________________
ち
તા. ૧૬-૩-૨૦૦૧
પ્રબુદ્ધ જીવન
કેમ આવે છે ધરતીકંપ ? n ડૉ. નેમીચંદ
સામાન્ય રીતે ધરતીના પેટાળમાં આવેલા ખડકો અને જ્વાળામુખીઓમાં થતા ફેરફારોથી ધરતીકંપ થાય છે. એને માટે પૌરાષ્ટિક કલ્પનાઓ ઉપરાંત ભૌતિક ધારણાઓ પણ છે. ૧૮૫૬ની આસપાસ ભારતીય ધરતીકંપના અધ્યયનની, સંશોધનની પરંપરા શરૂ થઈ. ડબ્લ્યૂ. ટી. બ્લેડફોર્ડ, ફ્રાન્સિસ ઠંડન, એકપુર્ણ સ્વસ, આર્કડ બેજર, ટી. ઓક્ષમ તેમજ આર. ડી. ધમનું આ દેશમાં અપૂર્વ યોગદાન હતું.
ખરેખર તો ધરતીકંપના આંચકાઓનાં અધ્યયને વૈજ્ઞાનિકોને ધરતીની આંતરિક રચના સમજવામાં ઘણી મદદ કરી. આ આંચકાને પ્રાથમિક અને દ્વિતીય એમ બે શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા અને વિશ્વના તમામ ધરતીકંપનું સૂક્ષ્મતાથી અધ્યયન ક૨વામાં આવ્યું. પરંતુ આ સત્યને સામાન્ય માણસે જોયું ન જોયું કર્યું, કારણ કે કોઈપણ કાર્ય કે પ્રભાવનું માત્ર એક જ કારણ નથી હોતું, બલ્કે ઘણાં કારણો હોય છે. એટલે એણે વૈજ્ઞાનિકોના માત્ર ભૌતિક નિષ્કર્ષો માની લીધા. બાકીના નિષ્કર્ષો કે ધારણાઓ એના સુધી પહોંચ્યાં નહીં કે પહોંચાડવામાં આવ્યાં નહીં.
જે ‘પીડા-તરંગ’ મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનને નામે ઓળખાય છે, તેની આપણે કોઈ પણ રીતે ઉપેક્ષા નહીં કરી શકીએ. આઇન્સ્ટાઇનની પીડા દુનિયાની પીડાની સર્વોચ્ચ તીવ્રતા છે. તે ત્યારે જ અનુભવાય છે જ્યારે કોઈ પણ જીવની કસાઈખાને કતલ થાય છે. એ દૃષ્ટિએ આ ત્રણે વૈજ્ઞાનિકોના ૧૯૯૫માં લખેલા એક નવા જ પુસ્તકે, ‘ઇટીઓલોજી ઓફ અર્થક્વેક્સ-એ ન્યુ એપ્રોચ' ધરતીકંપ વિજ્ઞાનના ક્ષેત્રમાં એક નવો જ અધ્યાય શરૂ કર્યો છે. આ મૂલ્યવાન કૃતિમાં આ વૈજ્ઞાનિકોએ જે કાંઈ કહ્યું છે તેની જો હવેમાં ક૨વામાં આવે અથવા વાણિજ્યના કે રાજકીય કે બીજા કારણોથી વિશેષજ્ઞ મારફત વસ્તુનિષ્ઠ પરીક્ષણ નહીં ક૨વામાં આવે તો એનું જે પરિણામ આવશે એને માટે સ૨કા૨ જવાબદાર ઠરશે. દેશના કેટલાક હિન્દી-અંગ્રેજી વર્તમાન પત્રોએ આ નિષ્કર્ષને રેખાંકિત કર્યો છે ત્યારે એક આવી યુગાન્તરકારી નિષ્પત્તિ પ્રત્યે કોઇ પણ, ખાસ કરીને એક નાગરિક કેવી રીતે ઉદાસીન રહી શકે ?
