________________
૬
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર ૨૦૦૧
શિષ્ય હતા ચાંગદેવ ને જ્ઞાનેશ્વરના શિષ્ય વિસોબા ખેચર, ને વિસોબા વર્ણના ને ચોથું ચરણ ચાર વર્ણાનું હોય છે. અભંગના આ અતિ વ્યાપક ખેંચરના શરૂપ નામદેવના શિષ્ય હતા ચોખામળા. ચોખામેળાનોને લોકપ્રિય રૂપ ઉપરાંત પહેલાં બે ચરણમાં આઠ આઠ વર્ગ ને છેલ્લાં શિષ્યોમાં એમની પત્ની સોયરાબાઈ, એમનો સાળો બકા ને એમની જ બહેન નિર્મળાબહેન.
અભંગ લખનાર સંતો મહદંશે નિરક્ષર હતા એટલે તેમના અભંગોના લિમ્પિકાર એમના અંતરંગ વર્તુળના અનુયાયી યા શિષ્ય હતા. સંત જ્ઞાનેશ્વરના લિપિકાર સંત સચ્ચિદાનંદ બાબા, સંત નિવૃત્તિનાથના લિપિકાર સંત સોપાનદેવ, સંત મુક્તાબાઈના લિધિકાર સંત જ્ઞાનદેન, સંત વિબા ખેચરના લિપિકાર સંત જોગા પરમાનંદ, સંત સાવતા માળીના લિપિકાર કાશિબા ગુરવ, સંત કર્મદેવના લિપિકાર સુદેવ સંત, સંત ચોખામેળાના લિપિકાર અનંત ભટ્ટ, સંત મહાદેવના લિપિકાર રુક્મિણીરમા તથા સંત જગબાઈના લિપિકાર રુક્મિણીરમણ હતા.
પહેલા પ્રકારના દષ્ટાંત તરીકે સંત ચોખામેળાનો એક અંગ જોઇએદેવા નાહીં રૂપ દેવા નાહીં નામ, દેવ હા નિષ્કામ સર્વા ઠાઈ,-૧ ડોબિયાચા ડોળા દષ્ટીય ભાસલા, દેવ પ્રકાશલા આદિ અંતી,-૨ નવલ વાટર્સ નવલ વાટી, દેવ કોઠાટલે માર્ગ પુર-૩ ચોખા મારો માઝા સંદેહ હિટલા, દેવ માટલા દેહામા ં-૪
`
આ પદમાં કુલ ચાર અભંગ છે, પણ એની સંખ્યા અર્થની આવશ્યકતા મુજબ ૫, ૬, ૭, ૮ યા ૯ સુધી પણ થઈ શકે છે. બીજા ને ત્રીજા ચરણાના અંતે અંત્યાનુપ્રાસ રહેલ છે. કાવ્યરૂપે ભાવાર્થ એ કે
મહારાષ્ટ્રના ભાવેદમાં 'ઓથી’ ને અભંગ' એમ બને તૈય છંદો લોકપ્રિય છે. ભજન કીર્તનમાં એનો પ્રયોગ થયેલો છે. એક વિજ્ઞાનના મંતવ્ય મુજબ સંસ્કૃતના અનુષ્ટુપ છંદનું વિકસિતરૂપ ભંગ છે, ચાર ચરણોવાળા અનુષ્ટુપ છંદના દરેક ચરણામાં આઠવર્ણ હોય છે, પણ અભંગના ચાર ચેરોમાં અનુક્રમે ૬, ૬, ૬ અને ૪ વર્ગો હોય છે. ઓળી ને અભંગમાં રહેલા સામ્યને લીધે બંને પરસ્પરની સમાન રીતે ગાઈ શકાય છે. સંત જ્ઞાનેશ્વર કૃત જ્ઞાનેશ્વરીની પહેલી ઓળી
ૐ નો આલ, વેદ પ્રતિપાળ, જય જય સ્વ વિઘા, આત્મરૂપા.' આને અભંગ સ્વરૂપે
ૐ નો જ આઘા વેદ પ્રતિપાળ, જય જય વ ચેના આત્મરૂપા. એમ વાંચી યા ગાઈ શકાય છે. અહીં ઓળી સાડા ત્રણ ચરણોની છે, ને એમાં ત્રણ વાર ભૈયાનુપ્રાસનો પ્રયોગ થયેલો છે. પણા અભંગમાં બીજા ને ત્રીજા ચરણાના અંતમાં અનુપ્રાસ આવતો હોય છે. જ્ઞાનેશ્વરના અરસામાં અભંગ છંદનો વ્યાપક રીતે પ્રયોગ થતો હતો ને ત્યારપછી તો તુકારામ, રામદાસ ને નિળોબારાય આદિ સંતો દ્વારા સત્તરમી સદી પર્યંત · એનો પ્રયોગ મરાઠી ભક્તિકાવ્ય જગતમાં થતો રહ્યો છે. તુકારામના સમયમાં તો તે છંદ અત્યંત લોકપ્રિય બનવા પામ્યો ને વર્ણવૃત્તની વિકસિત પૂર્ણતા પણ પામ્યો.
મરાઠી અભંગ ભક્તિના અવિભાજ્ય ભાગરૂપે ભકતાદિ સામાન્યજનોના મુખે કીર્તનની ધુન તરીકે ગવાતા હોય છે. એની બી વિશિષ્ટતા છે એના નાનકડા સ્વરૂપમાં રહેલી ઘણા અર્થની અભિવ્યક્તિની ક્ષમતા. હિંદી કવિ બિહારીના દોહાની જેમ અર્થની દષ્ટિએ અભંગ ‘ગાગરમાં સાગર’ સમાવી શકે છે.
