SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન આશ્રમની મહત્ત્વની આવશ્યકતા છે અને શોભા છે. આશ્રમોમાં સાત્વિક આહાર, નિર્મળ હવાપાણી, નૈસર્ગિક પર્યાવરણ અને આશ્રમવાસીઓ વચ્ચે પ્રેમ અને મૈત્રીભર્યું પ્રસન્ન વાતાવરણા-આ બધાને લીધે અંતેવાસીઓનું આરોગ્ય પણ સારું રહે છે. એમાં પણ યોગાસનો અને ધ્યાનની પ્રવૃત્તિ નિયમિત પતી હોય ત્યારે નિરામય દીર્ઘાયુષ્ય સાંપડે છે. મનની વ્યગતા ઓછી રહે છે અથવા રહેતી નથી અને સમતા દ્વારા શાન્તિ સધાય છે. એટલે ઘર છોડીને આવ્યા હોવા છતાં જીવન ભર્યુંભર્યું લાગે છે. દિવસ ક્યાં પૂરો થઈ જાય છે એની ખબર પડતી નથી. કેટલાકને તો વાર અને તિથિ-તારીખની પણ ખબર રહેતી નથી. આશ્રમમાં એના મૂળ સૂત્રધાર જો સાક, પ્રતિભાવંત, તેજસ્વી હોય તો આશ્રમનું સંચાલન સુસંવાદી, સુવ્યવસ્થિત, પ્રેરક અને પ્રોત્સાહક બને છે. અનેક લોકો પોતાના જીવનનો સમગ કે દોષ કાળ ત્યાં હતીતે કરવા ઈચ્છે છે. સારા આશ્રમો તરફ અનેક લોકો આકર્ષાય છે. ગાંધીજી અને વિનોબાજીએ આશ્રમજીવન પસંદ કર્યું હતું. સ્વામી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, શ્રી રમણ મહર્ષિ, સ્વામી શિવાનંદ સરસ્વતી, શ્રી અરવિંદ, શ્રી રાધાસ્વામી, શ્રી અમર મુનિ, શ્રી સંતબાલજી, શ્રી કૃષ્ણમૂર્તિ, શ્રી ચિન્મયાનંદ, શ્રી મહેશ યોગી, શ્રી રજનીશ વગેરેના આશ્રમો મંજૂર છે. આ તો થોડાંક જ નામ છે, ભારતમાં વર્તમાન સમયમાં જૈન-જૈનેત્તર ધર્મના સેંકડો આપ્યો છે. હરદ્વાર, ઋષિકેશ, ઉત્તરકાશી અને અલકનંદા ભગીરથના કિનારે કિનારે અને ગુજરાતમાં નર્મદા વગેરેના કિનારે કેટલાયે આશ્રમો છે. પામાન્ય ઢબની આધુનિક સગવડોથી સજ્જ એવા કેટલાયે આશ્રમો પણ હવે સ્થપાયા છે. કેટલાક આશ્રમો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે અને કેટલાય આશ્રમોની દેશ વિદેશમાં શાખાઓ પણ છે. આશ્રમ એટલે નિવૃત્તિક્ષેત્ર અથવા નિવૃત્તકાળનું પ્રવૃત્તિયંત્ર કેટલાક માણસોને એકાંત ગમે છે, પણ એકલવાયું જીવન ગમતું નથી. આશ્રમમાં એકાન્ત મળે છે અને સમુહવન પણ મળે છે. આધ્યાત્મિક સાધનાના ધ્યેયથી અને તેવી યોગ્યતા પ્રાપ્ત કરીને જો કોઈ માણસ કલાકો સુધી ઘરમાં બંઘ બારશે એકાંતમાં બેસી જપ, ધ્યાન, સ્વાધ્યાય ઈત્યાદિ કર્ર તો એથી એને ઉત્તરોત્તર આત્મ-વિશુદ્ધિના આનંદનો અનુભવ થશે. એની પ્રસન્નતા વધશે. એને