________________
.
પ્રબુદ્ધ જીવન
-
આ નવ નોર્કષાય જે સૂક્ષ્મ સ્વરૂપ છે તેનું સ્થૂલ સ્વરૂપ ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય છે. એ ચાર કષાયના પાછા અનંતાનુબંધી, અપ્રત્યાખાની, પ્રત્યાખાની અને સંજ્વલન અર્થાત્ સહુને સમજાય એવી જાડી ભાષામાં તીવ્રતમ-દીર્ઘ દીર્ઘકાલીન, તીવ્રતર-દીર્ઘકાલીન, તીવ્ર અકાલીન અને મંદ-ણિકે કહી શકાય એવાં ચાર ભાગા-ભેદ પાડતા સોળ (૧૬) કષાયરૂપ બને છે. કષાયના એ ચાર ભાંગાને અનુલક્ષીને જ સાંવત્સરિક, ચાતુર્માસિક, પાક્ષિક અને દેવર્તિ તથા રાઇએ પ્રતિક્રમણનું આયોજન છે. મોહનીયકર્મના બે ભેદ પડે છે. દર્શનમોહનીયકર્મ અને ચારિત્રમોહનીયકર્મ, સોળ (૧૬) કષાય અને નવ (૯) નોકષાય જે વર્તના (ચરિત્ર) સ્વરૂપ હોવાથી ચારિત્રમોહનીયકર્મ તરીકે ઓળખાય છે અને મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય તથા સમ્યક્ત્વમોહનીયકર્મ એ દૃષ્ટિ સંબંધિત હોવાથી દર્શનનીય કર્મ તરીકે ઓળખાય છે. આમ ++ = ૮ પ્રકૃતિ મોહનીપકર્ષની છે.
મોહનીયકર્મની અઠ્ઠાવીસ (૨૮) પ્રકૃતિ જ્ઞાનાવરણીયકર્મ, દર્શના વરણીયકર્મ અને અંતરાયર્મને સહચારી બનાવી ઉપરોક્ત અધાતિકર્મની ૧૧ કર્મપ્રકૃતિ ઉપર દષ્ટિપાત કરે છે. આ દષ્ટિપાતને કારકો નવ નોકષાય જે સૂક્ષ્મરૂપે છે તેને ઉપયોગમાં ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાયનું રૂપ આપી પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ, રસબંધથી અનંતાનુબંધી, અપ્રત્યાખાની, પ્રત્યાખાની કે સંજ્વલન રૂપે પરિશમાવે છે. એટલું જ નહિ પણ મોહનીયકર્મ કરીને મતિજ્ઞાન (બુદ્ધિ) જે વિચાર સ્વરૂપ છે તે વિકારી બની પોસેલ ઇન્દ્રિયેલી અભેદ થઈ લામાંતરઘરૂપ, ભોગોતરારૂપ, ઉપભોગતરાયરૂપ, દાનાંતરારૂપ બને છે.
