SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ { : (૫૦) + ૧૨ ૭ અંક : ૧ . તા. ૧૬-૧-૨૦૦૧ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર છે. પ્રબુદ્ધ (29) Licence to post without prepayment No. 271 * Regd. No. TECH / 47 - 890 / MBI / 2000 ♦ ♦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૦ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂ।.૧૦૦/તંત્રી : રમણલાલ ચી. શાહ આપણી આશ્રમ-પ્રવૃત્તિ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા તરફથી એની નાને ૨૫ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે પાંચ દિવસનો રજત જયંતી સાપન સમારોહ કોબા (જિ. ગાંધીનગર) ખાતે તા. ૧૫મી ડિસેમ્બરથી ૯મી ડિસેમ્બર ૨૦૦૦ સુધી ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે ભક્તિ, પાધ્યાય, ધ્યાન, યોગાસનો, લોકસંગીત, મહાનુભાવોનાં વક્તવ્યો ઇત્યાદિ હું કે વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રોતાઓની, ; કોની હાજરી પણ સારી સંખ્યામાં રહી હતી. ભોજન-ઉતારાની ચા અન્ય પ્રકારની વ્યવસ્થા પણ દ્રષ્ટિપૂર્વક કરવામાં આવી હતી. નાશ્રમના પ્રણેતા પૂ. શ્રી આત્માનંદજીની સતત ઉપસ્થિતિ ઉત્સાહપ્રેરક ડી હતી. ોબાના આ રાજચંદ્ર આશ્રમ માટે જગ્યા લેવાઈ અને ત્યાં ભૂમિપૂજન · હતું ત્યારે સ્વ. શ્રી દુર્લભજી ખેતાણી અને સ્વ. શ્રી ચીમનલાલ માઈ સાથે મારે પણ ઉપસ્થિત રહેવાનું બન્યું હતું એનું સ્મરણ થયું. કે વિશાળ ખુલ્લી જગ્યામાં આશ્રમે આકાર લીધો અને ઉત્તરોત્તર વિકાસ ” તાં જઈ રજત જયંતીની ઉજવણી સુધી ગૌરવપૂર્વક પહોંચ્યો એમાં & શ્રી આત્માનંદજીનું જ મુખ્ય યોગદાન રહ્યું છે. એમના તથા આશ્રમના સમારોહમાં મેનેજિંગ ટ્રસ્ટી અને મારા મિત્ર શ્રી જયંતભાઈ શાહના નિમંત્રણથી ભાગ લેવાની મને તક મળી એ મારું સદભાગ્ય છે. દરેક આશ્રમની પોતાની એક આગવી મુદ્રા હોય છે. દરેકના વિકાસની નેરાળી રેખા હોય છે. કોઇપણ બે આશ્રમ બિલકુલ સરખેસરખા ન હોઈ શકે. આશ્રમના નકશા અને મકાન-મંદિરની આકૃતિઓ, રંગ પોર્ટ કદાચ એક સરખા માપનાં કરવામાં આવ્યાં હોય તો પણ એમાં વસતા સાધકો અને એના સૂત્રધાર અનુસાર દરેક આશ્રમનું પોતાનું આગવું વ્યક્તિત્વ ઘડાય છે. ફક્ત પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના ગા આશ્રમોની છબી નજર સમક્ષ ખડી કરીએ તો પણ એમાં ઘણું -ધ્ય જોવા મળશે. વૈવિધ્ય એ જીવંતતાની નિશાની છે. કૃત્રિમ એકતા અનુકરણથી સંસ્થા થોડા વખતમાં જ નિષ્પ્રભ બની જાય છે. આમ દરેક સંસ્થાની ચડતીપડતીનો ક્રમ તો રહ્યા જ કરે છે. નારતમાં નદી કિનારે અને પર્વતોમાં અનેક આશ્રમો વખતોવખત • રહ્યા છે. પર્વતોમાં ગુફાઓ કોતરીને પણ આશ્રમો કરવામાં આવ્યા . પ્રકૃતિનું રમ્ય સ્થળ હોય તો ભારતીય માાસને ત્યાં દેવાલય , તીર્થભૂમિ બનાવવાનું, આશ્રમ સ્થાપવાનું સૂઝશે. એકલપેટા ન · પોતાના આનંદમાં બીજાને સહભાગી બનાવવાનું ઉદાર બંધુકૃત્ય - રહેલુ છે. ગુરુકુળો, તપોવનો, મઠ, ગાદી, બ્રહ્મનિકેતનો, યોગાશ્રમો, ડાઓ, વૃદ્ધાશ્રમો, પરમાર્થનિકેતનો, સાધનાશ્રમો