ધરતીકંપની પણ આ જ સ્થિતિ છે. ધરતીકંપ આવવાનું એક જ કારણ નથી. અને આપણે જેટલાં કારણો જાણીએ છીએ એટલાં પૂરતાં નથી. એનાં અનેક કારણો છે. વિજ્ઞાનની એ વિશેષતા છે કે તે ક્યારેય કોઇ પણ સ્થિતિમાં કોઇ પણ અધ્યયન કે સંશોધનને અંતિમ નથી માનતું અને ભવિષ્યની સંભાવનાઓ માટે પોતાનાં દ્વાર ક્ષણેક્ષણ ખુલ્લાં રાખે છે. જ્યારે આપણે ધરતીંકપના અધ્યયનની ક્રમબદ્ધ સમીક્ષા કરીએ છીએ ત્યારે સમજાય છે કે તે એકતરફી છે. એમાં માત્ર પાર્થિવ અને ભૌતિક સ્થિતિનો વિચાર કરવામાં આવે છે અને એ સ્થિતિને અાદેખી કરવામાં આવે છે. ૧૯૯૫માં દિલ્હી વિશ્વ વિદ્યાલયના ત્રણ અધ્યાપકો (ડૉ. મદનમોહન બજાજ, એમ.એસ.એમ. ઇબ્રાહીમ અને વિજરાજસિંહ)એ સૂજડલ (રશિયા)માં ખડકોમાં આવેલા આંચકા પર પ્રયોગશાળામાં પ્રયોગો કર્યા. એમણે દુનિયા સામે એક નવી ધારણાઓ રજૂ કરી કે ધરતીકંપનું કારણ હિંસા, હત્યા, ક્રૂરતા, કતલખાનાં અને યુદ્ધો છે. આ બધું જો બંધ કરવામાં આવે કે ઓછા કરવામાં આવે તો આંચકાઓ સીમિત થઈ જાય અથવા તો તેની તીવ્રતા મંદ પડી જાય. એમનો આ તર્ક કાલ્પનિક નથી. આ ત્રણે અધ્યાપકોએ કરેલા અધ્યયન પહેલાં ધરતીકંપની પ્રક્રિયા તરફ સતત જાગૃત અને ચિંતિત રહેતા એ બધા વૈજ્ઞાનિકોનો પણ આ
જ નિષ્કર્ષ છે.
‘ધ સીક્રેટ લાઈફ ઓફ પ્લાન્ટસ' (પેંગ્વિન, ૧૯૭૩)ના પૃષ્ઠ ૨૬ અને ૮૬ પણ જોવાં જોઇએ. એમાં ક્રમશ: વેજ્ઞાનિક બેકસ્ટર અને ડૉ. જગદીશચંદ્ર બોઝે બ્રહ્માંડનો એકબીજા સાથેના ગાઢ સંબંધ (ઇન્ટર કનેકટેડનેસ)ને દૃષ્ટાંત આપીને સમજાવ્યો છે. ડૉ. બોઝે રોયલ સોસાયટીના સર માઇકેલ ફોસ્ટરને જ્યારે કહ્યું કે, 'માફ કરો, આ ધાતુના ટિનની પ્રક્રિયાનો ગ્રાફ છે.' ત્યારે
૯
તેઓ સ્તબ્ધ બની ગયા (મે ૧૯૦૧), વૈજ્ઞાનિક બોઝની શોધે સિદ્ધ કર્યું છે કે ધરતીકંપના પેટાળમાં જે કંઈ છે તે સંવેદનશીલતાથી ભરપૂર છે.તેથી એ શક્ય જ નથી કે બ્રહ્માંડ (યુનિવર્સ)માં ક્યાંય પણ કંઈ બને અને એની એકબીજા પર અસર ન પડે ! વળી એ નિષ્કર્ષ પણ બરાબર નથી કે માત્ર જા કે બીતિક પટનાઓ જ વિશ્વ કે બ્રાઇડ પર અસર કરે છે. આ બધી ઘટનાઓ એમાં રહેતા બધાં જ જીવોને પણ અસર કરે છે. આ સ્થિતિમાં એ
તો
કેવી રીતે શક્ય છે કે વિશ્વમાં કરોડો જીવોને પ્રકૃતિદત્ત જીવન જીવવાનો અધિકાર છે એમાંથી અકાળે વંચિત ક૨વામાં આવે, એને નિર્દયતાથી મારી નાખવામાં આવે અને એનો કોઈ પ્રત્યાઘાત ન હોય ? શું યુદ્ધો, કતલખાનાં, હત્યાઓ અને બીજી હિચકારી હિંસાઓની વિશ્વ કે બ્રહ્માંડના વણાટ પર કંઈ અસર નથી પડતી; વધારે પડે છે. એ વાત અલગ છે કે આપણે એનો અનુભવ નથી કરી શકતા કે આપણી પાસે એ રીતનો અનુભવ મેળવવા માટેનું કોઈ સાધન નથી. બ્રહ્માંડનો કણ-કણ સંવેદનશીલતાથી અનુપ્રાણિત છે તેથી તે ‘પીડા-તરંગો'થી પ્રભાવિત ન થાય તે અશક્ય છે.