મોહનીયકર્મ જ્યારે કાર્યાન્વિત બને છે ત્યારે સાથે સાથે જ્ઞાનાવરણીય
કર્મને પરા સહભાગી બનાવે છે કે સહચારી બનાવે છે. એટલે કે મોહનીપર્મ જે મેળવવા ઇચ્છયું છે તે ઇકિતની પ્રાપ્તિ માટે જ્ઞાનાવરણીયકર્મ કાર્યશીલ થાય છે. અર્થાત્ મને માંગ્યું અને મેળવવા મતિ પ્રવૃત્ત થઈ. મોહ-ઇચ્છા મનમાં સ્ફુરિત થાય છે. એની પૂર્તિ કરવાનું કાર્ય-આયોજન મતિ કરે છે કે જે વિચાર તત્ત્વ છે, મન મોહિત થયું અને મતિ ઇન્દ્રિયોના માધ્યમથી ગતિમાન-કાર્યશીલ થઈ. આમ સૂક્ષ્મ એવાં મન અને મતિ (બુદ્ધિ) ઇન્દ્રિયી દ્વારા સ્થુલરૂપ પારકા કરે. છે. અા મોત રૂપે વ્યક્ત થાય છે. ઇન્દ્રિયો એ દર્શનાવરણીયકર્મ સ્વરૂપ છે અને દેહ સાપેક્ષ છે. મોહિત મન અને શ્રમિત મતિના આદેશ અનુસાર કાર્યશીલ થયેલ ઇન્દ્રિયો અને દેહ, ક્રાર્થના માટે કરાયેલાં શ્રમથી શ્રમિત થાય છે અને વિશ્રામ માર્ગ છે. એ વિશ્રામ-વિરામ તે નિદ્રાર્થીનતા. આ નિદ્રાસ્વરૂપ વિરામ એ પાછો ચાર ઘાતિકર્મોમાંના એક દર્શનાવરણીયકર્મનો જ એક ભેદ છે. આગળ મોહના માર્યા ધક્કાથી ગતિશીલ બનેલ મતિ-જ્ઞાનાવરણીયકર્મ અને ઇન્દ્રિયો-દર્શનાવરણીયકર્મ, મોહનીયર્સે જે ઇચ્છયું છે અને જેવું ને જેટલું ઇચ્છયું છે તે તેવું તેટલું મેળવે છે. તો તે લાાંતરાયકર્મનો ક્ષયોપશમ છે પણ જો મળતું નથી તો એ લાભાંતરાયનો ઉદય છે. મેળવેલું ભોગવાય છે અર્થાત્ પ્રાપ્તથી પૂર્તિ થાય છે યા તો પ્રાપ્તનો ફરી ફરી ભોગવટારૂપ ઉપભોગ થાય છે તો એ ભોળાંતરાય અને ઉપભોગાંતરાયનો થયોપશમ અનુક્રમે છે, પરંતુ જો મળેલું ભોગપભોગ કર્યા વિના જ છીનવાઈ જાય કે પછી મળ્યા છતાંય ભોગ કે ઉપભોગ કરી શકાય નહિ-એવી સ્થિતિ હોય તો એ ભૌગાંતરાય અને ઉપભોગાંતરાયનો ઉદય અનુક્રમે કહેવાય છે. મળેલાંનો સદુપયોગ થાય, સુતમાં ઉપયોગ થાય, સુપાત્રની ભક્તિમાં વપરાય કે પછી જરૂરતમંદને
તા. ૧૬-૭-૨૦૦૧
અનુકંપાના-દયા-કરુણાના ભાવપૂર્વક દાન દેવાય અથવા તો જીવદયાના કામમાં લેવાય તો તે દાનાંતરાયનો ક્ષયોપશમ છે. અગર જો તેમ ન થાય અને માલિકીભાવ ધારણ કરી માલિક બની મળેલાંના ધણી થઈને બેસી જવાય તો એ દાનાંતરાયનો ઉદય છે. આ બધી પ્રક્રિયામાં ઓછીવત્તી શક્તિ હોવી તે વીતરાયનો થોપાય. જે વું ને જેટલું ઇચ્છયું છે, તે તેવું ને તેટલું નહિ મળતાં ઓછુંવત્તું મળવું, સારૂંનરસું મળવું કે અન્યથા થવું એ સર્વ અંતરાયકર્મનો વિષાકીય સૂચવનાર છે. ટૂંકમાં કહીએ તો મૂળ મોહનીયકર્મ છે જેનું ફળ વેદનીયકર્મ છે.
આમ એ સ્પષ્ટ થાય છે કે સર્વનું મૂળ મોતનીધર્મ છે-મોહ છે. ઇચ્છા છે. તેથી જ સર્વધર્મનો સાર નિર્મોહી-નિરીહી-ઇચ્છારહિત થવુંકાંઈ જોઇએ નહિ અર્થાત્ વીતરાગ બનવું તે છે. માટે જ સાધના નીતરાગનાની છે. અને લક્ષ્ય સર્વશતા કેવળજ્ઞાન, પર્ણય અવિનાશી ને પ્રદેશ સ્થિત્વ અર્થાન મુક્તિ-સિદ્ધપદનું છે,
આ મોહનીયકર્મની વિચિત્રતા-ખૂબી તો એ છે કે એ પોતે તો પાન કરનાર એવું થાતિકર્મ છે પરંતુ એ વાતિકર્મ એવા મોહનીયકર્મનું જ્ય તો ચારેય અથાતિકર્મીની પુષ્પકૃતિઓ જ છે. પૂર્વે જગાળ્યા મુજબ ધાતિકર્મનો દષ્ટિપાત અથાતિકર્મ ઉપર છે. જેમકે...