બે ચોમાં ૬-૬ વર્ગો તથા ૮-૬, ૬-૮ એવાં ચરણોવાળા અભંગો પરા રચાયેલાં છે.
અભંગના બે પ્રકાર છે. (૧) દીર્ઘચરા અભંગ ને (૨) લઘુચરા અભંગ. એની વિશિષ્ટ લાક્ષણિકતા એ છે કે તે લોકોકિત યા કહેવતના રૂપે પણ રજૂ કરી શકાય છે. એ દૃષ્ટિએ એ સુગમતાથી સ્મૃતિગ્રામ્ય થઈ શકે છે. એની સરળતા ને અસરકારકતાને કારણે તો સંત જનાબાઈ ને ચોખામેળા જેવાના અભંગો આમજનતાના કંઠે વસેલા જોઈ શકાય છે. સંત કબીર ને સૂરદાસના દોહા તથા તુલસીદાસની ચોપાઈની જેમ અભંગો ભક્તજનોને રીઝવી શકે છે. શ્રદ્ધાળુ ભક્તોને માટે તો એક વેદવાણી સમાન છે. મહારાષ્ટ્રના જાણીતા વિદ્વાન શ્રી રા. શ્રી. જોગની દૃષ્ટિએ અભંગ એટલે થોડા ભાવનું હોવું ને થોડામાં ઘણા વધારે કાવ્યાર્થનો સમાવેશ કરવો તથા ભાવપ્રધાનતા. દોહાની જેમ આવાં ત્રણા લક્ષણો અભંગમાં હોય છે.
બંધારણ દૃષ્ટિએ અભંગમાં રહેલાં ચાર ચરણો પૈકી પહેલાં ત્રણ
ઈશ્વરનું નહિ રૂપ નહીં કોઈ એનું નામ, ઈશ્વર જ સર્વત્ર વ્યાપક એ જ પૂરા નિષ્કામ-૧
આંખની આંખ છે, એ જ ભાસતું દૃષ્ટિમાં, ઈશ્વર જ પ્રકાશિત એતો આદિ અંતમાં-૨
કેટલું છે. અદ્ભુત, અદ્ભુત છે કેટલું, ઈયાર છે રમી રહ્યો અહીં તહીં સ્થળ જેટલે-૩
કહે ચોખા મનનો સંશય છૂટી ગયો બધો, ઈશ્વરને પ્રગટ દેહરૂપે મેં
નિહાળ્યો-૪
બીજા પ્રકારના અભંગના દૃષ્ટાંત તરીકે એ જ સંતનો અભંગ જોઇએધન્ય ધન્ય નામદેવા, કેલા ઉપકાર જીવા-૧
માઝા નિરસિતા વો, દાખવિલા પંઢરીરાવો-૨ મંત્ર સાંગિતલા સોપા, નિવારિલે ભવતાયા-૩ માઝી કપથી માલી, ચોખા નો પાના ધાણી-૪ કાવ્યરૂપે ભાવાર્થ એ કે
ધન્ય ધન્ય ગુરુ નામદેવજી, ઉપકૃત થયો આ જીવ આજ જી-૧ દૂર કર્યો મારો ભય, મારો દાખવ્યો પંઢરીના રાજા-૨ મુજને સરળ મંત્ર શીખવ્યો, ભવનો સારો તાપ હટાવ્યો-૩ કપાળથી મારી તુ ગાવડી, દૂધ પીવાડે ચોખાને માવડી-૪
આ અભંગપદમાં આઠ આઠ વર્ગોના દ્વિચરતી ચાર અભંગ રહેલા છે. આઠ વર્ષોની ગોઠવણા થયા છતાં અહીં બીજા અભંગના બીજા ચરરામાં પંઢરીરાવો શબ્દને લીધે નવ વર્ષા થવા પામ્યા છે, સંત કાર્યોમાં વર્ગ સંખ્યા ઓછી ધા વધારે થતી હોવાની સ્થિતિ અનેક અભંગ રચનામાં જોવા મળે છે, પણ અભંગ ગેય છંદ હોવાથી એના લય અને ગાયનમાં કોઈ ફરક પડવા પામતો નથી.
સંત જ્ઞાનેશ્વરના આધ્યાત્મિક ગુરુ ગણાતા સંત નિવૃત્તિનાથને અભંગના આવ પ્રવર્તક માનવામાં આવે છે. સંત તુકારામ અને એમના શિષ્ય નિળોબારાયના સમય પર્યંત અભંગ રચનાનો આવો ક્રમ ચાલ્યો આવે છે. એ પછી પછા અદ્યાપિ પર્યંત અભંગ એ ભક્તિમાર્ગનું અભિન્ન અંગ ગણાય છે,
જો કે સંત જ્ઞાનેશ્વર તથા એમના સંત ભાઈબહેન અલ્પ યા સુપેરે શિક્ષિત હતા, પણ એ સિવાયના મોટા ભાગના અભંગ રચનાર સંતો અશિક્ષિત હતા, છતાં તેઓ સંત કબીરની જેમ અસાધારણ કવિત્વ શક્તિ તથા પ્રતિભા ધરાવતા હતા, એટલે તેમના અભંગો કવિત્વશક્તિના નમૂનારૂપ આજેય આપણાને આનંદ આપી રહ્યા છે.