________________
(*)
-પ્રબુદ્ધ જીવન
કેટલુંક ચિંતન
ઘ ડૉ. રણજિત પટેલ (અનામી)
અર્થ-અદ્-અર્થ
(૧) સને ૧૯૩૨માં હું અંગ્રેજી ધોરણ પાંચમાાં ભણતો હતો, ત્યારે પણ મારા પ્રિય કવિઓ બે: 'કાન્ત' અને ન્હાનાલાલ. એ જમાનામાં 'કલાપી'નો જાદુ ગજબનો હતો ‘કલાપીનો કેકારવ' મેં વાંચેલો પણ મારો વિશેષ લગાવ ‘કાન્ત’ના ‘પૂર્વાલાપ’ અને ન્હાનાલાલનાં નાટકો; ‘જયાજયંત‘ અને ‘ઇન્દુકુમાર’ પરત્વે હતો. ન્હાનાલાલનાં બધાં જ નાટકો અપદ્યાગદ્ય-ડોલનશૈલીમાં લખાયેલાં
છે. ત્યારે અપવાદ રૂપે એક કવિ પૃથુ શુકલ સિવાય ખાસ કોઈએ ડોલનશૈલીનો પ્રયોગ કર્યો નથી; અલબત્ત પરિહાસ રૂપે-‘કોયલડીને’ બદલે કોઈ ભેંસલડીને' ઉદ્દેશીને પ્રતિકાવ્ય લખે! ડોલનશૈલી ભલે કવિનું બ્રહ્માસ્ત્ર ગણાયું હોય પણ મેં તો અંગ્રેજી બીજા ધોરામાં હતો ત્યારથી સમજાય ન સમજાય તો પણ ઢોલનશૈલી આપે પ્રસંગ પાડેલો. એમના એક નાટકમાં એકપાત્ર, ‘જિન્દગી એટલે શું ?' એની મીમાંસા કરે છે. ભાવાવેશમાં તણાઇને એ પાત્ર એના મનોગતને અનુરૂપ વિધાનો કર્યે જાય છે...પછી, ઊભરો શમી જતાં ચિત્તની સ્વચ્છતા પ્રાપ્ત થતાં, ઢાલની બીજી બાજુનો એને ખ્યાલ આવે છે ને સમાધાન રૂપે ખોટો છે: પ્રભો! એ છે એકપક્ષી !' હવે તે કાળે મને આ એકપળી શબ્દ સમજાય નહીં. એટલે વિચારું કે આ એકપક્ષી કયું હશે ? કવિને અભિપ્રેત છે one-sided thinking. વિચારણાની-ઢાલની બીજી બાજુનો ત્યાં નિર્દેશ છે, પણ મારી મૂઢતાને કારણે હું મૂંઝાઉં. મારા મોટાભાઇ, one bird નહીં પણ one sided કહી મને દ્વિધામુક્ત કર્યો.
(૨) હવે જ્યારે મેં મારી ‘મૂઢતા’ની વાત કરી તો વિચાર-સાહચર્યને કારણે મને મારી બીજી મૂઢતા યાદ આવે છે. ધોરણ ચોથા-પાંચમામાં હતો ત્યારે વિદ્યાર્થીઓ સમક્ષ ચર્ચાસભામાં બોલવાની મને ભારે સળ ઊપડે. સભાક્ષોભ તો મને ક્યારેય હતો જ નહીં; પણ કોઇપણ વિષય હોય તોય હું આ વાક્ય તો ધ્રુવપદની માફક બોલવાનો જ: 'મારી એવી મુગ્ધ માન્યતા છે કે’...મારી આ મર્યાદાને રોશન કરવા મારા એક શિક્ષક શ્રી ડાહ્યાભાઈ હરગોવિંદદાસ જાનીએ મને કહ્યું: "હે મૂઢ મેં તને ખબર છે ? 'મૂર્ખ' ધાતુ પરથી 'મુગ્ધ' ને ‘મૂઢ· શબ્દો ફલિત થાય છે.’ તું શાનાથી ‘મોહ’ પામ્યો છે ? તારા અધકચરા વિચારોથી ? અાસમજણમાં ‘મુગ્ધ’, ‘મુગ્ધ’ કર્યા કરે છે ? તું મુગ્ધ નહીં પણ ‘અજ્ઞ' છે, મૂરખ છે...જેથી શબ્દનો અર્થ સમજ્યા વિના દીધે રાખે છે ?' ત્યારે તો 'મુગ્ધ'નો અર્થ હું ‘સુંદર”, “ક”, “સોટ' રમતો હતો. પણ પછી જ્યારે ‘કાન્ત’ના ‘દેવયાની’ ખંડકાવ્યમાં કચ એની બાલસખી દેવયાનીને ઉપાલંભ આપે છે ત્યારે બોલે છે:- .
“અવસ્થાભેદનું, દેવી તને ભાન દિસે નહીં; મુગ્ધ! શું સમજે છે તું બાલભાવ બધા મહીં?' જાણે કે મારા એ મર્મજ્ઞ ને મર્મન ગુરુ મને કહેતા ન હોય :કાનના ભેદનું મુઢ તને ભાન દિસે નહીં; મુગ્ધ ! શું સમજે છે તું શબ્દબ્રહ્મ બધા મહીં?
· કોણ જાણે ફૂટું ફૂટું થઈ રહેલું કિશોરીનું યૌવન મને મુગ્ધ કરતું હશે ? મુગ્ધા, મધ્યા ને પ્રોઢાના નાયિકા-ભેદ તો, પરણ્યા પછી જાણ્યા પણ આજે ૮૫ વર્ષે પણ મારી એ મુગ્ધ માન્યતા મને મૂંઝવે છે !
(૩) કવિવર રવીન્દ્રનાથની શિક્ષણસંસ્થા ‘શાંતિનિકેતન'માં શિક્ષા-દીક્ષા પામેલા, થામણાના શ્રી ઉમેદભાઈ આર. પટેલ, ધોરણ પાંચમામાં અમને ‘કાન્ત’નું ‘વસંતવિજય’ ખંડકાવ્ય શિખવે. વાનપ્રસ્થાશ્રમમાં રાજા પાંડુ, એની
તા. ૧૬-૪-૨૦૦૧
બંને પત્નીઓ કુત્તા ને માદ્રી સાથે ગિરિના કોઈ પ્રાંતમાં નિવસે છે. કોઈ કારણસર કુન્તા બહાર ગયેલ ને માદ્રી એકલી જ હતી...ત્યારે રાજા પાંડુ એને કહે છે:
‘નથી શું કુંતાજી ? નહિ અરર આંહી રહી શકે પ્રિયે, તું એકાકી ? સ્વજન વિશે વૃત્તિ કર ભટકે ?’ હવે અમારા શિક્ષક આ પંક્તિ જ્યારે બોલે :
‘પ્રિયે, તું એકાકી’ ત્યારે મને એકાકી-એકલીને બદલે ‘પ્રિયે, તું યેકાકી', ‘એ’ ને બદલે ‘યે’ સંભળાય ને સમજાય નહીં કે પ્રિયા કાકી શી રીતે હોઈ શકે ? છંદની દૃષ્ટિએ યતિભંગ થતો હોય એવું લાગે છે. બોલતાં ‘એકાકી’
જ સંભળાય.
મેં તને મારી ‘અજ્ઞતા’ને કારણે અર્થનો આવો બફાટ કર્યો પણ ઘણાં સુજ્ઞ ભાવિકો કવિ સુંદરમની આ પંક્તિનો કેવળ માર્ષિક અર્થ કરે છે ! 'કવિની મૂળ પ્રખ્યાત પંક્તિ છે ઃ
‘હું માનવી, માનવ થાઉં, તો ઘણું',
હવે, કેટલાક અનભિજ્ઞ એને આ રીતે સમજે છે ઃ 'હું મા નવી, મા નવ થાઉં તો ઘણું"
માનવી અને ‘માનવ’ શબ્દની તોડફોડ કરીને કોઈ અર્વાચીનાના મનોગતને
જાણે કે વ્યક્ત કરતા ન હોય અને ‘નવ’નો અર્થ ‘ના’ કે ‘નવીન’ને બદલે સંખ્યાવાચક નવ (Nine) કરીએ તો ? રાજાના દરબારમાં એક નર્તકીએ કવિ સિવાય સર્વેને પાનનાં બીડાં આપ્યાં. આથી અપમાનિત કવિ ઉશ્કેરાઈ જઈ બોલ્યા :
કોઈ ન ખાશો, એરંડાનાં પાન’... આ પાન, અસલી પાન નથી પણ એરંડો કહેતાં દીવેલના પાન છે...તો ખબરદાર કોઈ ખાતા નહીં...પણ કવિ દલપતે એ પંક્તિને આ રીતે ધ્વનિત કરી છે : ‘કોઈ ન ખાશો એ રંડાનાં પાન',
કોઈ કહી શકે એમ છે કે ‘સુંદરમ’ના સમયમાં પણ દલપતરામ જીવંત નથી ?
પૂર્વાવસ્થાના કવિ 'કાન્ત' નાસ્તિક નહીંનો અજ્ઞેયવાદી નો ખરા. એમનાં પરલક્ષી ખંડકાવ્યોમાં એ અજ્ઞેયવાદની છાયા વરતાય છે. સ્વીડનબોર્ગીય વિચારણાના સ્વીકાર બાદના ‘કાન્ત’ આસ્તિક લાગે છે. એમના સુંદર-સફળ ખંડકાવ્ય ‘ક્રવાક મિથુન'માં, પૂર્વાવસ્થાના અજ્ઞેયવાદી ‘કાન્ત', એક પંક્તિમાં, કેવળ એક જ અક્ષરના ફેરફારથી ઉત્તરાવસ્થાની આસ્તિક વિચારસરણીને વ્યક્ત કરી છે..કોઈ વિરલ ચિત્રકાર પીંછીના કેવળ એક જ લસરકાથી ‘મુગ્ધા'ની પ્રોઢા બનાવી દે એ રીતે.
મૂળની પંક્તિ આ પ્રમાણે છે:
‘કહિં જ ચેતન એક દિસે નહીં’...મતલબ કે ચક્રવાક-યુગલે, સંયોગની સ્થિતિને વધુ સમય માટે ટકાવવા અમિત અવકાશામાં ઉગે ને ઊંચે ઉડ્ડયન કર્યું જેથી સૂર્યપ્રકાશદર્શન શક્ય બને પણ કવિ કહે છે કે 'કર્ણ જયિ પણ ચેતનનો, પ્રકાશનો અપ્રસાર વરતાયો નહીં...આસ્તિક બન્યા બાદ એમણે પૂર્વોક્ત પંક્તિને આ રીતે ફેરવી: ક્યહિં અચેતન એક દિસે નહીં.'
:
મતલબ કે ક્યાંય અચેતન...જડતા જોવા મળ્યાં નહીં ! સર્વત્ર ચૈતન્યનો સાગર છલકાતો દીઠો. કેવળ ‘જ' અને ‘અ’ના ફેરફારથી માન્યતામાં આમૂલ પરિવર્તન ! ખંડકાવ્યના સમગ્ર ‘સ્પીરીટ' સાથે આ ફેરફાર બંધબેસતો નથી કલાની દૃષ્ટિએ પણ ઉચિત લાગતો નથી. કોઈ નાસ્તિક બોલે ‘God is
ને