એક સરવેક્ષણ (૧૯૮૯) પ્રમાણે ભારતમાં દર વર્ષે કાયદેસર રીતે કે ગેરકાયદે લગભગ ૧૫ કરોડ પશુઓની માંસાહાર માટે કતલ કરવામાં આવે છે. તમે શું માનો છો કે જ્યારે આટલા બધા પશુઓની કતલ થતી હોય ત્યારે આ દેશ કે વિશ્વની ધરતીને અસર ન થાય ? વળી એ જરૂરી નથી કે કતલ જ્યાં થઈ હોય કે જ્યાં યુદ્ધ થયા ત્યાં જ અસર થાય. એ બીજે ક્યાંય પણ થઈ શકે છે. જબલપુરનો ધરતીકંપ (રર મે, ૧૯૯૭) ઇરાનના ધરતીકંપને કારણે થયો હતો એમ મનાય છે. જો કે એને કોઈ પુષ્ટિ મળી નથી. પરંતુ વિશ્વના બધા જ ધરતીકંપોની તટસ્થતાથી સમીક્ષા કરવામાં આવે તો ઉપરની હકીકતને પુષ્ટિ મળશે.
ધ્યાન રાખો : પ્રકૃતિને પોતાની વ્યવસ્થા છે. જેને બરાબર સમજવાની જરૂર છે. જ્યારે આપણે એની વ્યવસ્થાનું ઉલ્લંધન કરીએ છીએ ત્યારે દુર્ઘટનાઓ થાય છે. વાવાઝોડું આવે છે, તોફાનો થાય છે અને માણસને વ્યાપક સર્વનાશનો સામનો કરવો પડે છે. પ્રકૃતિની સ્વાભાવિક વ્યવસ્થામાં કતલખાનાં અને યુદ્ધ માણસની અત્યંત કમનસીબ દખલગીરી છે. જેને કારણે હાલની પેઢી શાપિત થઈ છે. જો આ પરંપરા ચાલુ જ રહી તો આવતી પેઢી પર આ બધાની કાળી છાયા અવશ્ય પડશે.
જેને ‘બિસથિયરી' કહેવામાં આવે છે, તે એક મહત્ત્વનો સિદ્ધાંત છે. એની વ્યાખ્યા તુરંત કરવી જોઇએ. એને સ્પષ્ટ શબ્દો અને સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડવી જોઇએ. જેથી લોકો સમજી શકે કે કયા કારણો કે કૂટ નીતિવાળી ચાલ છે જેને કારણે એમને અહિંસા, કરુણા અને સહ અસ્તિત્વને રસ્તે જતાં રોકવામાં આવે છે, ‘બિસ સિદ્ધાંત' કોઈ નૈતિક કે સાંસ્કૃતિક કે વાણિજ્યનું કોઈ અભિયાન કે આંદોલન નથી. ઊલટું ધરતીને બચાવવાનો અને એને સુખી, સમૃદ્ધ કરવાનો એક સિદ્ધાંત છે.
આ લેખનો ઉદ્દેશ ઉત્તરકાશી (૧૯૯૧)માં, લાતુર (૧૯૯૩)માં જબલપુર (૧૯૯૭)માં તથા ગુજરાત (૨૦૦૧)માં જે ધરતીકંપ આવ્યા છે એનાં કારણો પ્રત્યે લોકોને સતર્ક ક૨વાનો છે. લોકો જાતે એ સ્થિતિની સમીક્ષા કરે અને એક અહિંસામૂલક, માનવીય સંવેદનશીલતાથી ભરી સમાજરચનામાં પોતાની ભાગીદારી કરીને દેશ અને દુનિયાના પર્યાવરણનું રક્ષણ કરે, એને સ્વચ્છ બનાવે. આશ્ચર્યની વાત છે કે બ્રિટન જેવા દેશે વિતેલા દાયકામાં પોતાનાં ૨૫ ટકા કતલખાનાંને તાળાં મારી દીધાં છે. આપણે શહેરનાં કતલખાનાંને ગ્રામીણ કતલખાનાઓમાં રૂપાંતરિત કરવાની એક વ્યવસ્થિત યોજના બનાવીએ છીએ. જેથી દેશની પ્રાકૃતિક રચના છિન્નભિન્ન થઈ જાય અને તે પાણીનો દુકાળ, ધરતીકંપ, પૂર, અનાવૃષ્ટિ વગેરે જેવા ખૂની સાષ્ટાસામાં સપડાઈ જાય, (સર્વોદય પ્રેસ સર્વિસ)