જીવનની કૃતાર્થતા લાગશે. એનું મન સતત એમાં જ લાગેલું રહેશે. પરંતુ કોઈ સામાન્ય વ્યક્તિને ફરજિયાત ઘરમાં રોજે રોજ કલાકો સુધી એકલા રહેવાનું બને તો એને ખાલીપાનો અનુભવ થશે. ચિત્ત વિચારોના ચકડોળે ચડશે. ક્યારેક ભયની કે લાચારીની ગ્રંથિ સતાવશે. એમ કરતાં ચિત્તની સમતુલા ખોરવાશે. વિદેશોમાં મોટાં મોટાં સગવડપ્રધાન ઘરોમાં શ્રીમંત પણ સાવ એકલાં રહેતાં સ્ત્રી-પુરુષો ડિપ્રેશન અનુભવે છે. સૂનમૂન બની જાય છે. દવાની ગોળીઓ લેવી પડે છે અને પછી દવાની આડઅસરો થવા લાગે છે. એની સરખામણીમાં આવા આશ્રમો માણસના વાનપ્રસ્થજીવનને સાધના અને પ્રવૃત્તિઓના ઉલ્લાસ સાથે સભર બનાવી દે છે. તા. ૧૬-૧-૨૦૦૧ આર્થિક પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં કેટલાંયે ઘરોમાં વૃદ્ધો ઘરથી છૂટવા ઈચ્છતા હોય છે અને ઘરવાળા વૃદ્ધથી છૂટવા ઈચ્છે છે. બીજી બાજુ સ્થિતિ એવી નથી હોતી કે જુદું ઘર વસાવીને રહી શકાય. આવા સંજોગોમાં આશ્રમ તેમને માટે આશીર્વાદરૂપ બની રહે છે. કેટલીક વાર અલગ રહેવામાં સામાજિક પ્રતિષ્ઠાનો ભવ હોય અને સાથે રહેવામાં સંઘર્ષનો ભય હોય ત્યારે આશ્રમમાં રહેવાથી બંને પક્ષને શાંતિ મળે છે. નબળી આર્થિક સ્થિતિવાળા વિધુર કે વિધવાનું જીવન આશ્રમમાં જાય છે. આશ્રમ આશ્રય બની રહે છે. માવાસ વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થઈને આશ્રમમાં આવે છે. અહીં અને હવે આજીવિકા માટે કોઈ પ્રવૃત્તિ કરવાની હોતી નથી. આમ છતાં રહેવા-ખાવા-પીવાના નિભાતનું ખર્ચ થાય છે, એની વ્યવસ્થા ઉભયપક્ષે વિચારાયેલી હોય છે. એટલે સાધક વ્યાવસાયિક નિવૃત્તિને કારણે અને નિભાવની વ્યવસ્થાને કારણે નિશ્ચિંત બને છે, શાંતિ અનુભવે છે અને સાધના માટે પૂરો સમય ફાળવી શકે છે. જો એ સાચા દિલથી આત્મસાધના કરે તો થોડાંક વર્ષમાં જ ઘણી પ્રગતિ કરી શકે છે. આધ્યાત્મિક આશ્રમોની સામાજિક ઉપયોગિતા પણ ઘણી બધી છે. વૃદ્ધાવસ્થામાં કેટલાંક માાસના સ્વભાવમાં પરિવર્તન આવે અધીરાઈ, ચીડિયાપણું, આહીર, વહેમીપણુ, એકની એક વાતનું પુનરુચ્ચારશ, ખાવા-પીવામાં ચીકાશ, માંદગી કે મૃત્યુનો ભય આવાં બધાં લક્ષણોને કારણે વઢો ઘરમાં અપ્રિય થઈ પડે છે. પરંતુ કામમાં પોતાનાં સમકક્ષ માણસો સાથે રહેવાને લીધે એમની કેટલીક વિચિત્રતાઓ કુદરતી રીતે શાન્ત પડી જાય છે. કેટલાક માણસો આશ્રમમાં જ વિરવાસ કરી લે છે. આગની દિવાલની બહાર તેઓ જીવનના અંત સુધી પગ મૂકતા નથી. આવા સથમી સાધકોને સમાધિમરણા સાંપડે છે. એમનું જીવન કાર્ય થઈ જાય છે. આધ્યાત્મિક આશ્રમોનો કૅટલાય જીવોના સમાધિમરામાં સાર્ચ હિસ્સો રહેલો છે. સાધકને આવા આશ્રમમાં પોતાના જીવનની કૃતાર્યા અનુભવવા મળે છે આશ્રમનું આયોજન જો વ્યવસ્થિત અને દીર્ઘદ્રષ્ટિવાળું હોય તો એનું આયુષ્ય લંબાય છે. આપણી નજર સમક્ષ કેટલાયે આશ્રમો બંધ પડી ગયા કે ઝાંખા થઈ ગયેલા જોવા મળશે. એનાં કારણોમાં મૂળ પ્રેરક પ્રણેતા મહાત્માની ચિરવિદાય તો ખરી જ પણ એના આયોજકોમાં સૃષ્ટિનો અભાવે પણ ખરો. કેટલાક આશ્રમ, વધુ પડતા કડક નિયમોનો કારણે ઉજ્જડ બની જાય છે. નિયમો સચવાય છે, પણ આશ્રમનો પ્રાણ ઉડી જાય છે. કેટલાક આશ્રમોને નિભાવ ખર્ચ વધી જતાં અને આવકનું પ્રમાણ ઘટતાં બંધ કરવાનો વખત આવે છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં જીવનનિર્વાહનું ધોરા ઉત્તરોત્તર વધતું જવાનું, કારણ કે વિકાસ માટે સરકારને પ્રતિ વર્ષ નવા નવા કરવેરા નાખવા પડવાના. એ સંગોમાં આશ્રમનું કાયમી ભંડોળ સમય જતાં ઓછું પડવાનું. પંદરપચીસ વર્ષે આશ્રમને નવી કાયમની આવક ઊભી થાય એની વિચારણા કરીને તે માટે પ્રબંધ કરી લેવો જોઈએ. જે લોકો ઘરસંસાર છોડી આશ્રમમાં જાય છે તેણે આશ્રમમાં જઈને બીજો સંસાર ઊભો ન ક૨વો જોઈએ. કેટલાંક માણસોની પ્રકૃત્તિ જ એવી હોય છે કે આશ્રમમાં પણ એમની ખણખોદની પ્રવૃત્તિ ચાલવા લાગે છે. બે ખોટા માણસ સમગ્ર આશ્રમના વાતાવરણાને બગાડી શકે છે. કેટલાક આમમાં સત્તા માટેની પક્ષાપક્ષીના કે સાંપ્રદાયિક સંવર્ધન રાજકારણથી ખદબદે છે ત્યારે સાધકજીવન ડહોળાય છે અને વગોવાયેલ આશ્રમનું માત્ર માળખું રહે છે. બધા જ આશ્રમો આદર્શ પતિથી દીર્ધકાળ સુધી ચાલી ન શકે. એમાં પણ પ્રસંગોપાત ત્રુટિઓ ઉદ્ભવે છે. એ ત્રુટિઓના નિવારાના ઉપાયો વિચારી શકાય. પરંતુ આશ્રમજીવનની મહત્તાનું મૂલ્ય ઓછું ન આંકી શકાય. જેઓએ ઘોડો વખત પણ સારા આશ્રમમાં રહેવાનો અનુભવ લીધો હશે તેમને ભારતીય આશ્રમ પરંપરાનું મૂલ્ય સમજાવવાની જરૂર નહિ રહે . 7 રમણલાલ ચી. શા
SR No.525986
Book TitlePrabuddha Jivan 2001 Year 12 Ank 01 to 12 - Ank 05 08 10 and 11 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages110
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy