________________
પ્રબુદ્ધ જીવન
પાપસ્થાનક નગરીશભાઈ તારાચંદ મહેતા
જીવની વર્તમાન દોષયુક્ત દશા જીવના સ્વયંના દોષ જ છે જેનું પરિણામ પાધીવન છે. સુખ, પુષ્પ, ગુણ જો જોડિયા મિત્ર છે તો દુ:ખ, પાપ, દોષ એ ત્રણ જોડિયા મિત્ર છે. દુઃખનું કારણ પાપ છે તો પાનું કારણા દોષ છે. દોષ કહે કે પાપ કર્યા એ આ વિામાં અઢાર પ્રકારના છે. અઢાર પ્રકારના પાપની બહાર વિશ્વનું એકેય પાપ નથી. જૈનદર્શનમાં એ અઢાર પાપને અઢાર પાપસ્થાનક કહેવાય છે જે નીચે પ્રમાણે છે.
(૧) પ્રાણાતિપાત (૨) મૃષાવાદ (૩) અદત્તાદાન (૪) મૈથુન (૫) પરિગ્રહ (૬) ક્રોધ (૭) માન (૮) માયા (૯) લોભ (૧૦) રાગ (૧૧) ટેજ (૧૨) કલહ (૧૩) અભ્યાખ્યાન (૧૪) પાન્ય (૧૫) રતિ-અતિ (૧૬) પરપરવાદ (૧૭) માયામૃષાવાદ (૧૮) મિથ્યાત્વાય.
પ્રથમ પાંચ પાપથી સ્કૂલ બચવા માટે અણુવ્રતધારી બનવું જરૂરી છે. સ્થૂલ અને સુક્ષ્મ ઉભય પ્રકારે બચવા માટે મહાનધારી બનવું જરૂરી છે. પ્રથમ પ્રાણાતિપાતના પાપથી બચવા જીવવિષયક વિચાર આવશ્યક છે જે માટે સાત લાખ સૂત્રથી કયા કયા અને કેટલા પ્રકારના જીવો છે જેના પ્રજાનો નાશ કરવાથી બચવાનું છે તેની યાદી આપેલ છે. આ પ્રથમ પાંચ પાપ દેહપ્રધાન વર્તન વિષયક પાપ છે, કે પછીના છઠ્ઠ ક્રોધથી લઈ નવમે લોભ એ ચાર માનસિક કાયાયિક પાપનું જ પરિણામ છે. ત્યાર બાદના બે રાગ અને દ્વેષ એ પણ માનસિક છે, અને તે સર્વ પાપનું મૂળ છે. રાગ જ માયા અને લોભ રૂપે પરિણમી મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિમરૂપે બાહ્ય કાયિક ચેષ્ટાથી દશ્યરૂપ ધારા કરે છે. બારમે કલહથી લઈ સત્તરમે માથાષાવાદ સુધીના તિ અતિ સિવાયના પાંચ વાચિક છે. તિ અતિ એ રાગ-દ્વેષનું ભક્ત સ્વરૂપ હોવાના કારણે, તે અપેક્ષાએ એને વાચિક ગણાવી શકાય. રતિમાં જીવ હરખપદુડો થાય છે અને અતિમાં જીવ પોક મૂકે છે. છેવટનું અઢારમું પાપ જે સહુ પાપની જડ છે તે જીવની વિપરીત અવળી દૃષ્ટિરૂપ મિથ્યાવાય છે, એટલે કે સ્વની આત્માની સમજ નહિ અને પર એવાં પુદ્ગલમાં સુખબુદ્ધિ અને ભોગબુદ્ધિએ દેહાત્મબુદ્ધિથી જીવવું.
આ અઢારે પાપથાનકમાં સૌથી વધુ અનર્થકારી સળી પાપના જનક કોઈ પાપ હોય તો તે માત્ર બે પાપ : ચોથું મૈથુન એટલે કે કામ અર્થાત્ સુખની વાંછના અને પાંચમું પરિગ્રહ એટલે સુખના સાધન અર્થનો સંત. અર્થ અને કામમાંથી જ બાકીના સોળ પાપ ઉદ્ભવે છે. આમ તો આ અર્થ અને કામ પુરુષાર્થ કહેવાય છે. પુરુષના પ્રયત્નથી પ્રાપ્ત થાય એને પુરુષાર્થ કહેવાય છે. તે ચાર પુરુષાર્થ છે : (૧) ધર્મ (૨) અર્થ (૩) કામ અને (૪) મોક્ષ.
પ્રથમ સ્થાન ધર્મપુરુષાર્થનું છે જે મોક્ષપુરુષાર્થનું કારણ છે અને એ ધર્મપુરુષાર્થનું લક્ષ્ય મોઝપુરુષાર્થ-મોક્ષ છે. ધર્મ કારા છે અને મોક્ષ કાર્ય છે અર્થાન ફળ છે. એ મોક્ષમાપ્તિના આગાય-થથી સેવાતા ધર્મને કારણે મોક્ષપ્રાપ્તિ પૂર્વે અર્થ અને કામ એટલે કે સુખના સાધન અને સુખ લબ્ધિરૂપે કે પ્રસાદીરૂપે પ્રાપ્ત થાય છે જે આડ પેદાશ By product છે પણ લક્ષ્ય નથી. એનો ધર્મમાર્ગે સદુપયોગ કરી મુમુક્ષુ જીવ ધર્મમાર્ગે આગળ વધી મોક્ષ મેળવી લે છે. એ તો એના જેવું છે કે ખેતીના વસાયમાં ખેડૂતને મ ધાન્તોત્પત્તિનું છે જેની સાથે થાસ સરોડા પરા ઊગી નીકળે છે, જેનું નીંદામણ કરી ધાન્યોત્પત્તિનો માર્ગ મોકળો બનાવે છે અને નીલા પાસાદિનો ધાન્યોત્પાદનમાં સહાયક બળદાદના
તા. ૧૬-૪-૨૦૦૧
ચારા તરીકે સદુપયોગ કરે છે.
સાથે એ પણ એટલું જ સાચું છે કે અર્થ અને કામ અનર્થકારી હોવા છતાંય એ પણ પ્રાપ્ત તો ધર્મપુરુષાર્થ-ધર્માચરણથી જ થાય છે, પછી તે ધર્માચરણા મોતના લહે થતું હોય કે પછી અર્થ અને કામના વર્ષ થતું હોય !
અર્થ અને કામના તથે કરાતો ધર્મ વાસ્તવિક ધર્મ છે, કારણ કે અર્થ અને કામ ક્ષણિક આભાસી સુખની ઝલક દેખાડી દુઃખની ગર્તામાં હૅવી દેનારા સંસાર સાગરમાં ડૂબાડનારા હોવાથી અનર્થકારી છેવિનાશકારી છે. ખોટા વિનાશી સુખને ભોગવવાની સજા દુ:ખ છે. સાચા સુખ ભોગવવાનું ફળ કાયમી સદાનું સુખ-અવિનાશી મોક્ષસુન છે. અર્થકામ તો બોર આપી કલુ પડાવી દેનારા લૂંટારા છે. ધર્મનું કલ તો
મોઠા છે, માટે મોક્ષફળ આપનાર ન હોય તો એવા ધર્મને પર્મ કેમ કહેવાય? અર્થ કામ માટે સેવાનો ધર્મ એ તો પ્રાપ્ત ચિંતામણિ રત્નન કાચનો કટકો સમજી ઘેટાના ગળે બાંધવા જેવી ભરવાડની અજ્ઞાન મૂર્ખ ચેષ્ટા છે.
અર્થ અને કામ એટલે કે પરિમઠ અને મૈથુન જ જીવન હિંસક, જૂઠો, ચોર બનાવી ક્રોધ, માન, માયા, લોભ સેવન કરનારો અનુકૂળતાસુખનો રાગી અને પ્રતિકૂળતા-દુ:ખનો ઢથી બનાવે છે. એ માટે એ કલહ-ઝઘડા કરતાં, આળ ચઢાવતાં, ચુગલીખોરી કરતાં, પણ અચકાતો. નથી. એમાં જો પાસા પોબાર પડે છે તો હરખપદુડો થાય છે અને નિષ્ફળતા સાંપડે છે તો માથે હાથ દઈ પોક મૂકે છે, એટલું જ નહિ આગળ વધી જાતને મોટી દેખાડવા અન્યનો નિંદક બને છે, અન્યના અવર્ણવાદ કરે છે અને છકપટ કરી માથાષાવાદ સેવે છે. આ બધામાં રાચનારો સ્વાભાવિક જ વિનાશીમાં અવિનાશિતા, વિભાવમાં સ્વભાવ જોનારો, વિકૃતિમાં પ્રકૃતિને માનનારો, પરને સ્વ લેખનારો, એવી ચાલે ચાલનારો મિથ્થાની જ હોય અને એ જ ચાલ ચાલતો રહી મિશ્રાવને ગાઢ મજબૂત બનાવતો રહી અઢારે પાપ સેવવાનું સતત ચાલુ જ રાખે છે. માટે જ નમસ્કાર મહામંત્રમાં ‘સવ્વ પુણ્યલાભાાં’ નહિ કહેતાં સત્વ પાપાસો કહેલ છે.
કેમકે પુણ્યથી મળતાં અર્થ-કામથી મુક્તિ નથી મળતી પણ સર્વ પાપના પ્રકાશથી મુક્તિ મળે છે.
આ અઢાર પાપસ્થાનક અંગેની સુપ્રસિદ્ધ સરસ મજાની શાસ્ત્રીયકથા છે જે અઢાર હાથીના દૃષ્ટાંત તરીકે ઓળખાય છે.
એક રાજા હતો. એને ત્રણ રાજકુંવર હતાં. રાજાનું અવસાન થતાં બરોય રાજકુંવરને રાજાની રાજસંપત્તિ તેના આદેશ વસિયતનામા પ્રમાો વહેંચી આપવામાં આવી. છતાં છેવટે રાજકોષની હાથીશાળાઓના સત્તર હાથીની વહેંચણી બાકી રહી ગઈ. રાજાનો આદેશ હતો કે મોટા પાટની રાજકુંવરને અડધા હાથી મળે, વચલા યુવરાજને એક તૃતીરા હાથી મળે અને સૌથી નાના યુવરાજને એક નવમાંશ હાથી મળે. રાજાના આદેશ મુજબ આ રીતે સત્તર હાથીના ભાગ ત્રણ કુંવરોને ડૅમ વધી આપવા ? સહુને માટે વિકટ સમસ્યા થઈ પડી કે આ કોયડો કેમ કરીને ઉકેલવો?
. રાજાના દીવાન ડહાપણના સાગર અને બુદ્ધિના ભંડાર હતા. સમસ્યા લઇને રાજકુંવરી દીવાન પાસે ગયા. દીવાનજીએ સર હાથીને લઇને નગરના મેદાનમાં આવવાનું રાજકુંવરોને જણાવ્યું, બીજા દિવસે રાજકુંવરોએ