શાતાવેદનીયની ઇચ્છા (મોહ-રાગ) અને અશાતાવેદનીયની અનિચ્છા (âÚ. આ યાતિ એવાં મોનીપકર્મનો અધાતિ એવાં વેદનીથકર્મ ઉપરનો દૃષ્ટિપાત છે.
જીવિતની ઇચ્છા અને મરણની અનિચ્છા. આ ઘાતિ એવાં મોહનીયકર્મનો અઘાતિ એવાં આયુષ્યકર્મ ઉપરનો દષ્ટિપાત છે.
નામકર્મની સર્વ પુષ્પાકૃતિઓની (શુભની) ઇચ્છા અને સર્વ પાપકૃતિઓની (અશુભની) અનિચ્છા. આ થાતિ એવાં મોહનીયકર્મનો અવાતિ એવાં નામકર્મ ઉપરનો દષ્ટિપાત છે.
ઉગોત્ર-ઊઁચાપરા-માનની ઈચ્છા અને નીચગોત્ર-નીચપણા હલકાપા-અપમાન-અવહેલનાની અનિચ્છા. આ ધાતિ એવાં મોહનીધર્મનો અધાતિ એવાં ગોત્રકર્મ ઉપરનો દૃષ્ટિપાત છે.
મોહ એ સૂક્ષ્મ એવું ઘાતિકર્મ મોહનીયકર્મ છે જેને રમવાનાં મનગમતાં રમકડાં એ સ્થૂલ એવાં ચારેય અધાતિકર્મો છે.
મિત્વ મોહનીયુકર્મે આત્માના સત્-નિત્ય-અવિનાશી સ્વરૂપને આવ ર્યું છે એટલે કે ઢાંક્યું છે. પાર્થ આત્માના શાંત-ઉપાંત પ્રશાંતનીતરાગ સ્વરૂપને આર્યું છે. અવિરતિએ આત્માના સહજ, સ્વાભાવિક, અપ્રતિપક્ષી, અભેદ, આત્મસુખ કે જે શાશ્વત, સંપૂર્ણ, સ્વાધીન અને સર્વોચ્ચ સુખ છે તે પરમાનંદ-સહજાનંદ-સ્વરૂપાનંદને આવૃત કરેલ છે. જ્યારે યોગના કારણે આત્માનું પરમ સ્થિર, અરૂપી, અમૂર્ત સ્વરૂપ આવરાયું છે.
મિથ્યાત્વ, અવિરતિ અને કપાય મોનીધર્મના ભેદ છે. જ્યારે યોગ ને અવાર્તિકર્મ છે. આ પણ સૂચવે છે કે મોહનીયકર્મ મૂળ છે અને અઘાતિકર્મ ફળ છે,
ખાણમાં પડેલાં સુવર્ણની જેમ આત્માનું મૂળ શુદ્ધ સત્ સ્વરૂપ મલિનતાએ કરીને અનાદિકાળથી કર્મપાળથી ઢંકાયેલ છે આવરાયેલ છે. આમ અનાદિકાળના કર્મ સંયોગે કષાય છે, જે કામથી કલુષિત (મલિન) એવો જીવાત્મા ફરી ફરી કષાય કરી, ફરી ફરી નિવન કર્મપાશથી સ્વાત્માને બાંધતો જ રહે છે. પોતે જ પોતાની જાળમાં કરોળિયાની જેમ ફસાતો જાય છે. કર્મ ચક્રાવો ચાલુ જ રહે છે. કૂવાની રેંટ જેવી સ્થિતિનું નિર્માશ થાય છે. અવિનાશી વિનાશી બને છે. અમર એવો આત્મા દે