ઇત્યાદિ પ્રકારની ! ભારતીય જીવનપરંપરામાં અત્યંત પ્રાચીન કાળથી જોવા મળે છે. જીવનનાં વર્ષોનું વિભાજન પણ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ-એ પ્રકારે કરવામાં આવ્યું છે. તેની અંદર ઔચિત્ય અને ગોરવ રહેલાં છે. વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમમાં તો ઘર છોડીને અન્યત્ર રહેવાની ભલામણ છે. વિદ્યાર્થીઓ પણ ઘરે રહીને અભ્યાસ કરે એના કરતાં ગુરુકુળમાં રહીને અભ્યાસ કરે તો એની બુદ્ધિપ્રતિભાનો વિકાસ વધુ થાય છે. એનામાં ખડતલપણું, વડીલો પ્રત્યે વિનય, સહકાર, સ્વાશ્રય ઇત્યાદિ પ્રકારના ગુણો ખીલે છે અને એના વ્યક્તિત્વનો સર્વાંગીણ વિકાસ થાય છે. ઘરમાં એકલા રહેવું અને સમુદાયની વચ્ચે રહેવું એ બે વચ્ચે ઘણો તફાવત છે. સમુદાયમાં રહેવાથી માણસના અભિગમનો સારો વિકાસ થાય છે અને વ્યક્તિત્વમાં રહેલું ખરબચડાપણું નીકળી જાય છે. આવા આશ્રમોનું ગૌરવ રાજાઓ પણ સમજતા અને જાળવતા. કવ ઋષિના આશ્રમમાં દુષ્કૃત રાજા જાય છે ત્યારે તેઓ રાજા તરીકે નથી જતા. રથમાંથી ઉતરી, શસ્ત્રો ઉતારીને તે જાય છે. વિનીત વેશથી આશ્રમમાં પ્રવેશી શકાય એમ તે કહે છે. રાજાએ પા આશ્રમના બધાં નિયમો પાળવા જોઈએ એવો ઊંચો આદર્શ ભારતીય પરંપરામાં રહ્યો છે. ભારતમાં બહુ પ્રાચીન કાળથી ચાલી આવતી આશ્રમની પ્રણાલિકા દ્વારા સમયે સમયે હજારો માણસોનાં જીવન સુખાન્ત બન્યાં છે. આપણાં ઘણાં ખરાં પ્રાચીન તીર્થોમાં આશ્રમો છે. વળી વખતોવખત અનેક મહાત્માઓની પ્રેરણા દ્વારા આશ્રમો સ્થપાયા છે અને સ્થપાતા રહ્યા છે. ભારતમાં એક કાળે વલ્લભીપુરમાં જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મના મળીને ત્રણસોથી વધુ આશ્રમો હતા. વલ્લભીપુર વિદ્યાનું મોટું કેન્દ્ર હતું. દેવર્કિંગરાની આગમવાચના અહીં થઈ હતી. આશ્રમ અને હોટેલ-હોસ્ટેલ વચ્ચે ઘણો ફરક છે. હોટેલ-હોસ્ટેલમાં કેવળ ઉપભોક્તાવાદ હોય છે. તેમાં માત્ર ભૌતિક સગવડોમાં જ રાચવાનું હોય છે. આશ્રમોમાં સાદાઈ, સંયમ અને સંતોષને પ્રાધાન્ય અપાય છે. આશ્રમોમાં સમૂહજીવનની એક અનોખી પદ્ધતિ હોય છે. આશ્રમ એ વ્યાવસાયિક ધોરણે કમાણી કરવા માટેની કોઈ સંસ્થા નથી, પરંતુ અનેક દાતાઓના દાનના પ્રવાહથી ચાલતી-નભતી સંસ્થા છે. વિવિધ પ્રકારના આશ્રમોમાં વૃદ્ધાશ્રમોની અને સાધનાશ્રમોની ઉપયોગિતા વધુ છે. વિદેશોમાં વૃદ્ધો માટે મનોરંજન કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે કે જ્યાં માણાસ સવારથી સાંજ સુધી પોતાની જાતને રોકાયેલી રાખી શકે અને દિવસ આનંદમાં પસાર થાય. પરંતુ એવાં કેન્દ્રોના રાજસી આનંદ કરતાં આધ્યાત્મિક આશ્રમોનો સાત્ત્વિક આનંદ વધુ ચડિયાતો છે. આવા આશ્રમોમાં જીવનનું પરમ, ઉચ્ચ લક્ષ્ય રહેલું છે. જગ્યાની વિશાળતા, ખુલ્લું આકાશ અને હરિયાળાં વૃક્ષો એ કોઈપણ
SR No.525986
Book TitlePrabuddha Jivan 2001 Year 12 Ank 01 to 12 - Ank 05 08 10 and 11 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages110
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy