર્શન-ચૈત્યવંદન કરી અમે બહાર નીકળ્યા. આ મંદિરમાં બહારના ભાગમાં સંસ્કૃતમાં એક શિલાલેખ છે. તે મુજબ વિ. સં. ૧૭૫૭માં, એટલે આજથી બરાબર ત્રાસો વર્ષ પૂર્વે, મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો. મળતી માહિતી પ્રમાણે એ દિવસોમાં મંદિર નષ્ટપ્રાયઃ થઈ ગયું હતું, ભગ્નાવશેષ મંદિરની અંદર પ્રતિમાજી અખંડિત રહ્યાં હતાં. દર્શનપૂજા બંધ થઈ ગયાં હતાં. જેનોની વસતિ રહી નહતી. એ દિવસોમાં દિગંબર આચાર્ય ૧૦૮ શ્રી સુરેન્દ્રકીર્તિ પોતાના શિષ્યો સાથે આ વિસ્તારમાં વિચરતા હતા. તે વખતે આયાર્થીએ એવો અભિગ્રહ ધારણ કરેલો હતો કે ક્યાંક જિનપ્રતિમાનાં દર્શન કરીને પછી આહાર લેવો. પણ આ વિસ્તારમાં એમને જિનપ્રતિમાનાં દર્શન ક૨વા મળ્યાં નહિ, એટડો ઉપવાસ ઉપર ઉપવાસ થતા જતા હતા. એમ વિચરતાં વિચરતાં તેઓ હિન્ડોરિયા ગામે પધાર્યા ત્યારે, ગામોકોએ કહ્યું કે તે દૂર પહાડ ઉપર ખંડિયેઓ જિનપ્રતિમા છે. તેઓ પહાડ ઉપર પહોંચ્યા. ત્યાં આસપાસના પથરાઓ ખસેડ્યા અને ભગ્નાવશેષ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યા ત્યારે આદિનાથ ભગવાનની ભવ્ય વિશાળ પ્રતિમા એમણે નિહાળી. તેઓ ગદાદ થઈ ગયા. તેમનો અભિગ્રહ પૂરો થયો. એમણે તે ક્ષણે જ આ પ્રતિમાની ફરીથી પ્રાણપ્રતિષ્ઠા કરાવવાનો દૃઢ સંકલ્પ કર્યો. એ માટે શ્રેષ્ઠીઓને અને રાજાને વાત કરી. ડુંગર પર હોવાથી કાર્ય ઘણું જ વિકટ હતું અને ખર્ચાય હતું. પરંતુ એમના શિષ્ય મુનિ ચન્દ્રકીર્તિ અને ચારી નેમિસાગરજીએ આ કાર્યની જવાબદારી ઉપાડી લીધી અને વખત જતાં કાર્ય પૂર્ણ કર્યું.
મંદિરનો જર્ણોદ્રાર થયો તેમાં એક મહત્ત્વની મટના બની. આ પ્રદેશના મહારાજા છત્રસાલનો હીરાની ખાવા માટે પ્રખ્યાત એવા પન્નાનો પ્રદેશ દુશ્મન રાજવીએ પડાવી લીધો હતો. એથી છત્રસાલ બહુ ખિન્ન અને ઉદાસીન રહેતા હતા. એવામાં આ બડે બાબાની મૂર્તિ ચમત્કારી